કુર્બાનીની નઝર માનવુ(માનતા માનવી)

સવાલ– શરીઅતનાં રૂ થી તે માણસનો શું હુકમ છે જેણે નઝર માની કે જો તેનું ફલાણું કામ થઈ ગયુ, તો તે કુર્બાની કરશે, પછી જો તેનું ફલાણું કામ પુરૂ થઈ જાય, તો શું તેનાં પર કુર્બાની વાજીબ થશે. વધારેમાં એ પણ બતાવશો કે આ મસઅલામાં માલદાર અને ગરીબનાં દરમિયાન હુકમમાં કોઈ ફર્ક છે, અથવા બન્નેવનાં માટે એકજ હુકમ છે?

જવાબ- કામ પુરૂ થઈ જવા પછી નઝર માનવા વાળા પર કુર્બાની વાજીબ થશે, ચાહે નઝર માનવા વાળો માલદાર હોય અથવા ગરીબ. હાં, જો નઝર માનવા વાળો માલદાર હોય, તો તેનાં પર બે જાનવરોંની કુર્બાની વાજીબ થશે. એક નઝર ની કુર્બાની અને બીજી પોતાની વાજીબ કુર્બાની.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

ولو نذر أن يضحي شاة وذلك في أيام النحر وهو موسر فعليه أن يضحي بشاتين عندنا شاة بالنذر وشاة بإيجاب الشرع ابتداء إلا إذا عنى به الإخبار عن الواجب عليه فلا يلزمه إلا واحدة ولو قبل أيام النحر لزمه شاتان بلا خلاف لأن الصيغة لا تحتمل الإخبار عن الواجب إذ لا وجوب قبل الوقت وكذا لو كان معسرا ثم أيسر في أيام النحر لزمه شاتان اه (رد المحتار ٦/۳۲٠)

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસીપીન્ગો બીચ, ડરબન, દક્ષિણ આફ્રીકા

Source: http://muftionline.co.za/node/160

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?