મસ્જીદની સુન્નતોં અને આદાબ- (ભાગ-૮)

(૧) દરેક સમયે મસ્જીદની સાથે પોતાનું દિલ લગાવો એટલા માટે કે જ્યારે તમો એક નમાઝ થી ફારિગ થઈને મસ્જીદથી નિકળી જાય, તો બીજી નમાઝનાં માટે આવવાની નિય્યત કરો અને તેની વ્યાકુળતાથી પ્રતિક્ષા કરો. [૧]

عن أبي هريرة أن رسول الله صلى الله عليه وسلم قال ألا أدلكم على ما يمحو الله به الخطايا ويرفع به الدرجات قالوا بلى يا رسول الله قال إسباغ الوضوء على المكاره وكثرة الخطا إلى المساجد وانتظار الصلاة بعد الصلاة فذلكم الرباط (صحيح مسلم رقم ۲۵۱)

હઝરત અબુ હુરૈરહ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુઃ “શું હું તમને તે આમાલ ન બતાવું, જેનાં દ્વારા અલ્લાહ તઆલા (તમારા) ગુનાંહોને મિટાવે છે અને (તમારા) દરજાત બુલંદ ફરમાવે છે.” સહાબએ કિરામ (રદિ.)  અરજ કર્યુઃ અલ્લાહ નાં રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ! જરૂર બતાવો. આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુઃ “મુશ્કેલિઓ તથા પરેશીનિયો હોવા છતા સંપૂર્ણ પણે વુઝુ કરવુ, મસ્જીદોની તરફ ચાલવુ વધારે કદમોની સાથે (એટલે મસ્જીદની તરફ વધારે ચાલવુ) અને એક નમાઝ પછી બીજી નમાઝની પ્રતિક્ષા કરવુ. આ આઅમાલ રિબાત છે (એટલે આ ત્રણ આમાલનાં દ્વારા નફ્સ અને શૈતાનનાં શુરૂરો ફિતન થી હિફાઝત થાય છે, જેવી રીતે સરહદ પર પેહરો આપવાથી દુશ્મનોનાં હમલાથી હિફાઝત થાય છે).”

(૨) મસ્જીદમાં નમાઝ પઢવાની નિય્યતની સાથે સાથે મુસલ્લીને જોઈએ કે અગર મસ્જીદમાં કોઈ દીની પ્રોગ્રામ થઈ રહ્યો હોય, તો મસ્જીદમાં દીન નો ઈલ્મ સિખવાની નિય્યતથી આવે અને અગર કોઈને અલ્લાહ તઆલાએ દીનનો ઈલ્મ આપ્યો છે અને તે લોકોને દીનનો ઈલ્મ સિખવવાની ક્ષમતા રાખતો હોય (જેવી રીતે કે આલીમ, મુફ્તી વગૈરહ), તો તે દીનની તાલીમ તથા પ્રકાશન (ઈશાઅત) ની નિય્યતથી આવે.

عن أبي هريرة قال: سمعت رسول الله صلى الله عليه وسلم يقول: من جاء مسجدي هذا لم يأته إلا لخير يتعلمه أو يعلمه فهو بمنزلة المجاهد في سبيل الله ومن جاء لغير ذلك فهو بمنزلة الرجل ينظر إلى متاع غيره (سنن ابن ماجة رقم ۲۲۷)[૨]

હજરત અબુ હુરૈરહ (રદિ.) ફરમાવે છે કે મેં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને આ ફરમાવતા સાંભળ્યા છે કે “જે વ્યક્તિ મારી આ મસ્જીદમાં આવે અને તે માત્ર સારી વાત સીખવા અથવા સિખવવાની નિય્યતથી આવે, તો તે અલ્લાહ તઆલાનાં રસ્તા માં છે જીહાદ કરવા વાળાની જેમ અને જે વ્યક્તિ તેનાં વગર બિજા કોઈ હેતુ થી મસ્જીદમાં આવે(એટલે અલ્લાહ તઆલા ની ઈબાદત અને દીની ગરજનાં વગરનાં માટે આવે), તો તે તે વ્યક્તિની જેમ છે જે બીજા લોકોનાં સામાનની તરફ જુવે છે(જે વેચાઈ રહ્યો છે, પણ તેને કોઈ ફાયદો હાસિલ નથી થઈ રહ્યો).”

عن أبي هريرة قال قال رسول الله صلى الله عليه وسلم من أتى المسجد لشيء فهو حظه (سنن أبي داود، الرقم: ٤۷۲)[૩]

હઝરત અબુ હુરૈરહ (રદિ.) ફરમાવે છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે નિય્યતની સાથે કોઈ મસ્જીદ આવે, તો તેને તેની નિય્યતનાં અનુસાર હિસ્સો મળશે (એટલે તેને નિય્યતનાં અનુસાર ષવાબ આપવામાં આવશે).”

(૩) મસ્જીદની સાફ-સફાઈનાં એહતિમામની સાથે સાથે મસ્જીદને ઊદ વગૈરહની ખુશ્બુથી સુગંધિત રાખો.

عن عائشة، قالت: أمر رسول الله صلى الله عليه وسلم ببناء المساجد في الدور، وأن تنظف، وتطيب وقال سفيان: قوله ببناء المساجد في الدور يعني القبائل (سنن الترمذي رقم ۵۹٤)[૪]

હઝરત આંઈશા (રદિ.) ફરમાવે છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) હુકમ આપ્યો કે “અલગ અલગ મોહલ્લાવોમાં મસ્જીદો બનાવવામાં આવે અને તેને સાફ-સુથરી અને સુગંધિત રાખવામાં આવે.”

عن ابن عمر أن عمر بن الخطاب كان يجمر المسجد في كل جمعة (المصنف لابن أبي شيبة رقم ۷۵۲۳)[૫]

હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) ફરમાવે છે કે “હઝરત ઉમર બિન ખત્તાબ (રદિ.) દરેક જુમ્આનાં મસ્જીદમાં ઘુની આપતા હતા.”

(૪) અગર કોઈને મસ્જીદમાં ઊંઘ આવી જાય, તો તે પોતાની જગ્યા બદલીને બીજી જગ્યાએ જઈને બેસી જાય. બીજી જગ્યાએ જઈને બેસવાથી ઊંઘ ગાયબ થઈ જશે, પરંતુ આ ધ્યાન રહે કે ખુત્બાનાં દરમિયાન જગ્યા ન બદલે.

عن ابن عمر قال: سمعت رسول الله صلى الله عليه وسلم يقول: إذا نعس أحدكم وهو في المسجد فليتحول من مجلسه ذلك إلى غيره (سنن أبي داود رقم ۱۱۱۹)[૬]

હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) થી રિવાયત છે કે મેં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને આ ફરમાવતા સાંભળ્યુ કે “જ્યારે તમારામાંથી કોઈને મસ્જીદમાં ઊંઘ આવે, તો તે પોતાની જગ્યાએથી હટીને બીજી જગ્યાએ જઈને બેસી જાય.”

(૫) મસ્જીદને સુશોભિત કરવાના કામનાં માટે વક્ફનો માલ ઈસ્તેમાલ ન કરે. અગર કોઈને મસ્જીદને સુશોભિત કરવાનો શૌક હોય, તો તે તેના માટે પોતાની વ્યક્તિગત સંપત્તિનો ઉપયોગ કરે અને શરીઅતની હદમાં રહીને ઈસ્તેમાલ કરે. [૭]

عن ابن عباس قال: قال رسول الله صلى الله عليه وسلم: ما أمرت بتشييد المساجد قال ابن عباس: لتزخرفنها كما زخرفت اليهود والنصارى (سنن أبي داود رقم ٤٤۸)[૮]

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “મને મસ્જીદોની ઈમારતોને ગગનચુંબી કરવાનો હુકમ નથી આપવામાં આવ્યો (વગર કોઈ જરૂરતે, માત્ર શણગારનાં માટે મસ્જીદની ઈમારતને ગગનચુંબી કરવુ મમનુઅ છે).” હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.)  ફરમાવ્યુ કે “(એક સમય એવો આવશે કે) તમે લોકો જરૂર મસ્જીદોને શણગારશો (શરીઅતની હદથી અગાળી વધીને), જેવી રીતે યહુદીયો અને નસરાનીયોએ પોતાની ઈબાદતગાહોને શણગારી હતી.”

Source: https://ihyaauddeen.co.za/?p=7640


[૧] عن أبي هريرة رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال: سبعة يظلهم الله تعالى في ظله يوم لا ظل إلا ظله إمام عدل  وشاب نشأ في عبادة الله ورجل قلبه معلق في المساجد ورجلان تحابا في الله اجتمعا عليه وتفرقا عليه ورجل دعته امرأة ذات منصب وجمال فقال إني أخاف الله ورجل تصدق بصدقة فأخفاها حتى لا تعلم شماله ما تنفق يمينه ورجل ذكر الله خاليا ففاضت عيناه (صحيح البخاري رقم ۱٤۲۳)

[૨] قال البوصيري في الزوائد (۱/۸۳): إسناده صحيح على شرط مسلم

[૩] قال المنذري: في إسناده عثمان بن أبي العاتكة الدمشقي وقد ضعفه غير واحد (مختصر سنن أبي داود ۱/۱۹٤)

قال الذهبي في ميزان الإعتدال (۵/۵۳): تحت ترجمة عثمان بن أبي العاتكة قال أحمد لا بأس به

[૪] قال المنذري: رواه أحمد والترمذي وقال حديث صحيح وأبو داود وابن ماجه وابن خزيمة في صحيحه ورواه الترمذي مسندا ومرسلا وقال في المرسل هذا أصح (الترغيب والترهيب، الرقم: ٤۳۲)

[૫] قال المنذري: أخرجه الترمذي وقال حديث حسن صحيح وفيه إذا نعس أحدكم يوم الجمعة (مختصر سنن أبي داود ۱/۳٦۳)

[૬] قال المنذري: أخرجه الترمذي وقال حديث حسن صحيح وفيه إذا نعس أحدكم يوم الجمعة (مختصر سنن أبي داود ۱/۳٦۳)‏

[૭] عن أنس رضي الله عنه أن النبي صلى الله عليه وسلم قال لا تقوم الساعة حتى يتباهى الناس في المساجد (سنن أبي داود، الرقم: ٤٤۹)‏

[૮] هذا الحديث سكت عنه أبو داود والمنذري (مختصر سنن أبي داود ۱/۱۸۹)‏

Check Also

રમઝાન મહીનાની સુન્નતોં અને આદાબ – ૧

(૧) રમઝાનથી પહેલાજ રમઝાનની તૈયારી શરૂ કરી દે. કેટલાક બુઝુર્ગાને દીન રમઝાનની તૈયારી રમઝાનનાં છ મહીના પેહલાથી શરૂ ફરમાવી દેતા હતા...