જીવનના દરેક પાસામાં મુબારક સુન્નતની ઈત્તેબાઆ ‎કરવાનો પ્રયાસ કરો

શૈખુલ હદીષ હઝરત મૌલાન મુહમ્મદ ઝકરિયા સાહબ (રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“શમાઈલ (હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમનાં મુબારક જીવનનાં તરીકાવો એટલે રેહણી કરણી, કપડા પહેરવા અને ખાવા પીવાવગૈરહ ) નો ખૂબ મુતાલો (વાંચન) રાખો. જે વસ્તુઓ પર અમલ ‎ન થઈ શકે તો ઓછામાં ઓછુ તેને દિલથી સારૂ સમજો કે હોવુ તો ‎આજ જોઈએ. પણ આપણે પોતાની નબળાઈ અને અસહિષ્ણુતા નાં ‎કારણે એવુ નથી કરી શકતા.‎

મારા ચાચા (હઝરત મૌલાના મહમંદ ઈલ્યાસ સાહબ (રહ.)) પણ ‎મને ઈત્તેબાએ સુન્નતની નસીહત ફરમાવી હતી અને એ કે પોતાનાં ‎દોસ્તોને પણ તેની તાકીદ કરતા રેહજો.” (મલફુઝાતે શૈખ, પેજ નં- ૩૩)

Source: https://ihyaauddeen.co.za/?p=6144


 

Check Also

ઇસ્લામને જીવિત કરવુ

અગર મુસલમાન પોતાની ઈસ્લાહ કરી લે અને દીન મુસલમાનમાં સ્થાપિત થઈ જાય, તો દીનતો તે છેજ, પણ દુન્યાની મુસીબતોનો પણ જે કંઈ આજકાલ તેમનાં પર ઢગલો છે (એટલે મુસીબતોનો) ઈન્શા અલ્લાહ થોડા દિવસોમાં કાયા પલટ થઈ જાય (મુસીબતો દૂર થઈ જાય)...