સુરતુલ ફીલની તફસીર

بِسۡمِ اللّٰہِ الرَّحۡمٰنِ الرَّحِیۡمِ

اَلَمۡ  تَرَ کَیۡفَ فَعَلَ رَبُّکَ  بِاَصۡحٰبِ الۡفِیۡلِ ؕ﴿۱﴾‏‎ ‎اَلَمۡ  یَجۡعَلۡ  کَیۡدَہُمۡ فِیۡ  تَضۡلِیۡلٍ ۙ﴿۲﴾‏‎ ‎وَّ  اَرۡسَلَ عَلَیۡہِمۡ  طَیۡرًا  اَبَابِیۡلَ ۙ﴿۳﴾‏‎ ‎تَرۡمِیۡہِمۡ  بِحِجَارَۃٍ  مِّنۡ سِجِّیۡلٍ ۪ۙ﴿۴﴾‏‎ ‎فَجَعَلَہُمۡ کَعَصۡفٍ مَّاۡکُوۡلٍ ﴿۵﴾‏‎‏ ‎

તર્જુમોઃ- અલ્લાહનાં નામથી શર કરૂં છું જે ઘણોજ દયાળુ અને કૃપાળુ છે.

શું આપને ખબર નથી કે આપનાં પરવરદિગાર હાથીવાળાઓ સાથે કેવું વર્તન કર્યુ ! (૧) શું તેવણે તેઓના બઘા દાવને (તદ્દન) ખોટા નહી કરી દીધા હતા? (૨) વળી, તેઓના ઉપર(અબાબીલ) પક્ષીઓનાં ટોળેટોળાં મોકલ્યાં હતા, (૩) જે તે લોકો પર ખંગરની કાંકરીઓ ફેંકતા હતા. (૪) પછી તેવણે (અલ્લાહ તઆલાએ) તેઓને (પશુઓનાં) ખાધેલા (ઘાસના) ભૂકાની માફક કરી નાંખ્યા. (૫)

તફસીર

અસ્હાબે ફીલનો વાકિયો હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં જન્મથી લગભગ પચાસ અથવા પંચાવન દિવસ પેહલા થયો હતો. કુર્આને કરીમ એક પૂરી સૂરત -સુરએ ફીલ- આ વાકિયાનાં વિશે નાઝિલ થાય છે. આ વાકિયાની પૂરી વિગત તફસીર, હદીષ અને સીરતની કિતાબોમાં આવેલ છે.

હકીકત આ છે કે અસ્હાબે ફીલનો વાકિયો ખાતમુલ અંબિયા, અંતિમ નબી મોહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નું આ દુનિયામાં આવવાની નિશાની અને પરિચયનાં તૌર પર થયો હતો. તથા કુરૈશનાં માટે અલ્લાહ તઆલાની રહસ્યમય મદદ અને હિફાઝત આવી. આ એટલા માટે થયુ કે અંતિમ પૈગમ્બરનો ઝુહૂર તેજ કબીલો (કુરૈશ) માં થવાનો હતો, અન્યથા જો દીની એતેબારથી જોવામાં આવે, તો હબ્શા અને યમનનાં બાહશાહો અને હાકિમોનાં અકાઈદ (માન્યતાઓ), મક્કા મુકર્રમાનાં કુરૈશનાં અકાઈદ (માન્યતાઓ)થી બેહતર હતા, કારણકે તે લોકો એહલે કિતાબ (ઈસાઈ) હતા, જ્યારે કે કુરૈશ મૂર્તિપૂજક (બુત પરસ્ત) હતા.

મોજીઝો અને ઈરહાસ

જે આદતનાં વિપરિત વસ્તુઓ નબીનાં હાથો પર નુબુવ્વત બાદ જાહેર થાય છે તેને મોજીઝો કેહવામાં આવે છે અને જે આદતનાં વિપરિત વસ્તુઓ નબીનાં હાથો પર નુબુવ્વતથી પેહલા જાહેર થાય છે તેને “ઈરહાસ” કેહવામાં આવે છે, એવીજ રીતે નબીનાં આગમનથી પેહલા જે આદતનાં વિપરિત નિશાની દુનિયામાં જાહેર થાય છે જે નબીનાં આવવા પર દલાલત કરે છે તે નિશાની ને પણ ઈરહાસ કેહવામાં આવે છે. ઈરહાસ લુગત (શબ્દકોશ) માં સંગે બુનિયાદ (પત્થરનો પાયા) ને કહે છે. તો તે અસામાન્ય વાકિયો અને નિશાની એવી હતી જેવી રીતે કે નુબુવ્વતની જાહેર થવાની બુનિયાદ(પાયો) અને પરિચય હોય છે.

અસ્હાબે ફીલનો ટૂંકો વાકિયો

અબરહા હબ્શાનાં બાદશાહ નજાશીની તરફથી યમનનો હાકિમ(શાસક) હતો, જ્યારે તેણે જોયુ કે અરબનાં બઘા લોકો બયતુલ્લાહનો તવાફ કરવા માટે મક્કા મુકર્રમા જાય છે, તો તેનાં દિલમાં હસદ(ઈર્ષ્યા) પૈદા થઈ. તેથી તેણે ફૈસલો કર્યો કે ઈસાઈ ઘર્મ(મઝહબ) નાં નામે એક આલીશાન કનીસા (ચર્ચ) બનાવે, જે હીરા-મોતિયોથી શણગારેલુ હોય, જેથી કે યમનનાં અરબ લોકો મક્કા મુકર્રમાનો સફર ન કરે અને બયતુલ્લાહની જગ્યાએ તે ગિરજા (ચર્ચ)નો તવાફ કરે.

તેથી તેણે યમનની રાજધાની “સનઆ”માં એક અત્યંત ભવ્ય અને આલીશાન કનીસા (ચર્ચ) બનાવડાવ્યુ અને લોકોમાં જાહેરાત કરાવી દીઘી કે હવેથી કોઈ મક્કા મુકર્રમા ન જાય અને બયતુલ્લાહનાં બદલે તેમનું બનાવેલુ કનીસા (ચર્ચ) માં ઈબાદત કરે અને તેનો તવાફ કરે. હાફિઝ ઈબ્ને કષીર (રહ.) લખ્યુ છે કે અબરહાએ કનીસા (ચર્ચ) ની સજાવટ માટે શણગાર અને સજાવટની વધારે પડતી વસ્તુઓ મલિકએ બિલકીસનાં મહલથી મંગાવી હતી.

જ્યારે અરબોને નવુ બનાવેલા કનીસા (ચર્ચ)ની ખબર પહોંચા, તો તે ઘણો લાલ-પીળો થઈ ગયો અને તેમાં દુઃખ તથા ગુસ્સાનું મોજુ ફરી ગયુ, અહિંયા સુઘી કે કબીલએ કિનાનાનો એક માણસ કનીસા (ચર્ચ)માં ગયો અને તેમાં પાખાનાં (જાજરૂ) કરીને ભાગી ગયો. બીજી રિવાયતમાં છે કે અરબનાં કેટલાક નૌજવાનોએ કનીસા (ચર્ચ)ની આસપાસ આગ સળગાવી હતી. એક ચિંગારી હવાથી ઉડીને તે ગિરજા (ચર્ચ)માં લાગી ગઈ અને ગિરજા (ચર્ચ) સળગીને ખાક થઈ ગયુ. અબરહાને જેવીજ આ ખબર પડી તે ગુસ્સામાં આવીને કસમ ખાઈ લીઘી કે “હું ખાનએ કાબાને ધ્વસ્ત અને નષ્ટ કરીને જ દમ લઈશ”

તેથી તેણે તેજ ખરાબ ઈરાદાઓની સાથે મક્કા મુકર્રમા પર હમલો કરવા માટે લશ્કર તૈયાર કરી નિકળ્યો. રસ્તામાં જે અરબ કબીલાએ વિરોધ કર્યો તેને તલવારનાં જોર પર રેહસી નાંખ્યા, અહિંયા સુઘી કે મક્કા મુકર્રમા પહોંચ્યો. લશ્કર અને હાથી પણ સાથે હતા. મક્કાની આસપાસ મક્કા વાળાઓનાં ઢોર ચરતા હતા. અબરહાનાં લશ્કરે તે ઢોરને પકડી લીઘા જેમાં બસો ઊંટ હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં દાદા અબ્દુલ મુત્તલિબનાં પણ હતા. તે સમયે કુરૈશનાં સરદાર અને ખાનએ કાબાનાં મુતવલ્લી અબ્દુલ મુત્તલિબ હતા. જ્યારે તેમને અબરહાની ખબર થઈ, તો કુરૈશને ભેગા કરીને કહ્યુ કે “ગભરાવો નહી મક્કાને ખાલી કરી દો. ખાનએ કાબાને કોઈ ધ્વસ્ત (તોડી) નહી શકે. આ અલ્લાહ તઆલાનું ઘર છે તે પોતે તેની હિફાઝત કરશે.”

ત્યારબાદ અબ્દુલ મુત્તલિબ કેટલાક કુરૈશનાં સરદારોને લઈને અબરહાને મળવા માટે ગયા. અબરહાને ખબર કરવામાં આવી. અબરહાએ અબ્દુલ મુત્તલિબનો અત્યંત શાનદાર સ્વાગત કર્યુ. અલ્લાહ તઆલાએ અબ્દુલ મુત્તલિબને અભૂતપૂર્વ હુસ્ન અને જમાલ તથા અદભુત મહાનતા અને રોબ તથા દબદબો અર્પણ ફરમાવ્યો હતો. જેને જોઈને દરેક માણસ ભયભિત થઈ જતો હતો. અબરહા અબ્દુલ મુત્તલિબને જોઈને ભયભિત થઈ ગયો અને અત્યંત સન્માન અને આદરની સાથે પેશ આવ્યો. આ તો યોગ્ય ન સમજ્યો કે પોતાના તખત પર પોતાનાં બરાબર બેસાડે તેથી તે તેમનાં માન-સન્માનમાં એક કર્યુ કે પોતે તખતથી ઉતરીને જમીન પર તેમને પોતાની સાથે બેસાડ્યા.

વાત-ચીતનાં દરમિયાન અબ્દુલ મુત્તલિબે પોતાનાં ઊંટોને મુક્ત (રિહાઈ) કરવાની માંગ કરી. અબરહાએ આશ્ચર્ય ચકિત થઈને કહ્યુ ઘણાં આશ્ચર્યની વાત છે કે તમો મારાથી પોતાનાં ઊંટોનાં વિશે વાત-ચીત કરી અને ખાનએ કાબા જે તમારા બાપ-દાદાવો દીન અને મઝહબ છે તેનાં વિશે તમે કોઈ વાત પણ નહી છેડી. અબ્દુલ મુત્તલિબે જવાબ આપ્યો “હું ઊંટોનો માલિક છું એટલા માટે ઊંટોનો સવાલ કર્યો અને કાબાનો માલિખ અલ્લાહ છે તે પોતે પોતાનાં ઘરને બચાવશે”. અબરહાએ થોડી વાર ખામોશી પછી અબ્દુલ મુત્તલિબનાં ઊંટોને પરત કરવાનો હુકમ આપ્યો.

અબ્દુલ મુત્તલિબ પોતાનાં ઊંટ લઈણે પાછી આવી ગયા અને કુરૈશને હુકમ આપ્યો કે મક્કા ખાલી કરી દો અને બઘા ઊંટોને ખાનએ કાબાની નઝર કરી દીઘા અને અમુક માણસોને પોતાની સાથે લઈને ખાનએ કાબાનાં દરવાજા પર હાજર થયા કે બઘી કરગડીને દુઆઓ માંગે. અબ્દુલ મુત્તલિબે તે સમયે આ દુઆઓ વાળી પંક્તિઓ પઢીઃ

لَاهُمَّ أَنَّ الْمَرْءَ يَمْــَنعْ … رَحْلَهُ فَامْنَعْ رِحَالَك

હે અલ્લાહ ! બંદો પોતાની જગ્યાની હિફાઝત કરે છે બસ તમો પોતાનાં મકાનની હિફાઝત ફરમાવજો

وَانْصُرْ عَلٰى آلِ الصَّلِيْــب … وَعَابِدِيْهِ الْيَوْمَ آلَك

અને સલીબ(ક્રોસ) વાળા અને સલીબ(ક્રોસ)ની પૂજા કરવા વાળાનાં મુકાબલામાં પોતાનાં લોકોની મદદ ફરમાવજો

لَا يَغْلِبَنَّ صَلِيْبُهُمْ … وَمِحَالُهُمْ أَبَدًا مِحَالَك

તેમની સલીબ(ક્રોસ) અને તેમની તદબીર તમારી તદબીર પર કદાપી પ્રભાવિત(જીતી) નથી થઈ શકતી

جَرُّوا جَمِيْعَ بِلَادِهِمْ … وَالْفِيْلَ كَيْ يَسْبُوْا عِيَالَك

લશ્કર અને હાથી વધારીને લઈને આવ્યા છે જેથી કે તમારા ઘરવાળાઓને કેદ કરે

عَمَدوا حِمَاك بِكَيْدِهِمْ … جَهْلًا وَمَا رَقَبُوْا جَلَالَك

તમારા હરમની બરબાદીનો ઈરાદો કરીને આવ્યા છે. જહાલતનાં કારણે ઈરાદો કર્યો છે તમારા મહાનતા અને જલાલનો ખ્યાલ નથી કર્યો.

અબ્દુલ મુત્તલિબે દુઆથી પરવારીને પોતાનાં સાથિયોની સાથે પહાડ પર ચઢી ગયા.

બીજા દિવસે સવારના અબરહાએ બયતુલ્લાહ પર ચઢાઈ કરવાની તૈયારી કરી અને પોતાનાં મહમૂદ નામનાં હાથીને અગાળી ચાલવા માટે તૈયાર કર્યો. નુફૈલ બિન હબીબ જેને રસ્તેથી અબરહાએ ગિરફ્તાર કર્યો હતો તે સમયે તે અગાળી વધ્યો અને હાથીનો કાન પકડીને કહેવા લાગ્યો “તુ જ્યાંથી આવ્યો છે ત્યાં સહીહ સલામત ફરીજા, કારણકે તુ અલ્લાહ તઆલાનાં અમીન શહેર (સુરક્ષિત શહેર)માં છે” આટલુ કહીને તેનો કાન છોડી દીઘો, હાથી આ સાંભળતાની સાથેજ બેસી ગયો, હાથી બાનો(મહાવતો)એ તેને ઉઠાવ્યો, ચલાવવા ચાહ્યો, પણ તે પોતાની જગ્યાએથી હલ્યો નહી, તેને મોટા મોટા લોખંડના તબરો(કુલહાડી)થી મારવામાં આવ્યો, તેની પણ પરવા ન કરી, તેનાં નાકમાં લોખંડનાં આંકડા નાંખવામાં આવ્યા, તેમ છતા પણ તે ઊભો ન થયો, તે સમયે તે લોકોએ તેને યમનની તરફ ફેરવ્યો, તો તરતજ ઊભો થઈ ગયો પછી શામની તરફ ચલાવ્યો તો ચાલવા લાગ્યો પછી પૂર્વ દીશા તરફ ચલાવ્યો તો ચાલવા લાગ્યો, તે બઘી દીશાઓ તરફ ચલાવવા બાદ પછી તેને મક્કા મુકર્રમાની તરફ ચલાવવા લાગ્યા તો ફરીથી બેસી ગયો.

અહીંથા અલ્લાહ તઆલાની કુદરતનો કરિશ્મો જાહેર થયો. બીજી તરફ દરિયાની તરફથી કેટલાક પક્ષિઓનું ટોળુ આવતુ દેખાયુ જેમાંથી દરેકની પાસે ત્રણ કાંકરીઓ ચણા અથવા મસૂરનાં બરાબર હતુ. એક ચાંચમાં બે પંજાવોમાં. વાકદીની રિવાયત માં છે કે પક્ષિઓ અજીબ રીતનાં હતા જે તેનાંથી પેહલા જોવામાં ન આવ્યા હતા. કદમાં કબૂરતથી નાના હતા તેમના પંજા લાલ હતા, દરેક પંજામાં એક-એક કાંકરી અને એક ચાંચમાં લઈને આવતા દેખાઈ પડ્યા અને તરતજ અબરહાનાં લશ્કરનાં ઊપર છવાઈ ગયા, આ કાંકરીઓ જે દરેક પક્ષિઓની સાથે હતી તેને અબરહાનાં લશ્કર પર નાંખી. એક એક કાંકરીએ તે કામ કર્યુ જે બંદુકની ગોળી પણ નથી કરી શકતી કે જેનાં પર પડતી તેનાં શરીરને ચીરતી ચીરતી જમીનમાં ઘુસી જતી હતી. આ અઝાબ જોઈને બઘા હાથી ભાગી નિક્ળયા, માત્ર એક હાથી રહી ગયો હતો જે તે કાંકરીથી હલાક થયો. અને લશ્કરનાં બઘા માણસો તેજ સમય પર હલાક થયા, બલકે જે લોકો વિભિન્ન દીશાઓમાં ભાગ્યા હતા તે લોકોનો રસ્તામાં એ હાલ થયો કે મરી મરીને પડવા લાગ્યા.

અંતમાં આવી રીતે અબરહાનાં લશ્કર તબાહો બરબાદ થયુ અને જડમુડમાંથી તેનું નામો નિશાન મટી ગયુ.

અને અબરહાનો હશર એ થયો કે તેનાં શરીરમાં એવુ ઝેર ફેલાય ગયુ હતુ કે તેનાં શરીરનો એક એક ભાગ સડીને પડવા લાગ્યો અને આખા શરીરથી પીપ અને લોહી વહેવા લાગ્યુ. અંતમાં સનઆ પહોંચીને તેની છાતી ફાટી પડી અને તે મરી ગયો.

اَلَمۡ  تَرَ کَیۡفَ فَعَلَ رَبُّکَ  بِاَصۡحٰبِ الۡفِیۡلِ ؕ﴿۱﴾‏‎ ‎اَلَمۡ  یَجۡعَلۡ  کَیۡدَہُمۡ فِیۡ  تَضۡلِیۡلٍ ۙ﴿۲﴾‏‎ ‎وَّ  اَرۡسَلَ عَلَیۡہِمۡ  طَیۡرًا  اَبَابِیۡلَ ۙ﴿۳﴾‏‎ ‎تَرۡمِیۡہِمۡ  بِحِجَارَۃٍ  مِّنۡ سِجِّیۡلٍ ۪ۙ﴿۴﴾‏‎ ‎فَجَعَلَہُمۡ کَعَصۡفٍ مَّاۡکُوۡلٍ ﴿۵﴾‏‎‏ ‎

શું આપને ખબર નથી કે આપનાં પરવરદિગાર હાથીવાળાઓ સાથે કેવું વર્તન કર્યુ ! (૧) શું તેવણે તેઓના બઘા દાવને (તદ્દન) ખોટા નહી કરી દીધા હતા? (૨) વળી, તેઓના ઉપર(અબાબીલ) પક્ષીઓનાં ટોળેટોળાં મોકલ્યાં હતા, (૩) જે તે લોકો પર ખંગરની કાંકરીઓ ફેંકતા હતા. (૪) પછી તેવણે (અલ્લાહ તઆલાએ) તેઓને (પશુઓનાં) ખાધેલા (ઘાસના) ભૂકાની માફક કરી નાંખ્યા. (૫)

અસ્હાબે ફીલનાં વાકિયાથી આપણે નીચે જણાવેલ સબક અને નસીહતો હાસિલ થાય છેઃ

(૧) હસદ (ઈર્ષ્યા) અને જલન અત્યંત ઘાતક બીમારી છે. તેનાં કારણે એક-બીજામાં મુકાબલો, લડાઈ-ઝઘડો થાય છે. જે માણસનાં દિલમાં હસદની બીમારી હોય છે તે દરેક સમયે ગુસ્સામાં રહે છે અને બીજાને નીચા પાડવાની ફિકરમાં રહે છે. હસદ અને જલન નાંજ કારણે અબરહા ખાનએ કાબાનાં મુકાબલામાં એક નકલી કાબા બનાવ્યુ અને અંતે હસદ અને જલનનાં કારણે અબરહા હલાક તથા બરબાદ થયો.

(૨) ગુસ્સામાં ઈન્સાન પોતાનો હોશ ખોઈ બેસે છએ અને એવા ફૈસલા કરે છે જે ત્યારબાદ તેનાં માટે પસ્તાવાનું કારણ તથા શરમિન્દગી નું કારણ બને છે. આપણે જોઈ શકીએ છીએ કે અબરહાએ ગુસ્સામાં આવીને ખાનએ કાબાને ઘ્વસ્ત કરવાનો ફૈસલો કર્યો, પણ તે ફૈસલાનાં કારણે નામુરાદ અને અસફળ થયો અને ઘણીજ ખરાબ મોત મર્યો.

(૩) જો ઈન્સાન પોતાનાં દિલથી ઘમંડ કાઢતો નથી, તો તેણે ઘણી બઘી પરેશાનિયોં અને મુશ્કિલાતનો સામનો કરવો પડે છે. જો અબરહાનાં ઘમંડ ન હોતે તો તે હસદ નહી કરતે અને પોતાનો નકલી કાબા ન બનાવતે અને પરિણામે તે હલાકતો બરબાદીથી સુરક્ષિત રેહતે.

(૪) દરેક પ્રકાની કુદરત અલ્લાહ તઆલાનાં હાથમાં છે. તેજ કાદિરે મુતલક છે. દરેક વસ્તુ તેમનાં કબઝએ કુદરતમાં છે. અગર તે ચાહે, તો હાથી જેવા મહાકાય અને વિશાળકાય જાનવરને નાની નાની કાંકરિયોથી હલાક કરી શકે છે. તેથી કોઈ પણ દુન્યવી તાકત તથા કુવ્વત (શક્તિ) થી ડરવુ ન જોઈએ. અગર અલ્લાહ તઆલા કોઈ ઈન્સાનને સુરક્ષિત રાખવા ચાહે છએ, તો કોઈપણ શક્તિ તેને ઝર્રા બરાબર નુકસાન પહોંચાડી શકતી નથી.

(૫) અલ્લાહ સુબ્હાનહુ વતઆલા આજ્ઞાકારી તથા ફરમાંબરદાર બંદાવોની રહસ્યમય રીતે (ગૈબી) મદદ ફરમાવે છે.

(૬) દીનનાં રક્ષક અલ્લાહ તઆલાજ છે. તેવણ જેનાંથી ચાહે છે પોતાનાં દીનની હિફાઝત માટે ખિદમત લે છે. તેથી મુસલમાનોને જોઈએ કે તે દીનની ખિદમતનાં માટે એવા કામોને અપનાવવુ ન જોઈએ જે નાજાઈઝ છે અને અલ્લાહ તઆલાની નારાજગીનું કારણ બને છે.

(૭) આપણે દરેક સમયે આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે દીનની સુરક્ષાનાં માટે અલ્લાહ તઆલા આપણી કોશિશોનાં જરૂરતમંદ નથી. તેથી આપણે માત્ર તે કામોને અપનાવવુ જોઈએ જે જાઈઝ છે પછી અલ્લાહ તઆલા પર ભરોસો કરવુ જોઈએ કે તે સારું પરિણામ જાહેર ફરમાવી દે.

Check Also

સૂરહ-ફલક અને સૂરહ-નાસની તફસીર – પ્રસ્તાવના

قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ ‎﴿١﴾‏ مِن شَرِّ مَا خَلَقَ ‎﴿٢﴾‏ وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ ‎﴿٣﴾‏ وَمِن شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ ‎﴿٤﴾‏ وَمِن …