મસ્જીદની સુન્નતોં અને આદાબ- (ભાગ-૩)

(૧) મસ્જીદમાં વ્યાપારી વ્યવહાર(લેવડ-દેવડ) ન કરવુ. [૧]

عن عمرو بن شعيب عن أبيه عن جده رضي الله عنهما قال نهى رسول الله صلى الله عليه وسلم عن تناشد الأشعار في المسجد وعن البيع والاشتراء فيه وأن يتحلق الناس يوم الجمعة قبل الصلاة في المسجد (سنن الترمذي رقم ۳۲۲) [૨]

હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર (રદિ.) ફરમાવે છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) મસ્જીદમાં બૈતબાજી(અંત્યાક્ષરી), ખરીદ તથા વેચાણ અને મસ્જીદમાં જુમ્આનાં દિવસે નમાઝથી પેહલા કુંડાળું લગાવીને બેસવાની મનાઈ કરી છે (એટલા માટે કે આવા કુંડાળા બનાવી બેસવાથી ખુત્બાની તરફ ધ્યાન કેંન્દ્રિત કરવુ માનેઅ છે(મુશ્કેલ છે).”

(૨) મસ્જીદમાં ખોવાઈ ગયેલી વસ્તુઓનું એલાન(જાહેરાત) ન કરવુ. [૩]

عن أبي هريرة رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم من سمع رجلا ينشد ضالة في المسجد فليقل لا ردها الله عليك فإن المساجد لم تبن لهذا (صحيح مسلم رقم ۵٦۸)

હઝરત અબુ હુરૈરહ(રદિ.) થી મરવી છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે વ્યક્તિ કોઈને મસ્જીદમાં ખોવાયેલી વસ્તુઓનું એલાન કરતા સાંભળે, તો તે તેને કહે અલ્લાહ તઆલા તમને તે વસ્તુ પાછા નહીં આપે, કારણકે મસ્જીદોં આ મકસદ માટે નથી બનાવવામાં આવી.”

(૩) મસ્જીદમાં અવાજ ઉંચો ન કરવો.[૪]

عن السائب بن يزيد قال كنت نائما في المسجد فحصبني رجل فنظرت فإذا عمر بن الخطاب فقال اذهب فأتني بهذين فجئته بهما فقال ممن أنتما أو من أين أنتما قالا من أهل الطائف قال لو كنتما من أهل المدينة لأوجعتكما ترفعان أصواتكما في مسجد رسول الله صلى الله عليه وسلم (صحيح البخاري رقم ٤۷٠)[૫]

હઝરત સાઈબ બિન યઝીદ(રદિ.) ફરમાવે છે કે હું (એક વખત) મસ્જીદમાં સુતેલો હતો કે કોઈએ મારા ઉપર કાંકરી ફેંકી(મને જગાડવા માટે) તો મેં નજર ઉઠાવી (એ જોવા માટે કે કાંકરી કોણે ફેંકી) તો મેં જોયુ કે તે હઝરત ઉમર બિન ખત્તાબ(રદિ.) હતા. પછી તેવણે મને કહ્યુ કે આ બન્નેવ વ્યક્તીઓને મારી પાસે લઈને આવો. હું તે બન્નેવને લઈને આવ્યો, તો હઝરત ઉમર(રદિ.) તેવણને પુછ્યુ કે તમે બન્નેવ જણાં ક્યાંથી આવ્યા છો? તે બન્નેવે જવાબ આપ્યો કે અમે તાઈફનાં રેહવા વાળા છે. હઝરત ઉમર (રદિ.) તેવણને કહ્યુ કે અગર તમે બન્નેવ મદીના મુનવ્વરહનાં હોતે, તો હું તમને સખત સજા આપતે. (કારણકે) તમે બન્નેવ જણાં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની મસ્જીદમાં અવાજ ઉંચો કરી રહ્યા છે.”

عن أبي هريرة رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم إذا اتخذ الفيء دولا والأمانة مغنما والزكاة مغرما وتعلم لغير الدين وأطاع الرجل امرأته وعق أمه وأدنى صديقه وأقصى أباه وظهرت الأصوات في المساجد وساد القبيلة فاسقهم وكان زعيم القوم أرذلهم وأكرم الرجل مخافة شره وظهرت القينات والمعازف وشربت الخمور ولعن آخر هذه الأمة أولها فارتقبوا عند ذلك ريحا حمراء وزلزلة وخسفا ومسخا وقذفا وآيات تتابع كنظام قطع سلكه فتتابع (سنن الترمذي رقم ۲۲۱۱)[૬]

હઝરત અબુ હુરૈરહ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જ્યારે યુદ્ધ વિના પ્રાપ્ત થયેલા માલને વ્યક્તિગત સંપત્તિ સમજવામાં આવશે જેને લોકો હાથો હાથ લેશે અને ઈસ્તેમાલ કરશે અને અમાનતને માલે ગનીમત (યુદ્ધ બાદ પ્રાપ્ત થયેલો માલ) સમજવામાં આવશે (એટલે લોકો અમાનતમાં ખયાનત કરશે) અને ઝકાતને ટેક્સ સમજવામાં આવશે. દીનનો જ્ઞાન દીન પર અમલ કરવા માટે પ્રાપ્ત કરવામાં નહી આવશે બલકે બીજા કોઈ મકસદ માટે પ્રાપ્ત કરવામાં આવશે (એટલે દુનિયા માટે),  માણસ પોતાની બીવી (પત્ની) નું સાંભળશે અને માં ની નાફરમાની કરશે (વાત નહી માનશે), પોતાનાં દોસ્તોને કરીબ કરશે અને વાલીદ (પીતા) ને દૂર કરશે, મસ્જીદોમાં અવાજો ઊંચી થશે (શોર-બકોર થશે), ફાસિક (દુરાચારી) માણસ કબીલા(જનજાતી)નો સરદાર બનશે, કૌમનો સરબરાહ(વડો) ઘટિયા(તુચ્છ) માણસ હશે, માણસની ઈઝ્ઝત તેની બુરાઈ (દુષ્ટતા) ની બીકનાં કારણે કરવામાં આવશે, ગાવાવાળીઓ અને સંગીતનાં સાધનો સામાન્ય થઈ જશે, ખુલ્લેઆમ શરાબ પીવાશે અને આ ઉમ્મતનાં પાછલા લોકો આગળનાં લોકો(સલફ સાલિહીન)પર લાનત કરશે (એટલે ખરાબ શબ્દો કહેશે), તો (આ નિશાનીઓનાં જાહેર થવા પછી) પ્રતિક્ષા કરો વાવાજોડાઓ, ભૂકંપો, લોકોનું જમીનમાં ધસાવવુ, લોકોનાં ચેહરાવો બગડી જવા, પત્થરોનો વરસાદ થવો અને આવા પ્રકારની બીજી નિશાનીયોની એક પછી એક જાહેર થશે જેવીરીતે કે હાર જ્યારે તેની દોરી કાપી નાંખવામાં આવે, તો તેનાં મોતીઓ એકપછી એક જલદી જલદી પડવા લાગે છે.”

(૪) મસ્જીદમાં દાખલ થતી વખતે મોબાઈલ બંઘ કરી લો, જેથી નમાઝ અને બીજી ઈબાદતોમાં વ્યસ્ત લોકોને ખલેલ (વિધ્ન) ન થાય.

Source: https://ihyaauddeen.co.za/?p=7628


[૧] ذكر الفقيه رحمه الله تعالى في التنبيه حرمة المسجد خمسة عشر … والثالث أن لا يشتري ولا يبيع (الفتاوى الهندية ۵/۳۲۱)

[૨] قال أبو عيسى حديث عبد الله بن عمرو بن العاص حديث حسن

[૩] ويكره … وإنشاد ضالة

قال الشامي : قوله ( وإنشاد ضالة ) هي الشيء الضائع وإنشادها السؤال عنها وفي الحديث إذا رأيتم من ينشد ضالة في المسجد فقولوا لا ردها الله عليك (رد المحتار ۱/٦٦٠)

[૪] ذكر الفقيه رحمه الله تعالى في التنبيه حرمة المسجد خمسة عشر … والسادس أن لا يرفع فيه الصوت من غير ذكر الله تعالى (الفتاوى الهندية ۵/۳۲۱)

[૫] قال الحافظ في الفتح (۱/٦۵٦) : قوله كنت قائما في المسجد كذا في الأصول بالقاف وفي رواية نائما بالنون ويؤيده رواية حاتم عن الجعيد بلفظ كنت مضطجعا

[૬] قال أبو عيسى وفي الباب عن علي وهذا حديث غريب

وعن علي رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال إذا فعلت أمتي خمس عشرة خصلة فقد حل بها البلاء قيل وما هي يا رسول الله قال إذا كان المغنم دولا وإذا كانت الأمانة مغنما والزكاة مغرما وأطاع الرجل زوجته وعق أمه وبر صديقه وجفا أباه وارتفعت الأصوات في المساجد وكان زعيم القوم أرذلهم وأكرم الرجل مخافة شره وشربت الخمر ولبس الحرير واتخذت القينات والمعازف ولعن آخر هذه الأمة أولها فليرتقبوا عند ذلك ريحا حمراء أو خسفا أو مسخا رواه الترمذي وقال لا نعلم أحدا روى هذا الحديث عن يحيى بن سعيد الأنصاري غير الفرج بن فضالة (سنن الترمذي رقم ۲۲۱٠)

Check Also

રમઝાન મહીનાની સુન્નતોં અને આદાબ – ૧

(૧) રમઝાનથી પહેલાજ રમઝાનની તૈયારી શરૂ કરી દે. કેટલાક બુઝુર્ગાને દીન રમઝાનની તૈયારી રમઝાનનાં છ મહીના પેહલાથી શરૂ ફરમાવી દેતા હતા...