અલ્લાહ તઆલાનાં સ્વર્ગીય પુસ્તકો અને સહીફાઓ(દિવ્ય ગ્રંથો) થી સંબંધિત અક઼ાઈદ

(૧) અલ્લાહ તબારક વ તઆલાએ મનુષ્યોની હિદાયતનાં માટે જુદાં જુદાં અંબિયાએ કિરામ (અલૈ.) પર અલગ અલગ આસમાની કિતાબોં(સ્વર્ગીય પુસ્તકો) અને સહીફાઓ (દિવ્ય ગ્રંથો) નાઝિલ ફરમાવ્યા (ઉતાર્યા). આપણને અલ્લાહ તઆલાની કેટલીક આસમાની કિતાબોં (સ્વર્ગીય પુસ્તકો) અને સહીફાઓ (દિવ્ય ગ્રંથો)નાં વિશે કુર્આને કરીમ અને અહાદીષે મુબારકામાં ખબર આપવામાં આવી છે અને કેટલાકનાં વિશે આપણને ખબર નથી આપવામાં આવી. [૧]

(૨) આપણે તે બઘી આસમાની કિતાબોં(પુસ્તકો) અને સહીફાઓ (દિવ્ય ગ્રંથો) પર ઈમાન રાખીએ છીએ, જેને અલ્લાહ તઆલાએ દરેક અંબિયાએ કિરામ (અલૈ.) પર નાઝિલ ફરમાવી (ઉતાર્યા), એટલે તેની અસલી સૂરત પર જેનાં પર અલ્લાહ તઆલાએ તેને નાઝિલ ફરમાવી હતી (ઉતારી હતી). આપણે તે કિતાબો (પુસ્તકોં) અને સહીફાઓ (દિવ્ય ગ્રંથો) ની બદલાયેલી અને ઘડાયેલી વાતો પર ઈમાન નથી રાખતા, જેને લોકોએ બદલી નાંખી છે અને અલ્લાહ તઆલાની તરફ ગલત નિસ્બત કરી (જોડી) દીધી છે. [૨]

(૩) અલ્લાહ તબારક વ તઆલાની તરફથી નાઝિલ કરેલી પ્રખર આસમાની કિતાબોં ચાર છેઃ

(૧) તવરાત હઝરત મૂસા (અલૈ.) પર નાઝિલ કરવામાં આવી

(૨) ઈન્જીલ હઝરત ઈસા (અલૈ.) પર નાઝિલ કરવામાં આવી

(૩) ઝબૂર હઝરત દાવૂદ (અલૈ.) પર નાઝિલ કરવામાં આવી

(૪) કુર્આન મજીદ હઝરત મુહમંદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ પર નાઝિલ કરવામાં આવી. [૩]

(૪) આસમાની સહીફાઓ (દિવ્ય ગ્રંથો) હઝરત ઈબ્રાહીમ (અલૈ.) પર રમઝાનુલ મુબારકની પેહલી તારીખનાં નાઝિલ કરવામાં આવ્યા હતા.

તવરાત હઝરત મૂસા (અલૈ.) પર છ રમઝાનુલ મુબારકનાં નાઝિલ કરવામાં આવી હતી.

ઈન્જીલ હઝરત ઈસા (અલૈ.) પર તેર (૧૩) રમઝાનુલ મુબારકનાં નાઝિલ કરવામાં આવી હતી

ઝબૂર હઝરત દાવુદ (અલૈ.) પર બાર (૧૨) અથવા અઢાર(૧૮) રમઝાનુલ મુબારકનાં નાઝિલ કરવામાં આવી હતી.

અને ક઼ુર્આને મજીદ ચોવીસ રમઝાનુલ મુબારકનાં લવહે મહફૂઝ થી પેહલા આસમાન પર નાઝિલ કરવામાં આવ્યુ હતુ. પછી પેહલા આસમાન થી તેવીસ વર્ષોમાં પુરૂ ક઼ુર્આન મજીદ હઝરત મુહમંદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર ઘીરે ઘીરે જરૂરત પ્રમાણે નાઝિલ થતુ ગયુ હતુ. [૪]

(૫) કુર્આને મજીદ અલ્લાહ તઆલાની અંતિમ આસ્માની કિતાબ છે અને આ હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર નાઝિલ થઈ હતી. કુર્આને મજીદનાં નાઝિલ થવા બાદ દરેક આસમાની કિતાબોં મનસૂખ (રદ) થઈ ગઈ. [૫]

(૬) અલ્લાહ તઆલાએ કયામત સુઘીનાં માટે કુર્આને કરીમની હિફાઝત તથા જાળવણીની જવાબદારી લીઘી છે, તેથી કુર્આને મજીદમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન અને ફેરબદલ સંભવ નથી.

જ્યાંસુઘી બીજી આસમાની કિતાબોની વાત છે, તો અલ્લાહ તઆલાએ તેની હિફાઝતની જવાબદારી લોકોને સોંપી હતી. એજ કારણે કે તે કિતાબોં પરિવર્તન અને ફેરબદલ થી સલામત ન રહી સકી. [૬]

(૭) કુર્આને મજીદ ઘીરે ઘીરે તેવીસ(૨૩) વર્ષોમાં નાઝિલ થયુ હતુ. કુર્આને મજીદ ની અલગ-અલગ આયતો જુદા-જુદા સમયોમાં નાઝિલ થયી હતી.

પછી અલ્લાહ તઆલાએ હઝરત જીબ્રઈલ(અલૈ.)ને હુકમ આપ્યો હતો કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને આ બતાવે કે કઈ આયત કઈ સૂરતમાં અને કઈ તરતીબથી લખવામાં આવે.[૭]


 

[૧] ونؤمن بالملائكة والنبيين والكتب المنزلة على المرسلين ونشهد أنهم كانوا على الحق المبين (العقيدة الطحاوية صـ ۲۹)

(ولله كتب أنزلها على أنبيائه وبين فيها أمره ونهيه ووعده ووعيده) وكلها كلام الله تعالى (شرح العقائد النسفية صـ ۱٦۸)

 (والعالم) أي ما سوى الله تعالى من الموجودات مما يعلم به الصانع يقال عالم الأجسام وعالم الأعراض وعالم النبات وعالم الحيوان إلى غير ذلك فتخرج صفات الله تعالى لأنها ليست غير الذات كما أنها ليست عينها (بجميع أجزائه) من السموات وما فيها والأرض وما عليها محدث أي مخرج من العدم إلى الوجود بمعني أنه كان معدوما فوجد (شرح العقائد النسفية صـ ٥٠)

[૨] قُوْلُوْا اٰمَنَّا بِاللّٰـهِ وَمَآ اُنْزِلَ اِلَيْنَا وَمَآ اُنْزِلَ اِلٰٓى اِبْرٰهِـيْمَ وَاِسْمٰعِيْلَ وَاِسْحٰقَ وَيَعْقُوْبَ وَالْاَسْبَاطِ وَمَآ اُوْتِىَ مُوْسٰى وَعِيسٰى وَمَآ اُوْتِىَ النَّبِيُّوْنَ مِن رَّبِّهِمْ لَا نُفَرِّقُ بَيْنَ اَحَدٍ مِّنْهُمْ وَنَحْنُ لَهُۥ مُسْلِمُوْنَ  (سورة البقرة : ١٣٦)

[૩] وَلَقَدْ اٰتَيْنَا مُوسَى الْكِتٰبَ وَقَفَّيْنَا مِنْ بَعْدِهِ بِالرُّسُلِ (سورة البقرة: ٨٧)

(ولقد آتينا موسى الكتاب) التوراة أتاه جملة (تفسير النسفي ١/١٠٧)

وَقَفَّيْنَا عَلٰى اٰثَارِهِمْ بِعِيْسَى ابْنِ مَرْيَمَ مُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ مِنَ التَّوْرٰىةِ ۖ   وَاٰتَيْنٰهُ الْاِنْجِيْلَ فِيْهِ هُدًى وَّنُوْرٌ وَّمُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ مِنَ ٱلتَّوْرٰىةِ وَهُدًى وَّمَوْعِظَةً لِّلْمُتَّقِيْنَ (سورة المائدة: ٤٦)

اِنَّآ اَوْحَيْنَآ اِلَيْكَ كَمَآ اَوْحَيْنَآ اِلٰى نُوْحٍ وَالنَّبِيّنَ مِنْ بَعْدِهِ ۚ  وَاَوْحَيْنَآ اِلٰى اِبْرٰهِـيْمَ وَاِسْمٰعِيْلَ وَاِسْحٰقَ وَيَعْقُوْبَ وَالْاَسْبَاطِ وَعِيسٰى وَاَيُّوبَ وَيُوْنُسَ وَهـٰرُوْنَ وَسُلَيْمٰنَ ۚ وَاٰتَيْنَا دَاوۥدَ زَبُوْرًا (سورة النساء: ١٦٣)

وَلَقَدْ اٰتَيْنٰكَ سَبْعًا مِّنَ الْمَثَانِىْ وَالْقُرْاٰنَ الْعَظِيْمَ (سورة الحجر: ٨٧)

[૪] عن واثلة بن الأسقع أن رسول الله صلى الله عليه وسلم قال أنزلت صحف إبراهيم عليه السلام في أول ليلة من رمضان وأنزلت التوراة لست مضين من رمضان والإنجيل لثلاث عشرة خلت من رمضان وأنزل الفرقان لأربع وعشرين خلت من رمضان (مسند أحمد، الرقم: ١٦٩٨٤، قال الهيثمي في مجمع الزوائد (۱/۱۹۷): رواه أحمد والطبراني في الكبير والأوسط وفيه عمران بن داود القطان ضعفه يحيى ووثقه ابن حبان وقال أحمد أرجو أن يكون صالح الحديث وبقية رجاله ثقات)

وعن جابر بن عبد الله رضي الله عنهما قال أنزل الله تبارك وتعالى صحف إبراهيم في أول ليلة من رمضان وأنزلت التوراة على موسى عليه السلام لست خلون من رمضان وأنزل الزبور على داود عليه السلام لاثني عشرة خلت من رمضان وأنزل القرآن على محمد صلى الله عليه وسلم في أربع وعشرين خلت من رمضان. رواه أبو يعلى الموصلي عن سفيان بن وكيع وهو ضعيف وله شاهد من حديث واثلة بن الأسقع رواه أحمد بن حنبل (إتحاف الخيرة المهرة، الرقم: ٢٢٠١)

عن واثلة بن الأسقع أن رسول الله صلى الله عليه وسلم قال نزلت صحف إبراهيم أول ليلة من شهر رمضان وأنزلت التوراة لست مضين من رمضان وأنزل الإنجيل لثلاث عشرة مضت من رمضان وأنزل الزبور لثمان عشرة خلت من رمضان وأنزل القرآن لأربع وعشرين خلت من رمضان (المعجم الأوسط للطبراني الرقم: ٣٧٤٠، قال المناوي في التيسير (١/٣٨٠): ورجاله ثقات)

[૫] ثم الكتب قد نسخت بالقران تلاوتها وكتابتها وبعض أحكامها ( شرح العقائد النسفية صــ ۱٦۸)

[૬] اِنَّا نَحْنُ نَزَّلْنَا الذِّكْرَ وَاِنَّا لَهۥ لَحٰفِظُوْنَ (سورة الحجر: ٩)

[૭] (وقرآنا فرقناه) أما قراءة من قرأ بالتخفيف فمعناه فصلناه من اللوح المحفوظ إلى بيت العزة من السماء الدنيا ثم نزل مفرقا منجما على الوقائع إلى رسول الله صلى الله عليه وسلم في ثلاث وعشرين سنة قاله عكرمة عن ابن عباس (تفسير ابن كثير ۵/۱۲۷)

Check Also

કયામતથી સંબંઘિત અકાઈદ

(૧) કયામત જુમ્આ નાં દિવસે આવશે. કયામતનો દિવસ આ દુન્યાનો અંતિમ દિવસ હશે. આ દિવસમાં અલ્લાહ તબારક વ તઆલા આખી કાઈનાત(સૃષ્ટિ) ને તબાહો બરબાદ કરી નાંખશે. કયામતનાં દિવસનો ઈલ્મ(જ્ઞાન) માત્ર અલ્લાહ તઆલાને જ છે. અલ્લાહ તઆલાનાં સિવાય કોઈ નથી જાણતુ ક્યારે આ દુનિયાનો અંત થશે અને ક્યારે કયામત આવશે...