ઈખ્લાસ – દરેક દીની કામોંની મકબૂલિયતની બુન્યાદ

હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“કુર્આન તથા હદીષમાં ઘણી અહમિયત(મહત્તવતા)ની સાથે આ હકીકત (વાસ્તવિકતા)નું એલાન કરવામાં આવ્યુ છે કે દીન “યુસર”(આસાન) છે અર્થાત તે સરાસર(સંપુર્ણપણે) સહુલત(સગવડવાળો) અને આસાની છે. તેથી જે વસ્તુઓ દીનમાં જે દરજે જરૂરી થશે તે તેજ દરજામાં સહલ(સગવડ વાળી) અને આસાન હોવી જોઈએ. તેથી તસહીહે નિય્યત(નિય્યતને દુરૂસ્ત કરવુ) અને ઈખલાસ લિલ્લાહ(દરેક કામ અલ્લાહતઆલા નાં માટે કરવુ). જ્યારે કે દીનમાં અત્યંત જરૂરી છે બકલે તેજ બઘા દીનનાં કામોની રૂહ છે. એટલા માટે તે ઘણીજ સહલ(આસાન) છે. અને એજ “ઈખલાસ લિલ્લાહ”(દરેક કામ અલ્લાહ તઆલાનાં માટે કરવુ) જ્યારે કે બઘા “સુલૂક” અને “તરીક”(પૂરા દીન) નો હાસિલ(ખુલાસો) છે, એટલા માટે જાણવા મળ્યુ કે સુલૂક(પૂરા દીન પર ચાલવુ) પણ ઘણી આસાન વસ્તુ છે.” (મલફુઝાત મૌલાના મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) પેજ નં- ૧૨)

Source: https://ihyaauddeen.co.za/?p=8119


 

Check Also

મોતની તૈયારી દરેક વ્યક્તિએ કરવાની છે

શૈખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાહ‌‌‌ એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: મને એક વાત વિશે ઘણું …