અલ્લાહ તઆલાની રહમતનું ધાંકી લેવુ

عن أنس رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال: إن لله سيارة من الملائكة يطلبون حلق الذكر فإذا أتوا عليهم حفوا بهم ثم بعثوا رائدهم إلى السماء إلى رب العزة تبارك وتعالى فيقولون ربنا أتينا على عباد من عبادك يعظمون آلاءك ويتلون كتابك ويصلون على نبيك صلى الله عليه وسلم ويسئلونك لآخرتهم وديناهم فيقول تبارك وتعالى: غشوهم رحمتي فيقولون يا رب إن فيهم فلانا الخطاء إنما اغتبقهم اغتباقا فيقول تبارك وتعالى: غشوهم رحمتي فهم الجلساء لا يشقى بهم جليسهم (مسند البزار، الرقم: 6494 وسنده حسن كما في القول البديع صـ 267)

હઝરત અનસ (રદિ.) થી રિવાયત છે કે નબી સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ઈરશાદ ફરમાવ્યુ કે બેશક અલ્લાહ તઆલાનાં અમુક ફરિશ્તા છે, જે ઝિક્રની મજલિસો ને શોધવામાં ફરતા રહે છે અને જ્યારે તેઓ તેમની પાસે (ઝિક્ર કરવા વાળાની મજલિસો માં) પહોંચે છે તો તેઓને ઢાંકી લે છે. પછી તે પોતાનાં લીડર ને અલ્લાહ તઆલાની બારગાહ માં આસમાનની તરફ મોકલે છે. તે ફરિશ્તાઓ અલ્લાહ તઆલા ને અર્ઝ કરે છે, હે અમારા રબ! અમે તમારા એવા બંદાઓની પાસે પહોંચ્યા છે જેઓ તમારી ને’અમતોંની બડાઈ બયાન કરતા છે (ઘણી વધારે કદર કરે છે), તમારી કિતાબની તિલાવત કરે છે, તમારા નબી સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ પર દુરૂદ મોકલે છે અને તમારાથી દુન્યા અને આખિરતની ભલાઈની ભીખ માંગે છે. તો અલ્લાહ તઆલા તેમનાંથી ફરમાવે છે, તેઓને મારી રહમત થી ધાંકી લો. ફરિશ્તાઓ કહે છે, હે પરવરદિગાર! તેઓના વચ્ચે ફલાણો ગુનેહગાર પણ છે. તે આ મજલિસ માં હમણાંજ પહોંચ્યો છે. અલ્લાહ તઆલા ફરિશ્તાઓને ફરમાવે છે, તેઓ બઘાને મારી રહમતથી ધાંકી લો. એટલા માટે કે તેઓ એવા લોકો છે જેઓ નાં હમ-નશીં (સાથે બેસવા વાળા) મારી રહમત થી મહરૂમ નહીં રહી શકે છે.”

વધારે પ્રમાણમાં દુરૂદ પઢવું

અબૂ સુલૈમાન મુહમંદ બિન હુસૈન હિર્રાની (રહ.) કહે છે કે અમારા પડોસમાં એક સાહબ હતા કે જેમનું નામ ફઝલ હતુ, કસરત ની સાથે (ઘણા વધારે પ્રમાણમાં) નમાઝ અને રોઝા માં વ્યસ્ત રેહતા હતા.

તેવણે બયાન કર્યુ કે હું હદીષ લખ્યા કરતો હતો, પણ તેમાં દુરૂદ શરીફ લખતો ન હતો. તેવણ કહે છે કે મેં હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમમ ને સપનામાં જોયા. હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ઈરશાદ ફરમાવ્યુ કે જ્યારે તમે મારૂ નામ લખો છો અથવા લેવો છો તો દુરૂદ શરીફ કેમ નથી પઢતા (ત્યાર પછી તેવણે દુરૂદ નો એહતેમામ (પાંબદી) શરૂ કરી દીઘો).

તેનાં થોડા દિવસો પછી હુઝૂર અકદસ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની સપનામાં ઝિયારત કરી. હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ઈરશાદ ફરમાવ્યુ કે તારૂ દુરૂદ મારા સુઘી પહોંચી રહ્યુ છે. જ્યારે મારૂ નામ લિયા કરો તો “સલ્લલ્લાહુ અલયહિ વસલ્લલમ કહ્યા કરો. (ફઝાઈલે દુરૂદ, પેજ નઃ ૧૬૨)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source: http://whatisislam.co.za/index.php/durood/item/619-enveloped-in-the-mercy-of-allah , http://ihyaauddeen.co.za/?p=5313

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...