હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત નીચે આપેલી હદીષ બયાન ફરમાવીઃ
مَنْ لَا يَرْحَمْ لَا يُرْحَمْ اِرْحَمُوْا مَنْ فِيْ الْأَرْضِ يَرْحَمْكُمْ مَنْ فِي السَّمَاءِ
જે માણસ બીજા લોકો પર રહમ નથી કરતો તેનાં પર રહમ નહી કરવામાં આવશે (અલ્લાહ તઆલા તે માણસ પર રહમ નહી કરશે), તમે જમીન વાળાઓ પર રહમ કરો આસમાન વાળો તમારા પર રહમ કરશે.
“પરંતુ અફસોસની વાત છે કે લોકોએ આ હદીષે પાકને ભૂખ્યાં પ્રતિ રહમ કરવા સાથે જ સાંકળી દીઘી છે. એટલા માટે લોકોને ભૂખ્યા અને નિર્ધન-નિરાધાર માણસો પ્રતિ તો સહાનુભૂતિ થાય છે, પરંતુ દીનથી મહરૂમ મુસલમાનો ઉપર દયા નથી આવતી. મતલબ એ થયો કે દુનિયાનાં નુકસાનને નુકસાન સમજવામાં આવે છે, પરંતુ દીનનાં નુકસાનને નુકસાન સમજવામાં નથી આવતું. પછી આપણી ઉપર આસમાનનો રબ કેવી રીતે કૃપા દાખવે, જ્યારે કે આપણને મુસલમાનોની દીની દુર્દશા જોઈને દયા નથી ઉપજતી.” (મલફુઝાત મૌલાના મુહમ્મદ ઈલ્યાસ સાહબ (રહ.) પેજ નં- ૩૮)
Source: https://ihyaauddeen.co.za/?p=15992