ગુસલની સુન્નતો અને આદાબ-૨

ગુસલ કરવાનો મસ્નૂન તરીકો

(૧) ગુસલની શરૂઆતમાં બન્નેવ હાથોને ગટ્ટોની સાથએ ધોવુ.[૧]

عن عائشة زوج النبي صلى الله عليه وسلم أن النبي صلى الله عليه وسلم كان إذا اغتسل من الجنابة بدأ فغسل يديه  (صحيح البخاري، الرقم: ۲٤۸)

નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની ઝવજા (બિવી) હઝરત આંઈશા (રદિ.) થી રિવાયત છે કે “જ્યારે નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) જનાબતનું ગુસલ ફરમાવતા, તો પેહલા પોતાનાં બન્નેવ હાથોને ધોતા.”

(૨) ડાબા હાથથી શરમગાહને ઘોવુ. હાથો અને શરમગાહોને ઘોવુ જોઈએ, ચાહે તેનાં પર ગંદગી લાગી હોય અથવા ન લાગી હોય.[૨]

عن ابن عباس قال قالت ميمونة وضعت للنبي صلى الله عليه وسلم ماء للغسل فغسل يديه مرتين أو ثلاثا ثم أفرغ على شماله فغسل مذاكيره (صحيح البخاري، الرقم: ۲۵۷)

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) થી રિવાયત છે કે હઝરત મૈમૂના (રદિ.) ફરમાવ્યુ કે “હું રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં માટે ગુસલનું પાણી મુક્યુ. તો આપે (તે પાણીથી) પોતાનાં બન્નેવ હાથોને બે અથવા ત્રણ વખત ધોયા પછી આપે પોતાના ડાબા હાથ પર પાણી નાંખ્યુ અને (પોતાનાં ડીબા હાથથી) પોતાની શરમગાહને ઘોઈ.”

(૩) શરીરનાં દરેક તે ભાગને ધોવુ જ્યાં નજાસત લાગી હોય. [૩]

(૪) સંપૂર્ણ વુઝૂ કરવુ. અલબત્તા અગર કોઈ એવી જગ્યાએ ગુસલ કરી રહ્યા હોય, જ્યાં ગુસલનું પાણી ભેગુ થતુ હોય અને પાણીનાં નિકળવાનો કોઈ રસ્તો ન હોય, તો તે પગને પછીથી ઘોએ એટલે ગુસલથી ફારિગ થઈને, તે જગ્યાથી હટી જાય પછી પોતાનાં પગને ઘોએ. [૪]

عن عائشة قالت كان رسول الله صلى الله عليه وسلم إذا أراد أن يغتسل من الجنابة بدأ فغسل يديه قبل أن يدخلهما الإناء ثم غسل فرجه ويتوضأ وضوءه للصلاة (سنن الترمذي، الرقم: ۱٠٤)[૫]

હઝરત આંઈશા (રદિ.) ફરમાવે છે કે “જ્યારે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) જનાબત નો ઈરાદો ફરમાવતા હતા, તો પેહલા પોતાનાં હાથોને વાસણમાં નાંખવા પેહલા ઘોતા હતા, પછી પોતાની શરમગાહ ઘોતા હતા અને નમાઝવાળો વુઝુ કરતા હતા.”

عن ابن عباس قال قالت ميمونة وضعت لرسول الله صلى الله عليه وسلم ماء يغتسل به … ثم تنحى من مقامه فغسل قدميه (صحيح البخاري، الرقم: ۲٦۵)

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) થી રિવાયત છે કે હઝરત મૈમૂના (રદિ.) બયાન ફરવમાવે છે કે “મેં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં માટે ગુસલનું પાણી મુક્યુ … પછી (ગુસલનાં અંતમાં) આપે પોતાની જગ્યાથી હટ્યા અને પોતાનાં પગને ઘોયા.”


[૧] (الفصل الثاني في سنن الغسل) وهي أن يغسل يديه إلى الرسغ ثلاثا ثم فرجه ويزيل النجاسة إن كانت على بدنه ثم يتوضأ وضوءه للصلاة إلا رجليه هكذا في الملتقط (الفتاوى الهندية ۱/۱٤)

[૨] (و) كذا (غسل فرجه) وإن لم يكن به نجاسة كما فعله النبي صلى الله عليه وسلم ليطمئن بوصول الماء إلى الجزء الذي ينضم من فرجه حال القيام وينفرج حال الجلوس (حاشية الطحطاوي على مراقي الفلاح صـ ۱٠٤)

[૩] (الفصل الثاني في سنن الغسل) وهي أن يغسل يديه إلى الرسغ ثلاثا ثم فرجه ويزيل النجاسة إن كانت على بدنه ثم يتوضأ وضوءه للصلاة إلا رجليه هكذا في الملتقط (الفتاوى الهندية ۱/۱٤)

[૪] (ثم يتوضأ كوضوئه للصلاة فيثلث الغسل ويمسح الرأس) في ظاهر الرواية وقيل لا يمسحها لأنه يصب عليها الماء والأول أصح لأنه صلى الله عليه وسلم توضأ قبل الاغتسال وضوءه للصلاة وهو اسم للغسل والمسح (ولكنه يؤخر غسل الرجلين إن كان يقف) حال الاغتسال (في محل يجتمع فيه الماء) لاحتياجه لغسلهما ثانيا من الغسالة (حاشية الطحطاوي على مراقي الفلاح صـ ۱٠۵)

[૫] قال أبو عيسى: هذا حديث حسن صحيح

Check Also

રમઝાન મહીનાની સુન્નતોં અને આદાબ – ૧

(૧) રમઝાનથી પહેલાજ રમઝાનની તૈયારી શરૂ કરી દે. કેટલાક બુઝુર્ગાને દીન રમઝાનની તૈયારી રમઝાનનાં છ મહીના પેહલાથી શરૂ ફરમાવી દેતા હતા...