નિકાહની સુન્નતોં અને આદાબ – ૭

બિવી (પત્ની) નાં અધિકારો

(૧) શરીઅતમાં શૌહર(પતી)નાં શિરે બિવી(પત્ની)નો નફકો(ખર્ચો) વાજીબ છે. નફકો(ખર્ચો) થી મુરાદ આ છે કે શૌહર પોતાની માલી હૈસિયત(સ્થિતી)નાં અનુસાર પોતાની બિવી(પત્ની)નાં માટે આવાસ, ખાવા-પિવા અને કપડાની વ્યવ્સથા કરે. તથા તેની બીજી જરૂરતો પૂરી કરે.[૧]

(૨) શૌહરનાં માટે બેહતર આ છે કે તે પોતાની બિવી(પત્ની) ને નફકો(ખર્ચા)નાં વગર પણ દરેક મહીને થોડા પૈસા આપે, જેથી તે તેનાંથી જે પણ ચાહે, પોતાનાં માટે ખરીદી સકે.

(૩) અગર શૌહર પોતાની બિવી(પત્ની) માટે અલગ મકાનની વ્યવસ્થા કરવાની કુદરત રાખતો હોય ભલે તે મકાન ખરીદવાની કુદરત રાખતો હોય અથવા તે ભાડેથી લઈ શકતો હોય, તો બન્ને સૂરતોમાં બેહતર આ છે કે તે અલગ મકાનની વ્યવસ્થા કરે. અલબત્તા અગર તેની એટલી ક્ષમતા ન હોય કે તે અલગ મકાનની વ્યવસ્થા કરી શકે, તો તેનાં માટે જરૂરી છે કે તે પોતાની બિવી(પત્ની) માટે માં-બાપનાં ઘરમાં અલગ કમરાની વ્યવસ્થા કરે, જ્યાં તે પોતાની વ્યક્તિગત વસ્તુઓ રાખી શકે અને શૌહરની સાથે એકાંતમાં સમય પસાર કરી શકે. બિવી(પત્ની)નાં કમરામાં ઘરનાં બીજા લોકો તેની ઈજાઝત વગર દાખલ ન થવુ જોઈએ.[૨]

(૪) શૌહરને જોઈએ કે તે પોતાની બીવી(પત્ની)નો લિહાઝ કરે અને તેની લાગણીઓનો ખ્યાલ રાખે, દરેક કામોંમાં તેનાં દિલને ખુશ રાખવાની કોશિશ કરે (તે સિવાય કે તે શૌહરથી કોઈ એવી વસ્તુની માંગણી કરે જે શરીઅતનાં વિરુદ્ઘ હોય, તો શૌહર કદાપી તેને પૂરી ન કરે). જ્યારે કે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો ઈરશાદે ગિરામી છે કે “તમારામાંથી શ્રેષ્ઠ લોકો તે છે જે પોતોની બિવીઓ(પત્નીઓ) ની સાથે સારી વર્તણૂક કરે અને હું પોતાની બિવીઓની સાથે સૌથી સારી વર્તણૂક કરૂ છું.” [૩]

(૫) શૌહર(પતી)  માત્ર પોતાનો ફર્ઝ નિભાવવા અને જવાબદારીઓ અદા કરવા પર સંતોષ ન કરે, બલકિ તે પોતાની બિવીની સાથે વધારે પ્યાર, મોહબ્બત અને કરૂણા, પ્રેમની સાથે પેશ આવે. આજ સુન્નતની રૂહ છે અને તેમાં સુખી લગ્ન જીવનનો રાઝ છુપાયેલો છે.

(૬) શૌહર જે પણ માલ પોતાની બીવી અને ઘરવાળાઓ પર ખર્ચ કરે, તે તેનાં માટે સદકાનો ઝરીઓ થશે (એટલે તેને સદકાનો ષવાબ મળશે). નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નો ઈરશાદે ગિરામી છે કે “ઘરવાળાઓ પર માલ ખર્ચ કરવુ સદકો છે (એટલે સદકાનાં ષવાબનો ઝરિઓ છે).” એક બીજી હદીષ શરીફમાં વારિદ છે કે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “આદમીનો સૌથી બેહતરીન માલ તે છે, જે તે પોતાનાં ઘરવાળાઓ પર ખર્ચ કરે છે.” આ હદીષોથી ખબર પડે છે કે શૌહરને જોઈએ કે શરીઅતની હદમા રહીને પોતાનાં ઘરવાળાઓ પર ખુલ્લા દીલથી અને સખાવતથી ખર્ચ કરે.

(૭) શૌહરને જોઈએ કે તે પોતાની બીવીને દીનનાં અહકામ સીખાવે અને તેને ઈસ્લામી તાલીમાત અને આદાબથી સજાવવાની વ્યવસ્થા કરે (સહી અકાઈદ, નેક આઅમાલ, સામાજીક રીતભાત, સફાઈ-સુથરાઈ, પાકી, નાપાકી અને સારા અખલાક વગૈરહ), કારણકે અગર બીવીનાં અંદર ઊપર જણાવેલ અખલાક અને આદાબ હશે, તો તે બાળકોને શિખવાડશે અને બાળકો સીઘો રસ્તો ચલાવશે. બીજી તરફ શૌહર એ પણ જુવે કે જે સારા અને નેક અવસાફ(ગુણો) તેની બીવીમાં છે અને તે સારા અને નેક અવસાફ(ગુણો) તેનાં અંદર નથી, તો તેને જોઈએ કે તે નેક અવસાફને પોતાના જીવનમાં લાવવાની કોશિશ કરે. આવી રીતે શૌહર,બીવી દીની કામોમાં એક બીજાને મદદરૂપ બની શકશે.

(૮) શૌહરને જોઈએ કે તે પોતાની બીવીની સાથે સંસ્કૃતિ અને શિષ્ટાચારથી વાત-ચીત કરે અને માન-સન્માનની સાથે પેશ આવે. બીવી ભૂલો અને કમઝોરીઓને નજરઅંદાજ કરે(ભૂલી જાય) અને નાની-નાની વાતો પર ગુસ્સે ન થાય. હંમેશા સારુ વર્તનની સાથે મામલો કરો ભલે બીવી ની સાથે હોય અથવા ઘરનાં બીજા સદસ્યોની સાથે. અગર શૌહર ઊપર જણાવેલ વાતોનો ખ્યાલ રાખશે, તો બીવી દીલની ગેહરાઈથી પોતાનાં શૌહરની કદર કરશે અને તેઓની દરમિયાન પ્યાર તથા મોહબ્બત પૈદા થશે. નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો ફરમાન છે કે સૌથી સંપૂર્ણ ઈમાન વાળો તે છે, જેનાં અખલાક(સ્વભાવ) સારા હોય અને તમારામાંથી બેહતરીન તે છે, જે પોતાની બીવીઓની સાથે સારો વર્તાવ કરે છે. [૪]

(૯) શૌહરને જોઈએ કે તે પોતાની બીવીનાં વાલિદ (સાસુ, સસરા) અને બીજા સગા-સંબંઘિની સાથે સારો વર્તાવ કરે અને તેમની ખામિઓને નજર અંદાજ કરે.


[] (وقيل) قائله الكرخي (يعتبر حاله) أي الزوج في اليسار والإعسار (فقط) أي لا يعتبر حالها وهو قول الشافعي قال صاحب البدائع وهو الصحيح قال صاحب المبسوط المعتبر حاله في اليسار والإعسار في ظاهر الرواية (مجمع الأنهر ۱/٤۸۷)

وظاهر الرواية اعتبار حاله فقط وبه قال جمع كثير من المشايخ ونص عليه محمد وفي التحفة والبدائع أنه الصحيح (رد المحتار ۳/۵۷٤)

[૨] (والسكنى في بيت خال عن أهله وأهلها) أي تجب لها السكنى في بيت ليس فيه أحد من أهله ولا من أهلها إلا أن يختارا ذلك لأن السكنى حقها إذ هي من كفايتها فتجب لها كالنفقة (تبيين الحقائق ۳/۵۸)

[૩] سنن الترمذي، الرقم: ۳۸۹۵، وقال: هذا حديث حسن صحيح

[૪] سنن الترمذي، الرقم: ۱۱٦۲، وقال: هذا حديث حسن صحيح

Check Also

રમઝાન મહીનાની સુન્નતોં અને આદાબ – ૧

(૧) રમઝાનથી પહેલાજ રમઝાનની તૈયારી શરૂ કરી દે. કેટલાક બુઝુર્ગાને દીન રમઝાનની તૈયારી રમઝાનનાં છ મહીના પેહલાથી શરૂ ફરમાવી દેતા હતા...