ઝકાતની રકમથી ખાવા-પીવાની વસ્તુઓ ખરીદીને ગરીબ ને આપવુ

સવાલ– શું ઝકાતની રકમથી ખાવા-પીવાની વસ્તુઓ ખરીદીને ગરીબોને ખવડાવવુ જાઈઝ છે? શું રમઝાનનાં મહીનામાં ઝકાતની રકમથી ગરીબોને ઈફતાર કરાવવુ જાઈઝ છે?

જવાબ- ઝકાતની રકમથી ગરીબોને ખાવાનું ખવડાવવુ જાઈઝ છે, આ શરતની સાથે કે તમલીક હોય. તમલીકનો મતલબ આ છે કે ઝકાતનો માલ ઝકાત લેવા વાળાને આપીને માલિક બનાવી દેવામાં આવે, જેથી અગર ઝકાતની રકમથી ખાવા-પીવાની વસ્તુઓ ખરીદીને ગરીબ મુસલમાનને માલિક બનાવી દેવામાં આવે, તો ઝકાત અદા થઈ જશે, પણ અગર ગરીબ મુસલમાનને ખાવા-પીવાની વસ્તુઓ આપીને માલિન બનાવવામાં ન આવે, બલકે તેને દઅવતનાં માટે બોલાવવામાં આવે અને તેને ખવડાવવામાં આવે. તો તેનાંથી ઝકાત અદા નહી થશે, કારણકે તમલીકની શરત મળી નહી.

એવી જ રીતે રમઝાનનાં મહીનામાં ઝકાતની રકમથી ઈફતારનો સામાન ખરીદીને ગરીબોને આપી તેને માલિક બનાવવામાં આવે, તો ઝકાત અદા થઈ જશે. પણ અગર તેઓને ઈફતારનો સામાન આપવામાં ન આવે, બલકે તેઓને દઅવતનાં માટે બોલાવવામાં આવે અને ઈફતાર કરાવવામાં આવે, તો ઝકાત અદા નહી થશે. કારણકે તમલીકની શરત મળી નથી.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

ويشترط أن يكون الصرف (تمليكا) لا إباحة كما مر

قال العلامة ابن عابدين – رحمه الله -: قوله ( تمليكا ) فلا يكفي فيها الإطعام إلا بطريق التمليك ولو أطعمه عنده ناويا الزكاة لا تكفي (رد المحتار ۲/۳٤٤)

وقيد بالتمليك احترازا عن الإباحة ولهذا ذكر الولوالجي وغيره أنه لو عال يتيما فجعل يكسوه ويطعمه وجعله من زكاة ماله فالكسوة تجوز لوجود ركنه وهو التمليك وأما الإطعام إن دفع الطعام إليه بيده يجوز أيضا لهذه العلة وإن كان لم يدفع إليه ويأكل اليتيم لم يجز لانعدام الركن وهو التمليك (البحر الرائق ۲/۲۱۷)

رجل يعول يتيما فجعل يكسوه ويطعمه وجعل ما يكسوه وما يأكل عنده من زكاة ماله أما الكسوة يجوز لوجود الركن وهو التمليك وأما الإطعام إن دفع إليه بيده يجوز أيضا لهذا وإن كان لم يدفع ويأكل اليتيم لم يجز لانعدام الركن وهو التمليك (التجنيس والمزيد ۲/۳۲۷)

ويشترط التمليك ولا يجوز التغدية والتعشية (الفتاوى السراجية صـ ۱۵٦)

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source: http://muftionline.co.za/node/68

Check Also

રોઝાની હાલતમાં અશ્લીલ ફોટા અથવા વીડિયો જોવા અથવા માત્ર વિચારવાથી સ્ખલન(ઈનઝાલ)

સવાલ– અગર કોઈ વ્યક્તિ રોઝાની અશ્લીલ ફોટા અથવા વીડિયો જોવા અથવા માત્ર ખ્યાલ કરે અને …