મરઝુલ મૌત

મરઝુલ મૌત તે બીમારી છે જેમાં ઈન્સાન સતત પીડાય છે અને છેલ્લે આ બીમારીનાં કારણે તેનો ખાતમો થઈ જાય છે (મરી જાય છે).

આ બીમારી ને મરઝુલ મૌત કેહવામાં આવશે ભલે:

(૧) તે બીમારી ઈન્સાનને તરતજ મરણ પથારી પર સુવડાવી દે છે (એટલે કંઈજ કરી નથી શકતો જીવતી લાશ બની જાય છે) અને તેને ચાલવા ફરવાથી લાચાર કરી દે છે, (૨) યા તે બીમારી ઈન્સાનને તરતજ ચાલવા ફરવાથી લાચાર નથી કરતી, બલકે તે ઈન્સાનની તબિયતને ઘીરે ઘીરે ખરાબ કરે છે અહિંયા સુઘી કે તે અંતે મરી જાય છે.

આ બીજી સૂરતમાં અગર જો ઈન્સાન ચાલવા ફરવા પર કાદિર હોય અને તે પોતાની ઘરેલુ જરૂરતો યા ઘરનાં બહારની જરૂરતો પૂરી કરવા પર તાકત રાખતો હોય, તો પણ તે બીમારી ને મરઝુલ મૌતમાં ગણવામાં આવશે અને તે બીમારી પર મરઝુલ મૌતનાં અહકામો (નિયમો) લાગુ થશે. કારણકે તેમાં ઈન્સાનની સિહત સતત ખરાબ થઈ રહી છે અને બીમારી વઘતી જઈ રહી છે.

ફુકહાએ કિરામે આવાત કહી છે કે મરઝુલ મોતની બીમારી એક વર્ષ સુઘી રહી શકે છે.

આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે અગર કોઈ વ્યક્તિ એવી બીમારી માં પીડાવા લાગે, જે સામાન્ય રીતે મૌતનું કારણ બને છે, પણ આ બીમારીથી તેનાં સ્વાસ્થ્યને વધારે ખતરો નથી અને ન તો તે બીમારી વધારે વઘી રહી છે, બલકે તે તેજ બીમારી હોવા છતા કેટલાય વર્ષો સુઘી જીવીત રહી છે, તો આ સૂરતમાં એવા માણસની મરઝુલ મૌતની હાલત તે સમયે શરૂ થશે જ્યારે તેનું સ્વાસ્થ્ય વધારે બગળી જાય અને તે તેજ હાલતમાં મરી જાય.

અગરક કોઈ માણસ એવી બીમારીમાં સપડાય જાય જે સામાન્ય રીતે મૃત્યુનું કારણ બને છે, પણ તે આ બીમારીથી સ્વસ્થ થઈ જાય, તો તેને મરઝુલ મૌત નહી કેહવામાં આવશે અને આ સૂરતમાં મરઝુલ મૌતનાં નિયમ લાગુ નહી પડશે.

અગર કોઈ માણસ મરઝુલ મૌતમાં હોય, પણ તેવણ તે બીમારી વગર બીજા કોઈ કારણસર મરી જાય (દાખલા તરીકે તે કેન્સરનાં છેલ્લા સ્ટેપમાં સપડાયેલો હોય, પણ તે ગાડી સાથે અકસ્માતમાં મરી જાય) તો પણ તે બીમારીને “મરઝુલ મૌત” જ કેહવામાં આવશે.

મરઝુલ મૌતથી સંબંધિત મુતફર્રિક (વિવિઘ) મસાઈલ

મરઝુલ મૌતમાં પિડીત વ્યક્તિથી સંબંઘિત ઘણાં બઘા મસાઈલ છે, જેને ફુકહાએ કિરામે બયાન કર્યા છે, અમે નીચે તેમાંથી કેટલાક મસાઈલ ઝિકર કરી રહ્યા છેઃ

(૧) જે વ્યક્તિ મરઝુલ મૌતની હાલતમાં હોય, તેને શરીઅતે તેની સંપત્તિનાં માત્ર એક તૃતીયાંશ હિસ્સામાં મામલો કરવાની ઈજાઝત આપી છે, તેને માત્ર એક તૃતીયાંશ હિસ્સામાં મામલો કરવાની ઈજાઝત એટલા માટે આપવામાં આવી છે કે તેના બે તૃતીયાંશ સંપત્તિમાં તેના વારસદારો ને અધિકારો મળી ગયા. બીજા શબ્દોમાં એવુ કેહવામાં આવે કે જ્યારે તે મરઝુલ મૌતમાં પિડીત (મુબ્તલા) થઈ ગયો, તો તેનાં વારસદારોનાં અઘિકારો તેની સંપત્તિ સાથે સંકળાયેલા થઈ ગયા અને તેનાં માટે તેનાં તેનાં અઘિકારોમાં (બે તૃતીયાંશ સંપત્તિમાં) મામલો કરવાની ઈજાઝત નથી.

તેથી મરઝુલ મૌતની હાલતમાં તે જે પણ મામલો કરે, ભલે તે સદકાતો ખૈરાત કરે યા તે કોઈ વસ્તુ વકફ કરે યા તે કોઈને કોઈ વસ્તુ હદીયો કરે, તો તે બઘા મામલાતને વસિય્યતમાં ગણવામાં આવશે અને આ વસિય્યત તેના ઈન્તેકાલ બાદ માત્ર તેની સંપત્તિનાં એક તૃતીયાંશ ભાગમાં લાગુ થશે,

તેથી તેનાં ઈન્તેકાલ બાદ સૌથી પેહલા:

(૧) તેની સંપત્તિથી તેની દફન વિધીનાં ખર્ચાવોની અદાયગી કરવામાં આવશે, (૨) પછી તેનાં કર્ઝાવો અને દૈનને અદા કરવામાં આવશે, (૩) ત્યારબાદ જોવામાં આવશે કે તેણે મરઝુલ મૈતમાં જે કંઈ વસિય્યતો કરી છે, તે એક તૃતિયાંશ માલનાં અંદર છે યા તેનાંથી વધારે છે? અગર તે એક તૃતીયાંશ માલનાં અંદર હોય, તો તેની બઘી વસિય્યતો લાગુ થશે અને અગર તે એક તૃતીયાંશ માલથી વધારે હોય, તો તે માત્ર એક તૃતીયાંશ સંપત્તિ સુઘી લાગુ થશે અને બાકી માલને (જે તેણે એક તૃતીયાંશથી વધારે વસિય્યત કરી હોય) તેનાં વારસામાં દાખલ કરી દેવામાં આવશે અને તેને વારસદારોનાં દરમિયાન વહેંચી દેવામાં આવશે.

(૨) મરઝુલ મૌતમાં પિડીત વ્યક્તિનાં માટે પોતાનાં કોઈ વારસદારને કોઈ વસ્તુ હદીયો કરવુ જાઈઝ નથી અને અગર તે મરઝુલ મૌતમાં કોઈ વસ્તુ હદીયો કરશે, તો તેનું હદીયો કરવુ જાઈઝ નથી અને તેની હદીયો કરેલી વસ્તુ તેનાં વારસામાં શામિલ કરી દેવામાં આવશે, જેથી કરીને કે તેનાં ઈન્તેકાલ બાદ બીજી સંપત્તિઓની જેમ તે સંપત્તીને પણ શરઈ હિસ્સાનાં અનુસાર વારસદારોનાં દરમિયાન વહેંચી દેવામાં આવશે.

Source: http://muftionline.co.za/node/30825


 

(من غالب حالة الهلاك بمرض أو غيره بأن أضناه مرض عجز به عن إقامة مصالحه خارج البيت) هو الأصح كعجز الفقيه عن الإتيان إلى المسجد وعجز السوقي عن الإتيان إلى دكانه وفي حقها أن تعجز عن مصالحها داخله كما في البزازية ومفاده أنها لو قدرت على نحو الطبخ دون صعود السطح لم تكن مريضة (الدر المختار ۳/۳۸٤)

والصحيح أن من عجز عن قضاء حوائجه خارج البيت فهو مريض وإن أمكنه القيام بها في البيت إذ ليس كل مريض يعجز عن القيام بها في البيت كالقيام للبول والغائط كذا في التبيين (الفتاوى الهندية ۱/٦٤۳)

ولو أعيد المخرج للقتل إلى الحبس أو رجع المبارز بعد المبارزة إلى الصف صار في حكم الصحيح كالمريض إذا برئ من مرضه كذا في البدائع (الفتاوى الهندية ۱/٤٦۳)

قوله إن مات في ذلك الوجه أو قتل دليل على أنه لا فرق بين ما إذا مات بذلك السبب أو بسبب آخر كالمريض إذا قتل وفيه خلاف عيسى بن أبان هو يقول إن مرض الموت ما يكون سببا للموت ولما مات بسبب آخر علمنا أن مرضه لم يكن مرض الموت قلنا الموت اتصال بمرضه حيث لم يصح حتى مات وقد يكون للموت سببان فلم يتبين أن مرضه لم يكن الموت (تبيين الحقائق ۲/۲٤۸)

(قوله أو بسبب آخر كالمريض إذا قتل) وهذا ظاهر الرواية عن أصحابنا اهـ أتقاني (حاشية الشلبي ۲/۲٤۸)

(وتجوز بالثلث للأجنبي) عند عدم المانع (وإن لم يجز الوارث ذلك لا الزيادة عليه إلا أن تجيز ورثته بعد موته) (رد المحتار ٦/٦۵٠)

و(لا يصح تبرعه إلا من الثلث …) (الدر المختار ۳/۳۸٦)

قال العلامة ابن ع​ابدين رحمه الله (قوله ولا يصح تبرعه إلا من الثلث) أي كوقفه ومحاباته وتزوجه بأكثر من مهر المثل (رد المحتار ۳/۳۸٦)

إذا وهب أحد في مرض موته شيئا لأحد ورثته وبعد وفاته لم تجز الورثة الباقون لا تصح تلك الهبة أما لو وهب وسلم لغير الورثة فإن كان ثلث ماله مساعدا لتمام الموهوب تصح وإن لم يكن مساعدا ولم تجز الورثة الهبة تصح في المقدار المساعد ويكون الموهوب له مجبورا برد الباقي (مجلة الأحكام، المادة: ۸۷۹)

(وتبطل هبة المريض ووصيته لمن نكحها بعدهما) أي بعد الهبة والوصية لما تقرر أنه يعتبر لجواز الوصية كون الموصى له وارثا أو غير وارث وقت الموت لا وقت الوصية

قال العلامة ابن عابدين رحمه الله (قوله وتبطل هبة المريض ووصيته إلخ) لأن الوصية إيجاب عند الموت وهي وارثة عند ذلك ولا وصية للوارث والهبة، وإن كانت منجزة صورة فهي كالمضاف إلى ما بعد الموت حكما لأن حكمها يتقرر عند الموت، ألا ترى أنها تبطل بالدين المستغرق وعند عدم الدين تعتبر من الثلث هداية (رد المحتار ٦/٦۵۹)

إذا باع شخص في مرض موته شيئا من ماله لأحد ورثته يعتبر ذلك موقوفا على إجازة سائر الورثة فإن أجازوا بعد موت المريض ينفذ البيع وإن لم يجيزوا لا ينفذ (مجلة الأحكام، المادة: ۳۹۳)

إذا باع المريض في مرض موته شيئا لأجنبي بثمن المثل صح بيعه وإن باعه بدون ثمن المثل وسلم المبيع كان بيع محاباة يعتبر من ثلث ماله فإن كان الثلث وافيا بها صح وإن كان الثلث لا يفي بها لزم المشتري إكمال ما نقص من ثمن المثل وإعطاؤه للورثة فإن أكمل لزم البيع وإلا كان للورثة فسخه (مجلة الأحكام، المادة: ۳۹٤)

فأما إقراره بالدين لغيره فلا يخلو من أحد وجهين إما أن أقر به لأجنبي أو لوارث فإن أقر به لوارث فلا يصح إلا بإجازة الباقين عندنا (بدائع الصنائع ٦/٦۵۸)

هذا إذا أقر لوارث فإن أقر لأجنبي فإن لم يكن عليه دين ظاهر معلوم في حالة الصحة يصح إقراره من جميع التركة استحسانا (بدائع الصنائع ٦/٦۵۸)

إيجار المريض لا تشترط صحة المؤجر ولذلك لو آجر وهو في مرض موته مالا له من آخر بأقل من أجرة المثل فالإجارة نافذة في كل ذلك المال لا في ثلثه فقط لأن إعارته وهو في مرض موته جائزة فكذا إجارته (درر الحكام شرح مجلة الأحكام ۱/٤۵٠)

الباب الخامس في طلاق المريض قال الخجندي الرجل إذا طلق امرأته طلاقا رجعيا في حال صحته أو في حال مرضه برضاها أو بغير رضاها ثم مات وهي في العدة فإنهما يتوارثان بالإجماع … ولو طلقها طلاقا بائنا أو ثلاثا ثم مات وهي في العدة فكذلك عندنا ترث ولو انقضت عدتها ثم مات لم ترث وهذا إذا طلقها من غير سؤالها فأما إذا طلقها بسؤالها فلا ميراث لها كذا في المحيط (الفتاوى الهندية ۱/٤٦۲)

Check Also

પ્રેમનો બગીચો (તેરમું પ્રકરણ)‎

بسم الله الرحمن الرحيم ખૈરો બરકતની ચાવી રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં જમાનામાં એક …