عن ابن عمر رضي الله عنهما قال: قال رسول الله صلى الله عليه وسلم: من زار قبري وجبت له شفاعتي (سنن الدارقطني، الرقم: 194) رواه البزار والدارقطني قاله النووي وقال ابن حجر في شرح المناسك: رواه ابن خزيمة في صحيحه وصححه جماعة كعبد الحق والتقي السبكي وقال القاري في شرح الشفا : صححه جماعة من أئمة الحديث. (فضائلِ حج صـ ۱۸۲، وسنده جيد كما في البدر المنير ٦/۲۹۷)
હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) હુઝૂરે અકદસ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ નો આ ઈરશાદ નકલ કરે છે કે જે માણસે મારી કબરની ઝિયારત કરી, તેના માટે મારી શફાઅત વાજીબ થઈ ગઈ. (હું તેના માટે કયામતના દિવસે અલ્લાહ તઆલાથી જરૂર સિફારીશ કરીશ કે તેને બખશી દેવામાં આવે).
દુરૂદ-બીમારિયોથી શિફાનો ઝરીયો
નુઝહતુલ મજાલિસમાં લખેલુ છે કે કેટલાક સુલહામાંથી એક માણસનો પેશાબ રોકાઈ ગયો હતો. તેવણે સપનામાં આરિફ બિલ્લાહ હઝરત શૈખ શિહાબુદ્દીન ઈબ્ને રસલાનને જેવણ મોટા ઝાહિદ અને આલિમ હતા જોયા અને તેમનાંથી પોતાની બીમારીની શિકાયત તથા તકલીફ બયાન કરી.
તો હઝરત શૈખ શિહાબુદ્દીન બિન રસલાન (રહ.) તેમને કહ્યુ કે તમે તે વસ્તુથી કેવી રીતે ગાફિલ થઈ ગયા જેમાં બઘી બીમારિયો માટે શિફા છે. તમે આ દુરૂદ શરીફ પઢ્યા કરોઃ
اَللّٰهُمَّ صَلِّ وَسَلِّمْ وَبَارِكْ عَلٰى رُوْحِ سَيِّدِنَا مُحَمَّدٍ فِيْ الْأَرْوَاحْ وَصَلِّ وَسَلِّمْ عَلٰى قَلْبِ سَيِّدِنَا مُحَمَّدٍ فِيْ الْقُلُوْبِ وَصَلِّ وَسَلِّمْ عَلٰى جَسَدِ سَيِّدِنَا مُحَمَّدٍ فِيْ الْأَجْسَادْ وَصَلِّ وَسَلِّمْ عَلٰى قَبْرِ سَيِّدِنَا مُحَمَّدٍ فِيْ الْقُبُوْرْ
હે અલ્લાહ! બઘી રૂહો માંથી હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમની મુબારક રૂહ પર દુરૂદો સલામ મોકલો અને બઘા દિલોમાંથી હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ નાં મુબારક દિલ પર દુરૂદો સલામ મોકલો અને બઘા જીસ્મોં માંથી હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ નાં મુબારક જીસ્મ પર દુરૂદો સલામ માકલો અને બઘી કબરોમાંથી હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની કબર પર દુરૂદો સલામ મોકલો.
જાગવા પછી તે માણસે વધારે પ્રમાણમાં દુરૂદ પઢવાનુ શરૂ કરી દીઘુ અને તેમની બીમારી ખતમ થઈ ગઈ. (ફઝાઈલે દુરૂદ, પેજ નં-૧૮૨)
હઝરત આદમ (અલૈ.) ની તરફથી હઝરત હવ્વા (અલૈ.) નો મહર
શૈખ અબ્દુલ હક઼ મુહદ્દિષ દેહલવી (રહ.) મદારિજુન નુબુવ્વહ માં લખ્યુ છે કે જ્યારે હઝરત હવ્વા (અલૈ.) પૈદા થયા, હઝરત આદમ (અલૈ.) તેમનાં તરફ હાથ વધારવા ચાહ્યુ, ફરિશ્તાઓ એ કહ્યુ સબર કરો, જ્યાં સુઘી નિકાહ ન થઈ જાય અને મહર અદા ન કરી દો. તેવણે પૂછ્યુઃ મહર શું છે? ફરિશ્તાઓએ કહ્યુ કે રસૂલે મકબૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર ત્રણ વખત દુરૂદ શરીફ પઢવુ. અને એક રિવાયતમાં વીસ વખત આવ્યુ છે. (ફઝાઈલે દુરૂદ, પેજ ને –૧૫૫)
يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ
Source: