પ્રેમનો બગીચો (પ્રકરણ-૭)‎

بسم الله الرحمن الرحيم

અલ્લાહ તઆલાની મહાન નેઅમત

હઝરત અય્યૂબ (અલૈ.) અલ્લાહ તઆલાનાં જલીલુલ કદ્ર નબી હતા. જેઓ અલ્લાહ તઆલાનાં તરફથી તીવ્ર રોગમાં અજમાવામાં આવ્યા, થોડા વરસોનાં સબર પછી આખરે અલ્લાહ તઆલાએ તેમને પોતાનાં ફઝલો કરમથી શિફા અતા ફરમાવી. તેવણને શિફા એવી રીતે મળી કે અલ્લાહ તઆલાએ તેવણને હુકમ આપ્યો કે પોતાનો પગ જમીન પર મારો. તેવણે પગ જમીન પર માર્યો, તો સ્પષ્ટ પારદર્શક પાણીનો ઝરણો ચાલુ થઈ ગયો, પછી તેવણે તે ઝરણાંનાં પાણીથી ગુસલ ફરમાવ્યુ, તો અલ્લાહ તઆલાએ તેવણને સંપુર્ણ પણે સ્વસ્થ અને શક્તીશીલ બનાવી દીધા. તથા અલ્લાહ તઆલાએ તેવણને જવાની પણ પાછી આપી દીઘી, અઘળક સુંદરતા પણ અતા ફરમાવી અને તેવણને તે નેઅમતોથી બે ગણી વધારે નેઅમતો અતા કરી, જે બીમારીનાં સમયમાં અદ્રશ્ય થઈ ગઈ હતી.

હઝરત અય્યૂબ (અલૈ.) નાં ઝરણાંનાં વિશે લખેલુ છે કે તે પાણીમાં રોગો માટે શિફા હતી. જ્યાં સુઘી તે ઝરણાંમાં પાણી બાકી રહ્યુ, લોકો તેમાં ગુસલ કરતા રહ્યા અને રોગોથી શિફા હાસિલ કરતા રહ્યા. (ઉમદતુલ કારી, ભાગ નં-૧૬, પેજ નં-૩) તેમાં કોઈ શક નથી કે તે ઝરણું અત્યંત બાબરકત હતુ અને તેમાં ગુસલલ કરવા વાળા પણ અત્યંત સુખી હતા, પણ તે ઝરણું થોડાજ સમય માં સુકાઈ ગયુ.

જ્યાં સુઘી ઉમ્મતે મુહમ્મંદિયાની વાત છે તો અલ્લાહ તઆલાએ તેવણને ઝરણો નહી, બલકે તેઓને એક સમુદ્ર અતા ફરમાવ્યો છે. તે સમુદ્ર એવો છે કે તે મોતી, હીરા-જવાહિરાત અને કિંમતી મોતી અને રત્નોથી ભરેલો છે. ઈન્સાન તેનાંથી જેટલો વધારે ફાયદો હાસિલ કરે છે, એટલો વધારે વિકાસ અને તરક્કી કરે છે. તેનું પાણી ન તો ઓછુ થાય છે અને ન ક્યારેય સુકાય છે, પણ હંમેશા બાકી રહેશે. અને લોકો તેનાંથી બરકત, શીફા અને અચ્છાઈ હાસિલ કરતા રહેશે.

આ સમુદ્ર શું છે? કુર્આને કરીમ છે. અલ્લાહ તઆલાનો કલામ છે. અલ્લાહ તઆલાએ તેને લોકોની હિદાયતનાં માટે નાઝિલ કર્યુ છે. આ જમીન પર અલ્લાહ તઆલાની મહાન નેઅમત છે. અગર ઉમ્મત કુર્આનને મજબૂતી થી પકડશે અને તેનાં અધિકારોની અદાયગી કરશે, તો તેમનાં માટે કુર્આન દુનિયા અને કબરમાં નૂરનું કારણ બનશે. તથા આ તે કયામતનાં દિવસે મૈદાને હશરમાં પણ સાથ આપશે અને દરેક સમય તેની સાથે રહેશે, ત્યાંસુઘી કે તે તેનાં માટે જન્નતમાં દાખલ કરાવવાનો ઝરીઓ બનશે.

હઝરત મુઆઝ બિન જબલ (રદિ.) થી રિવાયત છે કે “જયારે સાહિબે કુર્આન (કુર્આન પર અમલ કરવા વાળો અને તેનાં અધિકારો (હુકુક) ને અદા કરવા વાળો) આ દુનિયાથી જ્યારે જાય છે અને તેનાં ઘરવાળા તેની કફન-દફની વિઘીમાં લાગી જાય છે, તો કુર્આને કરીમ ખુબસૂરત શકલમાં તેની પાસે આવે છે. અને તેનાં માંથાની પાસે ઊભો થઈ જાય છે અને તેની હિફાઝત કરે છે. ત્યાં સુઘી કે તેને (મય્યિતને) કફન પેહરાવી દેવામાં આવે છે. પછી (કફન પેહરાવા પછી) તે (કુર્આન) તેનાં છાતીનાં ઉપર રહે છે અને જ્યારે તેને કબરમાં મૂકી દેવામાં આવે છે અને તેનાં પર મંટોડી નાંખી દેવામાં આવે છે અને તેનાં દોસ્તો ચાલી જાય છે, તો મુનકર નકીર તેની પાસ આવે છે અને તેને કબર માં બેસાડે છે. તો કુર્આને કરીમ હાજર થાય છે અને તેનાં (મુનકર-નકીર) નાં દરમિયાન અવરોધ બની જાય છે. તો મુનકર-નકીર તેને કહે છેઃ હટી જાઓ, જેથી કે અમે તેને સવાલ કરીએ. તો કુર્આને કરીમ કહે છેઃ નહી, કઅબાનાં રબની કસમ ! બેશક આ મારો સાથી અને દોસ્ત છે અને હું તેને કોઈપણ હાલતમાં એકલો નહી છોડી સકું. અગર તમને બન્નેવને કોઈ કામનો હુકમ આપવામાં આવ્યો છે તો તેને પુરો કરો અને મારી જગ્યા ખાલી કરો. કારણકે હું તેનાંથી જુદો નહી થઈશ. અહીંયા સુઘી કે તેને જન્નતમાં દાખલ કરી દવું.” (મજમઉઝ ઝવાઈદ, રકમઃ૩૫૩૦)

અમે દુઆગિર છીએ કે અલ્લાહ તઆલા અમને બઘાને કુર્આને કરીમનાં હુકુકને અદા કરવા વાળા બનાવે અને દરરોજ તેની તિલાવત કરવાની તૌફીક બખશે અને જીવનનાં દરેક વિભાગમાં તેના શિક્ષણ પર મજબૂતીથી અમલ કરવાની તૌફીક અતા ફરમાવે, જેથી કે આપણે દુનિયા, કબર અને આખિરતમાં કુર્આને કરીમની હકીકી બરકતોથી માલામાલ થઈ જાય અને ફાયદો ઉઠાવી શકીએ. આમીન યા રબ્બલ આલમીન.

Source: http://ihyaauddeen.co.za/?p=16539


Check Also

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની …