પ્રેમનો બગીચો (પ્રકરણ-૮)

بسم الله الرحمن الرحيم

જન્નતની ચાવી

ઈસ્લામ જ તે એક એવો ઘર્મ (મઝહબ) છે જે અલ્લાહથી મોહબ્બતનો રસ્તો સિખડાવે છે અને જન્નત સુઘી લઈ જાય છે. ઈસ્લામી તાલીમાત પર અમલ કરવાથી બંદાને અલ્લાહ રબ્બુલ ઈજ્જતની ખુશનુદી અને દુનિયા અને આખિરતની સફળતા મળે છે. ઈસ્લામનાં દરેક ફરાઈઝમાંથી “નમાઝ” નો દરજો સૌથી ઊંચો છે. જેથી નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો ઈરશાદે ગીરામી છે કે “નમાઝ જન્નતની ચાવી છે”. બીજી હદીષ શરીફમાં વારીદ છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “નમાઝ રોશની છે”. (સહીહ બુખારી) તેથી અગર કોઈ બંદો પોતાનાં જીવનને રોશન કરવા ચાહતો હોય, તો તે નમાઝ ની પાબંદી કરે.

હાલનાં યુગમાં દુનિયાની ઘણાં બઘી મુલ્કો આર્થિક પતન અને અઘોગતિનો સામનો કરી રહ્યા જ્ઞે અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેથી વૈશ્વીક સંકટનો મુકાબલો કરવા માટે નવી નવી સ્કીમો લાવી રહ્યા છે અને તેઓ બઘા તરીકાવો અપનાવી રહ્યા છે, જેનાંથી મુલ્કોને આર્થિક રીતે મજબૂત બનાવી શકાય. પણ કુર્આનો હદીષમાં અલ્લાહ તઆલા અને તેમનાં રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) રોઝીમાં બરકતનો સબબ “નમાઝ” ને ગણી છે.

હદીષોની કિતાબોમાં લખેલુ છે કે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં મુબારક ઝમાનામાં જ્યારે કોઈ વ્યક્તિ ઈસ્લામ કબૂલ કરતો, તો રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) સૌથી પેહલા તેને “નમાઝ” ની તાલીમ આપતા હતા. (મુસ્નદે બઝ્ઝાર) તથા નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં મુબારક જીવન પર નજર નાંખિએ તો આપણને નજર આવશે કે આપે પોતાનુ જીવન નમાઝ કાયમ કરવાની કોશિશ અને મેહનતમાં ગુજારી દીઘી હતી. તેથી જ્યારે નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) કુબા અને મદીના મુનવ્વરા તશરીફ લાવ્યા તો સૌથી પેહલા આપને મસ્જીદની બુનિયાદ રાખવા અને લોકોને નમાઝનાં માટે ભેગા કરવાની ફિકર પૈદા થઈ. તેનાં વગર નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) સહાબએ કિરામ (રદિ.) ને હુકમ કર્યો કે દરેક મોહલ્લામાં એક મસ્જીદ બનાવવામાં આવે અને લોકોને નમાઝનાં માટે ભેગા કરવામાં આવે.

અનેક હદીષોમાં રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) વિભિન્ન અંદાજમાં નમાઝની મહત્તવતા બયાન ફરમાવી. તેથી એક હદીષમાં વારિદ છે કે નમાઝ દીનનો કેન્દ્રીય સ્તંભ છે. એટલે જે વ્યક્તિ આ કેન્દ્રીય સ્તંભની હિફાઝત કરશે (નમાઝની પાબંદી કરશે) તેનો પૂરો દીન મહફુઝ રહેશે. અને જે વ્યક્તિ તે કેન્દ્રીય સ્તંભની હિફાઝત નહી કરશે તેનો આખો દીન બરબાદ થઈ જશે.

હઝરત આંયશા (રદિ.) નમાઝનાં વિષે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો વ્યવ્હાર અને ફિકર તથા તવજ્જુહને બયાન કરતા વેળા ફરમાવ્યુ કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ઘરમાં ઘરનાં કામ-કાજમાં સાથ આપતા હતા. પણ જેવીજી અઝાનની અવાજ આપનાં કાનમાં પડતી તો તરતજ મસ્જીદની તરફ નીકળી જતા હતા.

એક વખત બનૂ ષકીફનાં પ્રતિનિઘિ ઈસ્લામ કબૂલ કરવા માટે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની ખિદમતે અકદસ માં હાજર થયા. પરંતુ તેઓએ આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) થી રજુઆત કરી કે અમને જીહાદ માટે નિકળવા, ઉશ્રનું ભુગતાન અને નમાઝ અદા કરવાથી અલગ રાખવામાં આવે. એટલે તે હુકમોમાં અમને છુટ આપવામાં આવે. આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) તેઓને પેહલી બે વસ્તુઓ (જીહાદ, ઉશ્ર) માં છૂટ આપી. પણ નમાઝ છોડવાની ઈજાઝત નહી આપી. અને ઈરશાદ ફરમાવ્યુ કે તે દીનમાં કોઈ ભલાઈ નથી જેમાં નમાઝ ન હોય.

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની તરબિયતનો એ અષર હતો કે સહાબએ કિરામ (રદિ.) દીલોમાં નમાઝની એટલી બઘી મહત્તવતા પેદા થઈ ગઈ હતી કે અગર તેઓ મરણ પથારીએ હોય તો પણ આ મહાન સ્તંભ “નામઝ” થી ગાફિલ ન થતા હતા. તેથી હઝરત ઉમર (રદિ.) નાં વિષે લખેલુ છે કે જે સવારનાં તેમને નેઝો (ભાલો) મારવામાં આવ્યો હતો. હઝરત મિસ્વર બિન મખરમા (રદિ.) તેમની ખિદમત માં હાજર થયા. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા તો હઝરત ઉમર (રદિ.) બેહોશીનાં આલમમાં હતા. હઝરત મિસ્વર (રદિ.) લોકોથી પુછ્યુ કે શું હઝરત ઉમર (રદિ.) ફજરની નમાઝ અદા કરી ચુક્યા છે? તેઓએ જવાબ આપ્યો કે નહી. કારણકે હજી સુઘી તેઓને સારૂ નથી થયુ. હઝરત મિસ્વર (રદિ.) સારી રીતે જાણતા હતા કે હઝરત ઉમર (રદિ.) પોતાના આખા જીવનમાં નમાઝને કેટલી મહત્તવતા આપી. તેથી તેવણે લોકોને મશ્વરો આપ્યો કે તેવણને આ કહીણ જગાડો કે નમાઝનો સમય થઈ ચૂક્યો છે. તેથી લોકોએ અવાજ આપી. એ અમાર અમીરૂલ મોમિનીન ! નમાઝનો સમય થઈ ચૂક્યો છે. જેવુ હઝરત ઉમર (રદિ.) એ “નમાઝ” નો શબ્દ સાંભળ્યો તરતજ જાગી ગયાં અને ફરમાવ્યુ હાં અલ્લાહ ની કસમ તે વ્યક્તિ માટે ઈસ્લામમાં કોઈ હિસ્સો નથી જે નમાઝમાં ગફલત વર્તે. ત્યારબાદ લોકોથી હઝરત ઉમર (રદિ.) નમાઝ અદા કરી. (મજમઉજજવાઈદ) જ્યારે હઝરત ઉમર (રદિ.) બેદાર થયા તો તેવણ પૂછ્યુ કે શું લોકો ફજરની નમાઝ અદા કરી ચૂક્યા છે? લોકોએ જવાબ આપ્યો જ્યારે તમને નેઝો મારવામાં આવ્યો અને તમે બેભાન થઈ ગયા તો હઝરત અબ્દુર્રહમાન બિન ઔફ (રદિ.) લોકોની ઈમામત કરી. આ સાંભળી હઝરત ઉમર (રદિ.) ને ઈત્મિનાન થયો.

અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને બઘાને હંમેશા નમાઝ પર કાયમ રાખે અને જીવનનાં દરેક કામોમાં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની એક એક સુન્નતને જીવિત કરવાની તૌફીક અતા ફરમાવે. આમીન યા રબ્બલ આલમીન

Source: http://ihyaauddeen.co.za/?p=16706


Check Also

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની …