અલ્લાહ સુબ્હાનહુ વતઆલાએ અંબિયા (અલૈ.) ને લોકોની હિદાયતનાં માટે મબઊષ ફરમાવ્યા અને તેઓને દીનનાં પ્રકાશન (ઈશાઅત)ની જવાબદારી અને દીનની હિફાઝતની જવાબદારી આપવામાં આવી છે.
દીનનાં પ્રકાશન (ઈશાઅત)નો મતલબ આ છે કે અંબિયા (અલૈ.) લોકોને દીનનાં અહકામ અને દીનની ઈબાદતો કૌલી(બોલીને) અને અમલી(કરીને, પ્રેક્ટીકલી) રીતે સિખડાવે.
દીનની હિફાઝતનો મતલબ આ છે કે અંબિયા (અલૈ.) લોકોમાં અમ્ર બિલ મારૂફ અને નહી અનીલ મુનકરની જવાબદારી પૂરી કરી દે (એટલે અંબિયા (અલૈ.) લોકોને અચ્છાઈનો હુકમ આપે, બુરાઈથી રોકે અને લોકોને સીરાતે મુસ્તકીમની તરફ રેહનુમાઈ કરે).
દરેક નબીએ પોતાની ઉમ્મતને અમ્ર બિલ મારૂફ અને નહી અનીલ મુનકરની જવાબદારીને પૂરી કરવાનો હુકમ આપ્યો છે. એવીજ રીતે આપણાં આકા રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પોતાની ઉમ્મતને આ મહાન જવાબદારીને પૂરી કરવાનો હુકમ આપ્યો છે.
અગર કોઈ આ જવાબદારી પર ગૌર કરે, તો તે સમજી જશે કે અમ્ર બિલ મારૂફ અને નહી અનીલ મુનકર સૌથી અહમ જરીઓ છે ઉમ્મત દીન પર કાયમ રહે તે માટે અને દુનિયામાં ઈસ્લામની બકા (બાકી રહે તે) માટે.
કુર્આને કરીમ અને અહાદીષે મુબારકાએ આ ઉમ્મતને “ખયરૂલ ઉમમ” (સૌથી બેહતરીન ઉમ્મત) કહ્યુ છે, તેની વજહ આજ છે કે આ ઉમ્મત અમ્ર બિલ મારૂફ અને નહી અનીલ મુનકરની જવાબદારી બીજી ઉમ્મતોનાં મુકાબલામાં સૌથી વધારે પૂરી કરશે.
તેથી કુર્આને કરીમમાં અલ્લાહ જલ્લ જલાલુહુનો ઈરશાદ છેઃ
کُنۡتُمۡ خَیۡرَ اُمَّۃ ٍ اُخۡرِجَتۡ لِلنَّاسِ تَاۡمُرُوۡنَ بِالۡمَعۡرُوۡفِ وَ تَنۡہَوۡنَ عَنِ الۡمُنۡکَرِ وَ تُؤۡمِنُوۡنَ بِاللّٰہِ
તમે બેહતરીન ઉમ્મત છો, જે લોકો(નાં ફાયદા) નાં માટે નિકાળવામાં આવી છે. (તમે બેહતરીન ઉમ્મત આ કારણે છો કે) તમે અચ્છાઈનો હુકમ આપો છો અને બુરાઈથી રોકો છો અને અલ્લાહ પર ઈમાન રાખો છો.
એક વખત નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઊપર વાળી આયતની તિલાવત કરીને સહાબએ કિરામ (રદિ.) થી અરજ કર્યુઃ તમે લોકો (મારી ઉમ્મત) સિત્તેર મોટી ઉમ્મતોની તકમીલનાં માટે મોકલાવામાં આવ્યા છો, તમે અલ્લાહ તઆલાનાં નજદીક પાછલી ઉમ્મતોથી સૌથી વધારે બેહતરીન ઉમ્મત બનાવવામાં આવ્યા છો અને પાછલી ઉમ્મતોથી સૌથી વધારે માન-સન્માન વાળા બનાવવામં આવ્યા છો (કારણકે તમે અમ્ર બિલ મારૂફ અને નહી અનીલ મુનકર કરો છો એટલે અચ્છાઈનો હુકમ આપો છો અને બુરાઈથી રોકો છો).
એક બીજી હદીષ શરીફમાં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે દરેક માણસ મોમિનની તાકતનાં બકદર દીનની હિફાઝતનાં બારામાં અલ્લાહ તઆલાને ત્યાં પૂછવામાં આવશે. તેથી રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુઃ
كل رجل من المسلمين على ثغرة من ثغر الإسلام الله الله لا يؤتى الإسلام من قبلك (السنة للمروزي، الرقم: ۲۸)
દરેક મુસલમાન ઈસ્લામની સરહદોમાં થી એક સરહદની હિફાઝત માટેનો જવાબદાર છે, તેથી અલ્લાહ થી ડરો, અલ્લાહ થી ડરો. અને (આ વાતનો ખ્યાલ રાખો કે) તમારી તરફથી ઈસ્લામ પર કોઈ હમલો ન આવે.
આ હદીષથી ખબર પડી કે દરેક મુસલમાન પોતાનાં સ્થાનમાં પોતાની દીની હૈસિયતનાં એતેબારથી દીનની હિફાઝતનો જવાબદાર છે.
ઈન્શા અલ્લાહ આવતા પ્રકરણોમાં અમે દીનનાં તે અહમ વિભાગ (એટલે અમ્ર બિલ મારૂફ અને નહી અનીલ મુનકર)ને કાયમ કરવાની મહત્તવતાને બયાન કરીશું અને સાથે સાથે અમે તેનાંથી સંબંઘિત મસાઈલ બયાન કરીશું, એવીજ રીતે અમે સહાબએ કિરામ (રદિ.) અને અસલાફનાં તે વાકિયાતને ઝિકર કરીશું જેનાંથી આપણને ખબર પડશે કે તેવણે કેવી રીતે અમ્ર બિલ મારૂફ અને નહી અનીલ મુનકરની આટલી મોટી જવાબદારીને પોતાનાં જીવનોમાં અંજામ આપી છે.
Source: http://ihyaauddeen.co.za/?p=18567