સવારીમાં બેસીને જનાઝાની નમાઝ પઢવાનો હુકમ

શરઈ ઉઝર (ધાર્મિક કારણ) વગર જનાઝાની નમાઝ જમીન પર બેસીને પઢવુ તથા સવારીનાં અંદર બેસીને પઢવુ જાઈઝ નથી. [૧]

એક વખતમાં અનેક મય્યિતો (મરેલાઓ) ની જનાઝાની નમાઝ પઢવાનો હુકમ

અગર એક વખતમાં અનેક જનાઝાઓ આવી જાય, તો દરેક મય્યિતની અલગ અલગ જનાઝાની નમાઝ પઢવુ બેહતર છે, પણ દરેક મય્યિતોની એક સાથે એક જનાઝાની નમાઝ પઢવુ પણ જાઈઝ છે. [] અગર બાળકોની અને બાલિગો (પુખ્તવયનાં લોકો) ની જનાઝાની નમાઝ એક સાથે અદા કરવામાં આવે તો આ વાતને ધ્યાનમાં રાખવામાં આવે કે બાળકોની દુઆ બાલિગો (પુખ્તવયનાં લોકો) ની દુઆ પછી પઢવામાં આવે.

કયા મય્યિતની જનાઝાની નમાઝ પેહલા પઢવામાં આવે?

અગર દરેક મય્યિતની જનાઝાની નમાઝ અલગ અલગ પઢવામાં આવે, તો સૌથી પેહલા તે મય્યિતની જનાઝાની નમાઝ પઢવામાં આવે, જે દીની રૂપથી સૌથી અફઝલ હોય. તેનાં પછી તે મય્યિતની જે દીની રૂપથી પેહલા મય્યિતથી ઓછો દરજ્જો હોય પછી તે મય્યિતની જે દીની રૂપથી બીજા મય્યિતથી ઓછા દરજ્જે હોય એટલે જે શ્રેષ્ઠ હોય તે પેહલાનાં કાયદાનાં અનુસાર જનાઝાની નમાઝ પઢવામાં આવશે.[૨]

Source: http://ihyaauddeen.co.za/?p=1868, http://ihyaauddeen.co.za/?p=1872


 

[૧] (ولم تجز) الصلاة (عليها راكبا) ولا قاعدا (بغير عذر) استحسانا (الدر المختار ٢/٢٢٤)

(وركنها) شيئان (التكبيرات) الأربع فالأولى ركن أيضا لا شرط فلذا لم يجز بناء أخرى عليها (والقيام) فلم تجز قاعدا بلا عذر

قال العلامة ابن عابدين – رحمه الله -: (قوله: فلم تجز قاعدا) أي ولا راكبا قوله (بلا عذر) فلو تعذر النزول لطين أو مطر جازت راكبا ولو كان الولي مريضا فصلى قاعدا والناس قياما أجزأهم عندهما وقال محمد تجزي الإمام فقط حلية (رد المحتار ٢/٢٠٩)

[૨] (و إذا اجتمعت الجنائز فإفراد الصلاة) على كل واحدة (أولى) من الجمع وتقديم الأفضل أفضل (وإن جمع) جاز

قال العلامة ابن عابدين – رحمه الله -: (قوله: أولى من الجمع) لأن الجمع مختلف فيه قنية قوله (وتقديم الأفضل أفضل) أي يصلى أولا على أفضلهم ثم يصلى على الذي يليه في الفضل وقيده في الإمداد بقوله إن لم يكن سبق أي وإلا يصلى على الأسبق ولو مفضولا وسيأتي بيان الترتيب قوله (وإن جمع جاز) أي بأن صلى على الكل صلاة واحدة (رد المحتار ٢/٢١٨-٢١٩)

Check Also

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની …