મુહર્રમ અને આશૂરા

અલ્લાહ તઆલાનો નિઝામ છે કે તેવણે કેટલીક વસ્તુઓને કેટલીક વસ્તુઓ પર વિશેષ ફઝીલત અને અહમિયત (મહત્તવતા) આપી છે. જેથી ઈન્સાનોમાં (માણસોમાં) થી નબીઓને અન્ય લોકોનાં ઉપર ખાસ (વિશેષ) ફઝીલત અને ફવકિયત (ઊંચતા, મહાનતા) આપવામાં આવી છે. દુનીયાનાં અન્ય વિભાગો નાં મુકાબલામાં (બરાબરી)માં મક્કા મદીના અને મસ્જીદે અકશાને વિશેષ અઝમત અને ઈન્તીહાઈ (ખુબજ) અઝિમ મકામ (ઉચ્ચ સ્થાન) અને તકદ્દુસ આપવામાં આવ્યો છે અને વર્ષનાં બાર મહીનામાંથી ચાર મહીનાઃ મુહર્રમ,રજબ,ઝિલ કઅદહ ,ઝિલ હજ્જ ને વિશેષ મકામ અને મર્તબો હાસિલ (મળેલ) છે. એવીજ રીતે આશૂરાનાં દિવસને વર્ષનાં બીજા દિવસોના મુકાબલામાં વિશેષ ફઝાઈલ આપવામાં આવ્યા છે અને આ દીન બેપનાહ (અનહદ) બરકતોં થી ભરેલો છે.

જેવી રીતે ઝિલહજ્જ નાં મહીનાંને અઝમતો બરતરી (મહાનતા અને શ્રેષ્ઠતા) હાસીલ છે કે ઝિલહજ્જને હજનાં મનાસિક ની અદાયગી અને કુરબાની માટે પસંદ કરવામાં આવ્યો છે, એવીજ રીતે મુહર્રમનાં મહીનાને આ વિશેષ સન્માન હાસિલ છે કે તે મહીનાને “શહરૂલ્લાહ” (અલ્લાહ તઆલાનો મહીનો) નો ખિતાબ (પુરસ્કાર) આપવામાં આવ્યો છે અને આજ મહીનામાં આશૂરાનાં રોઝા (ઊપવાસ) રાખવામાં આવે છે. આશૂરાનાં દિવસની બેપનાહ (અનહદ) ફઝીલતો અને અઝમત નો અંદાજો આ વાતથી ઘણી સારી રીતે થઈ શકે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ખુબ જ શોકથી આ દિવસનાં આવવાનો ઈંતઝાર (પ્રતિક્ષા) કરતા હતા.

عن ابن عباس رضي الله عنهما قال ما رأيت النبي صلى الله عليه وسلم يتحرى صيام يوم فضله على غيره إلا هذا اليوم يوم عاشوراء(بخاري رقم ٢٠٠٦)

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) ફરમાવે છે કે, “મેં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને બીજા કોઇ ફઝીલત વાળા દિવસના રોઝાનો ઈંતેઝાર (પ્રતિક્ષા) કરતા નથી જોયા જેવી રીતે આશૂરાના રોઝાનાં દિવસનો ઈંતેઝાર (પ્રતિક્ષા) કરતા જોયા.”

عن أبي قتاده رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم صيام يوم عاشوراء إنى أحتسب على الله أن يكفر السنة اللتى قبله(مسلم رقم ١١٦٢)

હઝરત અબુ કતાદહ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ, “મને ઉમ્મીદ છે કે આશૂરાનાં દિવસનાં રોઝાની બરકતથી અલ્લાહ તઆલા પાછલા વરસનાં બઘા (નાનાં) ગુનાહોને મીટાવી (ભુંસી) નાંખસે.”

કેટલીક ચીજોં પર વિશેષ ફઝીલત અને અહમિયત(મહત્તવતા) આપે છે. જેથી ઈન્સાનોમાં (માણસોમાં) નબીઓને અન્ય લોકોનાં ઉપર ખાસ (વિશેષ) ફઝીલત અને ફવકિયત(ઊંચતા, મહાનતા) આપવામાં આવી છે. મક્કા મદીના અને મસ્જીદે અકશા ને દુનીયાનાં અન્ય વિભાગો નાં મુકાબલામાં (બરાબરી) માં વિશેષ અઝમત અને ઈન્તીહાઈ(ખુબજ) અઝિમ મકામ(ઉચ્ચ સ્થાન) અને તકદ્દુસ આપવામાં આવ્યો છે અને વર્ષનાં બાર મહીનામાંથી ચાર મહીનાઃ મુહર્રમ,રજબ,ઝિલ કઅદહ ,ઝિલ હજ્જ ને વિશેષ મકામ અને મર્તબો હાસિલ(મળેલ) છે. એવીજ રીતે આશૂરાનાં દિવસને વર્ષનાં બીજા દિવસોના મુકાબલામાં વિશેષ ફઝાઈલ આપવામાં આવ્યો છે અને બેપનાહ(અનહદ) બરકતોં થી ભરેલો છે.

જેવી રીતે ઝિલહજ્જ નાં મહીનાંને અઝમતો બરતરી (મહાનતા અને શ્રેષ્ઠતા) હાસીલ છે, કે ઝિલહજ્જને હજનાં અરકાન ની અદાયગી અને કુરબાની માટે પસંદ કરવામાં આવ્યો છે. એવીજ રીતે મુહર્રમનાં મહીનાને આ વિશેષ સન્માન હાસિલ છે કે તે મહીનાને “શહરૂલ્લાહ” (અલ્લાહ તઆલાનો મહીનો) થી ઓળખવામાં આવે છે. અને આ મહીનામાં આશૂરાનાં રોઝા(ઊપવાસ) રાખવામાં આવે છે. આશૂરાનાં દિવસની બેપનાહ(અનહદ) ફઝીલતો અને અઝમત નો અંદાજો આ વાતથી ઘણી સારી રીતે થઈ શકે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ખુબ જ  શોકથી  આ દિવસનાં આવવાનો ઈંતઝાર(પ્રતિક્ષા) કરતા હતા.

عن ابن عباس رضي الله عنهما قال ما رأيت النبي صلى الله عليه وسلم يتحرى صيام يوم فضله على غيره إلا هذا اليوم يوم عاشوراء(بخاري رقم ٢٠٠٦)

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) ફરમાવે છે કે, “મેં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને આશૂરાનાં દિવસથી વધારે બીજા કોઇ ફઝીલત વાળા દિવસનો ઈંતેઝાર(પ્રતિક્ષા) કરતા નથી જોયા.”(બુખારી શરીફ)

عن أبي قتاده رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم صيام يوم عاشوراء إنى أحتسب على الله أن يكفر السنة اللتى قبله(مسلم رقم ١١٦٢)

હઝરત અબુ કતાદહ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ, “મને ઉમ્મીદ છે કે આશૂરાનાં દિવસનાં રોઝાની બરકતથી અલ્લાહ તઆલા પાછલા વરસનાં (નાનાં) ગુનાહોને મીટાવી(ભુંસી) નાંખસે.” (મુસ્લિમ શરીફ)

મુહર્રમ મહીનાનાં આખો (સંપુર્ણ) મહીનો રોઝો રાખવાનો ષવાબ.

મુહર્રમનાં મહીનાને અલ્લાહ તઆલાનો મહીનો કહેવામાં આવ્યો છે અને હદીષ શરીફમાં એ મહીનાના રોઝાને રમઝાન મહીનાનાં રોઝા પછી સર્વશ્રેષ્ટ રોઝા ગણવામાં આવ્યા છે. મુહર્રમનાં મહીનાને એક ખૂસુસી (ખાનગી) ફઝીલત હાસિલ (મળેલ) છે, કે એ મહીનાનાં દરેક રોઝાનાં બદલામાં આખો(સંપુર્ણ) મહીનો નફલ રોઝો રાખવાનો ષવાબ મળે છે. આ ફઝીલત મુહર્રમ મહીનાનાં ઊપરાંત બીજા કોઈ મહીનાને હાસિલ (મળેલ) નથી.

عن ابن عباس رضي الله عنهما قال قال رسول الله  صلى الله عليه وسلم : من صام يوم عرفة كان له كفارة سنىتين و من صام يوما من المحرم فله بكل يوم ثلاثون يوما.(الترغيب والترهيب رقم١٥٢٩)

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ, “જે માણસ અરફાનાં દિવસનો રોઝો રાખે (નવ (૯) મી ઝિલહજ્જ) નો, એમના બે વર્ષનાં ગુનાહોં માફ થઈ જશે અને જે માણસ મુહર્રમનાં મહીનામાં રોઝો રાખે તો એમને દરેક રોઝાનાં બદલામાં પુરેપુરા ત્રીસ દિવસ નફલ રોઝા રાખવાનો સવાબ મળશે.” (તરગીબ વતરહીબ)

عن أبي هريرة رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم أفضل الصيام بعد رمضان شهر الله المحرم و أفضل الصلاة بعد الفريضة صلاة الليل.(مسلم رقم١١٦٣)

હઝરત અબુ હુરયરહ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ, “રમઝાન પછી સૌથી વઘારે સારા રોઝા અલ્લાહ તઆલાનો મહીનો, મુહર્રમનાં મહીનાનો રોઝો છે, અને ફર્ઝ નમઝો પછી સૌથી વધારે સારી નમાઝ રાતની નમાઝ (તહજ્જુદ ની નમાઝ) છે.”(મુસ્લિમ શરીફ)

આશૂરાનાં દિવસનો મસ્નુન રોઝો

રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) આશૂરાનાં દિવસે રોઝો રાખ્યો અને સહાબએ કિરામ (રદિ.) ને પણ તે દિવસે રોઝો રાખવાની તરગીબ ફરમાવી(પ્રોત્સાહન આપ્યુ). સહાબએ કિરામ (રદિ.)નાં અંદર આ મુબારક સુન્નત પર અમલ કરવાનો એટલો જુસ્સો અને વલવલો હતો, તે નીચે આપેલી હદીષથી સારી રીતે સમજી શકીએ છીએ.

عن الربيع بنت معوذ بن عفراء رضي الله عنها قالت فكنا بعد ذلك نصومه و نصوم صبياننا الصغار منهم إن شاء الله و نذهب ألى المسجد فنجعل لهم اللعبة من العهن فأذا بكى أحدهم على الطعام أعطيناهم إياه عند الإفطار(مسلم رقم ١١٣٦)

હઝરત રબીઅ બીન્તે મુઅવ્વીઝ બિન અફરા (રદિ.) ફરમાવે છે કે સહાબએ કિરામ (રદિ.) આશૂરાના દિવસે રોઝો રાખતા હતા અને પોતાના છોકરાઓને પણ તે દિવસે રોઝો રાખવાની તરગીબ(પ્રોત્સાહન) આપતા હતા. સહાબએ કિરામ (રદિ.) પોતાના છોકરાઓના માટે ઊન નાં રમકડાં બનાવતા હતા. અને જ્યારે કોઈ છોકરો રોઝા નાં દરમિયાનમાં ભૂખ લાગવાનાં કારણે રડતુ, તો એને રમકડાં આપી દેતા હતા. ત્યાં સુઘી કે ઈફતારીનો સમય થઈ જતો.(સહીહ મુસ્લિમ)

આશૂરા નો ઈતિહાસ

આપણા નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) હીજરત થી પેહલા મક્કા મુકર્રમાં માં આશૂરાનો રોઝો રાખતા હતા. જ્યારે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) હિજરત કરીને મદીના મુનવ્વરા પહોંચ્યા તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) યહુદીઓને જોયા કે તેઓ પણ આશૂરાનાં દિવસે રોઝો રાખતા છે. આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) તે યહુદીયોને પુછ્યુ કે તમે શેના કારણે આદિવસે રોઝો રાખો છો, તો તેઓએ જવાબ આપ્યો કે આ દિવસ અમારા માટે ઘણો અઝીમ(મહાન) છે. એટલા માટે કે તેજ દિવસે અલ્લાહ તઆલાએ મુસા (અલૈ.) અને બની ઈસરાઈલ ને ફીરઔન અને એના સૈનિકો નાં ઝુલ્મ અને ઝ્યાદતી થી છુટકારો અપાવ્યો હતો. અને ફિરઔન અને તેના સૈનિકોને હલાક અને બર્બાદ કર્યા હતા.

عن ابن عباس رضى الله عنهما قال قدم النبي صلى الله عليه وسلم المديىة فرأى اليهود تصوم يوم عاشوراء فقال ما هذا قالوايوم صالح هذا يوم نجى الله بني إسرائيل من عدوهم فصامه موسى قال فأنا أحق بموسى منكم فصامه وأمر بصيامه.(بخارى, رقم ٢٠٠٤)

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) એ ફરમાવ્યુ કે, “જ્યારે નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) મદીના મુનવ્વરા તશરીફ લાવ્યા, તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) યહુદીયોને આશૂરાના દિવસે રોઝો રાખતા જોયા. તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) તે રોઝાનાં બાબતમાં પુછ્યુ. યહુદીઓએ જવાબ આપ્યોઃ આ એક બાબરકત (બરકત વાળો) દિવસ છે. આજ દિવસે અલ્લાહ તઆલાએ બની ઈસરાઈલને એમના દુશ્મનો (ફિરઔન અને તેના લશ્કર) થી નજાત (છુટકારો) અપાવ્યો હતો, તો હઝરત મુસા (અલૈ.) (તે નેઅમત નાં શુક્રીયા ના તોર પર) તે દિવસે  રોઝો રાખતા હતા. (આ જવાબ સાંભળી) નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ અમે તમારાથી વધારે મુસા (અલૈ.) ની ઈત્તેબા અને પેરવી (અમલ કરવા અને માનવા) નાં હકદાર છે, તેથી આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) તે દિવસે રોઝો રાખ્યો અને સહાબએ કિરામ (રદિ.) ને પણ રોઝો રાખવાનો હુકમ કર્યો.” (બુખારી શરીફ)

રમઝાન નો રોઝો ફર્ઝ થવા પેહલા આશૂરાનો રોઝો ફર્ઝ હતો.જ્યારે રમઝાનુલ મુબારક ના રોઝા ફર્ઝ થઈ ગયા તો આશૂરાનાં રોઝા ની હેસિયત(સ્થિતિ) “સુન્નત” ની થઈ ગઈ.

عن عائشة زوج النبي صلى الله عليه وسلم أنها قالت : كان يوم عاشوراء يوما تصومه قريش في الجاهلية و كان رسول الله صلى الله عليه وسلم يصومه في الجاهلية فلما قدم رسول الله صلى الله عليه وسلم المديىة صامه و أمر بصيامه فلما فرض رمضان كان هو الفريضة و ترك يوم عاشوراء فمن شاء صامه ومن شاء تركه(موطأ الإمام مالك رقم ٨٤٢)

હઝરતે આંઈશા (રદિ.) ફરમાવે છે કે, (ઈસ્લામનાં ઝમાનાથી પેહલા) જાહીલીયત નાં દિવસોમાં કુરૈશનાં લોકો આશૂરાનાં દિવસે રોઝો રાખતા હતા અને નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પણ રોઝો રાખતા હતા. જ્યારે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) હિજરત કરીને મદીના મુનવ્વરહ તશરીફ લાવ્યા, તો અહીંયા પણ આપે તે દિવસે રોઝો રાખ્યો અને સહાબએ કિરામ (રદિ.) ને પણ તે દિવસે રોઝો રાખવાનો હુકમ કર્યો.( જોકે હિજરત પછી  આશૂરાનો રોઝો ફર્ઝ કરી દેવામાં આવ્યો) જ્યારે રમઝાનનો રોઝો ફર્ઝ કરવામાં આવ્યો, તો આશૂરાના રોઝાની ફર્ઝીયત ખતમ થઈ (બલ્કી તેની હૈસિયત(સ્થિતિ) “સુન્નત” ની થઈ ગઈ, જેથી જેનુ દીલ ચાહે રાખે અને જેનુ દીલ ન ચાહે ન રાખે. (મુત્તા ઇમામ માલીક)

આશૂરાના રોઝાની અહમિયત (મહત્તવતા) આનાથી સારી રીતે ઝાહીર છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) આખી ઝીંદગી તે દિવસે રોઝો રાખ્યો અને સહાબએ કિરામ (રદિ.) નો પણ અમલ એવીજ રીતે રહ્યો. આ ઉપરાંત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) વફાત થી પેહલા સહાબએ કિરામ (રદિ.) ને આ હુકમ કર્યો કે યહૂદ નાં વિરોધ માં આશૂરાનાં રોઝાની સાથે એક દિવસનો વધારે રોઝો રાખીલે.

عن ابن عباس رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم صوموا يوم عاشوراء و خالفوا فيه اليهود صوموا قبله يوما أو بعده يوماز(السنن الكبرى للبيهقي رقم  ٨٤٠٦, البلخيص الحبير رقم ٩٣١)

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ, “આશૂરાનાં દિવસે રોઝો રાખો અને યહુદિયોની મુખાલફત(વિરોધ) કરો (એટલા માટે કે યહુદી પણ તે દિવસે રોઝો રાખે છે, તેથી તેઓનાં વિરોધ માં કરો) અને આશૂરાથી પેહલા યા આશૂરાનાં પછી એક વધારે દિવસે રોઝો રાખો (નવ મુહર્રમ અને દસ મુહર્રમનાં અથવા દસ મુહર્રમ અને અગિયાર મુહર્રમનાં રોઝો રોખો.)”(સુનને કુબરા લીલબયહકી)

આશૂરા નો સબક(બોધ)

જેવી રીતે ખબર પડી કે આશૂરાનો રોઝો ઘણાં બઘા ફઝાઈલ અને બરકતો થી ભરેલો છે. આશૂરાનાં રોઝાનાં ફઝાઈલની સાથે આશુરાથી આપણને એક અત્યંત જરૂરી સબક મળે છે. અને તે એ છે કે આપણે ઝિંદગીનાં દરેક વિભાગમાં ઈસ્લામી તોર વ તરીકા પર મજબૂતીથી કાઈમ રેહવુ જોઈએ અને કાફીરોં, યહૂદીયોં અને નસરાનીયોં (ઈસાઈ) ની મુશાબહતથી સંપૂર્ણ પણે ઈજતિનાબ કરવુ(બચવુ) જોઈએ. તેથી નબી(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પોતાની ઉમ્મતને યહૂદીઓની મુખાલફત(વિરોધ) કરવા માટે અને તેઓની મુશાબહત(નકલ) થી બચાવવા માટે બે દિવસ(નવ, દસ યા દસ, અગિયાર મુહર્રમ) નાં રોઝા રાખવાનો હુકમ આપ્યો.

રોઝો એક ઈબાદત છે, પણ તોપણ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પોતાની ઉમ્મતને યહૂદની મુશાબહત(નકલ)નાં બિના પર એક દિવસ રોઝો રાખવાનો ઈનકાર કર્યો. એનાથી આપણને સારી રીતે અંદાજો લગાવી શકીએ કે આપણાં નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ને કેટલુ નાગવાર(ખરાબ લાગતુ) હશે કે એમની ઉમ્મત કપડાં પહેરવા, ઓઢવા, ખાવા, પીવા અને ઝિંદગીના બીજા કામોમાં કાફીરોની નકલ અને મુશાબહત ઈખ્તિયાર(પસંદ) કરે અને એમનાં ઝિંદગી જીવવાના તરીકાઓને અપનાવે. કાફીરોનાં તરીકાવોને નકલ કરવાને “તશબ્બુહ” કહેવામાં આવે છે. અને આ (તશબ્બુહ) ઈસ્લામમાં બીકલુલ મમનુઅ(મનાઈ) છે, એટલા માટે કે એનાથી એ ઝાહિર થાય છે કે તશબ્બુહ ઈખ્તિયાર(પસંદ) કરવાવાળો પોતાની ઓળખાણ ના માટે ઈસ્લામનાં દુશ્મનોનાં તરીકાઓ પર ચાલી રહ્યો છે અને નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) નાં મુબારક તરીકાવોની મુખાલફત(વિરોધ) કરી રહ્યો છે. કાફીરોની મુશાબહત ની શનાઅત અને કબાહત(બુરાઈ) આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં આ ફરમાનથી બિલકુલ સ્પષ્ટ છેઃ

من تشبه بقوم فهو منهم(أبو داؤد رقم ٤٠٣٣)

“જે કોઈ પણ બીજી કોઈ કોમની મુશાબહત અપનાવશે (અલ્લાહ તઆલાને ત્યાં) એનો શુમાર (સમાવેશ) તે લોકોમાં થશે.”(અબૂ દાવૂદ)

કોઈ પણ માણસ પોતાના દુશ્મનની નકલ અને મુશાબહત પસંદ કરતો નથી. બલ્કિ તે પોતાનાં મહબૂબ(લોકપ્રિય) ની મુશાબહતને(નકલ કરવાનું) પસંદ કરે છે. તેથી નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં ઉમ્મતીને જોઈએ કે પોતાનાં મહબૂબ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની મુશાબહત ઈખ્તિયાર(પસંદ) કરે, એમની સુન્નત અને તોર વ તરીક (રહન-સહન) પર ચાલે અને કુફ્ફારની મુશાબહતથી ઈજતિનાબ કરે(બચે).

 લિબાસ (પહેરવેશ)

કાફિરોંની નકલ ઝિંદગીનાં મુખતલિફ(વિવિધ) વિભાગમાં થઈ શકે છે, પણ એવુ સામાન્ય રીતે ઝાહિરી દેખાવ, કપડાં પહેરવા અને ઓઢવામાં થાય છે. કારણ કે જે લિબાસમાં ઈન્સાન પોતાને લોકોની સામે દેખાડે છે તેનાંથી ઓળખવામાં આવે છે કે તે કોની સાથે દીલનો તાલ્લુક(સંબંઘ) રાખતો છે અને કોનાં તરીકા પર ચાલતો છે. વધારે માં એ કે સામાન્ય રીતે તેનો મુશાહદો(તજુરબો) થાય છે કે ઈન્સાનનો પહેરવેશ તેના અખલાક(કર્તવ્ય) અને આદતો પર ઘણો અસર પડે છે. ઝાહિરી ચેહરો અને પહેરવેશ માણસની ઝિંદગી પર કેટલો ઊંડો અસર નાંખે છે તેનો ઈદરાક(સમજણ) કાફિરોને પણ છે. અમૂક દેશોમાં બુરખો અને પરદા પર પ્રતિબંઘ લગાવવામાં આવ્યો છે. તે આ વાતની ખુલ્લી શહાદત(ગવાહી) છે કે કાફિરોને ડર અને બીક છે કે ક્યાંક એવુ ન થઈ જાય કે ઝિંદગી જીવવાનો ઈસ્લામી તરીકો અને પહેરવેશ બીજા લોકોને પ્રભાવિત કરી જાય. એજ કારણ છે કે કાફિરો ઈસ્લામી ઓળખાણ ને મિટાવી નાંખવા ચાહે છે અને પોતાનાં તરીકાવોને અપનાવા પર મજબૂર કરવા ચાહે છે. અલ્લાહ તઆલાનું ફરમાન છેઃ

ولن ترضىٰ عنك اليهود ولا النصٰرىٰ حتىٰ تتبع ملتهم(البقرة: ١٢٠)

યહૂદિયોં અને નસરાનિયોં(ઈસાઈઓ) કોઈપણ દિવસે ખુશ નહી થશે, જયાં સુઘી કે તમે એ લોકોનાં મઝહબ(ઘર્મ) ને પૈરવી(અનુસરસો) નહી.(સુરએ બકરહઃ ૧૨૦)

તેથી જ્યાં સુઘી આપણો ચેહરો અને પહેરવેશ નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં તરીકા પ્રમાણે ન થઈ જાય અને આપણે કાફિરોની મુશાબહતથી ન બચીએ આપણા માટે એક મુસલમાન અને કાફિર(યહુદિયો, નસરાનિયો અને નાસ્તિક) નાં વચ્ચે ફર્ક કરવુ મુશ્કેલ છે અને કોઈક વાર બિલકુલ નામુમકિન થઈ જાય છે અને એનો મુશાહદો (તજુરબો) દરેક સમયે થતો રહે છે.

રસ્મો રિવાજો અને બિદઅતો

ઘણાં બઘા લોકો મુહર્રમનાં દિવસે ઘણાં બઘા એવા કામો કરતા હોય છે જેનું ઈસ્લામનાં સાથે કોઈ સંબંધ નથી. તે કામ મહઝ રસ્મો રિવાજ  અને બિદઅતોનાં કબીલ થી છે. તેજ બઘી ખુરાફાત અને બિદઅતોમાંથી હઝરત હુસૈન (રદિ.) ની શહાદત પર ગિરયાવો ઝારી (ઝોર ઝોર માં રડવું) અને માતમ (સોગ)કરવું એ વાત માં કોઈ શક નથી કે હઝરત હુસૈન (રદિ.) ની શહાદત ઈસ્લામની તારીખની  ભયાનક ઘટના અને દર્દનાક ઘટના છે. પણ આ વાત સમજવી જોઈએ કે આશૂરાનાં ફઝાઈલો બરકાત નું હઝરત હુસૈન (રદિ.) ની શહાદત ની સાથે કોઈ સંબંઘ નથી. આશૂરાનાં દિવસને બઘી ફઝીલતો તે વખત થી મળેલ છે, જ્યારે કે હઝરતે હુસૈન (રદિ.) પેદા (જન્મ) પણ ન થયા હતા. વાતનો ખુલાસો એ છે કે હઝરતે હુસૈન (રદિ.) ની શહાદત પર ગિરયાવો ઝારી(રડવુ કગરવુ), સીનો પીટવું અને માતમ (સોગ મનાવવું) જે શિઆ લોકો કરે છે એ બઘુ માત્ર ખૂરાફાત છે. અને ઈસ્લામ માં આ વસ્તુઓની કોઈ બુન્યાદ નથી.

આશૂરાનાં દિવસે ઘરવાળાઓ પર ખર્ચ કરવાની ફઝીલત

આશૂરાનાં દિવસે રોઝો રાખવાની ખાસ ફઝીલતનાં અલાવા નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) આપણને એ પણ પ્રોત્સાહન આપ્યુ છે કે આપણે તે દિવસે પોતાનાં ઘરવાળાઓ પર દિલખોલીને ખર્ચ કરે અને ઉદારતાથી પેશ આવે.

عن أبي هريرة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال من أوسع على عياله و أهله يوم عاشوراء أوسع الله عليه سائر سنته (قال المنذرى في الترغيب : رواه البيهقى و غيره من طرق و عن جماعة من الصحابة و قال البيهقي : هذه الأسانيد و إن كانت ضعيفة فهي إذا ضم بعضها إلى بعض أخذت قوة و الله أعلم,الترغيب والترهيب رقم ١٥٣٦)

હઝરત અબૂ હુરયરહ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યુ, “જે માણસ આશૂરાનાં દિવસે પોતાના ઘરવાળાઓ પર દિલ ખોલીને ખર્ચ કરશે, અલ્લલ્લાહ તઆલા તેને આખા વરસ ઘણી બઘી રોઝી આપશે.” (અત્તરગિબ વત્તરહિબ)

સવાલો જવાબ

આશૂરાનો રોઝો

સવાલ – શું મુહર્રમનાં પેહલા અશરામાં (પેહલા દસ દિવસમાં) રોઝો રાખવું મસ્નૂન છે?

જવાબ – ઈસ્લામી મહીનામાં ચાર મહીનાં ખૂબ જ તાઝીમનાં કાબિલ અને બાબરકત છે. અને કોઈપણ મુકદ્દસ મહીનામાં કોઈપણ નેક અમલ (સારૂ કામ) કરવામાં આવે , એનો સવાબ કઈ ગણો વધી જાય છે. એના વગર હદીષ શરીફમાં એ પણ આવ્યુ છે કે મુહર્રમનાં મહીનામાં એક દિવસ રોઝો રાખવાથી પૂરેપૂરા ત્રીસ દિવસ રોઝા રાખવાનો ષવાબ મળે છે. જાણવા મળ્યુ કે મુહર્રમનાં મહીનામાં રોઝા રાખવા માટે તરગિબ(સૂચન) આપવામાં આવ્યુ છે. અને તે બે દિવસોમાં રોઝા રાખવું મસ્નૂન છે. હદીષ શરીફ માં વારિદ છે કે દસમી મુહર્રમનો રોઝો પાછલા વરસ નાં ગુનાહોનો કફ્ફારો છે. (શિઅબુલ ઈમાન)

સવાલ – મારી વાલિદા કમઝોરી ને કારણે  દસ મુહર્રમનો રોઝો નથી રાખી સકી. એના બદલામાં એમણે અગિયાર મુહર્રમનો રોઝો રાખ્યો તો શું એમને આશૂરાનો ષવાબ મળશે?

જવાબ – રોઝો દુરૂસ્ત છે, જ્યાં સુઘી આશૂરાનાં ષવાબ ની વાત છે, તો હદીષ શરીફમાં વારિદ છે કે આશૂરાનો ષવાબ તેને મળશે, જે નવ અને દસ યા દસ અને અગિયાર મુહર્રમનો રોઝો રાખશે. (સહીહ મુસ્લિમ)

સવાલ – શું માત્ર દસ મુહર્રમનાં રોઝો રાખવુ દુરૂસ્ત છે એટલે કે અગર કોઈ નવ(૯) યા અગિયાર(૧૧) મુહર્રમનાં રોઝા ન રાખે, માત્ર એક દિવસ દસ(૧૦) મુહર્રમનો રોઝો રાખે તો એ સહીહ છે?

જવાબ – માત્ર દસ મુહર્રમનો રોઝો રાખવુ મકરૂહ છે. સુન્નતઆ છે કે માણસ નવ અને દસ અથવા દસ અને અગિયાર મુહર્રમનાં રોઝા રાખે. (શામી)

સવાલ – મહેરબાની કરી એ બતાવો કે શું મુહર્રમનાં બે રોઝા અલગ અલગ રાખી શકાય. એટલે કે એક રોઝો નવ(૯) મુહર્રમ નાં અને બીજો રોઝો અગિયાર(૧૧) મુહર્રમનાં રાખવુ દુરૂસ્ત છે?

જવાબ – આશૂરાનો દિવસ દસ(૧૦) મુહર્રમ છે. હદીષ શરીફમાં આશૂરાની જે ફઝીલતો વારિદ છે તે એ માણસ માટે છે જે નવ(૯) અને દસ(૧૦) મુહર્રમ અથવા દસ(૧૦) અને અગિયાર(૧૧) મુહર્રમનો રોઝો રાખે છે, તેથી આપણે નવ અને દસ અથવા દસ અને અગિયાર મુહર્રમનો રોઝો રાખવુ જોઈએ. અગર કોઈ માણસ નવ અને અગિયાર મુહર્રમનાં રોઝા રાખે અને દસ મુહર્રમનાં રોઝો ન રાખે તો તેને આશૂરાની ફઝીલતો મળશે નહી, પણ રોઝો ગણવામાં આવશે.(સુનને કુબરા લિલબયહકી)

સવાલ – અગર કોઈ નવ અને દસ અથવા દસ અને અગિયાર મુહર્રમને કઝાની નિય્યતથી રોઝો રાખે, તો શું એમને આશૂરાનો ષવાબ મળશે?

જવાબ – રોઝો સહીહ થશે, પણ કઝા રોઝાની નિય્યતથી એમને આશૂરાનો ષવાબ નહી મળશે. આશૂરાનો ષવાબ એને મળશે જે તે દિવસોમાં નફલી રોઝા રાખશે.(અહસનુલ ફતાવા)

કુટુંબીજનો પર ખર્ચ કરવું

સવાલ – આશૂરાનાં દિવસે પરિવાર પર ખર્ચ કરવાનાં મુતઅલ્લિક જે હદીષ છે, એના સંદર્ભમાં એ પુછવું છે કે શું આશૂરાનાં દિવસે જ સામાન ખરીદી ને પરિવાર જનોને આપવુ જોઈએ. અથવા એવુ પણ કરી શકીએ કે વ્યસ્ત હોવાને કારણે થોડા દિવસો પેહલા ખરીદારી કરી લઈ અને આશૂરાનાં દિવસે પરિવારને આપી શકીએ?

જવાબ – અગર કોઈ ખાવાનું વગેરે આશૂરાનાં દિવસથી પેહલા ખરીદી લઈ અને આશૂરાનાં દિવસે ઘરવાળાઓને ખવડાવે અને તેમનાં પર ખર્ચ કરે, તો તેમને પણ હદીષમાં વારિદ ષવાબ મળશે અને ફઝીલત હાસિલ થશે.

وعن أبي هريرة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال من أوسع على عياله وأهله يوم عاشوراء أوسع الله عليه سائر سنته (قال العلامة المنذرى في الترغيب : رواه البيهقى وغيره من طرق وعن جماعة من الصحابة وقال البيهقي : هذه الأسانيد وإن كانت ضعيفة فهي إذا ضم بعضها إلى بعض أخذت قوة والله أعلم,الترغيب والترهيب رقم ١٥٣٦)

હઝરત અબૂ હુરયરહ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યુ, “જે માણસ આશૂરાનાં દિવસે પોતાના ઘરવાળાઓ પર દિલ ખોલીને ખર્ચ કરશે, અલ્લલ્લાહ તઆલા તેને આખા વરસ ઘણી બઘી રોઝી આપશે.” (અત્તરગિબ વત્તરહિબ)

રસ્મો રિવાજો અને ખુરાફાતો(દંતકથાઓ)

સવાલ – શું સાઉથ આફ્રીકા માં મુહર્રમનાં મહીનાનાં દરમિયાનમાં  મર્દો એ કાળા કપડા પહેરવાથી બચવુ જોઈએ, કારણકે શીઆ લોકો કાળા કપડા પહેરે છે ?

જવાબ – જી હાં, જો કાળા કપડાં પહેરવાથી શીઆ લાકોની મુશાબહત થતી હોય, તો મર્દો એ એનાથી બચવું જોઈએ. (અબૂ દાવૂદ, ફતાવા મહમૂદિયા)

સવાલ – શું આશૂરાનાં દિવસે નિકાહ કરવા વિષે કોઈ ખાસ ફઝીલત છે?

જવાબ – આશૂરાનાં દિવસે નિકાહ કરવાની કોઈ ખાસ ફઝિલત નથી. હદીષ શરીફ માં બયાન કરવામાં આવ્યુ છે કે જ્યારે કોઈને મુનાસિબ રીશ્તો મલી જાય, તો વગર મોડું કરી તરતજ નિકાહ કરી લે. (તિર્મિઝી)

સવાલ – શું આશૂરાનાં દિવસે દોસ્તો અને રિશ્તેદારો ને હદિયાઓ અને તોહફાઓ (ભેટ) આપવા લેવાનો કોઈ સબૂત છે?

જવાબ – આશૂરાનાં દિવસે પરિવાર પર ખર્ચ કરવુ મસ્નૂન છે. દોસ્તો થી હદિયાઓ અને તોહફાઓ(ભેટ) લેવુ અને આપવુ મસ્નૂન નથી.

સવાલ – અમૂક લોકો કહે છે કે આશૂરાનાં દિવસે સુરમો લગાવવાનો હુકમ(આદેશ) આપવામાં આવ્યો છે, શું આશૂરાનાં દિવસે સુરમો લગાવવુ સુન્નત છે?

જવાબ – સુરમો લગાવવું રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સુન્નત છે. હદીષ શરીફમાં આવ્યુ છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) દરેક રાત્રે સુવા પેહલા સુરમો લગાવતા હતા, પણ ખાસ કરીને આશૂરા નાં દિવસે સુરમો લગાવવાની ઈસ્લામમાં કોઈ અસલ નથી. (શામી, ઊમદતુલ કારી)

Source: http://ihyaauddeen.co.za/?p=8824

Check Also

ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૭

શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહિમહુલ્લાહ શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહ઼િમહુલ્લાહ સૈયદ …