ગુસલની સુન્નતો અને આદાબ-૬

ગુસલ કરવાનાં મસ્નૂન મોકાવો

ઘણાં બઘા મૌકાવો પર ગુસલ કરવુ સુન્નત છે. તેમાંથી અમૂક મૌકાવો નીચે પ્રમાણે છેઃ

(૧) જુમ્આનાં દિવસે. [૧]

عن عبد الله بن عمر رضي الله عنهما أن رسول الله صلى الله عليه وسلم قال إذا جاء أحدكم الجمعة فليغتسل (صحيح البخاري، الرقم: ۸۷۷)

હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જ્યારે તમારામાંથી કોઈ જુમ્આનાં માટે આવે, તો તે ગુસલ કરે (એટલે આવવા પેહલા ગુસલ કરે).

(૨) ઈદુલ ફિત્ર અને ઈદુલ અદહાનાં દિવસે. [૧]

عن ابن عباس رضي الله عنهما قال كان رسول الله صلى الله عليه وسلم يغتسل يوم الفطر ويوم الأضحى (سنن ابن ماجة، الرقم: ۱۳۱۵) [૨]

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) થી રિવાયત છે કે “રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ઈદુલ ફિત્ર અને ઈદુલ અદહાનાં દિવસે ગુસલ ફરમાવતા હતા.”

(૩) અરફાનાં દિવસે. [૧]

عن زاذان قال سأل رجل عليا عن الغسل قال اغتسل كل يوم إن شئت فقال الغسل الذي هو الغسل قال يوم الجمعة ويوم عرفة ويوم النحر ويوم الفطر (مسند الشافعي على ترتيب السندي، الرقم: ۱۱٤) [૩]

હઝરત ઝાઝાન (રહ.) રિવાયત છે કે એક વ્યક્તિએ હઝરત અલી (રદિ.) થી ગુસલનાં વિષે પૂછ્યુ (કે ક્યારે ગુસલ કરવામાં આવે), તો હઝરત અલી (રદિ.) જવાબ આપ્યો કે અગર તમે ચાહો, તો દરરોજ ગુસલ કરો. તે માણસે અરજ કર્યુ કે હું તે ગુસલનાં વિષે સવાલ કરી રહ્યો છું જે ઘણું જરૂરી છે, તો હઝરત અલી (રદિ.) ફરમાવ્યુઃ જુમ્આનાં દિવસે, અરફાનાં દિવસે, ઈદુલ અદહા અને ઈદુલ ફિત્રનાં દિવસે (આ દિવસોમાં ગુસલ કરવુ જરૂરી છે).

(૪) એહરામ બાંઘવાથી પેહલા. [૧]

عن خارجة بن زيد بن ثابت عن أبيه أنه رأى النبي صلى الله عليه وسلم تجرد لإهلاله واغتسل (سنن الترمذي، الرقم: ۸۳٠) [૪]

હઝરત ઝૈદ બિન ષાબિત (રદિ.) થી મરવી છે કે “તેવણે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને જોયા કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) એહરામ બાંઘવાથી પેહલા પોતાનાં કપડા ઉતાર્યા અને પછી ગુસલ ફરમાવ્યુ.”

નોટઃ- નિમ્નલિખિત મોકાવો પર ગુસલ કરવુ સુન્નત છે. તેનાં વગર ફુકહાએ કિરામે અમૂક એવા મોકાવો વર્ણન ફરમાવ્યા છે, જ્યાં ગુસલ કરવુ મુસ્તહબ છેઃ

(૧) મક્કા મુકર્મામાં દાખલ થવા પેહલા ગુસલ કરવુ મુસ્તહબ છે. [૫]

(૨) તે માણસનાં માટે જેણે પાકીની હાલતમાં ઈસ્લામ કબૂલ કર્યો હોય, તો તેનાં માટે ગુસલ કરવુ મુસ્તહબ છે. [૬]

(૩) પછના (હિજામો) કરાવ્યા બાદ ગુસલ કરવુ મુસ્તહબ છે. [૭]


[૧] (وسن رسول الله صلى الله عليه وسلم الغسل للجمعة والعيدين وعرفة والإحرام) نص على السنية (الهداية ۱/۲٠)

[૨] قال البوصيري في الزوائد (۱/٤۱۷): هذا إسناد فيه جبارة وهو ضعيف وحجاج بن تميم ضعيف أيضا

لهذا الحديث شاهد من حديث عبد الله بن عمر: مالك عن نافع أن عبد الله بن عمر كان يغتسل يوم الفطر قبل أن يغدو إلى المصلى (الموطأ للإمام مالك، الرقم: ٦٠۹)

وكذا له شاهد من حديث زاذان قال سأل رجل عليا عن الغسل قال اغتسل كل يوم إن شئت فقال الغسل الذي هو الغسل قال يوم الجمعة ويوم عرفة ويوم النحر ويوم الفطر (مسند الشافعي على ترتيب السندي، الرقم: ۱۱٤)

[૩]  عن زاذان قال سألت عليا رضي الله عنه عن الغسل فقال اغتسل إذا شئت فقلت إنما أسألك عن الغسل الذي هو الغسل قال يوم الجمعة ويوم عرفة ويوم الفطر ويوم الأضحى (شرح معاني الآثار للطحاوي، الرقم: ۷۲٤)

[૪]  قال أبو عيسى: هذا حديث حسن غريب

عن ابن عمر قال من السنة أن يغتسل الرجل إذا أراد أن يحرم رواه البزار والطبراني في الكبير إلا أنه قال عند إحرامه وعند دخول مكة ورجال البزار ثقات كلهم (مجمع الزوائد، الرقم: ۵۳۲۳)

[૫] (كما يجب على من أسلم جنبا أو حائضا) … (وإلا) بأن أسلم طاهرا أو بلغ بالسن (فمندوب) … (وندب لمجنون أفاق) … (وعند حجامة وفي ليلة براءة) … و (عند دخول مكة لطواف الزيارة ولصلاة كسوف) (الدر المختار ۱/۱٦۷-۱٦۹)

[૬] عن أبي هريرة قال بعث النبي صلى الله عليه وسلم خيلا قبل نجد فجاءت برجل من بني حنيفة يقال له ثمامة بن أثال فربطوه بسارية من سواري المسجد فخرج إليه النبي صلى الله عليه وسلم فقال أطلقوا ثمامة فانطلق إلى نخل قريب من المسجد فاغتسل ثم دخل المسجد فقال أشهد أن لا إله إلا الله وأن محمدا رسول الله (صحيح البخاري، الرقم: ٤٦۲)

[૭] حدثنا وكيع عن الأعمش عن مجاهد عن عبد الله بن عمرو قال اغتسل من الحجامة (المصنف لابن أبي شيبة، الرقم:٤۸٠)

حدثنا المحاربي عن ليث عن مجاهد عن علي في الرجل يحتجم أو يحلق عانته أو ينتف إبطيه قال يغتسل (المصنف لابن أبي شيبة، الرقم: ٤۸۲)

حدثنا عبيد الله قال أخبرنا إسرائيل عن أبي إسحاق عن سعيد بن جبير عن ابن عباس قال إذا احتجم الرجل فليغتسل ولم يره واجبا (المصنف لابن أبي شيبة، الرقم:٤۸٤)

Check Also

રમઝાન મહીનાની સુન્નતોં અને આદાબ – ૧

(૧) રમઝાનથી પહેલાજ રમઝાનની તૈયારી શરૂ કરી દે. કેટલાક બુઝુર્ગાને દીન રમઝાનની તૈયારી રમઝાનનાં છ મહીના પેહલાથી શરૂ ફરમાવી દેતા હતા...