(૯) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ

મય્યિતનાં શરીર પર નેઇલ પોલીશ અને બનાવટી બાલ (વિક)

સવાલઃ- અગર મય્યિતનાં નખોનાં ઉપર નેઇલ પોલીશ લાગેલી હોય, તો શું ગુસલ આપવા વાળાઓ એ તેને કાઢવુ જરૂરી છે?

જવાબઃ- મય્યિતનાં ગુસલનાં દુરૂસ્ત થવા માટે જરૂરી છે કે મય્યિતનાં શરીરનાં બઘા ભાગો સુઘી પાણી પહોંચી જાય. અગર પોલિશનાં કારણે પાણી નખો સુઘી ન પહોંચશે, તો ગુસલ પૂરૂ નહી થશે અને જ્યારે ગુસલ પુરૂ નહી થશે તો ગુસલ દુરૂસ્ત નહી થશે. તેથી ગુસલનાં દુરૂસ્ત થવા માટે નેઈલ પોલિશનું કાઢવુ જરૂરી છે.

નેઇલ પોલીશ કાઢવા માટે કોઈ એવી વસ્તુનો ઉપયોગ કરવામાં આવે જેનાંથી પોલિશ સંપૂર્ણ પણે નિકળી જાય અને નખો સાફ થઈ જાય, જેથી મય્યિતનાં શરીરનાં દરેક ભાગ પર પાણી પહોંચી શકે.

સવાલઃ- અગર મય્યિતનાં માંથાં વાળોની સાથે બનાવટી વાળ (વિક) લગાવેલા હોય (ભલે તે બાલ ઈન્સાનનાં બાલ હોય તથા ગૈર ઈન્સાનનાં બાલ હોય), તો શું ગુસલ આપવા વાળાઓ એ ગુસલનાં સમયે તે બનાવટી વાળ (વિક)ને કાઢવુ જરૂરી છે?

જવાબઃ- ગુસલનાં દુરૂસ્ત થવા માટે બનાવટી વાળ (વિક)ને કાઢવુ જરૂરી છે, જેથી કે પાણી મય્યિતનાં પૂરા માંથા અને પૂરા શરીરને પહોંચી સકે.[૧]

નોટઃ- બનાવટી વાળ (વિક)ને પેહરવુ જાઈઝ છે, આ શરતની સાથે કે તે બનાવટી વાળ (વિક) ઈન્સાનનાં બાલથી બનાવેલા ન હોય. અગર બનાવટી વાળ (વિક) ઈન્સાનનાં બાલથી બનાવેલા હોય તો તે બનાવટી વાળ (વિક)ને પેહરવુ હરામ છે અને માણસ ગુનેહગાર થશે. હદીષ શરીફમાં સખત વઈદ આવી છે એવા લોકો માટે જે ઈન્સાનનાં બનાવટી વાળ (વિક)નો ઉપયોગ કરે. [૧]

Source:


 

[૧] لأن ما بعد الموت معتبر بحالة الحياة (خلاصة الفتاوى ۱/۲۱۸) انظر أيضا أحسن الفتاوى ٤/ ۲۳۷

Check Also

ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૭

શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહિમહુલ્લાહ શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહ઼િમહુલ્લાહ સૈયદ …