વિવિઘ મસાઈલ મર્દોની નમાઝથી સંબંઘિત
સવાલઃ શું મુક્તદી ઈમામનાં પછાળી ષના, તઅવ્વુઝ, તસમિયા અને કિરાઅત પઢે?
જવાબઃ મુક્તદી માત્ર ષના પઢે અને ત્યાર બાદ ખામોશ રહે. મુક્તદી ઈમામનાં પછાળી તઅવ્વુઝ, તસમિયા અને કિરાઅત ન પઢે..
સવાલઃ અગર મુક્તદી જમાઅતમાં તે સમયે શામેલ થાય જ્યારે ઈમામે કિરાઅત શરૂ કરી દીઘી હોય, તો શું મુક્તદી ષના પઢે યા ન પઢે?
જવાબઃ અગર મુક્તદી જમાઅતમાં કિરાઅત શરૂ થવા બાદ શામેલ થાય, તો તે ષના ન પઢે. બલકે તકબીરે તહરીમા કેહવા બાદ તે ખામોશ રહે.
સવાલઃ શું મુસલ્લી સુરએ ફાતિહા પઢવા બાદ તસમિયા ઘીરેથી પઢે યા ન પઢે?
જવાબઃ અગર મુસલ્લી સુરએ ફાતિહા બાદ કોઈ સૂરત શુરૂ કરવા વાળો હોય, તો તે તસમિયા ઘીરેથી પઢે અને અગર તે સૂરએ ફાતિહા બાદ કોઈ સુરત શુરૂ કરવાનો ન હોય, તો તે સુરએ ફાતિહા બાદ તસમિયા ન પઢે.
સવાલઃ પાંચ વખતની ફર્ઝ નમાઝોમાં મસ્નૂન કિરાઅત શું છે? એવીજ રીતે સુન્નત અને વિત્ર નમાઝોમાં મસ્નૂન કિરાઅત શું છે?
જવાબઃ પાંચ વખતની ફર્ઝ નમાઝોમાં મસ્નૂન કિરાઅત આ છે કે મુફસ્સલ સૂરતોમાંથી કિરાઅત કરવામાં આવે.
ફજર અને ઝોહરમાં મસ્નૂન આ છે કે તિવાલે મુફસ્સલ (સુરએ હુજુરાતથી સુરએ ઈનશિકાક સુઘીની) સૂરતોમાંથી કિરાઅત કરવામાં આવે.
અસર અને ઈશામાં અવસાતે મુફસ્સલ (સુરએ બુરૂજથી સુરએ કદર સુઘીની) સૂરતોમાંથી કિરાઅત કરવામાં આવે.
અને મગરીબની નમાઝમાં કિસારે મુફસ્સલ (સુરએ બય્યીનાથી સુરએ નાસ સુઘીની) સૂરતોમાંથી કિરાઅત કરવામાં આવે. [૧]
આ બઘી મસ્નૂન કિરાતો છે જે પાંચ વખતની ફર્ઝ નમાઝોનાં માટે છે, તેથી મુસલ્લીને જોઈએ કે તે સૂરતોમાંથી કોઈ સૂરતથી પઢવાનો એહતેમામ કરે. અલબત્તા અગર કોઈ અમુક વાર કુર્આને મજીદની બીજી સુરતોમાં થી પઢો. તો આ જાઈઝ છે અને આને સુન્નતનાં ખિલાફ કેહવામાં નહી આવશે. કારણકે અમુક હદીષોમાં મનકૂલ છે કે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અને સહાબએ કિરામ (રદિ.) થી ઘણીવાર મસનૂન સૂરતોનાં વગર બીજી સૂરતોનાં વગર બીજી સૂરતોમાં થી પઢતા હતા. [૨]
જ્યાં સુધી કિરાઅતની મિકદારની વાત છે તો ઈમામને જોઈએ કે તે મુકતદિયોની રિઆયત કરે અને ખ્યાલ કરે કે જેની તે ઈમામત કરી રહ્યો છે. [૩]
જ્યાં સુઘી વિત્ર, સુન્નત અને નફલ નમાઝોની વાત છે, તો તે નમાઝોમાં ઈન્સાન કુર્આને મજીદમાંથી જે જગ્યાએથી પઢવા ચાહે તે પઢી શકે છે. અલબત્તા આ વાત ધ્યાનમાં રહે કે હદીષ શરીફમાં વિત્ર અને ફજર તથા મગરીબની સુન્નત નમાઝોંનાં વિષે અમુક મસનૂન સૂરતોની કિરાઅત મનકૂલ છે. તેથી માણસને વિત્ર અને ફજર તથા મગરીબની સુન્નત નમાઝોમાં તેજ મસનૂન સૂરતોને પઢવુ જોઈએ. (અગરજો બીજી સૂરતોને પઢવુ પણ જાઈઝ છે).
સવાલઃ વિત્ર નમાઝમાં મસ્નૂન કિરાઅત અને મસ્નૂન સૂરતો શું છે?
જવાબઃ વિત્રની નમાઝમાં અમુક મસ્નૂન કિરાઅત અને મસ્નૂન સૂરતોં છે. અહાદીષે મુબારકામાં વિત્ર નમાઝનાં વિષે નિમ્નલિખિત મસ્નૂન કિરાઅત અને મસ્નૂન સૂરતો મનકૂલ છેઃ
(અ) પેહલી રકાતમાં સુરએ અઅલા પઢો, બીજી રકાતમાં સુરએ કાફિરૂન પઢો અને ત્રીજી રકાતમાં સુરએ ઈખલાસ પઢો. [૪]
(બ) પેહલી રકાતમાં સુરએ બકરાની છેલ્લી આયતોં (આમનર્રરસૂલુ થી છેલ્લે સુઘી) પઢો, બીજી રકાતમાં સુરએ કદર પઢો અને ત્રીજી રકાતમાં સુરએ ઈખલાસ પઢો. [૫]
(ડ) પેહલી રકાતમાં સુરએ બકરાની છેલ્લી આયતો(આમનર્રરસૂલુથી અંત સુઘી) પઢો, બીજી રકાતમાં સુરએ કાફિરૂન પઢો અને ત્રીજી રકાતમાં સુરએ ઈખલાસ પઢો. [૬]
(ઘ) પેહલી રકાતમાં સુરએ કદર પઢો, બીજી રકાતમાં સુરએ કાફિરૂન પઢો અને ત્રીજી રકાતમાં સુરએ ઈખલાસ પઢો. [૭]
(જ) પેહલી રકાતમાં સુરએ તકાષુર, સુરએ કદર અને સુરએ ઝિલઝાલ પઢો, બીજી રકાતમાં સુરએ અસર, સુરએ નસર અને સુરએ કવષર પઢો અને ત્રીજી રકાતમાં સુરએ કાફિરૂન, સુરએ લહબ અને સુરએ ઈખલાસ પઢો. [૮]
સવાલઃ અગર કોઈ મુસલ્લી સજદાનાં દૌરાન પોતાનાં બન્નેવ પગોને જમીનથી ઊઠાવી લે, તો શું તેની નમાઝ દુરૂસ્ત થશે?
જવાબઃ સજદાનાં દૌરાન મુસલ્લીનાં માટે પોતાના બન્નેવ પગોને જમીનથી ઊઠાવવુ જાઈઝ નથી. અગર મુસલ્લી પોતાના બન્નેવ પગોને જમીનથી ઊઠાવે એટલી વાર માટે જેટલી વારમાં ત્રણ વખત સુબ્હાનલ્લાહ પઢવુ શક્ય હોય, તો તેની નમાઝ ફાસિદ થઈ જશે. [૯]
સવાલઃ એક માણસ ઊભો થઈને ફર્ઝ નમાઝ પઢવા પર કાદિર છે, તથા તે આસાનીથી રૂકુઅ કરી શકે છે અને સજદો પણ જમીન પર અદા કરી શકે છે, તો શું તેનાં માટે કુર્સી પર બેસીને ફર્ઝ નમાઝ અદા કરવુ જાઈઝ છે?
જવાબઃ જે માણસ ઊભો થઈને ફર્ઝ નમાઝ પઢી શકે છે અને રૂકુઅ પર કાદિર હોય, તથા સજદો જમીન પર અદા કરી શકતો હોય, તો તેનાં માટે કુર્સી પર બેસીને ફર્ઝ નમાઝ અદા કરવુ જાઈઝ નથી. અગર તે કુર્સી પર બેસીને પોતાની ફર્ઝ નમાઝ અદા કરે, તો તેની ફર્ઝ નમાઝ દુરૂસ્ત નહી થશે.
અલબત્તા અગર કોઈ માણસ ઊભો થઈને ફર્ઝ નમાઝ પઢવા પર કાદિર ન હોય અને ન તે જમીન પર સજદો ન કરી શકતો હોય, તો તેનાં માટે કુર્સી પર બેસીને ફર્ઝ નમાઝ અદા કરવુ જાઈઝ છે. [૧૦]
[૧] وأن تكون السورة المضمومة للفاتحة من طوال المفصل في الفجر والظهر ومن أوساطه في العصر والعشاء ومن قصاره في المغرب لو كان مقيمًا فالطوال من سورة الحجرات إلى البروج وأوساطه منها إلى لم يكن وقصاره منها إلى آخره (مراقي الفلاح مع حاشية الطحطاوي صـ ۲٦۲)
[૨] عن ابن عباس عن أمه أم الفضل قالت خرج إلينا رسول الله صلى الله عليه وسلم وهو عاصب رأسه في مرضه فصلى المغرب فقرأ بالمرسلات (سنن الترمذي، الرقم: ۳٠۸)
[૩] عن عثمان بن أبي العاص قال قلت وقال موسى في موضع آخر إن عثمان بن أبي العاص قال يا رسول الله اجعلني إمام قومي قال أنت إمامهم واقتد بأضعفهم واتخذ مؤذنا لا يأخذ على أذانه أجرا (سنن أبي داود، الرقم: ۵۳۱)
ينبغي للإمام أن يقرأ مقدار ما يخف على القوم ولا يثقل عليهم بعد أن يكون على التمام لما روي عن عثمان بن أبي العاص الثقفي أنه قال آخر ما عهد إلي رسول الله صلى الله عليه وسلم أن أصلي بالقوم صلاة أضعفهم وروي عنه صلى الله عليه وسلم أنه قال من أم قوما فليصل بهم صلاة أضعفهم فإن فيهم الصغير والكبير وذا الحاجة وروي أن قوم معاذ لما شكوا إلى رسول الله صلى الله عليه وسلم تطويل القراءة دعاه فقال أفتان أنت يا معاذ قالها ثلاثا أين أنت من والسماء والطارق والشمس وضحاها قال الراوي فما رأيت رسول الله صلى الله عليه وسلم في موعظة أشد منه في تلك الموعظة وعن أنس رضي الله عنه أنه قال ما صليت خلف أحد أتم وأخف مما صليت خلف رسول الله صلى الله عليه وسلم وروي أنه صلى الله عليه وسلم قرأ بالمعوذتين في صلاة الفجر يوما فلما فرغ قالوا أوجزت فقال صلى الله عليه وسلم سمعت بكاء صبي فخشيت على أمه أن تفتتن دل على أن الإمام ينبغي له أن يراعي حال قومه ولأن مراعاة حال القوم سبب لتكثير الجماعة فكان ذلك مندوبا إليه (بدائع الصنائع ۱/۲٠٦)
[૪] عن ابن عباس قال كان النبي صلى الله عليه وسلم يقرأ في الوتر ب سبح اسم ربك الأعلى وقل يا أيها الكافرون وقل هو الله أحد في ركعة ركعة (سنن الترمذي، الرقم: ٤٦۲)
[૫] وعن سعيد بن جبير قال لما أمر عمر بن الخطاب أبي بن كعب أن يقوم بالناس في رمضان كان يوتر بهم فيقرأ في الركعة الأولى إنا أنزلناه في ليلة القدر وفي الثانية بقل يا أيها الكافرون وفي الثالثة قل هو الله أحد وعن سعيد بن جبير أنه كان يقرأ في الوتر في أول ركعة خاتمة البقرة وفي الثانية إنا أنزلناه في ليلة القدر وربما قرأ قل يا أيها الكافرون وفي الثالثة قل هو الله أحد (مختصر قيام الليل صـ ۳٠٤، ونقله العلامة السبكي رحمه الله عن محمد بن نصر رحمه الله صاحب قيام الليل في المنهل العذب المورود ۸/۵۵)
[૬] عن علي قال كان النبي صلى الله عليه وسلم يوتر بتسع سور من المفصل في الركعة الأولى ألهاكم التكاثر وإنا أنزلناه في ليلة القدر وإذا زلزلت وفي الثانية والعصر وإذا جاء نصر الله وإنا أعطيناك الكوثر وفي الثالثة قل يا أيها الكافرون وتبت وقل هو الله أحد (شرح معاني الأثار للطحاوي، الرقم: ۱۷۲٤)
عن علي قال كان النبي صلى الله عليه وسلم يوتر بثلاث يقرأ فيهن بتسع سور من المفصل يقرأ في كل ركعة بثلاث سور آخرهن قل هو الله أحد (سنن الترمذي، الرقم: ٤٦٠)
[૭] عن علي قال كان النبي صلى الله عليه وسلم يوتر بتسع سور من المفصل في الركعة الأولى ألهاكم التكاثر وإنا أنزلناه في ليلة القدر وإذا زلزلت وفي الثانية والعصر وإذا جاء نصر الله وإنا أعطيناك الكوثر وفي الثالثة قل يا أيها الكافرون وتبت وقل هو الله أحد (شرح معاني الأثار للطحاوي، الرقم: ۱۷۲٤)
عن علي قال كان النبي صلى الله عليه وسلم يوتر بثلاث يقرأ فيهن بتسع سور من المفصل يقرأ في كل ركعة بثلاث سور آخرهن قل هو الله أحد (سنن الترمذي، الرقم: ٤٦٠)
[૮] عن علي قال كان النبي صلى الله عليه وسلم يوتر بتسع سور من المفصل في الركعة الأولى ألهاكم التكاثر وإنا أنزلناه في ليلة القدر وإذا زلزلت وفي الثانية والعصر وإذا جاء نصر الله وإنا أعطيناك الكوثر وفي الثالثة قل يا أيها الكافرون وتبت وقل هو الله أحد (شرح معاني الأثار للطحاوي، الرقم: ۱۷۲٤)
عن علي قال كان النبي صلى الله عليه وسلم يوتر بثلاث يقرأ فيهن بتسع سور من المفصل يقرأ في كل ركعة بثلاث سور آخرهن قل هو الله أحد (سنن الترمذي، الرقم: ٤٦٠)
[૯] فتاوى محمودية ۹/۲۷۳
[૧૦] (إذا تعذر على المريض كل القيام) وهو الحقيقي ومثله الحكمي ذكره فقال (أو تعسر) كل القيام (بوجود ألم شديد أو خاف) بأن غلب في ظنه بتجربة سابقة أو إخبار طبيب مسلم حاذق أو ظهور الحال (زيادة المرض أو) خاف (بطأه) أي طول المرض (به) أي بالقيام (صلى قاعدا بركوع وسجود) لما روي عن عمران بن الحصين قال كان بي بواسير فسألت النبي صلى الله عليه وسلم عن الصلاة فقال صل قائما فإن لم تستطع فقاعدا فإن لم تستطع فعلى جنب زاد النسائي فإن لم تستطع فمستلقيا لا يكلف الله نفسا إلا وسعها (ويقعد كيف شاء) أي كيف يتيسر له بغير ضرر من تربع أو غيره (في الأصح) من غير كراهة كذا روي عن الإمام للعذر (وإلا) بأن قدر على بعض القيام (قام بقدر ما يمكنه) بلا زيادة مشقة ولو بالتحريمة وقراءة آية وإن حصل به ألم شديد يقعد ابتداء كما لو عجز وقعد ابتداء هو المذهب الصحيح لأن الطاعة بحسب الطاقة (وإن تعذر الركوع والسجود) وقدر على القعود ولو مستندا (صلى قاعدا بالإيماء) للركوع والسجود برأسه ولا يجزيه مضجع (حاشية الطحطاوي على مراقي الفلاح صـ ٤۳٠-٤۳۱)