ખરો કંજુસ

عن حسين بن علي بن أبي طالب قال: قال رسول الله صلى الله عليه وسلم: البخيل الذي من ذكرت عنده فلم ‏يصل علي (سنن الترمذي، الرقم: ۳۵٤٦، وقال هذا حديث حسن صحيح غريب)‏

હજરત હુસૈન બિન અલી બિન અબી તાલિબ રદિઅલ્લાહુ ‘અન્હુ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે ઈરશાદ ફરમાવ્યું કે હકીકી (વાસ્તવિક) બખીલ તે છે કે જેની સામે મારો ઝિકર કરવામાં આવે અને તે મારા પર દુરૂદ ન મોકલે.

એક હદીષ હાસિલ કરવા માટે સફર કરવુ

કષીર બિન કૈસ રહિમહુલ્લાહ કહે છે કે હું હઝરત અબુ દર્દા રદિઅલ્લાહુ ‘અન્હુ પાસે દમિશ્કની મસ્જીદમાં બેસેલો હતો.

એક માણસ તેમની ખિદમતમાં આવ્યો અન કહ્યુ કે હું મદીના મુનવ્વરા થી ફક્ત એક હદીષનાં કારણે આવ્યો છું. મેં સાંભળ્યુ છે કે તમે આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ થી સાંભળી છે.

હઝરત અબુ દર્દા રદિઅલ્લાહુ ‘અન્હુએ પૂછ્યુ બીજું કંઈ કારોબારી કામ ન હતુ. તેમણે કહ્યુ નહીં.

હઝરત અબુ દર્દા રદિઅલ્લાહુ ‘અન્હુએ ફરી પાછુ પૂછ્યુ કે બીજી કોઈ ગરજ તો ન હતી.

કહ્યું: નહીં, ફક્ત અને ફક્ત હદીષ શીખવા માટે આવ્યો છું.

હઝરત અબુ દર્દા રદિઅલ્લાહુ ‘અન્હુએ ફરમાવ્યુ કે મૈં હુઝૂર સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમથી સાંભળ્યુ છે કે જે માણસ કોઈ રસ્તો ‘ઈલ્મ હાસિલ કરવા માટે ચાલે છે હક તઆલા શાનુહુ તેનાં માટે જન્નતનો રસ્તો આસાન ફરમાવી દે છે અને ફરિશ્તાઓ પોતાની પાંખ (પર) તાલિબે ‘ઈલ્મ ની ખુશનુદી વાસ્તે બિછાવી દે છે અને તાલિબે ‘ઈલ્મ નાં માટે આસમાન જમીનનાં રેહવા વાળા ઈસ્તિગફાર કરે છે. અહિંયા સુઘી કે માછલીઓ જે પાણીમાં રહે છે તે પણ ઈસ્તિગફાર કરે છે અને ‘આલિમની ફઝીલત ‘આબિદ પર એવી છે જેવી રીતે કે ચાંદની ફઝીલત બધા સિતારા પર છે અને ‘ઉલમા(‘આલિમો) અંબિયાનાં વારસદાર છે. અંબિયા (અલૈ.) કોઈને દીનાર તથા દિરહમ (રૂપિયા પૈસા) નાં વારસદાર નથી બનાવતા, બલ્કે ‘ઈલ્મ નાં વારસદાર બનાવે છે. જે માણસ ‘ઈલ્મ હાસિલ કરે છે તે એક મોટી દૌલત હાસિલ કરે છે. (સુનને ઈબ્ને માજા, રકમ નં-૬૪૩, ફઝાઈલે આમાલ, હિકાયતે સહાબા, પેજ નં-૯૫)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source: https://ihyaauddeen.co.za/?p=6160, http://ihyaauddeen.co.za/?p=5694

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...