જુમ્મા નાં દિવસે દુરૂદ શરીફ પઢવાની બરકતથી દીની અને દુન્યવી ‎જરૂરતોનું પુરૂ થવુ

عن أنس بن مالك خادم النبي صلى الله عليه وسلم قال: قال النبي صلى الله عليه وسلم: إن أقربكم مني يوم القيامة في كل موطن أكثركم علي صلاة في الدنيا من صلى علي في يوم الجمعة وليلة الجمعة قضى الله له مائة حاجة سبعين من حوائج الآخرة وثلاثين من حوائج الدنيا ثم يوكل الله بذلك ملكا يدخله في قبره كما يدخل عليكم الهدايا يخبرني من صلى علي باسمه ونسبه إلى عشيرته فأثبته عندي في صحيفة بيضاء  (شعب الإيمان، الرقم: 2773، وسنده ضعيف كما في القول البديع صـ 329)

હઝરત અનસ બિન માલિક રદિઅલ્લાહુ ‘અન્હુ થી રિવાયત છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે ઈરશાદ ફરમાવ્યુ કે “કયામતનાં દિવસે દરેક પડાવ પર મારાથી તે વ્યક્તિ સૌથી વધારે કરીબ હશે જે દુનિયા માં મારા પર સૌથી વધારે દુરૂદ મોકલતો હતો. જે વ્યક્તિ જુમ્માની રાત્રે અને જુમ્મા નાં દિવસે મારા પર દુરૂદ મોકલે છે, અલ્લાહ ત’આલા તેની સો (૧૦૦) જરૂરતો પૂરી કરશેઃ સિત્તેર (૭૦) જરૂરતો તેની આખિરતની જીંદગીથી સંબંધિત અને ત્રીસ (૩૦) જરૂરતો તેની દુનયવી જીવનથી સંબંધિત. પછી તેનાં દુરૂદ પઢવા પછી અલ્લાહ ત’આલા તે દુરૂદ પર એક ફરિશ્તાને મુકર્રર કરી દે છે, જે તેને મારી પાસે કબર માં લઈને આવે છે જેવી રીતે તમારી પાસે ભેટ અને હદયો લાવવામાં આવે છે અને ફરિશ્તો દુરૂદ શરીફ પઢવા વાળાનું નામ અને ખાનદાનના વિવરણ સાથે મારી સામે પેશ કરે છે. પછી હું તેને (દુરૂદ ને) એક સફેદ કાગળમાં સાચવી લઉં છું.”

નોટઃ- ઈમામ બયહકી રહિમહુલ્લાએ આ હદીષ “કબરોંમાં અંબિયાએ કિરામ ‘અલૈહિમુસ્સલામ નાં જીવિત રેહવાનું બયાન” નાં બારામાં વર્ણન કર્યુ છે.

રસૂલે કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમ નાં માટે હઝરત ઉસ્માન રદિઅલ્લાહુ ‘અન્હુ ની મુહબ્બત

સુલહે હુદૈબિયહનાં મૌકા પર નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે હઝરત ઉષમાન રદિઅલ્લાહુ ‘અન્હુ ને મક્કા મુકર્રમા મોકલ્યા, જેથી કરીને તેવણ મક્કા મુકર્રમા માં કુરૈશની સાથે વાતાઘાટ કરે. જ્યારે હઝરત ઉસ્માન રદિઅલ્લાહુ ‘અન્હુ મક્કા મુકર્રમા જવા માટે રવાના થયા.

તો અમુક સહાબએ કિરામ રદિઅલ્લાહુ ‘અન્હુમ કહેવા લાગ્યા કે હઝરત ઉસ્માન રદિઅલ્લાહુ ‘અન્હુ ને આપણા થી પહેલા બયતુલ્લાહનાં તવાફનો મોકો મળી ગયો.

નબીએ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમ ને જ્યારે આ ખબર મળી, તો આપે ફરમાવ્યુ કે “મને નથી લાગતુ કે તેવણ મારા વગર બયતુલ્લાહનો તવાફ કરશે”.

જ્યારે હઝરત ઉસ્માન રદિઅલ્લાહુ ‘અન્હુ મક્કા મુકર્રમા માં દાખલ થયા, તો અબાન બિન સઈદે તેવણને પોતાની પનાહમાં લઈ લીધા અને તેમને કહ્યુ “તમે જ્યા ચાહો, આઝાદીથી ફરો. કોઈ તમને હાથ નહીં લગાડી શકે.”

હઝરત ઉસ્માન રદિઅલ્લાહુ ‘અન્હુ થોડા દિવસો મક્કા મુકર્રમા માં પસાર કર્યા અને મક્કા મુકર્રમા નાં સરદારોને મળ્યા અબુ સુફિયાન વગૈરહ થી વાત-ચીત કરી.

જ્યારે તેઓ પાછા વળી રહ્યા હતા, ત્યારે કુરૈશે પોતેજ આ રજુઆત કરી કે જ્યારે તમે મક્કા મુકર્રમા માં આવ્યા છો, તો જવાથી પહેલા ખાનએ કાબાનો તવાફ કરી લ્યો.

હઝરત ઉસ્માન રદિઅલ્લાહુ ‘અન્હુએ જવાબ આપ્યો કે “હું રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ વગર ક્યારેય તવાફ નહીં કરીશ.”

કુરૈશને આ જવાબ ઘણો નાપસંદ લાગ્યો અને તેમણે હઝરત ઉસ્માન રદિઅલ્લાહુ ‘અન્હુ ને મક્કા મુકર્રમા માં પોતાની પાસે રોકી લીઘા.

તે બાજુ મુસલમાનોને કોઈએ ખબર આપી દીઘી કે હઝરત ઉસ્માન રદિઅલ્લાહુ ‘અન્હુ ને શહીદ કરી દેવામાં આવ્યા.

જેવુ જ આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે આ વાત સાંભળી, તો આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે તરતજ બઘા સહાબા એ કિરામ રદિઅલ્લાહુ ‘અન્હુમ થી આ વાત પર બૈ’અત લીઘી કે જ્યાં સુઘી જાનમાં જાન છે કુરૈશની સાથે લડાઈ કરીશું અને પીઠ ન બતાવીશું.

જ્યારે કુરૈશને આ ખબર પડી, તો તેમનાં ઉપર ખૌફ છવાઈ ગયો અને તેમણે તરતજ હઝરત ઉસ્માન રદિઅલ્લાહુ ‘અન્હુ ને છોડી દીઘા. (કનઝુલ ઉમ્માલ, રકમ નં-૩૦૧૫૨, મુસનદે અહમદ, રકમ નં- ૧૮૯૧૦)

આ વાકિયાથી આપણને ખબર પડે છે કે હઝરત ઉસ્માન રદિઅલ્લાહુ ‘અન્હુ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમ થી કેટલો ઊંડો પ્રેમ કરતા હતા કે તેઓ આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમ વગર તવાફ કરવા માટે તૈયાર ન હતા.

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...