તહજ્જુદની નમાઝ માટે ઉઠતી વખતે દુરૂદ શરીફ પઢવુ

عن عبد الله بن مسعود قال يضحك الله إلى رجلين رجل لقي العدو وهو على فرس من أمثل خيل أصحابه ‏فانهزموا وثبت فإن قتل استشهد وان بقي فذلك الذي يضحك الله إليه ورجل قام في جوف الليل لا يعلم ‏به أحد فتوضأ فأسبغ الوضوء ثم حمد الله ومجده وصلى على النبي صلى الله عليه وسلم واستفتح القرآن ‏فذلك الذي يضحك الله إليه يقول انظروا إلى عبدى قائما لا يراه أحد غيري (عمل اليوم والليلة، الرقم: ‏‏۸٦۷، وسنده صحيح كما في القول البديع صـ ۳۷٦)

હઝરત અબ્દુલ્લાહ બિન મસઉદ (રદિ.) ફરમાવે છે કે અલ્લાહ તઆલા બે માણસોથી ખુશ થાય છેઃ એક માણસ તે છે જે પોતાનાં સાથીયોની સાથે મળીને સૌથી સરસ ઘોડા પર સવાર થઈને દુશ્મનોથી મુકાબલો કરે છે, તો તેનાં સાથી હારી જાય છે, પણ તે અડગ રહે છે, પછી જો તેને કતલ કરી નાંખવામાં આવેે છે, તો તે શહાદતથી સન્માનિત થઈ જાય છે અને જો તે જીવીત રહે છે, તો તેજ તે માણસ છએ, જેનાંથી અલ્લાહ તઆલા ખુશ થાય છે અને બીજો માણસ તે છે જે રાતનાં અલ્લાહ તઆલાની સામે (તહજ્જુદની નમાઝ માટે) ઉભો થાય છે, કોઈને પણ તેનાં વિષે ખબર નથી થતી. પછી તે સારી રીતે વુઝુ કરીને અલ્લાહ તઆલાની હમ્દો ષના અને પાકી બયાન કરે છે અને નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદ મોકલે છે, પછી તે કુર્આને કરીમની તિલાવત કરે છે. આજ તે વ્યક્તિ છે જેનાંથી અલ્લાહ તઆલા ખુશ થાય છે અને ફરમાવે છેઃ મારા બંદાને જોવો, મારી સામે ઊભો છે (નમાઝ પઢી રહ્યો છે) મારાં વગર કોઈ પણ તેને નથી જાણતુ. (અલ કવલુલ બદીઅ)

પત્થરનું નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને સલામ કરવુ

હઝરત જાબિર બિન સમુરા (રદિ.) નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે બેશક હું મક્કા મુકર્રમા માં આ પત્થરને ઓળખતો છું, જે મને નુબુવ્વતથી પેહલા સલામ કર્યા કરતો હતો. બેશક હું તેને હજી પણ ઓળખતો છું. (મુસ્લીમ શરીફ)

يَا رَبِّ صَلِّ وَ سَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source:

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...