સુરતુલ કારિઅહની તફસીર

بِسۡمِ اللّٰہِ الرَّحۡمٰنِ الرَّحِیۡمِ

اَلۡقَارِعَۃُ  ۙ﴿۱﴾‏‎ ‎مَا الۡقَارِعَۃُ  ۚ﴿۲﴾‏‎ ‎وَمَاۤ اَدۡرٰىکَ مَا الۡقَارِعَۃُ  ؕ﴿۳﴾‏‎ ‎یَوۡمَ یَکُوۡنُ النَّاسُ کَالۡفَرَاشِ الۡمَبۡثُوۡثِ  ۙ﴿۴﴾‏‎ ‎وَتَکُوۡنُ الۡجِبَالُ کَالۡعِہۡنِ الۡمَنۡفُوۡشِ  ؕ﴿۵﴾ ‏فَاَمَّا مَنۡ ثَقُلَتۡ مَوَازِیۡنُہٗ  ۙ﴿۶﴾‎ ‎فَہُوَ فِیۡ عِیۡشَۃٍ رَّاضِیَۃٍ  ؕ﴿۷﴾‏ ‎ وَاَمَّا مَنۡ خَفَّتۡ مَوَازِیۡنُہٗ  ۙ﴿۸﴾‏ ‎ ‎فَاُمُّہٗ ہَاوِیَۃٌ  ؕ﴿۹﴾‏  وَمَاۤ اَدۡرٰىکَ مَا ہِیَہۡ ﴿ؕ۱۰﴾ نَارٌ حَامِیَۃٌ ﴿۱۱﴾‏‎ ‎

અલ્લાહનાં નામથી શર કરૂં છું જે ઘણોજ દયાળુ અને કૃપાળુ છે.

તે ખડખડાવી નાખનારી વસ્તુ (કિયામત) (૧) કેવી છે તે ખડખડાવી નાખનારી વસ્તુ ? (૨) અને આપને શું ખબર કે તે ખડખડાવનારી વસ્તુ શું છે ? (૩) જે દિવસે લોકો ફેલાઈ પડેલા પતંગિયાના માફક (વિખેરાય) થઈ જશે (૪) અને પર્વતો પીંજેલા રંગીન ઊનની માફક (ઊડતા) થઈ જશે. (૫) ત્યાર પછી જે માણસના (નેકિઓનાં) પલ્લા ભારે હશે (૬) તો તે મનપસંદ ઐશો આરામમાં રહેશે (૭) અને જે માણસનાં પલ્લાં હલકાં હશે (૮) તો તેનું ઠેકાણું “હાવિયહ” (નામીદોઝખ) હશે. (૯) વળી, તમને કંઈ ખબર છે કે તે (હાવિયહ) શું વસ્તુ છે ? (૧૦) તે એક ધગધગતી આગ છે. (૧૧)

તફસીર

اَلۡقَارِعَۃُ  ۙ﴿۱﴾‏‎ ‎مَا الۡقَارِعَۃُ  ۚ﴿۲﴾‏‎ ‎وَمَاۤ اَدۡرٰىکَ مَا الۡقَارِعَۃُ  ؕ﴿۳﴾

તે ખડખડાવી નાખનારી વસ્તુ (કિયામત) (૧) કેવી છે તે ખડખડાવી નાખનારી વસ્તુ ? (૨) અને આપને શું ખબર કે તે ખડખડાવનારી વસ્તુ શું છે ? (૩)

આ સૂરતમાં અલ્લાહ તઆલાએ કયામતનાં દિવસે લોકોની અત્યંત લાચારી, લાચારી અને આશ્ચર્યનો નકશો ખેંચ્યો છે. કયામતનાં દિવસે લોકો હૈરાની અને પરેશાની નાં આલમમાં જેમ તેમ ભાગશે, કારણકે તેમનાં દિલોમાં હિસાબો કિતાબનો ઘણો વધારે ખૌફ હશે. બીજી આયતમાં અલ્લાહ તઆલા એ આ દિવસનો નકશો આ શબ્દોમાં બયાન કર્યો છેઃ

یَوۡمَ یَفِرُّ الۡمَرۡءُ مِنۡ اَخِیۡه ﴿ۙ٣٤﴾ وَاُمِّه وَاَبِیۡه ﴿ۙ۳۵﴾ وَصَاحِبَتِه وَبَنِیۡه ﴿ؕ٣٦﴾ لِکُلِّ امۡرِیًٔ مِّنۡہُمۡ یَوۡمَئِذٍ شَاۡنٌ یُّغۡنِیۡه ﴿ؕ۳۷﴾

જે દિવસે માણસ પોતાનો ભાઈ અને પોતાની માંથી અને પોતાનાં બાપથી અને પોતાની બીવીથી અને પોતાની ઔલાદથી ભાગશે. તે દિવસે તેઓમાંથી દરેકે દરેક પોતાનીજ એવી ફિકર હશે, જે તેને એક-બીજાથી બે તવજ્જુહ કરી દેશે.

یَوۡمَ یَکُوۡنُ النَّاسُ کَالۡفَرَاشِ الۡمَبۡثُوۡثِ  ۙ﴿۴﴾

જે દિવસે લોકો ફેલાઈ પડેલા પતંગિયાના માફક (વિખેરાય) થઈ જશે (૪)

આ આયતમાં અલ્લાહ તઆલાએ બયાન ફરમાવ્યુ છે કે કયામતનાં દિવસે લોકો કેટલા વધારે બેચેન અને પરેશાન હશે અને કેવી રીતે એક બીજાથી ભાગશે. અલ્લાહ તઆલા ફરમાવે છે કે તે દિવસે લોકો પતંગિયાનાં માફક થઈ જશે એટલે જેવી રીતે પતંગિયા પરેશાનીની હાલતમાં એમ તેમ ભાગે છે, એવીજ રીતે કયામતનાં દિવસે લોકો લાચાર એમથી તેમ ભાગશે, દરેકને પોતાની ચિંતા રહેશે અને કોઈ પણ કોઈની મદદ નહી કરશે.

وَتَکُوۡنُ الۡجِبَالُ کَالۡعِہۡنِ الۡمَنۡفُوۡشِ  ؕ﴿۵﴾

અને પર્વતો પીંજેલા રંગીન ઊનની માફક (ઊડતા) થઈ જશે. (૫)

દુનિયાનાં અંદર પહાડોની આ હાલત છે કે તે એકદમ મજબુત અને બળ (કુવ્વત) ની સાથે પોતાની જગ્યાએ ઊભા રહેલા છે, કોઈ વસ્તુ તેને પોતાની જગ્યાએથી નથી હલાવી શકતુ, પણ કયામતનાં દિવસે બઘા પહાડ ટુકડા ટુકડા થઈ જશે અને પીંજેલા ઊનની માફક હલકા ફુલકા થઈને હવામાં ઊડશે.

‏فَاَمَّا مَنۡ ثَقُلَتۡ مَوَازِیۡنُہٗ  ۙ﴿۶﴾‎ ‎فَہُوَ فِیۡ عِیۡشَۃٍ رَّاضِیَۃٍ  ؕ﴿۷﴾‏ ‎ وَاَمَّا مَنۡ خَفَّتۡ مَوَازِیۡنُہٗ  ۙ﴿۸﴾‏ ‎ ‎فَاُمُّہٗ ہَاوِیَۃٌ  ؕ﴿۹﴾‏  وَمَاۤ اَدۡرٰىکَ مَا ہِیَہۡ ﴿ؕ۱۰﴾ نَارٌ حَامِیَۃٌ ﴿۱۱﴾

ત્યાર પછી જે માણસના (નેકિઓનાં) પલ્લા ભારે હશે (૬) તો તે મનપસંદ ઐશો આરામમાં રહેશે (૭) અને જે માણસનાં પલ્લાં હલકાં હશે (૮) તો તેનું ઠેકાણું “હાવિયહ” (નામીદોઝખ) હશે. (૯) વળી, તમને કંઈ ખબર છે કે તે (હાવિયહ) શું વસ્તુ છે ? (૧૦) તે એક ધગધગતી આગ છે. (૧૧)

કયામતનાં દિવસે લોકોનાં સારા અને ખરાબ આમાલને તરાઝુ પર તોલવામાં આવશે. આયતે કરીમા અને હદીષોમાં ખબર પડે છે કે લોકોનાં આમાલને બે વખત તોલવામાં આવશે.

પેહલી વખતે મોમિનીનાં ઈમાનને તોલવામાં આવશે, જેથી કે મોમિનીન અને કાફિરોનાં દરમિયાન તફાવત અને ફરક થઈ જાય. બીજી વખત મોમિનીનનાં આમાલને તોલવામાં આવશે, જેથી કે મોમિનીનનાં સારા અને ખરાબ આમાલનાં દરમિયાન તફાવત અને ફરક થઈ જાય.

આ સૂરતમાં જે “આમાલનો વજન” (આમાલને તોલવા) નો તઝકિરો કરવામાં આવ્યો છે, તે “પેહલુ વજન” છે. કારણકે પેહલા વજનમાં ઈમાન વાળોઓનું તરાઝુ ભારી થઈ જશે અને કાફિરોનું તરાઝુ હલકુ થઈ જશે. એટલા માટે કે તેમની પાસે ઈમાનની દોલત નહી હશે.

હદીષ શરીફમાં ઘણાં બઘા એવા આમાલ બતાવવામાં આવ્યા છે જે કયામતનાં દિવસે અમલનાં તરાઝુને ભારી કરશે અને બે પનાહ અજરો ષવાબનાં હુસૂલનું કારણ બનશે. તેમાથી નીચે પાંચ આમાલ છેઃ

(૧) અમલમાં ઈખ્લાસઃ ઈખ્લાસ એક એવો અમલ છે જે નેક આમાલની કદરો કીમત અને તેનાં ષવાબને વધારે છે. આપણાં અંદર જેટલુ વધારે ઈખ્લાસ હશે, આપણું અમલનું તરાઝુ તેટલુ ભારી હશે અને તે હિસાબથી આપણને ષબાબ મળશે.

(૨) દરેક કામમાં સુન્નતની ઈત્તેબાઃ ઈત્તિબાએ સુન્નત નેક આમાલમાં હુસ્ન અને ખુબ સૂરતી પૈદા કરે છે. જેનાં કારણે કયામત નાં દિવસે અમલનો વજન ભારી હશે અને તેનો ષવાબ પણ વધારે હશે.

ધ્યાન રહે કે નેક આમાલનાં અંદર હુસન આમાલની વિપુલતા (વધારા) નાં કારણે પૈદા નથી થતુ, બલકે અમલનાં અંદર હુસન તે સમયે પૈદા થાય છે, જ્યારે તેને સુન્નતનાં અનુસાર કરવામાં આવે.

(૩) ખામોશી અને બિનજરૂરી વાતોથી બચવુઃ જ્યારે બંદો ખામોશ રહીને અલ્લાહ તઆલાની યાદમાં વ્યસ્ત રહે છે અને તે બીન જરૂરી કામોથી બચે છે, તો આ અમલ એવા છે જેનાં કારણે કયામતનાં દિવસે અમલનું તરાઝુ ભારી થશે.

(૪) અખલાકની સુંદરતાઃ લોકોની સાથે અદબો એહતેરામ અને સહનશિલતાથી પેશ આવવુ કયામતનાં દિવસે આપણાં અમલનાં તરાઝુને વજની બનાવશે.

(૫) કલામા “લા ઈલાહ ઈલ્લાહ” ની વિપુલતાઃ હદીષ શરીફમાં વારિદ છે કે જે શખ્સ લા ઈલાહ ઈલ્લાહને વધારે પ્રમાણમાં પઢે તો કયામતનાં દિવસે અમલનાં તરાઝુને ઘણું વજની બનાવી દેશે, આ શર્તની સાથે કે તે આ ઝિકરને ઈખલાસની સાથે પઢે.

આ અમલ ઘણાં મહત્તવપુર્ણ આમાલ છે. દરેક મોમીને તેનાં પર અમલ કરવુ જોઈએ. કારણકે તેનાં કારણે આપણી નેકિયો વધશે અને કયામતનાં દિવસે આપણાં પલળા ભારી થશે.

અહાદીષે મુબારકામાં અનેક કામોનાં વિશે બયાન કરવામાં આવ્યુ છે કે તે આપણા નેક આમાલની કદરો કીમતને ઘટાડી દે છે. દરેક મુસલમાનને જોઈએ કે તે બઘા આમાલ તથા કામોથી બચવુ જોઈએ, જે કયામતનાં દિવસે તેનાં અમલનાં તરાઝુને હલકો કરી દેશે. તે કામો માંથી કેટલાક કામો નીચે પ્રમાણે છેઃ

(૧) લોકોને કોઈપણ રીતે તકલીફ આપવુ અને તેમનાં પર જુલમ કરવુ.

હદીષ શરીફમાં વારિદ છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) સહાબએ કિરામ (રદિ.) થી સવાલ કર્યોઃ શું તમે જાણો છો કે મુફલિસ (ગરીબ) કોણ હોય છે? સહાબએ કિરામ (રદિ.) જવાબ આપ્યો કે અમે તેને મુફલિસ (ગરીબ) સમજીએ છીએ જેની પાસે ન દિરહમ હોય ન કોઈ માલો દૌલત હોય. રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે મારી ઉમ્મતનો મુફલિસ (ગરીબ) તે છે જે કયામતનાં દિવસે ઘણી બઘી નમાઝો, રોઝાવો અને ઝકાત લઈને આવશે અને સાથેજ તે આ પણ લાવશે કે તેણે કોઈને ગાળ આપી હશે અને કોઈને તોહમત (બદનામી) લગાવી હશે અને કોઈનાં પૈસા ખાઘા હશે, કોઈની હત્યા કરી હશે યા કોઈને માર્યુ હશે. તેથી તેને (મઝલૂમને) તેની નેકિયો માંથી આપવામાં આવશે. પછી જ્યારે તેની નેકિયો પૂરી થઈ જશે અને જે તેનાં પર હુકૂક (અધિકારો) હશે તે પૂરા થઈ જશે, તો તે મઝલૂમોનાં ગુનાહ તેનાં પર નાંખી દેવામાં આવશે અને તેને જહન્નમમાં ફેંકી દેવામાં આવશે. (મુસ્લિમ શરીફ)

(૨) રિયાકારી (લોકોને દેખડાવા માટે) અને શોહરતનાં (પ્રખ્યાત થવા માટે) માટે નેક કામ કરવુ (ઈખલાસનાં વગર નેક કામ કરવુ).

હદીષ શરીફમાં આવ્યુ છે કે કયામતનાં દિવસે જે ત્રણ લોકોને સૌથી પેહલા જહન્નમમાં નાંખવામાં આવશે તેમાંથી એક આલિમ હશે, જેણે આખી જીંદગી દીનની ખિદમત કરી હશે, બીજો માલદાર હશે જેણે ઘણો બઘો માલ અલ્લાહ તઆલાનાં રસ્તામાં ખર્ચ કર્યો હશે અને ત્રીજો મુજાહિદ હશે જેણે અલ્લાહ તઆલાનાં રસ્તામાં જીહાદ કર્યો હશે. પણ તે બઘાને ઊંઘા મોઢે જહન્નમમાં નાંખી દેવામાં આવશે, એટલા માટે કે તેઓએ આ બઘુ કામ ઈખલાસ વગર લોકોને દેખાડવા માટે કર્યુ હતુ. (મુસ્લિમ શરીફ)

એક બીજી હદીષ શરીફમાં છે કે જે વ્યક્તિએ લોકોને દેખાડવા માટે નમાઝ પઢી, રોઝા રાખ્યા યા ઝકાત આપી, તેણે શિર્ક કર્યુ (અલ્લાહ તઆલાની સાથે શરીક ઠેહરાવ્યુ) એવા માણસને તેનાં નેક અમલનો કોઈ ષવાબ નહીં મળશે. (અલ મોઅજમુલ કબીર)

એક બીજી હદીષ શરીફમાં વારિદ છે કે જે વ્યક્તિ રિયાકારી (લોકોને દેખડાવવા) નાં માટે સારૂ કામ કરે છે, કયામતનાં દિવસે અલ્લાહ તઆલા તેને ફરમાવશે કે મારો કોઈ શરીક નથી. પણ તમે નેક અમલમાં મારો શરીક ઠેહરાવ્યો, તેથી હું તમને કોઈ ષવાબ નહી આપીશ. તમે તે માણસ પાસે જાવો અને ષવાબ માંગી લો જેને દેખાડવા માટે તમે તે નેક અમલ કર્યો હતો. (સહીહ ઈબ્ને ખુઝયમા)

(૩) નશા વાળી વસ્તુને પીવુ યા હરામ વસ્તુને ખાવુ.

હદીષ શરીફમાં આવ્યુ છે કે જે માણસ હરામ ખાય છે યા નશા વાળી વસ્તુને પીયે છે, તેની દુઆ અને ઈબાદતો કબૂલ કરવામાં નથી આવતી. તેથી કયામતનાં દિવસે એવા વ્યક્તિને તેનાં નેક આમાલનો કોઈ ષવાબ મળશે નહી. પણ તે લોકોને છોડીને કે જેઓ ગુનાહોથી સાચી તૌબા કરી લે અને પોતાની જીંદગી સહી કરી લે.

(૪) નમાઝ છોડવુ.

નમાઝ છોડવાથી ઈન્સાનનાં નેક આમાલનો વજન ઘટી જાય છે, તેથી કયામતનાં દિવસે નમાઝ છોડવા વાળાને તેનાં નેક આમાલનો તે ષવાબ નહી મળશે, જેની તેણે આશા રાખી હશે.

(૫) ઝકાત ન આપવુ.

હદીષ શરીફમાં વારિદ છે કે જે વ્યક્તિ ઝકાત અદા કરતો નથી, તેને ઝકાત અદા ન કરવાનાં ગુનાહ વગર નમાઝનાં ષવાબથી પણ મહરૂમ કરી દેવામાં આવે છે. બીજા શબ્દોમાં એમ કેહવામાં આવે કે નમાઝની ફરઝિય્યત અદા થઈ જશે, પણ તેને કોઈ ષવાબ નહી મળશે.

તથા દરેક મુસલમાનને જોઈએ કે તે પોતાનાં આમાલની ફિકર કરે. કોઈપણ અમલને ચાહેતો તે સારો હોય યા ખરાબ મામૂલી ન સમજે. એટલા માટે કે તે ખરાબ અમલ જેને તે નાનો સમજે છે, તેની સજાનું કારણ બનશે, એવીજ રીતે જે નેક અમલને તે મામૂલી સમજી રહ્યો છે, તેજ નેક અમલ ઈખલાસ તથા લિલ્લાહિય્યત અને સુન્નતની ઈત્તેબાનાં કારણે અમલનાં મીઝાનને વજની બનાવી દેશે અને તેની નજાત તથા મગફિરત અને જન્નતમાં દાખલ થવાનો ઝરીઓ બની જશે.

Check Also

સૂરહ ઇખ્લાસની તફસીર

قُل هُوَ اللّٰهُ اَحَدٌ ‎﴿١﴾‏ اللّٰهُ الصَّمَدُ ‎﴿٢﴾‏ لَم يَلِدْ وَلَم يُوْلَد ‎﴿٣﴾‏ وَلَمْ يَكُن …