સુરએ અલમ નશરહ઼ ની તફસીર

بِسۡمِ اللّٰہِ الرَّحۡمٰنِ الرَّحِیۡمِ

اَلَمۡ نَشۡرَحۡ  لَکَ صَدۡرَکَ ۙ﴿۱﴾ وَ وَضَعۡنَا عَنۡکَ وِزۡرَکَ ۙ﴿۲﴾ الَّذِیۡۤ  اَنۡقَضَ ظَہۡرَکَ ۙ﴿۳﴾ وَ رَفَعۡنَا لَکَ ذِکۡرَکَ ؕ﴿۴﴾ فَاِنَّ مَعَ الۡعُسۡرِ  یُسۡرًا ۙ﴿۵﴾ اِنَّ مَعَ الۡعُسۡرِ  یُسۡرًا ؕ﴿۶﴾ فَاِذَا  فَرَغۡتَ فَانۡصَبۡ ۙ﴿۷﴾ وَ اِلٰی  رَبِّکَ فَارۡغَبۡ ﴿۸﴾

અલ્લાહનાં નામથી શર કરૂં છું જે ઘણોજ દયાળુ અને કૃપાળુ છે.

(હે રસૂલ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) શું અમે આપની ખાતર આપનો સીનો(ઈલ્મ તથા હિલ્મ થી) ખોલી દીધો નથી? (૧) અને અમે આપના ઉપરથી આપનો તે બોજો ઉતારી મૂક્યો, (૨) જેણે આપની કેડ ભાંગી નાખી હતી (૩) અને અમે આપની ખાતર આપનું નામ બુલંદ કર્યુ (૪) તો બેશક, દરેક મુશ્કેલીની સાથે સહેલાઈ છે. (૫) (ફરી પણ) બેશક, દરેક મુશ્કેલીની સાથે સહેલાઈ છે. (૬) ફરી જ્યારે આપ (પ્રચાર) કાર્યથી પરવારી જાવ તો (ખાસ બંદગીમાં) મહેનત કર્યા કરો (૭) અને પોતાના પરવરદિગાર તરફ જ દિલ લગાડી દો. (૮)

તફસીર

اَلَمۡ نَشۡرَحۡ  لَکَ صَدۡرَکَ ۙ﴿۱﴾

(હે રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) શું અમે આપની ખાતર આપનો સીનો(ઈલ્મ તથા હિલ્મ થી) ખોલી દીધો નથી? (બેશક ખોલી દીધો છે)

જ્યારે આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર વહી નાઝિલ થતી હતી, તો આપ પર તેનો એટલો બોજો રેહતો હતો કે જો આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ઊંટ પર બેઠા હોય, તો ઊંટ પણ બેસી જતો હતો. કારણકે તે વહીનાં બોજાને સહન નહી કરી શકતો હતો. વહીની મહાનતા તથા પાવરને બયાન કરતા વેળા અલ્લાહ તઆલા ઈરશાદ ફરમાવે છેઃ

لَوۡ اَنۡزَلۡنَا ہٰذَا الۡقُرۡاٰنَ عَلٰی جَبَلٍ لَّرَاَیۡتَہٗ  خَاشِعًا مُّتَصَدِّعًا مِّنۡ خَشۡیَۃِ اللّٰہِ

જો અમે આ કુર્આન એક પહાડ ઉપર ઉતાર્યુ હોત તો તમે જોઈ લીઘું હોત કે તે અલ્લાહ તઆલાનાં ડરથી દબાઈ ગયો હોત, ફાટી ગયો હોત.

રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર અલ્લાહ તઆલાનો આ મહાન ફઝલ તથા કરમ છે કે તેવણે આપનાં સીનાં મુબારકને ખોલી દીધો. જેનાં કારણે આપનાં માટે વહીનાં બોજાને સહન કરવુ આસાન થઈ ગયુ.

وَ وَضَعۡنَا عَنۡکَ وِزۡرَکَ ۙ﴿۲﴾ الَّذِیۡۤ  اَنۡقَضَ ظَہۡرَکَ ۙ﴿۳﴾

અને અમે આપના ઉપરથી આપનો તે બોજો ઉતારી મૂક્યો, (૨) જેણે આપની કેડ ભાંગી નાખી હતી (૩)

આ આયતે કરીમા માં બયાન કરવામાં આવ્યુ છે કે અલ્લાહ તઆલાએ રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) થી તે બોજો દૂર કરી દીઘો, જે આપનાં માટે ઘણો ભારી અને વજની હતો. તે બોજાથી મુરાદ વહીની કૈફિયત(ગુણવત્તા) છે જેનાંથી આપ વહીનાં નુઝૂલનાં સમયે બોજો મહસૂસ કરતા હતા. તથા એનાંથી મુરાદ રિસાલત તથા નુબુવ્વતનાં સ્થાનની જીમ્મેદારીનો બોજો છે, જે આપને આપવામાં આવી. આપને પૂરી ઉમ્મત સુઘી અલ્લાહ તઆલાનો દીન અને કુર્આને કરીમનો પૈગામ પહોંચાડવાની જીમ્મેદારી આપવામાં આવી. અગર આ સિલસિલામાં અલ્લાહ રબ્બુલ ઈઝ્ઝતની મદદનો સમાવેશ ન થતે અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં મુબારક સીનાને તેનાં માટે ખોલવામાં ન આવતે, તો આપનાં માટે આ મહાન જીમ્મેદારીનો હોદ્દો પૂરો કરવો સંભવ ન થતે.

وَ رَفَعۡنَا لَکَ ذِکۡرَکَ ؕ﴿۴﴾

અને અમે આપની ખાતર આપનું નામ બુલંદ કર્યુ (૪)

આ આયતે કરીમા માં અલ્લાહ જલ્લ શાનુહુએ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં માટે પોતાનાં અમર્યાદિત પ્રેમ તથા સ્નેહનું વર્ણન કર્યુ છે. અને તે ઉચ્ચતરીન સ્થાન તથા મર્તબાનું વર્ણન કર્યુ છે, જેનાંથી નબીએ કરીમ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) સન્માનિત કરવામાં આવ્યા છે. રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને આ મહાન શર્ફ (સન્માન) હાસિલ છે કે જ્યારે પણ અલ્લાહ તઆલાનું મુબારક નામ લેવામાં આવે છે તો તેની સાથે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નું મુબારક નામ પણ લેવામાં આવે છે. તેથી ઈસ્લામ માં દાખલ થવા માટે જે કલીમો પઢવામાં આવે છે, તેમાં અલ્લાહ તઆલાનાં મુબારક નામની સાથે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નું મુબારક નામ પણ લેવામાં આવે છે. એવી જ રીતે અઝાન, ઈકામત, ખુત્બો અને તશહ્હુદ માં અલ્લાહ તઆલાની સાથે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નું મુબારક નામ લેવામાં આવે છે, ત્યાં સુઘી કે અગર નમાજ માં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નું નામ ન લેવામાં આવે અને આપ પર દુરૂદ ન પઢવામાં આવે, તો નમાઝ નાકિસ (અધૂરી) રહે છે. અલ્લાહ તઆલાની નજરમાં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની કદર તથા મૂલ્યતા એટલી વધારે છે કે કુર્આને મજીદમાં વારંવાર ઘણાં આદરભાવ અને મુહબ્બતની સાથે અલ્લાહ તઆલા પોતાનાં હબીબ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો તઝકિરો (વર્ણન) કરે છે. આ આયતે કરીમાં માં અલ્લાહ તઆલા ફરમાવે છે وَ رَفَعۡنَا لَکَ ذِکۡرَکَ કે હમોએ આપનું સ્થાન તથા મર્તબો અને વિશ્વ વિખ્યાતિ બુલંદ કરી છે.

فَاِنَّ مَعَ الۡعُسۡرِ  یُسۡرًا ۙ﴿۵﴾ اِنَّ مَعَ الۡعُسۡرِ  یُسۡرًا ؕ﴿۶﴾

તો બેશક, દરેક મુશ્કેલીની સાથે સહેલાઈ છે. (૫) (ફરી પણ) બેશક, દરેક મુશ્કેલીની સાથે સહેલાઈ છે. (૬)

અલ્લાહ તઆલાનો નિઝામ છે કે આ દુન્યા મુસીબતો તથા મુશ્કેલિઓનું ઘર છે. જેથી ઈન્સાન પોતાની ઝિંદગીમાં વિવિધ પ્રકારની પરેશાનિઓ અને મુસીબતોથી પિડાય છે. ક્યારેક તંદુરસ્તી, માલો દૌલત(ઘન, સંપત્તી) અને બાળકોનાં કારણે મુસીબતોનો સામનો કરે છે, તો ક્યારેક ઝમીન તથા સંપત્તીને લઈને પરેશાનિઓ સહન કરે છે. ઈન્સાન ભલે ગમે તેટલા મોટા હોદ્દા પર બેઠો હોય, તેની ઝિંદગીમાં કંઈક ને કંઈક પરેશાની(સમસ્યાઓ) જરૂર આવે છે, ભલે તે માનસિક અને ફિકરી સમસ્યાઓ હોય તથા શારીરિક અને ભાવનાત્મક પરેશાનીઓ હોય.

આ આયતે કરીમાં માં અલ્લાહ તઆલા આપણને જાણ કરી રહ્યા છે કે આપણે દુઃખી અને હતાશ ન થવુ જોઈએ કારણકે સરળતા દરેક મુશ્કેલી પછી આવે છે. તેથી અગર કોઈ અલ્લાહ તઆલાનાં દીન પર ઈમાન રાખે છે, અલ્લાહ તઆલા નાં વાદાઓ (વચનોં) પર સંપૂર્ણ ભરોસો રાખે છે, અને અલ્લાહ તઆલાનાં કલામ અને અને રસૂલે કરીમ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની વાતો પર પૂરે પૂરો યકીન રાખે છે, તો તે મુશ્કેલી પછી આસાની(સરળતા) જરૂર જોશે અને તેની ઝિંદગીમાં તંગી (મુશ્કેલી) પછી ખુશહાલી(ખુશીઓ) જરૂર આવશે.

فَاِذَا  فَرَغۡتَ فَانۡصَبۡ ۙ﴿۷﴾ وَ اِلٰی  رَبِّکَ فَارۡغَبۡ ٪﴿۸﴾

ફરી જ્યારે આપ(પ્રચાર) કાર્યથી પરવારી જાવ તો(ખાસ બંદગીમાં) મહેનત કર્યા કરો(૭) અને પોતાના પરવરદિગાર તરફ જ દિલ લગાડી દો.(૮)

આ આયતે કરીમા માં અલ્લાહ તઆલાની તરફથી રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને સંબોધિત કરવામાં આવી રહ્યા છે કે જ્યારે આપ દીનની દાવત તથા તબ્લીગ અને દીનનાં વિવિધ પ્રકારના વિભાગોમાં ઉમ્મતે મુસ્લિમા ની હિદાયત તથા રેહનુમાઈ(માર્ગદર્શન) ની ફરજ(કામ) પૂરી કરી લિયા કરો, ત્યારે પોતાનાં રબની તરફ ધ્યાન કેંન્દ્રિત કરો અને ઈબાદતમાં સંપુર્ણ રીતે વ્યસ્ત થઈ જાવો.

ઉલમાએ કિરામ(વિદ્વાનો) વર્ણન કરે છે કે દીની(ધાર્મિક) કામોંમાં વ્યસ્ત લોકોનાં માટે જેવી રીતે આ જરૂરી છે કે તે દીનની(ધાર્મિક) શિક્ષા તથા શિક્ષણ અને દાવતો તબ્લીગ(ઘર્મ પ્રચાર) કરે, લોકોને હકનાં રસ્તાની તરફ માર્ગદર્શન આપે અને તેઓને આમાલે સાલિહા(સારા કામોં) ની તરફ પ્રોત્સાહિત કરે, એવીજ રીતે તેમનાં માટે આ પણ ઘણુ જરૂરી છે કે તે અલ્લાહ તઆલાની ઈબાદત(પ્રાર્થના), અલ્લાહ તઆલા સાથેનો સંબંઘ (તઅલ્લુક઼ મઅલ્લાહ), આત્મ સુઘારણા (ઈસ્લાહે નફ્સ) અને અલ્લાહ તઆલાનાં ઝિક્ર તથા અઝકાર (જીભ તથા હ્ર્દય થી ખુદાને યાદ કરવુ) માં વધારે મેહનત કરે.

શાણપણની અપેક્ષા(તકાઝો) એ છે કે ઈન્સાન પોતાની પ્રગતીની ચિંતા કરે અને ઉમ્મતની પ્રગતીની પણ ચિંતા કરે. આ વાત હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ કે આપણી મેહનતો અને કોશિશો એક બાજુ ન હોય કે આપણે માત્ર પોતાની ચિંતા કરીએ અને ઉમ્મતને ભુલાવી દઈએ અથવા એ કે માત્ર ઉમ્મતની ચિંતા કરીએ અને પોતાને ભુલી જઈએ. આ આયતે કરીમામાં આપણને આ તાલીમ(શિક્ષા) આપવામાં આવી છે કે બન્નેવ બાજુ સંતુલન(બરાબરી) રાખે. એટલે પોતાની ચિંતા કરે અને ઉમ્મતની પણ ચિંતા રાખે.

Check Also

સૂરહ ઇખ્લાસની તફસીર

قُل هُوَ اللّٰهُ اَحَدٌ ‎﴿١﴾‏ اللّٰهُ الصَّمَدُ ‎﴿٢﴾‏ لَم يَلِدْ وَلَم يُوْلَد ‎﴿٣﴾‏ وَلَمْ يَكُن …