પ્રેમનો બગીચો

بسم الله الرحمن الرحيم

પ્રારંભિક શબ્દ

 الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ومولانا محمد وآله وصحبه أجمعين وبعد

અંતિમ યુગનાં અંતિમ નબી અમારા આકા તથા મૌલા હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) બઘા નબિયોં અને રસૂલોંથી બુઝુર્ગ તથા ચડિયાતા અને ઉચ્ચ તથા અફઝલ છે અને હઝરત રસૂલે ખુદા (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની ઉમ્મત (અનુયાયી) બઘા ઉમ્મતિયો (અનુયાઈઓ)થી અફઝલ તથા અશરફ (શ્રેષ્ઠ) છે.

તેથી હદીષ શરીફ માં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ઉમ્મતને “ઉમ્મતે મરહૂમા” (એટલે એવી ઉમ્મત જેને અલ્લાહ તઆલાએ વિશેષ રહમતોં અને બરકતોં થી નવાજ્યા છે). અને રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની લાવેલ શરીઅતે પાછલા દરેક અંબિયાએ કિરામ(અલૈ.) ની શરીઅતો ને મનસૂખ (રદ્દ) કરી નાંખી અને ક઼યામત સુઘી માત્ર રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શરીઅત અલ્લાહ તઆલાને ત્યાં કબૂલ કરવામાં આવશે.

અલ્લાહ તઆલા નો મુબારક ફરમાન છેઃ

إِنَّ الدِّينَ عِندَ اللَّـهِ الْإِسْلَامُ

“બેશક ! અલ્લાહ તઆલાનાં નજીક માત્ર દીને ઈસ્લામ જ સ્વીકાર્ય દીન છે.”

બીજી આયતે કરીમા માં અલ્લાહ તઆલા ફરમાવે છેઃ

اَلۡیَوۡمَ اَکۡمَلۡتُ لَکُمۡ دِیۡنَکُمۡ وَ اَتۡمَمۡتُ عَلَیۡکُمۡ نِعۡمَتِیۡ وَ رَضِیۡتُ لَکُمُ الۡاِسۡلَامَ دِیۡنًا

“આજે હું તમારા માટે તમારો દીન પૂરો કરી ચૂક્યો છું અને મેં તમારા ઉપર મારું એહસાન પુરૂં કર્યુ અને મેં તમારા માટે ઈસ્લામને દીન(તરીકે) પસંદ કર્યો.”

આ આયતે કરીમાથી સંપૂર્ણપણે સ્પષ્ટ થાય છે કે દીને ઈસ્લામ દરેક એતિબાર થી વ્યાપક, કામિલ અને સંપૂર્ણ દીન છે. એમાં ઈન્સાનનાં માટે ઝિંદગીનાં બઘા ક્ષેત્રોમાં હિદાયાત (સૂચનાઓ) ઉપલબ્ધ છે અને તેમાં જ બઘી મુશ્કેલીઓ અને પરેશાનીયોનો ઉપાય છે. તથા ઈસ્લામનાં જ ઉપદેશોને અનુસરવાથી (અમલ કરવાથી) સમગ્ર વિશ્વમાં સંપ-શાંતિ અને ચેન-સુકૂન આવી શકે છે, પરંતુ અહિંયા એક ઘણોજ નાજુક સવાલ પૈદા થાય છે કે અગર મુસલમાનોં ની પાસે બઘી જરૂરતો અને મુશ્કેલીઓનો ઉપાય મૌજૂદ છે, તે છતા દુનિયાનાં વિવિધ પ્રદેશોમાં મુસલમાન મુસીબતો-તકલીફો નો સામનો કેમ કરી રહ્યા છે?

તેનો જવાબ આ છે કે મુસલમાનોં એ પોતાનાં જીવનમાં ઈસ્લામી તાલીમાત (ઉપદેશો) ને પીઠ પાછળ નાંખી દીઘી છે(એટલે ભૂલી બેઠા છે) અને નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં તરીકાઓ પર અમલ કરવાનું છોડી દીઘુ છે, જેનાં કારણે તે મુસીબતો-તકલીફો અને ફિતનાઓ-આઝમાઈશો (પરિક્ષાઓ) થી પીડાઈ રહ્યા છે.

સહાબએ કિરામ (રદિ.) દીને ઈસ્લામનાં ઉપદેશો (તાલીમાત) નાં પ્રાયોગિક ઉદાહરણ (અમલ કરવા વાળા) હતા. તેઓએ દુનિયા માં જ્યાં પણ પગલા મુક્યા, પોતાનાં અખલાક(સંસ્કાર) તથા આદતો થી ઈસ્લામની વાસ્તવિક સુંદરતાને પ્રકાશિત કરી. જેથી તેમનો ન્યાય-ઈન્સાફ, સારો વ્યવ્હાર, ખુબસૂરત અને સાદી જીવનશૈલી (જીવન જીવવાનો તરીકો) અને તેઓનાં ઉચ્ચ અખલાક અને મૂલ્યતા પોતેજ ગૈર મુસ્લીમોંને આમંત્રિત કરતા હતા (દાવત આપતા હતા). તેનો પરિણામ એ આવતો હતો કે ગૈર મુસ્લીમોનો જનસમૂહ ઈસ્લામમાં દાખલ થતા હતા.

આજે પણ અગર મુસલમાન પોતાનાં અખલાક(સંસ્કાર) તથા આદતો અને પોતાની જીંદગીને રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં ઉપદેશો તથા સૂચનાઓથી શણગારી લે, તો આંખોએ જે નઝારો સહાબએ કિરામ(રદિ.) નાં જમાનામાં જોયો હતો, આ જમાનામાં પણ તે નઝારો દેખાશે.

વર્તમાન યુગમાં દીની એતેબાર થી મુસલમાનો નાં અંદર ઘણી બઘી ખામીઓ જોવા મળે છે. જે મુસલમાનોની પડતીનું કારણ છે. તે બઘી ખામીઓમાંથી ચાર વાતો ઘણીજ નુકસાન પહોંચાડનાર વાતો છેઃ (૧) ઈમાનની કમઝોરી, (૨) ઉમ્મતમાં ઈખતિલાફ તથા ઈન્તીશાર(મતભેદો), (૩) અશ્લીલતા(બેહયાઈ) અને નિર્લજ્જતા(બેશરમી), (૪) ઈસ્લામી સંસ્કાર(અખલાક) ને છોડીને ગૈર મુસ્લીમોની આદતો તથા રિવાજો અને જીવન શૈલીને અપનાવવુ.

આ હાલાતને જોઈને આ વાતની જરૂરિયાત અનુભવાઈ કે ઉમ્મતે મુસ્લીમાની દીલોમાં અલ્લાહ તઆલાની અને રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની મુહબ્બત પૈદા કરવા માટે અને મુસલમાનોનાં એકબીજા સાથેનાં સંબંધો ની જ્વાળા સળગાવવા માટે “પ્રેમનો બગીચો” નાં નામથી એક સિલસિલો શરૂ કરી રહ્યા છીએ, જેમાં તે બઘી બાબતોને વિગતવાર બયાન કરવામાં આવશે.

અલ્લાહ તબારક વ તઆલાથી દુઆગિર છીએ કે તેવણ આ નાનાં પ્રયાસને સ્વીકૃત કરીને કબૂલિયત બખશે અને તેને પૂરી ઉમ્મત માં નબીએ કરીમ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સુન્નતોં ને ફેલાવવાનો ઝરીઓ બનાવે. આમીન યા રબ્બલ આલમીન

Source: http://ihyaauddeen.co.za/?p=16237


Check Also

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની …