કબર પર મંટોડી નાંખવાનો તરીકો

(૧) કબર પર મંટોડી નાંખતા સમયે માંથા તરફથી શરૂ કરવુ મુસ્તહબ છએ. બન્નેવ હાથોથી મંટોડી નાંખવુ એક હાથથી મંટોડી નાંખવાથી બેહતર છે. કબરને મંટોડીથી ભરવા માટે પાવડાનો ઉપયોગ પણ જાઈઝ છે.

عن أبي هريرة أن رسول الله صلى الله عليه وسلم صلى على جنازة، ثم أتى قبر الميت فحثى عليه من قبل رأسه ثلاثا

હઝરત અબુ હરૈરહ (રદિ.) થી રિવાયત છે કે “રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) એક વ્યક્તિની જનાઝાની નમાઝ પઢાવી પછી તેની કબર પર આવ્યા અને તેનાં માંથીની તરફથી ત્રણ વખત તેની કબર પર મંટોડી નાંખી.”

(૨) કબર પર ત્રણ વખત મંટોડી નાંખવુ મુસ્તહબ છે.

(૩) પેહલી વાર મંટોડી નાંખતા સમયે આ પઢવુઃ

منها خلقناكم

આનાથી (મંટોડી થી) અમે તમને પૈદા કર્યા

બીજી વખત આ પઢવુઃ

وفيها نعيدكم

અને આમાંજ (મંટોડીમાં) અમે પાછા લોટાવશુ

અને ત્રીજી વખત આ પઢવુઃ

ومنها نخرجكم تارة أخرى

અને આનાંથીજ (મંટોડીથી) ફરીથી ઉઠાવશુ.

દફન કરવા બાદ કબરની પાસે રોકાવુ

(૧) દફન કરવા બાદ મુસ્તહબ આ છે કે મય્યિતનાં સરહાને સુરએ બકરાની શરૂઆતની આયતો (મુફલિહૂન સુઘી) ઘીરે ઘીરે પઢવુ જોઈએ અને મય્યિતનાં પગની તરફ સુરએ બકરાની આખરી આયતો (આમનર રસૂલુ સે આખરી સુઘી) પઢવામાં આવે.

وعن ابن عمر رضي الله عنهما قال سمعت رسول الله صلى الله عليه و سلم يقول إذا مات أحدكم فلا تحبسوه وأسرعوا به إلى قبره وليقرأ عند رأسه بفاتحة الكتاب وعند رجليه بخاتمة سورة البقرة في قبره (مجمع الزوائد، الرقم: ٤۲٤۲)

હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) ફરમાવે છે કે મેં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને આ ફરમાવતા સાંભળ્યા છે કે જ્યારે તમારામાંથી કોઈનો ઈન્તેકાલ થઈ જાય, તો તેને રોકી ન રાખો (દફન કરવામાં મોડુ ન કરો), બલકે તેને જલ્દીથી દફન કરી દો. અને તેના માથાની પાસે સુરએ બકરાની શરૂઆતની આયતો અને તેનાં પગની પાસે સુરએ બકરાની છેલ્લી આયતો પઢવામાં આવે.

(૨) દફન કરવા બાદ થોડી વાર કબરની પાસે રોકાવુ મુસ્તહબ છે અને મરહૂમનાં માટે મગફિરતની દુઆ કરાવુ જોઈએ. તથા અલ્લાહ તઆલાથી માંગવુ જોઈએ કે તેનાં માટે કબરમાં ફરિશ્તાઓનાં સવાલોનાં જવાબો આપવુ આસાન થઈ જાય.

عن عثمان بن عفان رضي الله عنه قال كان النبى صلى الله عليه وسلم إذا فرغ من دفن الميت وقف عليه فقال استغفروا لأخيكم وسلوا له التثبيت فإنه الآن يسأل (سنن أبي داود، الرقم: ۳۲۲۳)

હઝરત ઊષ્માન બિન અફ્ફાન (રદિ.) ફરમાવે છે કે જ્યારે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) મય્યિતની તદફીનથી ફારિગ થઈ જતા, તો (થોડી વાર) રોકાતા અને ફરમાવતા, પોતાનાં ભાઈનાં માટે મગફિરત તલબ કરો અને તેનાં માટે ષબાત કદમીની દુઆ કરો, કારણકે હવે તેને સવાલ કરવામાં આવશે.

وعن عمرو بن العاص رضي الله عنه قال فإذا أنا مت فلا تصحبني نائحة ولا نار فإذا دفنتموني فشنوا علي التراب شنا ثم أقيموا حول قبري قدر ما تنحر جزور ويقسم لحمها حتى أستأنس بكم وأنظر ماذا أراجع به رسل ربي (صحيح مسلم، الرقم: ۱۲۱)

હઝરત અમ્ર બિન અલ આસ (રદિ.) ફરમાવ્યુ કે જ્યારે મારો ઈન્તેકાલ થઈ જાય, તો કોઈ રડવા વાળી ઔરત મારા (જનાઝા ની) સાથે ન હોય અને ન આગ સાથે હોય. જ્યારે તમે મને દફન કરી દો, તો મારી કબર પર સારી રીતે મંટોડી નાંખી દેજો પછી મારી કબરની આજુ-બાજુ એટલી વાર ઊભા રેહજો જેટલી વાર ઊંટને ઝબહ કરીને તેનું ગોશ્ત વહેંચવામાં આવે છે, જેથી કે હું તમારાથી ઉન્સ (નજદીકી) હાસીલ કરું અને હું જોઈ લઉં કે મેં પોતાનાં પરવરદિગારનાં કાસિદોને (મુનકર નકીર ને) શું જવાબ આપું છું.

(૩) તદફીન (દફનગીરી) પતી જવા બાદ કિબ્લાની તરફ રૂખ કરીને હાથોને ઉઠાવવુ અને મય્યિતનાં માટે દુઆ કરવુ મુસ્તહબ છે.

وفي حديث بن مسعود رأيت رسول الله صلى الله عليه وسلم في قبر عبد الله ذي النجادين الحديث وفيه فلما فرغ من دفنه استقبل القبلة رافعا يديه أخرجه أبو عوانة في صحيحه(فتح البارى ۱٤۸/۱۱)

હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઉદ (રદિ.) થી રિવાયત છે કે “જ્યારે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) હઝરત અબ્દુલ્લાહ ઝુલ બજાદૈનની તદફીનથી ફારિગ થઈ ગયા, તો મેં જોયુ કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) કિબ્લાની તરફ રૂખ કરીને પોતાનાં હાથોને ઊઠાવ્યા (અને દુઆ કરી).”

(૪) તદફીન (દફનગીરી) પતી જવા બાદ વ્યક્તિગત રીતે પસ્ત(ઘીમા) અવાજથી કુર્આને કરીમની તિલાવત કરવુ અને તેનો ષવાબ મય્યિતને પહોંચાડવુ જાઈઝ છે.

નોટઃ- મય્યિયનાં માટે ઈસાલે ષવાબનાં વિભિન્ન તરીકાવો છેઃ કુર્આને મજીદની તિલાવત કરવુ, ગરીબોને ખાવાનુ ખવડાવુ, સદકો કરવુ, મય્યિતનાં તરફથી ઈસ્તિગફાર કરવુ તથા કોઈપણ નેક કામ કરવુ અને તેનો ષવાબ મય્યિતને પહોંચાડવુ.

 

Source: http://ihyaauddeen.co.za/?p=3792


Check Also

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની …