મુસીબતની હાલતનાં અહકામ

હઝરત મૌલાના અશરફ અલી થાનવી(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“મુસીબતની હાલતનાં અહકામ નીચે પ્રમાણે છેઃ

(૧) ફરમાવ્યુ કે મુસીબતની હાલતમાં કસોટી હોય તો સબર કરવામાં આવે કે મોમીનની આજ શાન છે જેથી રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુઃ

إن أصابته سراء شكر، فكان خيرا له، وإن أصابته ضراء، صبر فكان خيرا له

“મોમીનની અજીબ હાલત છે કે અગર તેને કોઈ ખુશી પહોંચે છે તો શુકર કરે છે અને અગર મુસીબત પહોંચે છે સબર કરે છે તો બન્નેવ હાલતોમાં ફાયદો રહ્યો.”

(૨) ફરમાવ્યુ કે ખુદાની રહમતથી મુસીબતમાં માયુસ ન થાવો, બલકે ફઝલ વ અલ્લાહ તઆલાનાં કરમનાં ઉમ્મીદવાર રહો, કારણકે અસબાબથી ઊંચી પણ કોઈ વસ્તુ છે, તો માયુસીની વાત તે કહે જેનુ ઈમાન તકદીર પર ન હોય. અહલે દીનનો તરીકો તો, જે અલ્લાહ તઆલાની મરઝી છે તેનાં પર રાઝી રેહવાનો છે.

(૩) મુસીબતનાં કારણે શરીઅતનાં બીજા અહકામોમાં આળસાઈ ન કરે.

(૪) અલ્લાહ તઆલાથી તે મુશ્કેલીની આસાન થવાની દુઆ કરતા રહે અને તદબીરો (ઉપાયો) માં વ્યસ્ત રહે પણ તદબીર (ઉપાય) ને કારગર (લાભદાયક, અસરકારક) ન સમજે (અને દુઆનો હુકમ એટલા માટે છે કે તદબીર (ઉપાય) માં વગર દુઆએ બરકત નથી થતી).

(૫) ઈસ્તિગફાર કરતા રહો એટલે પોતાનાં ગુનાહોની માફી ચાહો.

(૬) અગર મુસીબત આપણાં કોઈ મુસલમાન ભાઈ પર આવે તો તેને પોતાનાં પર મુસીબત આવી એવુ સમજવુ તેનાં માટે પણ એવીજ તદબીર (ઉપાય) કરવામાં આવે એટલે જેવીરીતે કે અગર પોતાનાં ઉપર મુસીબત આવે ત્યારે જે તદબીર પોતાનાં માટે કરો તેજ તદબીર તેના માટે કરો.” (મલફૂઝાતે હકીમુલ ઉમ્મત, ભાગ નં-૨૩, પેજ નં-૧૭૫)

Source: https://ihyaauddeen.co.za/?p=14136


 

Check Also

મોતની તૈયારી દરેક વ્યક્તિએ કરવાની છે

શૈખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાહ‌‌‌ એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: મને એક વાત વિશે ઘણું …