પ્રેમનો બગીચો (ચોથુ પ્રકરણ)

بسم الله الرحمن الرحيم

ઈસ્લામ કઈ વસ્તુની દાવત આપે છે?

રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં મુબારક જમાનામાં જ્યારે લોકો ઈસ્લામમાં દાખલ થવા લાગ્યા અને ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ઈસ્લામની ફેલાવાની ખબર પહોંચવા લાગી, તો બનુ તમીમનાં સરદાર અકષમ બિન સૈફી (રહ.)નાં દિલમાં ઈસ્લામનાં વિશે જાણવાનો શોક પૈદા થયો, તેથી તેવણે પોતાની જાતી(કબીલા) નાં બે માણસોને પસંદ કરીને મદીના મુનવ્વરહ મોકલ્યા, જેથી કે તે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અને એમનાં દીને ઈસ્લામનાં વિશે સંશોધન(તહકીક) કરીને તેમને હાલની પરિસ્થિતિની જાણ કરે.

આ બન્નેવ સંદેશવાહકો નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમત માં હાજર થયા અને પોતાનાં સફરનો હેતુ બયાન કર્યો. ત્યારબાદ તેવણે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સામે પોતાનાં સરદારનાં બન્ને સવાલોને પેશ કર્યા. તેવણે પુછ્યુઃ તમે કોણ છો? અને તમે કઈ વસ્તુની દાવત આપો છો?

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) જવાબ આપ્યોઃ હું મુહમંદ બિન અબ્દુલ્લાહ છું અને ઈસ્લામની દાવત આપુ છું. ત્યાર બાદ આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) સુરએ નહલની આ આયત તિલાવત ફરમાવીઃ

اِنَّ اللّٰہَ یَاۡمُرُ بِالۡعَدۡلِ وَ الۡاِحۡسَانِ وَ اِیۡتَآیِٔ ذِی الۡقُرۡبٰی وَ یَنۡہٰی عَنِ الۡفَحۡشَآءِ  وَ الۡمُنۡکَرِ وَ الۡبَغۡیِ ۚ یَعِظُکُمۡ   لَعَلَّکُمۡ   تَذَکَّرُوۡنَ ﴿۹۰﴾

“બેશક અલ્લાહ તઆલા અદલ (ઈન્સાફ) અને એહસાન અને સગા-સંબંધિઓને આપવાનો હુકમ ફરમાવ્યો છે અને ખુલ્લી બુરાઈ(બે હયાઈ(અસભ્યતા) અને બુરાઈ અને ઝુલ્મ કરવાથી મનાઈ ફરમાવી છે અલ્લાહ તઆલા તમને એટલા માટે નસીહત ફરમાવે છે કે તમે નસીહત કબૂલ કરો.”

જ્યાર આ બંને સંદેશવાહકોએ આ આયતે કરીમાને સાંભળી, તો તેનાં વ્યાપક અર્થોથી પ્રભાવિત થયા અને તેવણે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) થી રજુઆત કરી કે તમો અમને આ આયત ફરીથી સંભળાવો, જેથી કરીને કે અમે તેને યાદ કરી લઈએ. ત્યાર બાદ બંને સંદેશવાહકો અકષમ બિન સૈફી ની પાસે પાછા આવ્યા અને પોતાની મુલાકાતની કારગુઝારી સંભળાવી અને તેવણે પોતાનાં સરદાર અકષમ બિન સૈફીને બતલાવ્યુ કે અમે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) થી એમનાં વંશ(નસબ)નાં વિશે પૂછ્યુ, પણ આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) તે વાત પર વધારે ધ્યાન ન આપ્યુ, માત્ર પોતાનું નામ અને પોતાનાં પિતાનું નામ બયાન કરી દેવા પર સંતોષ કર્યો, આપે પોતાનું ઉચ્ચ વંશ(નસબ)નું વર્ણન જરાપણ ન ફરમાવ્યુ, જેવીરીતે સામાન્ય રાજાઓ અને શાસકોનો તરીકો છે.

પણ જ્યારે અમે બીજાવોથી આપનાં વંશ(નસબ)ની પુછતાછ કરી તો ખબર પડી કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નું વંશ(નસબ) ઘણુ ઊંચ્ચુ અને તમો શરીફ ખાનદાનથી હતા. ત્યાર પછી બન્ને સંદેશવાહકોએ અકષમ બિન સૈફીની સામે તે આયતે કરીમાની તિલાવત ફરમાવી, જે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) તેમની સામે તિલાવત કરી હતી.

આયત સાંભળતાજ અકષમ (રહ.) કહ્યુ કે આનાંથી ખબર પડે છે કે તે વ્યક્તિ સંસ્કારોનાં સન્માન તરફ લોકોને દાવત આપે છે અને ખરાબ અને નીચ સંસ્કારથી રોકે છે, પછી પોતાની કૌમને સંબોધીને કહ્યુઃ તમને જોઈએ કે તે વ્યક્તિનાં દીનમા જલ્દી દાખલ થઈ જાવો અને બીજાથી પેહલા અને અગાળી રહો. તે દીનમાં દાખલ થવામાં મોડુ ન કરો, ત્યાંસુઘી કે તમે દરેક લોકોમાં થી છેલ્લા થઈ જાવો. (ઈસાબહ, ભાગ-૧, પેજનં-૧૮૮, ઈબ્ને કષીર, ભાગ-૨, પેજનં-૫૮૩)

હકીકત એ છે કે આ આયતે કરીમા એવી વ્યાપક અને સંપૂર્ણ છે કે ઈસ્લામની પૂરી તાલીમાત ને સમાવેલ છે અને તેમાં ઈસ્લામની રૂહને થોડા શબ્દોમાં સમાવી દેવામાં આવી છે. આ આયતે કરીમા માં અલ્લાહ તઆલાએ હુકુકુલ્લાહ (અલ્લાહ તઆલાનાં અધિકારો) અને હુકુકૂલ ઈબાદ (બંદાઓનાં અધિકારો) ની અદાયગીનો ઘણો ભાર મૂકવામાં આવ્યો છે અને એક-બીજાની સાથે મુહબ્બત અને તકવા તથા પાકીની સાથએ જીવન ગુજારવાનો હુકમ આપવામાં આવ્યો છે. આજ કારણ છે કે હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઊદ (રદિ.) આ આયતે કરીમાને કુર્આને મજીની સૌથી સર્વ શ્રેષ્ઠ જામેઅ આયત ગણાવી છે.

આ આયતે કરીમાનો ખુલાસો આ છે કે અલ્લાહ તઆલાએ ઈમાનવાળાઓ ને હુકમ આપ્યો છે કે તે પોતાનાં જીવનમાં ત્રણ વસ્તુઓને અપનાવે અને ત્રણ વસ્તુઓથી બચે. અગર દરેક મુસલમાન આ આયતે કરીમાનાં જણાવ્યા અનુસાર જીવન ગુજારે, તો તેમને ઈસ્લામની અસલ રૂહ હાસિલ થઈ જશે. જે ત્રણ વસ્તુઓ પર અમલ કરવાનો હુકમ આપવામાં આવ્યો છે, તે આ છેઃ (૧) અદલ (અલ્લાહ તઆલા અને મખલુકનાં અધિકારોને ઈન્સાફની સાથે અદાયગી),(૨) એહસાન (લોકોની સાથે સારો વર્તાવ કરવુ અને કરૂણતા અને મુહબ્બતની સાથે મામલો કરવુ),(૩) સિલા રહમી (સગા-સંબંઘિઓની સાથે સારો વરતાવ કરવુ).

અને જે વસ્તુઓથી મનાઈ કરવામાં આવી છે, તે આ છેઃ (૧) અશ્લીલ કામોથી બચવુ,(૨) દરેક ખરાબ કામોથી દુર રેહવુ,(૩) જુલમ અને અત્યાચારથી બચવુ.

Source: http://ihyaauddeen.co.za/?p=16390


Check Also

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની …