સાલિહીનની ઈત્તેબાઅ

શૈખુલ હદીષ હઝરત મૌલાન મુહમ્મદ ઝકરિયા સાહબ (રહ.) એક વખત ‎ઈરશાદ ફરમાવ્યુઃ  

“પોતાના અકાબિરો (વડિલો)નાં હાલાતને ઘણાં એહતેમામથી કિતાબોમાં જોતા રહો અને વાંચતા રહ્યા કરો, હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નો જમાનો ઘણો દૂર ચાલી ગયો, પરંતુ આ આપણા અકાબિરો હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં જીવનનાં નમૂના અમારી સામે મૌજૂદ છે, તે હઝરાતની વિનમ્રતા (તવાઝુઅ) ને જુવો.

પ્યારો ! માણસ પોતાની જાતથી નથી વધતો, અલ્લાહ જલ્લ શાનુહુ જેને વધારાવે તેજ વધે છે, પોતાની જાતને નીચી કરી નાંખો, પોતાનાં સમકાલિન (મુઆસિરીન) માંથી દરેકને પોતાનાંથી મોટા સમજો.” (મલફુઝાતે શૈખ, પેજ નં- ૧૫૯)

Source: https://ihyaauddeen.co.za/?p=7393


Check Also

ખાનકાહી લાઇનમાં રાહઝન વસ્તુઓ

હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહ઼િમહુલ્લાહએ એક વખત ઇર્શાદ ફરમાવ્યું: હું તમારા ભલા માટે કહું …