પ્રેમનો બગીચો (પ્રકરણ-૯)

بسم الله الرحمن الرحيم

અલ્લાહ તઆલા અને મખલૂક ની અમાનત અદા કરવાની મહત્તવતા

જાહીલિયતનો જમાનો અને ઈસ્લામની શરૂઆતમાં ઊષમાન બિન તલ્હા ખાનએ કઅબાની ચાવીનાં જવાબદાર હતા. એમનો નિયમ (મામૂલ) હતો કે તે દર અઠવાડિયે સોમવાર અને જુમેરાતનાં દિવસે ખાનએ કઅબાનો દરવાજો ખોલતા હતા, જેથી કે લોકો તેનાં અંદર દાખલ થાય અને ઈબાદત કરે.

હિજરતથી પેહલાનો વાકિઓ છએ કે એક દિવસે મક્કાનાં લોકો બયતુલ્લાહમાં દાખલ થઈ રહ્યા હતા, તો નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પણ તેમાં દાખલ થવાનો ઈરાદો ફરમાવ્યો, પરંતુ ઊષ્માન બિન તલ્હાએ આપને રોકી દીઘા અને આપને બુરુ ભલુ કહ્યુ.

આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) તેનાં ખરાબ વાક્યો અને ખરાબ વર્તન પર સબર કર્યો પછી તેને કહ્યુઃ એક દિવસ એવો આવશે કે આ ચાવી મારા હાથમાં હશે અને હું જેને ચાહિશ આ ચાવી આપીશ. ઊષ્માન બિન તલ્હાએ જવાબ આપ્યોઃ તે દિવસે કુરૈશ હલાકો બરબાદ થઈ જશે અને તે દિવસે કુરૈશની ઘણી ઝિલ્લતનો દિવસ હશે. નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુઃ નહીં, બલકે તે દિવસે કુરૈશ ઈઝ્ઝતવાન અને બામુરાદ થશે. ઊષ્માન બિન તલ્હા કહે છે કે મારા દિલમાં તેમની વાત બેસી ગઈ અને આ વાતનો યકીન થઈ ગયો કે જે કંઈ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) કહ્યુ છે તે એકને એક દિવસે જરૂર થઈને રહેશે.

પછી અલ્લાહ તબારક વ તઆલાનાં હુકમથી રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અને સહાબએ કિરામ (રદિ.) હિજરત કરીને મદીના મુનવ્વરા તશરીફ લઈ ગયા. ત્યારબાદ અમૂક વર્ષો સુઘી મુસલમાનોં અને કુરૈશનાં દરમિયાન સખત લડાઈયો થતી રહી.

તેનાં દૌરાન એક દિવસે ઊષ્માન બિન તલ્હાનાં દિલમાં ઈસ્લામ કબૂલ કરવાનો ખ્યાલ પૈદા થયો, જેથી તેવણે સન ૭ હિજરીમાં મદીના મુનવ્વરા તરફ ગયા જેથીકે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં હાથ પર ઈસ્લામ કબૂલ કરે.

આગલા વર્ષે એટલે સન ૮ હિજરીમાં જ્યારે મક્કા મુકર્રમા જીત્યા, તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઊષમાન બિન તલ્હા ને હુકમ કર્યો કે તે જઈને ખાનએ કઅબા ની ચાવી લઈને આવે, કારણકે તેવણનાં પરિવારનાં લોકોની પાસે ખાનએ કઅબાની ચાવી રેહતી હતી.

જ્યારે ઊષ્માન બિન તલ્હા (રદિ.) ચાવી લઈણે હાજર થયા, તો રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ખાનએ કઅબાનો દરવાજો ખોલ્યો અને તેનાં અંદર તશરીફ લઈ ગયા અને અલ્લાહ તઆલાની ઈબાદત કરી. જ્યારે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) બહાર નિકળ્યા, તો હઝરત અબ્બાસ અને હઝરત અલી (રદિ.) ખ્વાહિશ જાહેર કરી કે તેઓને બયતુલ્લાહની ચાવી આપવામાં આવે.

પરંતુ બયતુલ્લાહનાં અંદર હતા અને આ આયતે કરીમા આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર નાઝિલ થઈ ” اِنَّ اللّٰہَ یَاۡمُرُکُمۡ اَنۡ تُؤَدُّوا الۡاَمٰنٰتِ اِلٰۤی اَہۡلِہَا “ (બેશક અલ્લાહ તઆલા તમને આ વાતનો હુકમ આપતા છે કે અમાનતો તેના અહલને આપી દો) જેમાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને આ હુકમ આપવામાં આવ્યો હતો કે ખાનએ કાબાની ચાવી ઊષ્માન બિન તલ્હા અને તેમનાં પરિવાર વાળાઓને હવાલે કરી દેવામાં આવે.

તેથી રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) બયતુલ્લાહની ચાવી ઊષ્માન બિન તલ્હા (રદિ.) ને સોંપી દીઘી અને એમને ફરમાવ્યુ કે આ ચાવી હંમેશા તમારા પરિવારમાં રહેશે. તમારાથી આ ચાવી જાલિમનાં વગર કોઈ નહીં છિનવશે.

જ્યારે  ઊષ્માન બિન તલ્હા (રદિ.) ચાવી લઈને પાછા જવા લાગ્યા, તો રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) એમને બોલાવ્યા અને ફરમાવ્યુ કે શું મેં તમને નહી કહ્યુ હતુ કે એક દિવસે આ ચાવી મારા હાથમાં હશે અને હું જેને ચાહિશ આપી દઈશ. ઊષ્માન બિન તલ્હા (રદિ.) ફરમાવે છે કે મને આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની આ વાત યાદ આવી ગઈ, તો મેં (ઊષમાન બિન તલ્હા) જવાબ આપ્યોઃ આપે જરૂર ફરમાવ્યુ હતુ. હું ગવાહી આપુ છું કે આપ અલ્લાહ તઆલાનાં રસૂલ છો.

ઊપરની આયતથી સાફ તૌર પર ખબર પડી રહી છે કે દરેક માણસ પર લાઝિમ છે કે જે અમાનત તેની પાસે છે તેને તેનાં હકદારને પહોંચાડી દે. તથા મુબારક હદીષોમાં પણ આ વાતની તાકીદ આવી છે કે “જેની પાસે લોકોની અમાનતો છે તેઓને જોઈએ કે તે બઘી અમાનતો તેમનાં અહલને પહોંચાડે.”

અહિંયા આ સમજવુ ઘણુ જરૂરી છે કે અમાનતની અદાયગીથી સંબંઘિત માત્ર માલથી નથી છે, બલકે તેનાં અંદર દરેક પ્રકારની જવાબદારીઓ શામિલ છે. ઈમામ, મોઅઝ્ઝિન, મુતવલ્લી, ઊસ્તાદ, શાગિર્દ, માલિક, મઝદૂર, વેચવા વાળા, ખરિદવા વાળા, શોહર, બિવી, વાલિદૈન, છોકરાઓ, પડોશી અને સાથીઓ આ બઘા લોકોનાં ઝિમ્મે અમૂક અમાનતો અને અધિકારો(હુકૂક) છે. જે અલ્લાહ તઆલા અને મખલૂકથી સંબંધિત છે અને આ બઘી અમાનતોમાંથી સૌથી મોટી અમાનત “દીન” ની અમાનત છએ. જે બઘી અમાનતોને શામિલ છે. કયામતનાં દિવસે આપણાં બઘાથી તે બઘી અમાનતોનાં વિશે સવાલ કરવામાં આવશે.

અલ્લાહ સુબ્હાનહુ  વ તઆલા આપણે બઘાને શરીઅતનાં અનુસાર બઘી અમાનતો અદા કરવાની તૌફીક અતા ફરમાવે. આમીન યા રબ્બલ આલમીન

Source: http://ihyaauddeen.co.za/?p=16706


Check Also

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની …