عن أبي سعيد الخدري عن النبي صلى الله عليه وسلم قال: لا يجلس قوم مجلسا لا يصلون فيه على رسول الله صلى الله عليه وسلم إلا كان عليهم حسرة وإن دخلوا الجنة لما يرون من الثواب (شعب الإيمان، الرقم: ۱٤۷٠، وهو حديث صحيح كما في القول البديع صـ ۳۱۷)
હઝરત અબુ સઈદ ખુદરી રદિ અલ્લાહુ અન્હૂ થી મરવી છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ-સલ્લમે ઈરશાદ ફરમાવ્યુ કે “જે લોકો કોઈ મજલિસમાં બેસે અને હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ-સલ્લમ પર દુરૂદ ન પઢે (અને ઉભા થઈ જાય) તો તેઓને કયામતનાં દિવસ હસરત થશે ભલે તેઓ જન્નતમાં કેમ દાખલ ન થઈ જાય (પોતાનાં આમાલનાં કારણે) તે સવાબનાં કારણે જેને તે જોઈ લેશે” (એટલે જો તે પોતાનાં બીજા આમાલનાં કારણે જન્નતમાં દાખલ થઈ પણ જાય તો પણ તેઓને દુરૂદ શરીફનો સવાબ જોઈને તેની હસરત (અફસોસ) થશે કે અમે તે મજલિસમાં દુરૂદ કેમ ન પઢ્યુ). (શોઅબુલ ઈમાન)
હઝરત શિબ્લી રહિમહુલ્લાહ નુ વિશેષ દુરૂદ
અલ્લામા સખાવી રહિમહુલ્લાહ અબૂ બકર બિન મુહમ્મદથી નકલ કરે છે કેઃ
હું હઝરત અબુ બકર બિન મુજાહિદ રહિમહુલ્લાહ ની પાસે હતો કે એટલામાં શૈખુલ મશાઈખ હઝરત શિબ્લી રહિમહુલ્લાહ આવ્યા.
તેમને જોઈને અબૂબકર બિન મુજાહિદ રહિમહુલ્લાહ ઊભા થઈ ગયા, તેમને ગળે મળ્યા, તેમની પેશાનીને ચૂમ્યુ.
મેં તેમને પૂછ્યુ કે મારા સરદાર તમો શિબ્લીની સાથે આવો વ્યવ્હાર કરો છો, ને જોવામાં આવે તો તમો અને બઘા બગદાદનાં ઉલમા ખ્યાલ કરે છે કે આ પાગલ છે.
તેમણે ફરમાવ્યુ કે મેં તેજ કર્યુ જે હુઝૂરે અકદસ સલ્લલ્લાહુ અલયહિ વ-સલ્લમને કરતા જોયા.
પછી તેમણે પોતાનુ સપનું બતાવ્યુ કે મને હુઝૂરે અકદસ સલ્લલ્લાહુ અલયહિ વ-સલ્લમ ની સપના માં ઝિયારત થઈ કે હુઝૂરે અકદસ સલ્લલ્લાહુ અલયહિ વ-સલ્લમ ની ખિદમતમાં શિબ્લી હાજર થયા.
હુઝૂરે અકદસ સલ્લલ્લાહુ અલયહિ વ-સલ્લમ ઊભા થઈ ગયા અને એમની પેશાની ને ચૂમી અને મારી વારંવાર જીદ કરવા પર હુઝૂરે અકદસ સલ્લલ્લાહુ અલયહિ વ-સલ્લમે ઈરશાદ ફરમાવ્યુ કે આ વ્યક્તિ દરેક નમાઝ પછી નીચે આપેલી આયતે શરીફા પઢે છે;
لَقَدۡ جَآءَکُمۡ رَسُوۡلٌ مِّنۡ اَنۡفُسِکُمۡ عَزِیۡزٌ عَلَیۡہِ مَا عَنِتُّمۡ حَرِیۡصٌ عَلَیۡکُمۡ بِالۡمُؤۡمِنِیۡنَ رَءُوۡفٌ رَّحِیۡمٌ
ખરેખર, તમારી પાસે તમારામાંથી એક રસૂલ આવ્યો છે, તેમના ઉપર ભારે થઇ પડે છે જે તમને તકલીફ પહોંચે, તમારી ભલાઈની લાલસા રાખે છે, ઈમાનવાળાઓ ઉપર ખૂબ માયાળુ, મહેરબાન છે.
અને ત્યાર પછી મારા પર દુરૂદ પઢે છે.
એક જગહ આવ્યુ છે કે જ્યારે પણ ફર્ઝ નમાઝ પઢે છે ત્યાર પછી આ આયતે શરીફા, لَقَدۡ جَآءَکُمۡ رَسُوۡلٌ مِّنۡ اَنۡفُسِکُمۡ પઢે છે અને ત્યાર પછી ત્રણ વખત: صَلّٰى اللهُ عَلَيْكَ يَا مُحَمَّد صَلّٰى اللهُ عَلَيْكَ يَا مُحَمَّد صَلّٰى اللهُ عَلَيْكَ يَا مُحَمَّد પઢે છે.
અબૂ બકર કહે છે કે આ સપના પછી જ્યારે શિબ્લી આવ્યા, તો મૈં તેમને પૂછ્યુ કે નમાઝ પછી કયુ દુરૂદ પઢો છો? તો તેમણે આજ દુરદ બતાવ્યુ. (ફઝાઈલે દુરૂદ, પેજ નં-૧૭૬)
હઝરત ઉમ્મે સુલૈમ(રદિ.) અને રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નો મુબારક પસીનો
હઝરત અબૂ સુલૈમ(રદિ.)(જે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં માટે મહરમ હતી) ફરમાવે છે કે એક મરતબા રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અમારા ઘરે તશરીફ લાવ્યા અને કયલુલા(બપોરનાં સુવાને) ફરમાવ્યુ. કયલુલા નાં દરમિયાન રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં બદન મુબારક થી પસીનો નિકળવા લાગ્યો. હઝરત ઉમ્મે સુલૈમ(રદિ.) ફરમાવે છે કે હું રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં મુબારક પસીનાને એક શીશી માં ભરી લીઘુ. જ્યારે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) બેદાર થયા (જાગી ગયા). તો આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) હઝરત ઉમ્મે સુલૈમ(રદિ.) થી દરયાફ્ત કર્યુ કે તમે શું કરી રહ્યા હતા? તેવણે જવાબ આપ્યો કે હું આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો મુબારક પસીનો શીશીમાં ભરી રહી હતી. કેમકે એનાથી બેહતર કોઈ ખુશ્બુ નથી. રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પોતાનો પસીનો ખુશ્બુનાં તોર પર ઈસ્તેમાલ કરવાની એમને ઈજાઝત આપી અને તેનાં પર નકીર ન ફરમાવી.(મુસ્લિમ)
يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ
Source: