નિકાહની સુન્નતોં અને આદાબ – ૮

શૌહરનાં અધિકારો

(૧) બીવી (પત્ની) ને જોઈએ કે તે શૌહરનાં બઘા અધિકારો અદા કરે, બઘા જાઈઝ કામોમાં તેની ઈતાઅત તથા ફરમાંબરદારી કરે અને જ્યાંસુઘી થઈ શકે શૌહરની ખૂબ ખિદમત કરે. [૧]

(૨) બીવી (પત્ની) નાં ઝિમ્મે લાઝિમ છે કે તે શૌહરની ગૈરમૌજૂદગીમાં તેની મિલકીયતની વસ્તુઓ અને માલની હિફાઝત કરે અને બાળકોનો ખૂબ ખ્યાલ રાખે. નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમનો ઈરશાદ છે કે “ઔરતને જોઈએ કે શૌહરની ગૈરમૌજૂદગીમાં (ઉદાહરણભ તરીકે શૌહર સફરમાં હોય) પોતાની ઈઝ્ઝત તથા પાકદામની ની હિફાઝત કરે અને તેનાં માલની દેખભાલ કરે. [૨]

(૩) બીવી (પત્ની) પોતાનાં શૌહરનો માલ તેની રઝામંદીનાં વગર ખર્ચ ન કરે અને ન તેનો માલ એવી જગ્યામાં ખર્ચ કરે જ્યાં તેની ઈજાઝત ન હોય. અહીંયા સુઘી કે જરૂરી કામોંમાં પણ બીવી (પત્ની) ખર્ચ કરવામાં ઈસરાફ ન કરે. [૩]

(૪) બીવીને જોઈએ કે શરીઅતની હદમાં રહીને પોતાનાં શૌહરનાં મિજાઝનાં અનુસાર ઘરનાં મામલાત અને વ્યવ્સથાઓને સંભાળે.

(૫) શૌહરની ઈજાઝત વગર બીવી ઘરથી ન નિકળે અને ન તે લોકોથી મુલાકાત કરે, જે લોકોથી મુલાકાત કરવાનુ શૌહરને નાપસંદ હોય અને ન એવી જગ્યાએ જાય જ્યાં જવુ શૌહરને પસંદ ન હોય. એવીજ રીતે તે કોઈને પણ પોતનાં ઘરમાં દાખલ ન થવા દે, જેની શૌહર ઈજાઝત ન આપે. [૪]

(૬) બીવીને જોઈએ કે મામૂલી વાતોં પર નારાજ ન થાય, કારણકે તેનું એક-બીજાનાં સાથેનાં તાલ્લુક અને લગ્ન જીવન પર ખરાબ અષર પડશે.

(૭) જ્યારે શૌહર તેની સાથે હોય (એટલે સફર પર નિકળ્યો ન હોય), તો બીવી શૌહરની ઈજાઝત વગર નફલી રોઝા ન રાખે. નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નું ફરમાન છે કે કોઈ ઔરત પોતાનાં શૌહરની ઈજાઝત વગર નફલી રોઝા ન રાખે. [૫]

(૮) બીવીને જોઈએ કે પોતાના શૌહરની જીન્સી જરૂરતને પૂરી કરે અને જ્યારે તે પોતાની ખ્વાહિશને પૂરી કરવા માટે બોલાવે, તો શરઈ ઉઝર (હૈઝ, નિફાસ અને બીમારી) નાં વગર ઈન્કાર ન કરે. નબીએ કરીમ (સલ્લાહુ અલયહિ વસલ્લમ) નો ફરમાન છે કે “જ્યારે શૌહર પોતાની બીવીને પોતાની ખ્વાહિશ પૂરી કરવા માટે બોલાવે છે અને તે ઈન્કાર કરી રહી છે (અને શૌહર નારાઝગીની હાલતમાં રાત ગુજારે છે), તો ફરિશ્તાઓ સવાર સુધી તેના પર (બીવી પર) લાનત મોકલતા રહે છે.” [૬]

(૯) બીવીનાં માટે જરૂરી છે કે બઘા નામહરમોંથી પરદાનો એહતેમામ કરે અને દરેક સમયે પોતાની ઈફ્ફત તથા પાકદામની અને શરમગાહોની હિફાઝત કરે. રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો ઈરશાદ છે કે ”જ્યારે ઔરત નમાઝની પાંબદી કરે, રમઝાનુલ મુબારક રોઝો રાખે, પોતાની શરમગાહોની હિફાઝત કરે અને પોતાનાં શૌહરની ફરમાં બરદારી કરે, તો તે જે દરવાજાથી ચાહે, જન્નતમા દાખલ થઈ શકે છે.” [૭]

(૧૦) બીવીને જોઈએ કે પોતાનાં શૌહરનાં વાલિદૈન (સાસ, સસુર) અને ખાનદાનનાં બીજા લોકો સાથે સારો સંબંઘ રાખે અને તેમની કોતાહિયોને નજર અંદાજ કરે.


[૧] عن أبي هريرة عن النبي صلى الله عليه وسلم قال: لو كنت آمرا أحدا أن يسجد لأحد لأمرت المرأة أن تسجد لزوجها (سنن الترمذي، الرقم: ۱۱۵۹، وقال: حديث أبي هريرة حديث حسن غريب)

[૨] سنن ابن ماجة، الرقم: ۱۸۵۷، المعجم الكبير للطبراني، الرقم: ۷۸۸۱، وسنده ضعيف لكن له شواهد تدل على أن له أصلا كما في كشف الخفاء، الرقم: ۲۱۸۸)

[૩] عن أبي أمامة الباهلي قال: سمعت رسول الله صلى الله عليه وسلم في خطبته عام حجة الوداع يقول: لا تنفق امرأة شيئا من بيت زوجها إلا بإذن زوجها قيل: يا رسول الله ولا الطعام قال: ذاك أفضل أموالنا (سنن الترمذي، الرقم: ٦۷٠، وقال: حديث أبي أمامة حديث حسن)

[૪] (قوله لا تخرج المرأة من بيت زوجها) كتب الشيخ الشلبي – رحمه الله – هنا ملحقا ما نصه بغير إذنه (تبيين الحقائق ۵/۲٠۸)

عن سليمان بن عمرو بن الأحوص قال حدثني أبي أنه شهد حجة الوداع مع رسول الله صلى الله عليه وسلم فحمد الله وأثنى عليه وذكر ووعظ فذكر في الحديث قصة فقال: ألا واستوصوا بالنساء خيرا فإنما هن عوان عندكم ليس تملكون منهن شيئا غير ذلك إلا أن يأتين بفاحشة مبينة فإن فعلن فاهجروهن في المضاجع واضربوهن ضربا غير مبرح فإن أطعنكم فلا تبغوا عليهن سبيلا ألا إن لكم على نسائكم حقا ولنسائكم عليكم حقا فأما حقكم على نسائكم فلا يوطئن فرشكم من تكرهون ولا يأذن في بيوتكم لمن تكرهون ألا وحقهن عليكم أن تحسنوا إليهن في كسوتهن وطعامهن (سنن الترمذي: الرقم، ۱۱٦۳، و قال: هذا حديث حسن صحيح)

[૫] صحيح البخاري، الرقم: ۵۱۹۲

[૬] صحيح البخاري، الرقم: ۵۱۹۳

[૭] المعجم الأوسط للطبراني، الرقم: ۸۸٠۵، وقال الهيثمي في مجمع الزوائد ٤/۵٦۲: وفيه ابن لهيعة وحديثه حسن وسعيد بن عفير لم أعرفه وبقية رجاله رجال الصحيح

Check Also

રમઝાન મહીનાની સુન્નતોં અને આદાબ – ૧

(૧) રમઝાનથી પહેલાજ રમઝાનની તૈયારી શરૂ કરી દે. કેટલાક બુઝુર્ગાને દીન રમઝાનની તૈયારી રમઝાનનાં છ મહીના પેહલાથી શરૂ ફરમાવી દેતા હતા...