પ્રેમનો બગીચો (પ્રકરણ-૧૧)‎

بسم الله الرحمن الرحيم

શર્મો હયાની કમી – રોગચાળા (બિમારીઓ)નું મુખ્ય કારણ

અલ્લાહ તઆલાએ ફળોની ખૂબસૂરતી અને હિફાઝતનાં માટે “છાલ” બનાવી છે, જ્યારે “છાલ” ઊતરી જાય છે, તો ફળોની ખૂબસૂરતી ખતમ થઈ જાય છે અને તે સલામત નથી રેહતા. બલકે તે ઘણાં જલદી ખરાબ થઈ જાય છે અને તેનાં અંદર દુર્ગંઘ પૈદા થઈ જાય છે.

એવીજ રીતે અલ્લાહ સુબ્હાનહુ વતઆલાએ ઈન્સાનની ખૂબસૂરતીનાં માટે અને ઠંડી અને ગરમીથી બચવા માટે “કપડા” પૈદા કર્યા છે. જ્યાં સુઘી આ કપડા તેનાં શરીર પર રહે છે, ઈન્સાનની ખૂબસૂરતી બાકી રહે છે અને તે ઠંડી અને ગરમીથી સલામત રહે છે અને જ્યારે તેનાં કપડા ઉતરી જાય છે, તો તેની ઝાહીરી ખૂબસૂરતી ખતમ થઈ જાય છે અને તે ઠંડી અને ગરમીથી સલામત નહી રહી શકે.

જેવી રીતે અલ્લાહ તઆલાએ ઈન્સાનને ઝીનત અને તેનાં શરીરની હિફાઝતનાં માટે ઝાહિરી કપડા પૈદા ફરમાવ્યા છે, એવીજ રીતે ઈન્સાનની બાતિની (અંદરની) ખૂબસૂરતી અને તેની રૂહની હિફાઝતનાં માટે “રૂહાની કપડા” પણ પૈદા કર્યા છે. રૂહાની કપડા શું છે? રૂહાની કપડા “હયા” છે. કુર્આને કરીમમાં અલ્લાહ તઆલા ફરમાવે છેઃ

وَّجَعَلَ لَکُمۡ سَرَابِیۡلَ تَقِیۡکُمُ الۡحَرَّ وَ سَرَابِیۡلَ تَقِیۡکُمۡ بَاۡسَکُمۡ

અને તમારા માટે કુરતા બનાવી દીધા જે ગરમીમાં બચાવ છે અને કુરતા (બખ્તર) જે લડાઈમાં બચાવ છે.

یٰبَنِیۡۤ اٰدَمَ  قَدۡ اَنۡزَلۡنَا عَلَیۡکُمۡ  لِبَاسًا یُّوَارِیۡ سَوۡاٰتِکُمۡ وَ رِیۡشًا ؕ وَ لِبَاسُ التَّقۡوٰی ۙ ذٰلِکَ خَیۡرٌ

હે આદમની  અવલાદ ! અમે તમારા ઉપર પોશકા ઉતાર્યો જે તમારી શર્મગાહો ઢાંકે અને શણગારનાં કપડાં ઉતાર્યા અને પરહેઝગારીનો લિબાસ (પહેરવેશ) તે સૈથી ઉત્તમ છે.

નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસસલ્લમ) નો ઈરશાદે ગિરામી છે કે “હયા ઈમાનનો વિભાગ છે”. (બુખારી શરીફ) બીજી હદીષ શરીફ માં વારિદ છે કે “દરેક મઝહબમાં એક ઉલ્લેખનિય “ખલ્ક” છે અને ઈસ્લામમાં ઉલ્લેખનિય ખલ્ક હયા છે.” (ઈબ્ને માજા) આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે જ્યાર આપણે “હયા”ની વાત કરીએ છીએ ત્યારે સામાન્યા તૌર પર આપણાં ઝહનમાં આ વાત આવે છે કે “હયા” નો સંબંઘ કપડાથી છે એટલે આપણે કપડામાં શર્મો હયાનો ખ્યાલ રાખવો જોઈએ, જ્યારે કે હયાનો સંબંઘ માત્ર કપડાથી નથી (જોકે કપડામાં શર્મો હયાનો લિહાઝ ઘણો જરૂરી છે પણ શર્મો હયા કપડા સુઘી નથી), બલકે હયામાં આ પણ શામિલ છે કે ઈન્સાન અલ્લાહ તઆલાનાં અધિકારોની અદાયગી અને મખલુકની સાથે મામલા કરવામાં ઈસ્લામી આદાબ અને શરીઅતનાં તરીકાવો અને સિદ્ધાંતોનો લિહાઝ રાખે.

અગર આપણે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં મુબારક જીવનનો અભ્યાસ કરીએ, તો આપણને સારી રીતે ખબર પડી જાય કે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ઈબાદત, મુઆશરત (સમાજ), ખાવા-પીવા, સુવા અને લોકોની સાથેનાં વ્યવ્હારમાં શર્મ તથા હયાનાં જીવીત નમૂના હતા. અહિંયા સુઘી કે શારીરિક અને માનવિય જરૂરતોંને પૂરી કરવામાં પણ “હયા” નો ખ્યાલ રાખતા હતા અને ઝર્રા બરાબર હયાથી ગફલત નહી વરતતા હતા. તથા આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) આ વાતનો વિશેષ રૂપથી એહતેમામ ફરમાવ્યો કે સહાબએ કિરામ (રદિ.) નાં જીવનમાં “હયા” ની સિફત એવી રીતે સમાઈ જાય કે તે સંપૂર્ણ રીતે કાફિરોથી અલગ-થલગ થઈ જાય અને તેમનાં જીવનનો નકશો કાફિરોથી સંપૂર્ણ પણે અલગ રહે અને તેમનાં દરમિયાન જરાપણ મુશાબહત ન રહે.

નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પોતાનાં મુબારક જીવનનાં તમામ વિભાગોમાં જાતે પણ “હયા” નો ઘણો વધારે પ્રબંઘ ફરમાવ્યો અને સહાબએ કિરામ (રદિ.) ને પણ તેની તાકીદ ફરમાવી, એટલા માટે કે “હયા” એક ઢાલ છે, જે ઈન્સાનનાં ઈમાન અને અખલાકની હિફાઝત કરે છે. જ્યારે ઈન્સાનનાં અંદર આ હયાની સીફત પૈદા થઈ જાય છે, તો તે દરેક લોકોની સાથે ઈઝ્ઝત તથા એહતિરામ અને વકારની સાથે વર્તે છે.

એક વખત નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) સહાબએ કિરામ (રદિ.) ફરમાવ્યુ કે અલ્લાહ તઆલાથી હયા (શરમ) કરો, જેવી રીતે કે તેનાથી હયા કરવાનો હક છે. સહાબએ કિરામ (રદિ.) અરજ કર્યુઃ અલહમ્દુલિલ્લાહ ! અમે અલ્લાહ તઆલાથી શરમ કરીએ છીએ. આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુઃ અલ્લાહ તઆલાની સાથે હયા કરવાનો મતલબ તે નથી જે તમે સમજો છો, બલકે અલ્લાહ તઆલાથી હયા કરવાનો મતલબ આ છે કે તમે માથાની અને જે અંગોને માથાની સાથે ભેગા કર્યા છે, (દરેક વખતે ગુનાહોથી) તેની હિફાઝત કરો અને પેટની અને જે અંગોને પેટે સમેટ્યા છે, (દરેક વખતે ગુનાહોથી) તેની હિફાઝત કરો અને મૌત અને ફના થવાને હંમેશા યાદ કરો. જે વ્યક્તિ આખિરતને પોતાનો મકસદ બનાવે છે તે દુનિયાની ઝીનતથી મોઢુ ફેરવી લે છે. તેથી જે વ્યક્તીએ આ કામ કર્યુ, તેણે યકીનન અલ્લાહ તઆલાથી હયા કરી, જેવુ તેનાંથી હયા કરવાનો હક છે. (સુનને તિર્મીઝી) એક બીજી હદીષ શરીફ માં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) આગાહ ફરમાવ્યા છે કે એક એવો ખરાબ ઝમાનો આવશે કે તેમાં લોકોથી હયા ઉઠી જશે. આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) આ ઝમાનાનાં બારામાં ફરમાવ્યુ કે તેમાં ઈલ્મ વાળાઓની પૈરવી નહી કરવામાં આવશે અને સહનશિલ માણસથી હયા નહી કરવામાં આવશે. તે ઝમાનાનાં લોકોનાં  દિલ અજમિયો (અરબ ન હોય તેવા લોકો) નાં દિલ હશે અને તેવોની જબાનો અરબોની જબાનો હશે. (મજમઉજ જવાઈદ) આ હદીષ શરીફમાં ભવિષ્યવાણી કરવામાં આવી છે કે મુસલમાન ઈસ્લામી અખલાક તથા ઈકદાર પર બાકી નહી રહેશે અને કાફિરોની નકલ કરશે. આજકાલ આપણે ખુલ્લી આંખોથી જોઈ રહ્યા છે કે મુસલમાનોની ઝિંદગીઓમાંથી “હયા” નિકળી ચૂકી છે, જેનો નતીજો આ છે કે તેઓ વાત-ચીતો અને કામ-કાજોમાં ગૈરમુસ્લિમો નાં તરીકાવો અપનાવી રહ્યા છે અને વિભિન્ન પ્રકારની બેહયાઈયો અને બુરાઈયોમાં ફસાયેલા છે. જેવી રીતે ફોટા પાડવા-ફોટા બનાવવા, ટીવી જોવુ અને ઈનટરનેટનો ગલત કામોમાં ઈસ્તેમાલ કરવુ. હાલનાં જમાનામાં સ્માર્ટ ફોન આમ થઈ ચૂક્યો છે, જેનાં કારણે ગુનાહ કરવુ હજી વધારે આસાન થઈ ગયુ છે. આજ કારણ છે કે પૂરી દુનિયામાં બુરાઈયો આમ થઈ ચૂકી છે.

હકીકત આ છે કે જ્યારે ઈન્સાન થી હયા નિકળી જાય છે, તો તેનો દીન અને ઈમાન ખતરા માં પડી જાય છે. તે લોકોની સાથે અદબ તથા સન્માનની સાથે વર્તાવ નથી કરતો અને તેનાં અધિકારોની ફિકર નથી કરતો. બલકે માત્ર પોતાનો દુનયવી ફાયદો સામે રાખે છે. બે હયાઈ અને બુરાઈની જગ્યાઓ પર જાય છે, ખરાબ દોસ્તોની સાથે રહે છે, સંગીતો સાંભળે છે અને ઈન્ટરનેટ અને મોબાઈલ પર હરામ વસ્તુઓ જોય છે. આ બઘી બુરાઈયો માં ફસાવવાનું કારણ માત્ર આજ છે કે તેનાં જીવનમાં “હયા” બાકી નથી રહી.

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નો ઈરશાદ છે કે જ્યારે કોઈ કૌમ બુરાઈમાં ફસાય જાય છે, તો તેમાં તાઊન(રોગચાળો), વબા(બીમારીઓ) અને એવી બીમારીઓ ફેલાય જાય છે, જે પેહલાનાં જમાનાનાં લોકોમાં જોવામાં નહી મળી અને એવી મુસીબતો અને ફિત્નાઓ કે તે લોકોને હૈરાન અને પરેશાન કરી દેશે. નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) એવી હાલતમાં માત્ર એક ઉપાય બતાવ્યો છે અને તે આ છે કે લોકો અલ્લાહ તઆલાની સામે તૌબા કરે, આંસુ બહાવે અને ખૂબ દુઆ કરે, જેવી રીતે ડૂબવા વાળો દુઆ કરે છે.

અમે દુઆ કરીએ છીએ કે અલ્લાહ તઆલા બઘા મુસલમાનોનાં જીવનનાં દરેક કામોમાં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સુન્નતોં પર અમલ કરવાની અને અલ્લાહ તઆલાની તરફ રુજુઅ કરવાની તૌફીક અતા ફરમાવે. આમીન

 

Source: http://ihyaauddeen.co.za/?p=17011


Check Also

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની …