કયામતનાં દિવસે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) થી સૌથી વધારે ‎નજીક માણસ

عن ابن مسعود قال قال رسول الله صلى الله عليه وسلم إن أولى الناس بي يوم القيامة أكثرهم علي صلاة ‏‏(صحيح ابن حبان، الرقم: ۹۱۱)‏

હઝરત અબ્દુલ્લાહ બિન મસઉદ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુઃ “કયામતનાં દિવસે મારાથી સૌથી વઘુ નજીક તે માણસ હશે જેણે મારા ઉપર સૌથી વઘારે પ્રમાણમાં દુરૂદ પઢી મોકલ્યા હશે(દુન્યવી ઝિંદગીમાં).

હઝરત અબુ હુરૈરહ (રદિ.) નું દરેક સમયે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમતમાં હાજર રેહવુ

હઝરત અબુ હુરૈરહ (રદિ.) રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં પ્રસિદ્ધ સહાબી છે. તેમનાંથી જેટલી હદીષો મનકૂલ છે, એટલી બીજા કોઈ સહાબી થી મનકૂલ નથી. તેવણને નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સંગાતમાં ચાર વર્ષ પસાર કરવાનો મોકો મળ્યો. તેવણે સન. ૭ હિજરીમાં ઈસ્લામ કબૂલ કર્યુ અને સન. ૧૧ હિજરીમાં રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) આ દુનિયાથી પરદો ફરમાવી ગયા, પણ તેવણે ઘણી બઘી હદીષો રિવાયત કરી છે. તે કારણે લોકોને આશ્ચર્ય થતો હતો કે આટલા ઓછા સમયમાં તેવણે આટલી બઘી હદીષો કેવી રીતે યાદ કરી લીઘી.

હઝરત અબુ હુરૈરહ (રદિ.) તેની સમજૂતી આપતા કહે છે કે લોકોને આ વાત પર આશ્ચર્ય થાય છે કે મેં ઘણી બઘી હદીષો કેવી રીત યાદ કરુ છું. વાત અસલમાં આ છે કે મારા મુહાજીર ભાઈ વ્યાપારમાં વ્યસ્ત રેહતા હતા અને મારા અન્સાર ભાઈ ખેતીમાં લાગેલા રેહતા હતા, જ્યારે કે હું દરેક સમયે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમતમાં હાજર રેહતો હતો. અને હું અસહાબે સુફ્ફામાંથી હતો. મને કમાવવાની જરાપણ ફિકર રેહતી ન હતી. હું હંમેશા રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમતમાં હાજર રેહતો હતો અને જે વસ્તુ પણ ખાવા માટે ઉપલબ્ઘ થઈ જતી હતી, તેના પર કનાઅત કરતો હતો. ઘણી વખતે માત્ર હું નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સાથે રેહતો હતો. મારા વગર કોઈ પણ રેહતુ ન હતુ.

એક વખત મેં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) થી યાદશક્તીની કમઝોરી ની શિકાયત કરી. તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે પોતાની ચાદર ફેલાવી દો. મેં તરતજ પોતાની ચાદર ફેલાવી દીઘી. પછી આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) મારી ચાદર પર પોતાનાં મુબારક હાથથી અમુક લાઈનો ખેંચી અને મને ફરમાવ્યુઃ આ ચાદરને પોતાના શરીર પર લપેટી લો. મેં તેને પોતાના સીના પર લપેટી લીઘી. તે દિવસથી મારી કૈફિયત આ છે કે જે કંઈ પણ મેં યાદ રાખવાનુ ચાહ્યુ, ક્યારેય પણ હું નથી ભુલ્યો. (સહીહલ બુખારી)

يَا رَبِّ صَلِّ وَ سَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Check Also

ફજર અને મગરિબ ની નમાઝ બાદ સો (૧૦૦) વાર દુરૂદ શરીફ ‎

તો હઝરત ઉમ્મે સુલૈમ (રદિ.) એક શીશી લીઘી અને તેમાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો મુબારક પસીનો ભેગુ કરવા લાગ્યા. જ્યારે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) જાગ્યા, તો સવાલ કર્યો કે “હે ઉમ્મે સુલૈમ આ તમે શું કરી રહ્યા છો?”...