પ્રેમનો બગીચો (બીજુ પ્રકરણ)

بسم الله الرحمن الرحيم

ઈસ્લામની સુંદરતા

જ્યારે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) હિજરત કરીને મદીના મુનવ્વરા તશરીફ લાવ્યા(પધાર્યા), તો લોકોની ઘણી મોટી જનમેદની ઉત્તેજનાથી આપનાં આવવાની રાહ જોતા હતા. એ લોકોમાં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં વફાદાર અને સાચા આશિક મદીનાં મુનવ્વરહનાં અન્સાર પણ હતા. તથા મદીના મુનવ્વરહનાં યહુદિયો અને બુત પરસ્ત(મૂર્તિ પૂજક) પણ આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની રાહ જોઈ રહ્યા હતા. ગૈર મુસ્લિમ લોકો મુદ્દઈએ નુબુવ્વત (એટલે તે હસ્તી જે નુબુવ્વતનાં દાવેદાર હતા) ની મુલાકાતનાં ઘણાં ઉત્સુક તથા ઉત્કૃષ્ટ હતા અને તેમનાં સંદેશાઓ સાંભળવા માટે ઈચ્છુક હતા.

મદીના મુનવ્વરહ પહોંચ્યા બાદ રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) લોકોની સામે એક ખુત્બો પઢ્યો. જેમાં આપે લોકોને ઈસ્લામની તાલીમાત(શિક્ષાઓ) ની દાવત આપી. હઝરત અબ્દુલ્લાહ બિન સલામ (રદિ.) (જેવણ તે સમયે યહુદિયોનાં એક મોટા વિદ્વાન(આલિમ) હતા) રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) થી પેહલી મુલાકાત વેળાનાં સમયને યાદ કરી ફરમાવે છે કે “હું પણ તે મજમા(સભા) નો એક સભ્ય હતો, જે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમનાં દીદારનાં માટે હાજર થયો હતો અને જેવી મારી નજર આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં નૂરાની ચેહરા પર પડી, મને યકીન થઈ ગયુ કે આ ચેહરો કોઈ જૂઠા માણસનો નહી હોઈ શકે.” તે સમયે સૌપ્રથમ વાત જે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની મુબારક જબાનથી નીકળી તે આ હતીઃ “એ લોકો ! એકબીજામાં સલામ ને આમ(સામાન્ય) કરો, લોકોને ખાવાનું ખવડાવો, રીશ્તાઓને(કુંટુંબીજનોમાં નાં રીશ્તા) જોડો અને રાત્રીમાં નફલ પઢો, જ્યારે કે લોકો સુતેલા હોય(અગર તમે આ નેક આમાલ કરશો) તો તમે સલામતીની સાથે જન્નતમાં દાખલ થશો.”

ઈસ્લામી તાલીમાત(શિક્ષાઓ) ની સુંદરતા અને ખૂબ સૂરતીનાં હવાલાથી આ પેહલો તઅસ્સુર (છાપ) હતો, જે હઝરત અબ્દુલ્લાહ બિન સલામ (રદિ.) અને બીજા ગૈર મુસ્લિમોં નાં દીલોમાં સ્થાપિત થયો. તેવણે અવલોકન(મુશાહદો) કર્યો કે ઈસ્લામ એક એવો દીન છે, જે માત્ર ન્યાય તથા ઈન્સાફની વાત નથી કરતો, બલકે તેનાંથી એક પગલુ અગાળી વધીને ઈસ્લામ લોકોને એકબીજાની સાથે કરૂણતા, મુહબ્બત, દયાભાવ, સહાનુભુતિ, સદ્દભાવના, સહકાર અને દયાને પ્રોત્સાહન આપે છે. આજ તાલીમાત(શિક્ષણો) હતી જેને જોઈને અબ્દુલ્લાહ બિન સલામ (રદિ.) ત્યારબાદ ઈસ્લામમાં દાખલ થયા.

જ્યારે મખલૂકની સાથે કરૂણતા, સહાનુભુતિ અને મુહબ્બતની વાત થાય, તો સામાન્ય તૌર પર મનમાં સદકાત, ખૈરાતની વાત આવે છે, જ્યારે કે મખલૂક ની સાથે કરૂણતા, સદ્દભાવના અને સદકાત, ખૈરાત, મુહબ્બત તેનાં પર નિર્ભર નથી, બલકે મખલૂકની સાથે કરૂણતા, સદ્દભાવના અને મુહબ્બત મુસલમાન નાં જીવનનાં દરેક ખુણામાં દ્રશ્યમાન થવી જોઈએ. ઉદાહરણ તરીકે મઝલૂમોની મદદ, અને નીચલા લોકોને પ્રોત્સાહન, મુસીબતમાં ફસાયેલ લોકોનું માર્ગદર્શન, ગરીબોને ખાવાનું ખવડાવુ, ગમોમાં ડૂબેલાવોનું ગમ દૂર કરવુ, આર્થિક મુશ્કેલીમાં સપડાયેલા લોકોની મદદ કરવુ, મુસલમાનોને હસીને સલામ કરવુ, તેઓને ખુશ કરવુ, લોકોનાં માટે (ચાહે મુસલમાન હોય અથવા ગૈર મુસ્લિમ) તકલીફનું કારણ ન બનવુ અને લોકોની સાથે માફીનો મામલો કરવુ આ બઘી વસ્તુઓ કરૂણતા તથા મુહબ્બતમાં દાખલ છે.

યકીનન કરૂણતા તથા મુહબ્બતનો આ અનેરો જૌહર આપણાં આકા સરકારે દો આલામ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં દરેક ઉચ્ચ અખલાક(સંસ્કાર) અને અવસાફે હમીદા(નિરાળી સભ્યતા) નાં અંદર હતા અને આપનાં આજ મુબારક કિરદાર(વ્યવ્હાર) ને મખલૂકે ઈલાહી (લોકો) દિવસ-રાત જોતા(મુશાહદો કરતા) હતા, જે ઘણાં બઘા લોકોનું ઈસ્લામ કબૂલ કરવાનું કારણ બન્યુ.

Source: http://ihyaauddeen.co.za/?p=16335


Check Also

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની …