પ્રેમનો બગીચો (તેરમું પ્રકરણ)‎

بسم الله الرحمن الرحيم

ખૈરો બરકતની ચાવી

રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં જમાનામાં એક વખત કબીલએ બનુ અશ્અરનો એક પ્રતિનિધિમંડળ યમનથી હિજરત કરીને મદીના મુનવ્વરા પહોંચ્યા.

મદીના મુનવ્વરા પહોંચ્યા બાદ તે પ્રતિનિધિમંડળનું ભથ્થુ ખતમ થઈ ગયુ, તો તેવણે એક માણસને નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમતમાં મોકલ્યા, જેથી કે તે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પાસેથી તેમનાં માટે કંઈક ખાવાની વ્યવસ્થા કરવાની દરખ્વાસ્ત કરે. જ્યારે તે માણસ રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં દરવાજા પર પહોંચ્યો, તો તેણે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને અમુલ લોકોની સામે આ આયત પઢતા સાંભળ્યાઃ

وَ مَا مِنۡ دَآبَّۃٍ  فِی الۡاَرۡضِ اِلَّا عَلَی اللّٰہِ  رِزۡقُہَا وَ یَعۡلَمُ مُسۡتَقَرَّہَا وَ مُسۡتَوۡدَعَہَا ؕ کُلٌّ  فِیۡ  کِتٰبٍ مُّبِیۡنٍ ﴿۶﴾

અને કોઈ જાનવર જમીન ઉપર એવુ નથી કે અલ્લાહ તઆલાનાં જીમ્મે તેનું રિઝ્ક ન હોય અને અલ્લાહ તઆલા દરેકની વધારે રેહવાની જગ્યા અને ઓછુ રેહવાની જગ્યાને જાણે છે. સઘળું કિતાબે મુબીન (લવહે મહફૂઝ) માં ઉપસ્થિત છે.

જ્યારે તેણે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની મુબારક ઝબાનથી આ આયત સાંભળી, તો તેનાં દિલમાં આ વાત આવી કે જ્યારે અલ્લાહ તઆલાએ બઘી મખલુકને રોઝી આપવાની જીમ્મેદારી લઈ લીઘી છે, તો રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) થી પોતાનાં માટે અને પોતાનાં પ્રતિનિધિમંડળ માટે ખાવા-પીવાની વસ્તુની વ્યવ્સથા કરાવવાની શું જરૂરત છે, તો તેણે પોતાનાં દિલમાં આ કહ્યુ કે આ આયતે કરીમા માં અલ્લાહ તઆલા ફરમાવે છે કેઃ તેઓએ બઘા જાનવરોની રોઝીની પૂરી જીમ્મેદારી લઈ લીઘી, તો અલ્લાહ તઆલા એ આપણા માટે જીમ્મેદારી પણ લઈ લીઘી. તો પછી અમે લોકો અલ્લાહ તઆલાનાં નઝદીક જાનવરોથી કમતર નથી (એટલે જ્યારે અલ્લાહ તઆલા જાનવરોને રોઝી આપે છે, તો આપણને કેવી રીતે મહરૂમ કરી શકે છે).

તેથી તેણે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સામે પોતાની કૌમની દરખ્વાસ્તની રજુઆત ન કરી અને પોતાની કૌમની પાસે પાછો ચાલી ગયો. જ્યારે તે પોતાનાં લોકોની પાસે પહોંચ્યો અને તેઓને કહ્યુઃ તમારા માટે ખુશખબરી છે ! તમારી પાસે અલ્લાહ તઆલાની મદદ જલદીથી આવવાની છે, આ સાંભળીને લોકોએ વિચાર્યુ કે તેણે આપણો પૈગામ રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની ખિદમતમાં પહોંચાડી દીઘો હશે અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) આપણા માટે ખાવા-પીવાની કોઈને કોઈ વસ્તુની જરૂર વ્યવસ્થા ફરમાવશે.

તે દરમિયાન બે માણસ રોટલી અને ગોશ્તથી ભરેલુ એક મોટુ વાસણ લઈને એમની પાસે આવીને તેમની સામે પેશ કર્યુ, તેથી તેવણે પેટ ભરીને ખાઘુ, પછી તેવણે જોયુ કે વાસણમાં ઘણુ વધારે ખાવાનુ બચી ગયુ છે. તો તેઓએ બેહતર સમજ્યુ કે તે વધારેનું ખાવાનું નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની પાસે મોકલી આપ્યે, જેથી કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) જ્યાં ચાહે તેનો ઈસ્તેમાલ કરો. તેથી તેઓએ બે માણસોને કહ્યુ કે આ ખાવાનું નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની પાસે લઈ જાવો.

પછી આખુ પ્રતીનિઘીમંડળ નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમતમાં હાજર થયુ, જેથી કે ખાવાનું મોકલવા પર નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો શુક્રિયા અદા કરે. તેઓએ કહ્યુઃ હે અલ્લાહ તઆલાનાં રસૂલ ! અમે આજ સુઘી આવુ ખાવાથી વધારે લઝીઝ ખાવાનું નથી ખાઘુ, જે આપે અમારા માટે મોકલ્યુ, તો નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અચરચ પામી ગયા અને આપે ફરમાવ્યુઃ મેં તમારા માટે કોઈ ખાવાનું નથી મોકલ્યુ. તો તેઓએ કહ્યુઃ અમે એક માણસને તમારી પાસે મોકલ્યો હતો, જેથી કે તે તમારી પાસેથી અમારા માટે ખાવાની વ્યવસ્થા કરવાની દરખ્વાસત કરે.

આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) તેને પુછ્યુ કે શું મામલો છે? તો તેણે આખી વાત બતાવી, તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે અલ્લાહ તઆલાએ તમારા માટે તે રિઝ્ક઼ મોકલ્યુ હતુ. (તફસીરે કુરતુબીથી સારાંશ)

આમાં કોઈ શક નથી કે જીવન ગુજારવા માટે દરેક મખલુક રિઝ્કની મોહતાજ છે, પણ રિઝ્ક અલ્લાહ તઆલાનાં હાથમાં રાખ્યો છે, અલ્લાહ તઆલા જેનાં માટે રિઝ્કનાં દરવાજા ખોલવા ચાહે તેના માટે રિઝ્કનાં દરવાજા ખોલી દે છે અને જેનાં માટે તંગ કરવા ચાહે તેનાં માટે તંગ કરી દે છે. કોઈને પણ અકલ, તાકતો કુવ્વત અને સલાહિય્યતની બુનયાદ પર રોઝી નથી મળતી. શાયરે શું પંક્તી કહી છેઃ

એક નૌજવાન પોતાનુ જીવન ખુશહાલીની સાથે પસાર કરે છે, જ્યારે કે તે જાહિલ છે અને બીજો નૌજવાન ઈલ્મ હોવા છતા આખુ જીવન ગરીબ રહે છે, અગર રોઝીની તકસીમ અકલની બુનયાદ પર હોતે, તો જાનવરો પોતાની જહાલતનાં કારણે હલાકો બરબાદ થઈ જતે.

એક હદીષ શરીફમાં વારિદ છે કે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઉમ્મતને નસીહત કરતા વેળા ઈરશાદ ફરમાવ્યુ કે “અગર તમે લોકો અલ્લાહ તઆલા પર એવી રીતે તવક્કુલ કરો જેવી રીતે તવક્કુલ કરવાનો હક છે, તો અલ્લાહ તઆલા તમને એવી રીતે રોઝી આપશે જેવી રીતે પક્ષીઓને રોઝી આપે છે. પક્ષીઓ સવારનાં ખાલી પેટ જાય છે અને સાંજનાં પેટ ભરીને ફરે છે.” (તિર્મીઝી શરીફ)

આ વાત દરેક સમયે આપણાં ઘ્યાનમાં રેહવી જોઈએ કે અલ્લાહ તઆલા પર તવક્કુલ જ દુનિયામાં કામયાબીનો રાઝ અને રોઝી માં ખૈરો બરકત ની ચાવી છે અને તવક્કુલ નો મતલબ આ છે કે ઈન્સાન જાઈઝ અસબાબ (કારણો) પસંદ કરે અને ઝર્રા બરાબર પણ અલ્લાહ અને તેનાં રસૂલનાં અહકામની ખિલાફ વરઝી ન કરે, કારણકે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નો ફરમાન છે કે એ લોકો ! અલ્લાહ થી ડરો અને અસબાબ ઈખ્તિયાર કરવામાં ઈખ્તિસાર (સંક્ષિપ્ત) થી કામ લો અને અગર તમારમાંથી કોઈ આ મહસૂસ કરે કે તેને રોઝી મળવામાં વાર લાગી રહી છે, તો તે તેને અલ્લાહ તઆલાની નાફરમાની કરીને ન માંગે, કારણકે ગુનાહનાં ઝરીયે અલ્લાહ તઆલાનો ફઝલ નથી મળતો. (મુસતદરક હાકિમ)

અમે દુઆ કરીએ છીએ કે અલ્લાહ તઆલા આપણને સાચો તવક્કુલ અતા ફરમાવે અને આપણી ઝિંદગીને ખૈરોબરકત થી ભરી દે અને બઘા હરામ કામોથી આપણી હિફાઝત ફરમાવે. આમીન યા રબબલ આલમીન.

 

 

Source: http://ihyaauddeen.co.za/?p=17135


Check Also

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની …