પ્રેમનો બગીચો (પ્રકરણ-૧૯)‎

بسم الله الرحمن الرحيم

અમાનત દારી- મુહાસબા (જવાબદારી) નો ડર

અલ્લાહ સુબ્હાનહુ વતઆલાએ ઈન્સાનને અણગણિત નેઅમતોંથી નવાજ્યા છેઃ અમુક નેઅમતોં શારિરીક (જીસ્માની) છે અને અમુક નેઅમતોં રૂહાની છે. ક્યારેક એક નેઅમત એવી હોય છે કે તે અણગણિત નેઅમતોને શામેલ હોય છે. દાખલા તરીકે આંખ એક નેઅમત છે, પરંતુ આંખનાં દ્વારા ઈન્સાન હજારો નેઅમતોંથી મજા માણતાં હોય છે અને આ  શારિરિક (જીસ્માની) નેઅમતોનોં હાલ છે.

જેવી રીતે અલ્લાહ તઆલાએ ઈન્સાનને અણગણિત શારિરીક (જીસ્માની) નેઅમતોથી નવાજ્યા છે એવીજ રીતે અલ્લાહ તઆલાએ ઈન્સાનને અણગણિત રૂહાની નેઅમતોથી નવાજ્યા છે. તેમાંથી એક મોટી નેઅમત “અમાનતદારી” ની નેઅમત છે. “અમાનતદારી” આ છે કે દરેક સમયે ઈન્સાનનાં દિલમાં આ વાતનો ડર હોય કે મારે દરેક વાત-ચીત અને કામ-કાજનો અલ્લાહ તઆલાની સામે હિસાબ આપવો પડશે.

“અમાનતદારી” ઘણી મહાન અને ઉચ્ચ કોટીની સિફત છે, અસંખ્ય મુબારક હદીષોમાં તેની મોટી મહત્તવતા બયાન કરવામાં આવી છે. હઝરત અનસ (રદિ.) ફરમાવે છે કે નબીએ કરીમ (સલ્લલ્લાહુઅ અલયહિ વસલ્લમ) જ્યારે અમારી સામે ખુત્બો (પ્રવચન) આપતા, તો ઘણી ઓછી વાર એવુ બનતુ હતુ કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) આ હદીષ ઝિકર ન ફરમાવતા હતાઃ

لا إيمان لمن لا أمانة له، ولا دين لمن لا عهد له (مسند أحمد، الرقم: ١٢٥٦٧)

જે માણસ અમાનતદાર ન હોય, તેનું ઈમાન (સંપૂર્ણ) નથી અને જે માણસ કરાર ભંગ કર, તેનો દીન (સંપૂર્ણ) નથી.

અમાનતદારીની નેઅમત એટલી મોટી નેઅમત છે કે તેનાં દ્વારા ઘણી બઘી રૂહાની અને શારિરીક (જીસ્માની) નેઅમતોનાં દરવાજા ખુલી જાય છે. આ નેઅમતથી ઈન્સાનનું દિલ જીવિત થાય છે અને તેમાં નૂરાનિયત (આંતરદૃષ્ટિ) પૈદા થાય છે, અહિંયા સુઘી કે તેનાં અંદર હક તથા બાતિલને સમજવાની અને નફો તથા નુકસાન આપવા વાળી વસ્તુઓનાં દરમિયાન તફાવત કરવાની ક્ષમતા પૈદા થઈ જાય છે, વાતનો ખુલાસો આ છે કે અમાનત દારીનાં લક્ષણ (સિફત) ઈન્સાનને જીવનનાં દરેક વિભાગોમાં તક્વાનું પ્રોત્સાહન આપે છે અને તેને નેક કામોં પર ઉભારે છે.

જેવી રીતે ઝાહિરી આંખની દ્રષ્ટિ (બીનાઈ)થી ઈન્સાન સૂરજની રોશનીથી ફાયદો હાસિલ કરી શકે છે એવીજ રીતે “અમાનતદારી”ની સિફત જે દિલની બાતિની દ્રષ્ટિ (બીનાઈ) છે તેનાંથી ઈન્સાન દીનનાં બે નૂર (કુર્આન તથા સુન્નતનાં નૂર)થી ફાયદો હાસિલ કરી શકે છે.

અગર કોઈ માણસ આંઘળો છે તો તે દુનિયાની સુંદરતા અને મનને લોભાવનાર દ્રશ્યોથી મજા ઉઠાવી નથી શકતો. એવીજ રીતે જે માણસ બાતિની તૌર પર આંઘળો છે અને તેનું દિલ “અમાનતદારી”ની સિફતથી ખાલી છે તે ઈસ્લામનાં બન્નેવ નૂર એટલે કુર્આન તથા સુન્નતનાં નૂર થી ફાયદો હાસિલ નથી કરી શકતો.

અમાનત દારીની મહત્તવતા સમજવા માટે હઝરત હુઝૈફા (રદિ.)ની તે હદીષ કાફી છે જેમાં તેવણ ફરમાવે છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) અમને બે વાતો બયાન કરીઃ તેમાંથી એક મેં જોઈ લીઘી અને બીજી વાતની હું પ્રતિક્ષા કરી રહ્યો છું. નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) અમને બયાન કર્યુ કે અમાનત લોકોનાં દિલોની જડમાં ઉતર્યુ, પછી તેવણે અમાનતનાં નૂરથી કુર્આનો હદીષને સારી રીતે સમજ્યા, પછી આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) અમારાથી આ વાત બયાન કરી કે અમાનત કેવી રીતે ઉઠાવી લેવામાં આવશે? આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુઃ માણસ એક ઊંઘ ઊંઘશે પછી અમાનત તેનાં દિલથી કાઢી લેવામાં આવશે (ગુનાંહોનાં કરવાનાં કારણે અમાનત તેનાં દિલથી કાઢી લેવામાં આવશે પછી તે અલ્લાહ તઆલાનાં અધિકારો અને બંદાવોનાં અધિકારોથી ગાફિલ થઈ જશે).

પછી નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે લોકો એક બીજાથી મામલો કરશે, પણ શાયદજ કોઈ અમાનત અદા કરવા વાળો હશે, અહિંયા સુઘી કે લોકોમાં કેહવામાં આવશે, બેશક ફલાણાં કબીલામાં એક “અમાનત દાર” માણસ છે અને કોઈ માણસનાં વિશે કેહવામાં આવશેઃ કેટલો અકલમંદ છે, કેટલો હોશિયાર છે, કેટલો મજબૂત છે, જ્યારે કે તેનાં દિલમાં રાયનાં દાણાંનાં બરાબર પણ ઈમાન નહી હશે. (સહીહ બુખારી)

જ્યારે અમાનતદારી ની વાત થાય છે, તો સામાન્ય રીતે દિમાગમાં આ વાત આવે છે કે તેનાંથી મુરાદ આ છે કે ઈન્સાનને જોઈએ કે અગર કોઈ માણસ તેની પાસે માલ રાખે, તો તે તેની હિફાઝત કરે, પણ શરીઅતમાં અમાનતદારીની માત્ર આ સમજૂતી નથી, બલકે અમાનતદારી જીવનનાં દરેક કામોને શામેલ છે. ભલે તેનો સંબંઘ અલ્લાહ તઆલાનાં અધિકારોની સાથે હોય અથવા બંદાવોનાં અધિકારોની સાથે અથવા તે વ્યક્તિગત જીવનથી સંબંઘિત હોય અથવા સામૂહિક જીવનથી, તેથી દરેક ઈન્સાનને જોઈએ કે તે પોતાની વ્યક્તિગત જીવન અને પોતાની સામૂહિક જીવનમાં આ વાતનો ભય રાખે કે તેણે અલ્લાહ તઆલાનાં અધિકારો અને બંદાવોનાં અધિકારોનો અલ્લાહ તઆલાની સામે હિસાબ આપવો પડશે.

હાલનાં જમાનામાં અગર દરેક માણસ પોતાનાં જીવનમાં “અમાનતદારી” કાયમ કરે, તો આખી દુનિયામાં ચૈનો સુકૂન આમ થશે, ત્યારબાદ મિયાં-બીવી (પતી-પત્ની), પરિવારજનો અને પડોસિયોંનાં દરમિયાન લડાઈ ઝગડાવો નહી થશે. એવીજ રીતે કર્મચારિઓ અને માલિકો, ઉસ્તાદો અને મોહતમિમોં અને વ્યાપારમાં શરીક માણસોનાં દરમિયાન લડાઈ ઝઘડો પૈદા નહી થશે અને ડોકટરો, વકીલો અને કડિયાવો એક-બીજા સાથે નહીં લડશે. એવીજ રીતે વારસા વહેંચણી વખતે કોઈની સાથે ઝિયાદતી (દુર્વ્યવહાર) નહી કરવામાં આવશે. કારણકે દરેક માણસ એક-બીજાનાં અધિકારો અદા કરવા માટે ચિંતીત હશે અને અલ્લાહ તઆલાથી ડરશે અને તેનાં દિલમાં હિસાબો કિતાબનો ભય હશે.

આના સંદર્ભમાં ઈમામ અબુ હનીફા (રહ.)નો એક વાકિયો કિતાબોમાં લખેલ છે જે તેમનાં દિલની અમાનતદારીની સિફત પર રોશની નાંખે છે.

એક મજૂસી પર ઈમામ અબુ હનીફા (રહ.) નો કંઈક માલ કર્ઝો હતો. તો ઈમામ અબુ હનીફા (રહ.) પોતાનાં કર્ઝાની વસૂલીનાં માટે તે મજૂસીનાં ઘરની તરફ ગયા. જ્યારે તેનાં ઘરનાં દરવાજા પાસે પહોંચ્યા, તો ઈત્તેફાકથી ઈમામ અબુ હનીફા (રહ.)નાં જોડા પર નજાસત લાગી ગઈ. ઈમામ અબુ હનીફા (રહ.) નજાસત સાફ કરવાની ગરજથી પોતાનાં જોડાને ઝાટક્યા તો ઈમામ અબુ હનીફા (રહ.)નાં આ અમલનાં કારણે કંઈક નજાસત ઊડીને મજૂસીની દીવાલને લાગી ગઈ. આ જોઈને આપ પરેશાન થઈ ગયા અને ફરમાવ્યુ કે અગર હું નજાસતને એવીજ રીતે છોડી દઉં, તો તેનાંથી તે મજૂસીની દીવાલ ખરાબ થઈ રહી છે અને અગર હું તેને સાફ કરૂં તો દીવાલની મંટોડી ઊખડી જશે.

તેજ પરેશાનીનાં આલમમાં ઈમામ અબુ હનીફા (રહ.) દરવાજો ખખડાવ્યો, તો એક લોડીં બહાર નિકળી. ઈમામ અબુ હનીફા (રહ.) તેને ફરમાવ્યુઃ પોતાનાં માલિકથી કહો કે અબુ હનીફા દરવાજા પર હાજર છે. તે મજૂસી ઈમામ અબુ હનીફા (રહ.)ની પાસે આવ્યો અને તેણે આ ગુમાન કર્યુ કે તમો પોતાનો કર્ઝો માંગશો, એટલા માટે તેણે આવતાની સાથેજ માફી માંગવાની શરૂ કરી દીઘુ. ઈમામ અબુ હનીફા (રહ.) તેને ફરમાવ્યુઃ મનેતો અહિંયા કર્ઝથી પણ મોટો મામલો પેશ આવ્યો છે. પછી ઈમામ અબુ હનીફા (રહ.) દીવાલ પર નજાસત લાગવા વાળો વાકિયો બતાવ્યો અને પૂછ્યુ કે હવે દીવાલ સાફ કરવાની શું સૂરત છે? આ સાંભળી ઈમામ અબુ હનીફા (રહ.)ની અમાનતદારીની સિફતથી પ્રભાવિત થઈને તે મજૂસીને અરજ કર્યુઃ  દીવાલને છોડો, પેહલા તમે મને પાક કરો અને મને ઈસ્લામમાં દાખલ કરી દો. તેથી તેણે તેજ સમયે ઈસ્લામ કબૂલ કરી લીઘો. (તફસીરે કબીર)

અલ્લાહ તઆળા આપણને જીવનનાં તમામ કામોમાં “અમાનત દારી” અપનાવવાની તૌફીક અતા ફરમાવે. આમીન

Source: http://ihyaauddeen.co.za/?p=17374


Check Also

ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૭

શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહિમહુલ્લાહ શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહ઼િમહુલ્લાહ સૈયદ …