સડી ગયેલી લાશ જે ફાટવાનાં નજીક હોય તેનાં પર જનાઝાની નમાઝ

અગર મય્યિતની લાશ(મૃત દેહ) એ પ્રમાણે સડી ગયેલી હોય કે તેને હાથ લગાડવામાં આવે, તો આશંકા છે કે તેનાં ટુકડા થઈ જશે, તો આ સ્થિતિમાં ગુસલનાં માટે માત્ર આટલુ પૂરતુ થશે કે તેનાં પર પાણી વહેડાવી દેવામાં આવે. પછી મય્યિતને સામાન્ય તરીકાનાં અનુસાર કફનમાં લપેટી દેવામાં આવે અને જનાઝાની નમાઝ અદા કરવામાં આવશે.

અલબત્તા અગર જનાઝાની નમાઝ થી પેહલા મય્યિતનું શરીર ફાટી જાય, તો તેની જનાઝાની નમાઝ અદા કરવામાં નહી આવશે, બલકે ફાટેલા શરીરને જનાઝાની નમાઝનાં વગર દફન કરી દેવામાં આવશે.

અગર શરીર ફાટ્યુ ન હોય, પણ તેમાંથી દુર્ગંધ આવી રહી હોય, તો દુર્ગંધનાં કારણે જનાઝાની નમાઝ છોડવામાં નહી આવશે, બલકે જનાઝાની નમાઝ અદા કરવામાં આવશે. [૧]

મય્યિતનાં ઢાંચા(ફરમો, બિંબુ) પર જનાઝાની નમાઝ

અગર મય્યિતનું માત્ર ઢાંચો(ફરમો, બિંબુ) મળે, તો ન તો એને ગુસલ આપવામાં આવશે અને ન તેની જનાઝાની નમાઝ પઢવામાં આવશે, બલકે તેને એક કપડામાં લપેટીને દફન કરી દેવામાં આવશે. [૨]

Source: http://ihyaauddeen.co.za/?p=2346


 

[૧] ولو كان الميت متفسخا يتعذر مسحه كفى صب الماء عليه كذا في التتارخانية ناقلا عن العتابية (الفتاوى الهندية ١/١٥٨)

والمنتفخ الذي تعذر مسه يصب عليه الماء (مراقي الفلاح صـ ٥٦٩)

ويصلى عليه (ما لم يتفسخ)

قال العلامة الطحطاوي – رحمه الله -: قوله: (ما لم يتفسخ) أي تفرق أعضاؤه فإن تفسخ لا يصلى عليه مطلقا لأنها شرعت على البدن ولا وجود له مع التفسخ (حاشية الطحطاوي على مراقي الفلاح صـ ٥٩٢)

[૨]ألا ترى أن العظام لا يصلى عليها بالإجماع (بدائع الصنائع ١/٣٠٢)

Check Also

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની …