અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૧૬)

અઝાન પછીની દુઆઃ

(૧) અઝાન પછી રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદ મોકલો પછી નિચે પ્રમાણેની દુઆ પઢો[૧]:

اللّٰهُمَّ رَبَّ هٰذِهِ الدَّعْوَةِ التَّامَّةِ وَالصَّلَاةِ الْقَائِمَةِ آتِ مُحَمَّدًا الْوَسِيْلَةَ وَالْفَضِيلَةَ وَابْعَثْهُ مَقَامًا مَحْمُودًا الَّذِيْ وَعَدْتَّهُ إِنَّكَ لَاتُخْلِفُ الْمِيْعَاد

હે અલ્લાહ ! આ સંપૂર્ણ દુઆ અને કાઈમ થવા વાળી નમાઝનાં રબ ! મુહમંદ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને વસીલો(જન્નતમાં એક બુલંદ મર્તબો), ફઝીલત(વિશેષ રહમતો) અને મકામે મહમૂદ(કયામતનાં દિવસે શફાઅતે કુબરા નો મકામ) અર્પણ ફરમાવજો, જેનો તમે એમને વાદો કર્યો છે. બેશક તમે વચનનો ભંગ(વાદા ખિલાફી) નથી કરતા.

عن عبد الله بن عمرو بن العاص رضي الله عنهما أنه سمع النبي صلى الله عليه وسلم يقول: إذا سمعتم المؤذن فقولوا مثل ما يقول ثم صلوا علي فإنه من صلى علي صلاة صلى الله عليه بها عشرا ثم سلوا الله لي الوسيلة فإنها منزلة في الجنة لا تنبغي إلا لعبد من عباد الله وأرجو أن أكون أنا هو فمن سأل لي الوسيلة حلت له الشفاعة (صحيح مسلم رقم ۳۸٤)

હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર બિન અલ-આસ(રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ, “જ્યારે તમે મુઅઝ્ઝિન(ની અઝાન) સાંભળો, તો તેનાં અઝાનનાં કલિમાતને દોહરાવો અને (અઝાન પછી) મારાં પર દુરૂદ મોકલો(એટલે અઝાન પછી દુઆ પઢવા પેહલા દુરૂદ મોકલો), કારણકે જે મારાં ઉપર એક વખત દુરૂદ મોકલે છે, અલ્લાહ તઆલા તેનાં ઉપર દસ રહમતોં નાઝિલ ફરમાવે છે(પછી અઝાન ની દુઆ પઢો જેમાં તમે) અલ્લાહ તઆલાથી મારાં માટે “વસીલા” ની દુઆ કરો. બેશક આ(વસીલો) જન્નતમાં એક ઊંચો મર્તબો છે, જે અલ્લાહ તઆલાનાં ખાલી એક વિશેષ બંદાને મળશે. મારી આરઝુ છે કે તે મકામ મને મળે. તેથી જે માણસ મારાં માટે(વસીલા)ની દુઆ કરશે, તેને મારી શફાઅત હાસિલ થશે.” (સહીહ મુસ્લિમ)

عن جابر رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: من قال حين يسمع النداء اللهم رب هذه الدعوة التامة والصلاة القائمة آت محمدا الوسيلة والفضيلة وابعثه مقاما محمودا الذي وعدته حلت له شفاعتي يوم القيامة (صحيح البخاري رقم ٦۱٤) (وأما زيادة إنك لا تخلف الميعاد فقد ذكرها البيهقي فى السنن الكبرى ۱/٤۱٠)

હઝરત જાબિર(રદિ.)થી મરવી છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ, “જે માણસ અઝાન સાભળીને આ દુઆ પઢશેઃ

اللّٰهُمَّ رَبَّ هٰذِهِ الدَّعْوَةِ التَّامَّةِ وَالصَّلَاةِ الْقَائِمَةِ آتِ مُحَمَّدًا الْوَسِيْلَةَ وَالْفَضِيلَةَ وَابْعَثْهُ مَقَامًا مَحْمُودًا الَّذِيْ وَعَدْتَّهُ (إِنَّكَ لَاتُخْلِفُ الْمِيْعَاد)

તે કયામતનાં દિવસે મારી શફાઅતનો હકદાર થશે.

(૨) જ્યારે અઝાન પૂરી થઈ જાય તો પેહલા અઝાનની દુઆ પઢે ત્યાર બાદ નીચે પ્રમાણેની દુઆ પઢેSee 39:

أَشْهَدُ أَنْ لَّا إِلٰهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيْكَ لَهُ وَأَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُوْلُهُ رَضِيْتُ بِاللهِ رَبًّا وَبِمُحَمَّدٍ رَسُوْلًا وَبِالْإِسْلَامِ دِيْنًا

હું ગવાહી આપુ છું કે અલ્લાહ તઆલાનાં સિવાય કોઈ માબૂદ નથી. તેવણ એકલા છે. તેમનું કોઈ શરીક નથી અને(હું ગવાહી આપુ છું કે) મુહમંદ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અલ્લાહ તઆલાનાં બંદા અને રસૂલ છે. હું અલ્લાહ તઆલાથી રબ હોવામાં અને મુહમંદ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)થી રસૂલ હોવામાં રાઝી છું અને ઈસ્લામથી દીન હોવામાં રાઝી છું.

નોટઃ- આ દુઆ અઝાન પછી પઢવી જોઈએ અને અઝાનનાં દરમિયાન પણ પઢવી જોઈએ એટલે જ્યારે મુઅઝ્ઝિનનાં શહાદતૈન(أَشْهَدُ أَنْ لَّا إِلٰهَ إِلَّا اللهُ،أَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُوْلُ اللهُ) (અશહદુ અલ લાઈલાહ ઈલલ્લોહ, અશહદુ અન્ન મુહમ્મદર રસૂલુલ્લોહ) કહે તો તમે આ દુઆ પઢો.

عن سعد بن أبي وقاص عن رسول الله صلى الله عليه وسلم أنه قال : من قال حين يسمع المؤذن أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأن محمدا عبده ورسوله رضيت بالله ربا وبمحمد رسولا وبالإسلام دينا غفر له ذنبه (صحيح مسلم رقم ۳۸٦)

હઝરત સઅદ બિન અબી વક઼્ક઼ાસ(રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ, “જે માણસ અઝાનનાં સમયેઃ

أَشْهَدُ أَنْ لَّا إِلٰهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيْكَ لَهُ وَأَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُوْلُهُ رَضِيْتُ بِاللهِ رَبًّا وَبِمُحَمَّدٍ رَسُوْلاً وَبِالْإِسْلَامِ دِيْنًا

પઢશે, તેનાં(સગીરહ) ગુનાહ માફ થઈ જશે.

(૩) અઝાન પછી નિચેની દુઆઓ પણ પઢી સકોઃ

اللّٰهُمَّ رَبَّ هٰذِهِ الدَّعْوَةِ التَّامَّةِ وَالصَّلَاةِ الْقَائِمَةِ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَأَعْطِهِ سُؤْلَهُ يَوْمَ الْقِيَامَةِ[૨]

હે અલ્લાહ ! હે આ મુકમ્મલ(સંપુર્ણ) દુઆ અને ક઼ાઈમ થવા વાળી નમાઝનાં રબ ! મુહમંદ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદ નાઝિલ ફરમાવો(પોતાની રહમત નાઝિલ ફરમાવો) અને કયામતનાં દિવસે તેમને એમનો મક઼સૂદ અર્પણ ફરમાવો.

 اللّٰهُمَّ رَبَّ هٰذِهِ الدَّعْوَةِ التَّامَّةِ وَالصَّلَاةِ الْقَائِمَةِ صَلِّ عَلٰى عَبْدِكَ وَرَسُوْلِكَ وَاجْعَلْنَا فِيْ شَفَاعَتِهِ يَوْمَ الْقِيَامَةِ[૩]

હે અલ્લાહ ! હે આ મુકમ્મલ(સંપુર્ણ) દુઆ અને ક઼ાઈમ થવા વાળી નમાઝનાં રબ ! પોતાનાં બંદા અને રસૂલ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદ નાઝિલ ફરમાવો(પોતાની રહમત નાઝિલ ફરમાવો) અને હમોને તે લોકોમાંથી બનાવો, જેઓને ક઼યામતનાં દિવસે તેમની શફાઅત હાસિલ(પ્રાપ્ત) થશે.

اللّٰهُمَّ رَبَّ هٰذِهِ الدَّعْوَةِ الْقَائِمَةِ وَالصَّلاةِ النَّافِعَةِ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَارْضَ عَنِّيْ رِضَاءً لَا سَخَطَ بَعْدَهُ[૪]

હે અલ્લાહ ! હે આ મુકમ્મલ(સંપુર્ણ) દુઆ અને નફો પહોંચાડવા વાળી નમાઝનાં રબ ! મુહમંદ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)પર દુરૂદ મોકલો(પોતાની રહમત નાઝિલ ફરમાવજો), અને મારાથી એવી રીતે રાઝી થઈ જાવો કે ત્યાર બાદ તમે કદાપી નારાજ ન થાવો.

હદીષ શરીફમાં વારિદ છે કે આ(છેલ્લી) દુઆનાં પઢવા પછી દુઆઓ કબૂલ થાય છે.

Source: http://ihyaauddeen.co.za/?cat=379


[૧] ويدعو عند فراغه بالوسيلة لرسول لله صلى الله عليه وسلم

قال الشامي : قوله ( ويدعو إلخ ) أي بعد أن يصلي على النبي لما رواه مسلم وغيره إذا سمعتم المؤذن فقولوا مثل ما يقول ثم صلوا علي فإنه من صلى علي صلاة صلى الله عليه بها عشر ثم سلوا لي الوسيلة فإنها منزلة في الجنة لا تنبغي إلا لعبد مؤمن من عباد الله وأرجو أن أكون أنا هو فمن سأل الله لي الوسيلة حلت له الشفاعة وروى البخاري وغيره من قال حين يسمع النداء اللهم رب هذه لدعوة التامة والصلاة القائمة آت محمدا الوسيلة والفضيلة وابعثه مقاما محمودا الذي وعدته حلت له شفاعتي يوم القيامة وزاد البيهقي في آخره إنك لا تخلف الميعاد وتمامه في الإمداد والفتح قال ابن حجر في شرح المنهاج وزيادة والدرجة الرفيعة وختمه بيا أرحم الراحمين لا أصل لهما اهـ (رد المحتار ۱/۳۹۸)

[૨] عن أبي الدرداء أن رسول الله صلى الله عليه وسلم كان يقول إذا سمع المؤذن: اللهم رب هذه الدعوة التامة والصلاة القائمة صل على محمد وأعطه سؤله يوم القيامة وكان يسمعها من حوله ويحب أن يقولوا مثل ذلك إذا سمعوا المؤذن قال ومن قال مثل ذلك إذا سمع المؤذن وجبت له شفاعة محمد صلى الله عليه وسلم يوم القيامة رواه الطبراني في الكبير، وفيه صدقة بن عبد الله السمين ضعفه أحمد والبخاري ومسلم وغيرهم، ووثقه دحيم وأبو حاتم وأحمد بن صالح المصري (مجمع الزوائد رقم ۱۸۷۸)

[૩] عن أبي الدرداء قال كان رسول الله صلى الله عليه وسلم إذا سمع النداء قال اللهم رب هذه الدعوة التامة والصلاة القائمة صل على عبدك ورسولك واجعلنا في شفاعته يوم القيامة قال رسول الله صلى الله عليه وسلم من قال هذا عند النداء جعله الله في شفاعتي يوم القيامة رواه الطبراني في الأوسط وفيه صدقة المذكور قبل هذا الحديث (مجمع الزوائد رقم ۱۸۷۹)

[૪] عن جابر أن رسول الله صلى الله عليه وسلم قال: من قال حين ينادي المنادي اللهم رب هذه الدعوة القائمة والصلاة النافعة صل على محمد وارض عني رضاء لا سخط بعده استجاب الله له دعوته رواه أحمد والطبراني في الأوسط، وفيه ابن لهيعة وفيه ضعف (مجمع الزوائد رقم ۱۸۷۵)

Check Also

મસ્જીદની સુન્નતોં અને આદાબ- (ભાગ-૯)

હઝરત અમ્ર બિન મૈમૂન (રહ.) થી રિવાયત છે કે હઝરત ઉમર (રદિ.) ઈરશાદ ફરમાવે છે કે “મસ્જીદો જમીન પર અલ્લાહ તઆલાનાં ઘરો છે અને મેઝબાનની જવાબદારી છે કે તે પોતાનાં મેહમાનનો સન્માન કરે.”...