નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૯

ઔરતોની નમાઝ

દીને ઈસ્લામે ઔરતોને એવી ઈજ્જત અર્પણ કરી જે બીજા કોઈ મઝહબ(ઘર્મ)માં નથી, અગર ઔરતોથી સંબંઘિત ઈસ્લામનાં વિશેષાધિકાર અને ઈજ્જત જોવામાં આવે, તો આ વાત સારી રીતે સ્પષ્ટ થાય છે કે આ ઈજ્જત અને સન્માનનો દારોમદાર “હયા” અને “શર્મ” પર છે.

ઈસ્લામે ઔરતોને આદેશ આપ્યો છે કે પોતાનાં જીવનનાં દરેક વિભાગો અને બઘા કામોમાં હયાનાં દામનને લાઝિમ પકડી લે. આજ કારણ છે કે ઈસ્લામે ઔરતોને હુકમ આપ્યો છે કે તેઓ પોતાનાં ઘરોમાં રહે અને પોતાને અજનબી મર્દોની નજરોથી સુરક્ષિત રાખે અને ઘરથી જરૂરત વગર ન નીકળે.

ઈસ્લામ ઓરતોંને દરેક વસ્તુમાં “હયા”ની તાલીમ આપે છે. નમાઝનાં શરૂઆતથી લઈને નમાઝનાં અંત સુઘી કયામ, રૂકુઅ, સજદો વગૈરહ કેવી કૈફિયતથી અદા કરવુ અને કયા પ્રકારનાં કપડા પેહરવુ બઘુ “હયા”નાં ઉપર દલાલત કરે છે.

તેથી બીજી ઈબાદતોથી નજર હટાવીને અગર આપણે માત્ર ઓરતોની નમાઝનાં તરીકામાં ઘ્યાન કરીએ, તો તેનાંથી દિવસનાં અજવાળાની જેમ શર્મો હયા અને પર્દાની તે ઉચાં દરજાની સ્પષ્ટતા થાય છે. જે ઔરતોથી મતલૂબ છે. તેથી ઔરતોંને નમાઝની અદાયગીનાં સમયે જેવી રીતે હયા અને પરદો અપનાવવાનો હુકમ કરવામાં આવ્યો છે, એવી જ રીતે હયા અને પર્દાને જીવનનાં બીજા વિભાગોમાં પણ અપનાવવાનો હુકમ કરવામાં આવ્યો છે.

પર્દા પોશી    

આમાં કોઈ મતભેદ નથી કે ઔરતોની શારિરિક ઉપસ્થિતી ‎‎(હયઅત) મર્દોથી અલગ છે. એટલા માટે શરીઅતે આ વાતનો ખ્યાલ રાખિને ઘણાં બઘા દીની ઊમૂરમાં મર્દો ‎અને ઔરતોનાં માટે અલગ અલગ અહકામ નક્કી કર્યા ‎છે.

ઔરતોં નાં અહકામનું અલગ હોવાનું મુળભુત કારણ આ છે કે ‎ઔરતોને દરેક વસ્તુમાં એવુ કામ કરવાનો તરીકો અપનાવવાનો ‎હુકમ આપવામાં આવ્યો છે, જેમાં તેઓનાં માટે વધારેથી વધારે ‎પરદો હોય. અહિંયા સુઘી કે તેની રીઆયત નમાઝનાં દેખાવમાં પણ કરવામાં આવી છે. તેથી ઔરતો માટે હુકમ આ છે કે ‎નમાઝનાં અરકાનની અદાયગી એવા તરીકાથી કરે, જેમાં તેઓનાં ‎માટે વધારેથી વધારે પરદા પોશી હોય અને તેઓનું શરીર ઓછાથી ‎ઓછુ જાહેર થાય. ‎

ઈમામ બયહકી (રહ.) લખે છેઃ

وجماع ما يفارق المرأة فيه الرجل من أحكام الصلاة راجع إلى الستر وهو أنها مأمورة ‏بكل ما كان أستر لها (السنن الكبرى للبيهقي، الرقم: ۳۱۹٦)‏

ઔરતોની નમાઝનાં અહકામ મર્દોની નમાઝનાં અહકામથી અલગ ‎હોવાનું દારોમદાર સતર(પરદા પોશી) પર છે. ઔરતે એવો તરીકો ‎અપનાવવાનો હુકમ આપવામાં આવ્યો છે. જેમાં તેનાં માટે વધારેથી ‎વધારે પરદો હોય.‎

હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) ફરમાવે છે કે “નબીએ કરીમ ‎‎(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં જમાનામાં ઔરતોંને હિદાયત ‎આપવામાં આવી હતી કે તેવણ નમાઝનાં દૌરાન પોતાનાં શરીરનાં અંગોને જેટલા કરીબ કરી શકે તો તેવણને જોઈએ કે કરીબ કરે.” [૧]

ચાર મઝહબ

હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ), સહાબએ ‎કિરામ (રદિ.) અને તાબિઈન (રહ.)નાં જમાનાંથી લઈને ત્યાર ‎પછીની સદીયોં સુઘી ઔરતોને હુકમ આપવામાં આવ્યો હતો કે ‎તેઓ મર્દોની જેમ નમાઝ અદા ન કરે, બલકે અમુક અરકાનમાં ‎તેમની નમાઝ મર્દોથી અલગ હોવી જોઈએ. તેથી ચાર મઝહબ ‎‎(હનફી, માલિકી, શાફિઈ અને હમ્બલી) નો આ વાત પર સંયોગ ‎‎(ઈત્તેફાક) છે કે અરકાનમાં ઔરતોની નમાઝ મર્દોથી અલગ છે.‎ [૨]

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ ‎વસલ્લમ)ની દીલી તમન્ના – ઔરતોં પોતાના ઘરમાં નમાઝ અદા કરે

એક તરફ નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની દીલી ‎તમન્ના આ હતી કે તેમની ઉમ્મતનાં મર્દ મસ્જીદમાં જમાઅતની ‎સાથે નમાઝ અદા કરે, તો બીજી તરફ આપ (સલ્લલ્લાહુ અલયહિ ‎વસલ્લમ) ની દીલી આરઝુ આ હતી કે તેમની ઉમ્મતની ઔરતોં પોતાના ‎ઘરોંનાં અંદર નમાઝ અદા કરે.‎

હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઔરતોંને આ ‎વાતને વધારે પ્રોત્સાહન આપતા છે કે તેઓ પોતાનાં ઘરોનાં અંદર ‎નમાઝ અદા કરે અને પોતાને ગૈર મહરમ મર્દોની નજરોથી સંતાઈને રાખે. ‎અહિંયા સુઘી કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ‎ફરમાવ્યુ કે “ઔરતનું કમરાનાં અંદર નમાઝ પઢવુ પોતાના ઘરનાં ઓરડામાં ‎નમાઝ પઢવાથી બેહતર છે અને ઔરતનું પોતાના ઓરડાનાં અંદરનાં ભાગમાં નમાઝ પઢવુ ઓરડાનાં બીજા ભાગોમાં નમાઝ પઢવાથી બેહતર છે.”‎ [૩]

એક વખત હઝરત અબુ હુમૈદ અસ સાઅદી (રદિ.) ની એહલિયા ‎હઝરત ઉમ્મે હુમૈદ (રદિ.) નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ ‎વસલ્લમ)ની ખિદમતમાં હજાજર થયા અને અરજ કર્યુ હે અલ્લાહનાં ‎રસૂલ ! મને આપનાં પછીળી નમાઝ પઢવાનો શૌક છે. નબીએ ‎કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) જવાબ આપ્યોઃ મને સારી ‎રીતે ખબર છે કે તમને મારી ઈક્તદા(પછાળી)માં નમાઝ અદા ‎કરવાનો શૌક છે. પણ તમારા પોતાનાં કમરાનાં અંદરનાં ભાગમાં નમાઝ પઢવુ, ઓરડામાં નમાઝ પઢવાથી બેહતર છે અને ઓરડામાં ‎નમાઝ પઢવુ પોતાના ઘરની બીજી જગ્યામાં નમાઝ પઢવાથી બેહતર છે ‎અને પોતાનાં ઘરમાં બીજી જગ્યામાં નમાઝ પઢવુ, મોહલ્લાની મસ્જીદમાં ‎નમાઝ પઢવાથી બેહતર છે અને મોહલ્લાની મસ્જીદમાં નમાઝ ‎પઢવુ મારી મસ્જીદ(મસ્જીદે નબવી)માં નમાઝ પઢવાથી બેહતર છે ‎‎(રાવી કહે છે કે) હઝરત ઉમ્મે હુમૈદ (રદિ.) (નબીએ કરીમ ‎‎(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની હિદાયત પર અમલ કરીને) ‎પોતાનાં કમરાનાં અંદરનાં ભાગમાં ‎નમાઝનાં માટે નાનકડી જગ્યા તૈયાર કરાવી અને (આખુ જીવન) તેજ ‎જગ્યાએ નમાઝ અદા કરતી રહી, અહીંયા સુઘી કે મૌલાએ હકીકીથી ‎જઈ મળી(એટલે ઈન્તેકાલ થઈ ગયો). (મુસ્નદે અહમદ).‎ [૪]

હઝરત ઈમામ શાફિઈ (રહ.)નો ઈરશાદ

હઝરત ઈમામ શાફિઈ (રહ.) પોતાની કિતાબ  “ઈખતિલાફુલ હદીષ” માં લખ્યુ છેઃ

અમને ખબર નથી કે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની અઝવાજે મુતહ્હરાત(નેક બીવીયો)માંથી કોઈ બીવી મસ્જીદમાં જુમ્આની નમાઝ અથવા કોઈ નમાઝ અદા કરવા માટે ઘરથી બહાર નીકળી હતી. જ્યારે કે અઝવાજે મુતહ્હરાત(નેક બીવીયો) નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)થી વીશેષ સંબંઘની બુનિયાદ પર બીજી ઔરતોથી આ વાતની વધારે હકદાર હતી કે તેવણ ફર્ઝ નમાઝો મસ્જીદમાં અદા કરતે, પણ તેવણે એવુ ન કર્યુ.

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં ઘરાનામાં ઘણી બઘી એવી ઔરતો હતી જેઓ નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)થી ઘણી વધારે નજીક હતી. જેવી રીતે કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની નેક બીવીયો, આપની સાહબ ઝાદીઓ, આપની બાંદીઓ અને આપનાં ઘરાનાંની બાંદીઓ, પણ તેમાંથી કોઈ એક ઔરતનાં વિષે પણ અમને ખબર નથી કે તેઓ આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની ઈક્તદીમાં જુમ્આની નમાઝ અદા કરવા માટે ઘરથી બહાર નિકળતી હતી, આ કારણ હોવા છતા કે જુમ્આની નમાઝ, બીજી દરેક નમાઝોથી વધીને વધારે જરૂરી અને લાઝિમ છે મર્દોં પર, એવીજ રીતે અમને તેમાંથી કોઈ ઔરતનાં સંબંધિત આ નથી ખબર કે તેવણ દિવસ અથવા રાતનાં નમાઝ જમાઅતની સાથે મસ્જીદમાં શરીક થવા માટે ઘરથી નીકળતી હતી અને એવીજ રીતે તેઓ મસ્જીદે કુબા પણ નહી જાતી હતી. જ્યારે કે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) મસ્જીદે કુબા તશરીફ લઈ જતા હતા, ક્યારેક આપ ચાલત જતા અને ક્યારેક આપ સવારી પર તશરીફ લઈ જતા હતા અને આવીજ રીતે તેઓ બીજી કોઈ મસ્જીદોમાં નહી જાતી હતી.

મને આમાં એક કણ બરાબર શક નથી કે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)થી વિશેષ સંબંઘનાં કારણે તે ઔરતોમાં અજરો ષવાબને હાસિલ કરવાનો બે પનાહ જઝબો અને શૌક તથા વલવલો હતો અને તેઓને તે તરીકાવોનાં વિષે વધારે ઈલ્મ હતો, જ્યાંથી તેઓને વધારે ષવાબ મળી શકતો હતો. તોય છતા તેઓ નમાઝની અદાયગીનાં માટે મસ્જીદ નહીં  જતી હતી.

સલફે સાલિહીનમાંથી પણ મને કોઈનાં વિષે આ નથી ખબર કે તેવણે પોતાની ઔરતોને જુમ્આની નમાઝ અથવા કોઈ પણ નમાઝ જમાઅત મસ્જીદમાં શરીક થવા માટે ઘરથી નિકળવાનો હુકમ આપ્યો હોય. ન તો રાતમાં અને ન તો દિવસમાં. અગર તેવણને ઔરતોનું ઘરથી નિકળવા અને ઈજતિમાઈ નમાઝોમાં શામિલ થવાનાં વિષે કોઈ ફઝીલત ખબર પડતે, તો તેવણ જરૂર પોતાની ઔરતોને ઘરોથી નિકળવાનો હુકમ આપતે અને તેઓ તેવણને જરૂર ઈજાઝત આપતે. હાં, નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)થી આ મનકૂલ છે કે “ઔરતોનું પોતાનાં કમરામાં નમાઝ પઢવુ ઘરનાં મોટા કમરામાં નમાઝ પઢવાથી અફઝલ છે અને ઘરનાં મોટા કમરામાં નમાઝ પઢવાથી અફઝલ છે અને ઘરનાં મોટા કમરામાં નમાઝ પઢવુ મસ્જીદમાં નમાઝ પઢવાથી અફઝલ છે.” [૫]


[૧] عن نافع عن ابن عمر رضي الله عنهما أنه سئل كيف كن النساء يصلين على عهد رسول الله صلى الله عليه وسلم كن يتربعن ثم أمرن أن يحتفزن (مسند الإمام الأعظم للحصكفي على ترتيب السندي صـ ۷۳)

(عن نافع عن ابن عمر أنه سئل كيف كن النساء يصلين على عهد رسول الله صلى الله عليه وسلم) أي في زمانه صلى الله عليه وسلم (قال كن يتربعن) أي في حال قعودهن (ثم أمرن أن يحتفزن) بالحاء المهملة والفاء والزاء أي يضممن أعضاءهن بأن يتوركن في جلوسهن (شرح مسند الإمام أبي حنيفة للقاري صـ ۱۹۱)

صححه العلامة ظفر أحمد العثماني في إعلاء السنن (۳/۲۷)

[૨] المذهب الحنفي: ويجافي بطنه عن فخذيه كذا في الهداية والمرأة لا تجافي في ركوعها وسجودها وتقعد على رجليها وفي السجدة تفترش بطنها على فخذيها كذا في الخلاصة (الفتاوى الهندية ۱/۷۵)

المذهب المالكي: المرأة يندب كونها منضمة في ركوعها وسجودها (حاشية الدسوقي ۱/۲٤۹)

[૩] عن عبد الله عن النبي صلى الله عليه وسلم قال صلاة المرأة في بيتها أفضل من صلاتها في حجرتها وصلاتها في مخدعها أفضل من صلاتها في بيتها (سنن أبي داود، الرقم: ۵۷٠)

[૪] عن عبد الله بن سويد الأنصاري عن عمته أم حميد امرأة أبي حميد الساعدي أنها جاءت النبي صلى الله عليه وسلم فقالت يا رسول الله إني أحب الصلاة معك قال قد علمت أنك تحبين الصلاة معي وصلاتك في بيتك خير من صلاتك في حجرتك وصلاتك في حجرتك خير من صلاتك في دارك وصلاتك في دارك خير من صلاتك في مسجد قومك وصلاتك في مسجد قومك خير من صلاتك في مسجدي قال فأمرت فبني لها مسجد في أقصى شيء من بيتها وأظلمه وكانت تصلي فيه حتى لقيت الله جل وعلا (صحيح ابن حبان، الرقم: ۲۲۱۷)

[૫] ولم نعلم من أمهات المؤمنين امرأة خرجت إلى جمعة ولا جماعة في مسجد وأزواج رسول الله صلى الله عليه وسلم بمكانهن من رسول الله صلى الله عليه وسلم أولى بأداء الفرائض … وقد كان مع رسول الله صلى الله عليه وسلم نساء من أهل بيته وبناته وأزواجه ومولياته وخدمه وخدم أهل بيته فما علمت منهن امرأة خرجت إلى شهود جمعة والجمعة واجبة على الرجال بأكثر من وجوب الجماعة في الصلوات غيرها ولا إلى جماعة غيرها في ليل أو نهار ولا إلى مسجد قباء فقد كان النبي صلى الله عليه وسلم يأتيه راكبا وماشيا ولا إلى غيره من المساجد وما أشك أنهن كن على الخير بمكانهن من رسول الله صلى الله عليه وسلم أحرص وبه أعلم من غيرهن … وما علمت أحدا من سلف المسلمين أمر أحدا من نسائه بإتيان جمعة ولا جماعة من ليل ولا نهار ولو كان لهن في ذلك فضل أمروهن به وأذنوا لهن إليه بل قد روي والله أعلم عن النبي صلى الله عليه وسلم أنه قال صلاة المرأة في بيتها خير من صلاتها في حجرتها وصلاتها في حجرتها خير من صلاتها في المسجد أو المساجد (اختلاف الحديث صـ ٦۲۵-٦۲٦)

Check Also

ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨

 શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના …