મય્યિતનાં શરીરથી જુદા અંગોનું ગુસલ
સવાલઃ- ક્યારેક એવુ થાય છે કે મય્યિતનાં શરીરથી અમુક અંગો જુદા હોય છે ઉદાહરણ તરીકે ગાડીનાં અકસ્માત વગૈરહમાં મય્યિતનાં અમુક અંગો ટૂટી જાય છે અને શરીરથી જુદા હોય છે, તો શું ગુસલનાં સમયે તે અલગ કરેલા અંગોને પણ ગુસલ આપવામાં આવશે અને તેને દફનાવી દેવામાં આવશે?
જવાબ:- જે અંગો મય્યિતનાં શરીરથી અલગ થઈ ગયા (જેવી રીતે કે હાથ, પગ વગૈરહ) તેને ગુસલ આપવામાં નહી આવશે. બલકે માત્ર મય્યિતનાં શરીરને ગુસલ આપવામાં આવશે. પછી જે અંગો મય્યિતનાં શરીરથી જુદા થયા તેને એક કપડામાં લપેટીને મય્યિતની સાથે દફનાવી દેવામાં આવશે. [૧]
મય્યિતનાં ગુસલમાં ગૈર મુસ્લિમની શિર્કત
સવાલઃ- શું મય્યિતનાં ગુસલમાં મય્યિતનાં ગૈર મુસ્લિમ રિશ્તેદાર ભાગ લઈ શકે છે?
જવાબઃ- માત્ર મુસલમાન લોકો મય્યિતને ગુસલ આપે. ગૈર મુસ્લિમ (ભલે મય્યિનાં રિશ્તેદારજ કેમ ન હોય) મય્યિતને ગુસલ ન આપે અને ગુસલ આપવામાં ભાગ ન લે. [૨]
Source:
[૧] إذا وجد طرف من أطراف الإنسان كيد أو رجل أنه لا يغسل لأن الشرع ورد بغسل الميت والميت اسم لكله ولو وجد الأكثر منه غسل لأن للأكثر حكم الكل وإن وجد الأقل منه أو النصف لم يغسل كذا ذكر القدوري في شرحه مختصر الكرخي لأن هذا القدر ليس بميت حقيقة وحكما ولأن الغسل للصلاة وما لم يزد على النصف لا يصلى عليه فلا يغسل أيضا وذكر القاضي في شرحه مختصر الطحاوي أنه إذا وجد النصف ومعه الرأس يغسل وإن لم يكن معه الرأس لا يغسل فكأنه جعله مع الرأس في حكم الأكثر لكونه معظم البدن (بدائع الصنائع ۲/۳٠۲)
والسقط يلف ولا يكفن كالعضو من الميت قال الشامي : قوله ( والسقط يلف ) أي في خرقة لأنه ليس له حرمة كاملة وكذا من ولد ميتا بدائع قوله ( ولا يكفن ) أي لا يراعى فيه سنة الكفن وهل النفي بمعنى النهي أو بمعنى نفي اللزوم الظاهر الثاني فليتأمل قوله ( كالعضو من الميت ) أي لو وجد طرف من أطراف إنسان أو نصفه مشقوقا طولا أو عرضا يلف في خرقة إلا إذا كان معه الرأس فيكفن كما في البدائع قال وكذا الكافر لو له ذو رحم محرم مسلم يغسله ويكفنه في خرقة لأن التكفين على وجه السنة من باب الكراهة اهـ (رد المحتار ۲/۲٠۳)
[૨] ولو كان الغاسل جنبا أو حائضا أو كافرا جاز ويكره كذا في معراج الدراية (الفتاوى الهندية ۱/۱۵۹)