અલ્લાહ તઆલાનાં વિષે અકાઈદ(માન્યતાઓ)

(૧) માત્ર અલ્લાહ તઆલાજ માબૂદે બરહક(સત્યાથી પૂજવાને લાયક) અને ઈબાદતનો હક રાખનાર છે.[૧]

(૨) કાયનાત(બ્રહ્માંડ)ની તખલીક(બનાવટ)થી પેહલા અલ્લાહ તઆલાનાં વગર કોઈ વસ્તુનો અસ્તિત્વ ન હતો. અલ્લાહ તઆલાએ દરેક વસ્તુને અદમ(પરલોક) થી અસ્તિત્વ બખશ્યુ. અલ્લાહ તઆલાનાં વગર કોઈ પણ કોઈ મખલૂક(જીવો)ને પેદા કરવા(જન્મ આપવા) અથવા મૃત્યુ અને જીવન આપવા પર શક્તિ ધરાવતો નથી.[૨]

(૩) અલ્લાહ તઆલાનો કોઇ શરીક, બીવી(પત્ની) અથવા ખાનદાન(કુટુંબ) નથી. ન તો અલ્લાહ તઆલાની કોઈ ઔલાદ છે અને ન અલ્લાહ તઆલા કોઈની ઔલાદ છે.[૩]

(૪) અલ્લાહ તઆલા કોઈ મખલૂક(જીવો) નાં મોહતાજ (જરૂરિયાતમંદ) નથી, પણ બઘી મખલૂક(જીવો) પોતાનાં વુજૂદ(અસ્તિત્વ) તથા બકા અને દરેક જરૂરિયાતોમાં અલ્લાહ તઆલાની મોહતાજ(જરૂરિયાતમંદ) છે. [૪]

(૫) અલ્લાહ તઆલા જીવતા છે. હંમેશા થી છે અને હંમેશા રહેશે. અલ્લાહ તઆલાનાં માટે કોઈ શરૂઆત અને અંત નથી.[૫]

(૬) અલ્લાહ તઆલાની ઝાતો સિફાત(વાસ્તવિકતા અને લક્ષણો) માં કોઈ પણ અલ્લાહ તઆલાનાં મુશાબેહ (સમાન) નથી, કારણકે અલ્લાહ તઆલા પોતાની ઝાત વ સિફાત(વાસ્તવિકતા અને લક્ષણો) માં યકતા(અનન્ય) છે. ન તો કોઈ વસ્તુ અલ્લાહ તઆલાનાં જેવી છે અને ન કોઈ વસ્તુને અલ્લાહ તઆલાથી સરખામણી કરી શકાય છે. અલ્લાહ તઆલા દરેક પ્રકારનાં રંગ અને શકલો સૂરતથી પાક છે જ્યારે કે મખલૂક(જીવો)નાં માટે આ વસ્તુ જરૂરી છે.[૬]

(૭) અલ્લાહ તઆલા કોઈ જગ્યા અથવા ઝમાના(સમય) ની સાથે સિમીત નથી, બલકે તે જગ્યા અથવા ઝમાન(સમય)નાં ખાલિક(નિર્માતા) છે.[૭]

(૮) અલ્લાહ તઆલા કાદિરે મુતલક(સર્વશક્તિમાન) છે અને ઝર્રહ ઝર્રહ નો ઈલ્મ(સૂક્ષ્મ થી સૂક્ષ્મ કણ નો જ્ઞાન) રાખવા વાળો છે. કોઈપણ વસ્તુ અલ્લાહ તઆલાનાં ઈલ્મ(જ્ઞાન)થી ખારિજ(બાહર, બાકાત) નથી.[૮]

(૯) અલ્લાહ તઆલા દરેક પ્રકારની ખામી, નબળાઇ, કમઝોરી અને સીમાઓ તથા ખામીઓથી પાક છે. તેવણ પોતાની સંપૂર્ણ સિફાત(લાક્ષણિકતાઓ)માં કામિલ(પૂર્ણ) છે. અલ્લાહ તઆલા મખલૂક (જીવો)ની સિફાત(લાક્ષણિકતાઓ)થી પાક છે.[૯]

(૧૦) અલ્લાહ તઆલાની બઘી સિફતોં(લાક્ષણિકતાઓ) અઝલી(કદાપી ખતમ ન થવા વાળી) અને દાએમી(હંમેશી રેહવા વાળી) છે.

(૧૧) ગમે ત્યાં પણ કુર્આને કરીમ અથવા હદીષ શરીફમાં અલ્લાહ તઆલાની કોઈ એવી સિફત(લાક્ષણિકતા) બયાન કરવામાં આવે, જેની સાથે મખલૂક પણ મુત્તસિફ(સાથે મળેલી) છે. ઉદાહરણ તરીકે, અલ્લાહ તઆલા સાંભળે છે, ખુશ થાય છે અથવા એ કે અલ્લાહ તઆલાએ હઝરત આદમ(અલૈ.)ને પોતાનાં હાથથી પેદા કર્યા(જન્મ આપ્યો), તો એનાથી મુરાદ એવી સિફતો(લાક્ષણિકતાઓ) છે જે અલ્લાહ તઆલાની શાનનાં મુતાબિક છે. એનાથી કદાપી એવી સિફતો(લાક્ષણિકતાઓ) મુરાદ નથી જે મખલૂકની સાથે મુશાબેહ(મળતી જુળતી) હોય.

(૧૨) અલ્લાહ તઆલા ન તો સુવે છે અને ન તો અલ્લાહ તઆલા ને ઊંઘ આવે છે. અલ્લાહ તઆલા ન તો ખાય છે, ન પીવે છે અને ન તો કોઈ પણ પ્રકારનાં ખોરાક નાં મોહતાજ(જરૂરતમંદ) છે. અલ્લાહ તઆલા કાયનાત નો નિઝામ ચલાવવા અને આખી દુનિયાનેં રોઝી આપવામાં કદાપી થાકતા નથી.

(૧૩) અલ્લાહ તઆલાનો વુજૂદ(અસ્તિત્વ) આ નિશાનિયોં થી ઝાહિર થાય છે, જે આખી દુનિયા માં ફેલાયેલી છે. કોઈ પણ ઈન્સાન આ દુનિયામાં ન તો અલ્લાહ તઆલાને જોઈ શકે છે અને ન તો અલ્લાહ તઆલાની અઝમત તથા કુદરત અને ઈલ્મ(જ્ઞાન)નો ઈદરાક કરી(જાણી) શકે છે.

Source:


 

[૧] نقول في توحيد الله معتقدين بتوفيق الله إن الله واحد لا شريك له (العقيدة الطحاوية صـ ۲٥)

إِنَّمَا اللّٰـهُ إِلـٰهٌ وَاحِدٌ سُبْحٰنَهُ أَنْ يَكُوْنَ لَهُ وَلَدٌ (سورة النساء: ١٧١)

[૨] (والعالم) أي ما سوى الله تعالى من الموجودات مما يعلم به الصانع يقال عالم الأجسام وعالم الأعراض وعالم النبات وعالم الحيوان إلى غير ذلك فتخرج صفات الله تعالى لأنها ليست غير الذات كما أنها ليست عينها (بجميع أجزائه) من السموات وما فيها والأرض وما عليها محدث أي مخرج من العدم إلى الوجود بمعني أنه كان معدوما فوجد (شرح العقائد النسفية صـ ٥٠)

اللّٰـهُ خـالِقُ كُلِّ شَىءٍ وَهُوَ عَلىٰ كُلِّ شَىءٍ وَكيلٌ (سورة الزمر: ٦٢)

وَهُوَ الَّذِىْ يُحْي وَيُمِيْتُ وَلَهُ اخْتِلَافُ الَّيلِ وَالنَّهارِ أَفَلا تَعقِلونَ (سورة المؤمنون:٨٠)

[૩] (لم يلد ولم يولد) أي ليس بمحل الحوادث ولا بحادث (ولم يكن له كفوا أحد) أي ليس له أحد مماثلا ومجانسا ومشابها (شرح الفقه الأكبر للقاري صـ ١٤)

[૪] (الله الصمد) أي المستغني عن كل أحد والمحتاج إليه كل أحد (شرح الفقه الأكبر للقاري صـ ١٤)

[૫] هُوَ الأَوَّلُ وَالاخِرُ وَالظّاهِرُ وَالباطِنُ وَهُوَ بِكُلِّ شَىءٍ عَليمٌ (سورة الحديد: ٣)

الأول هو الذي لا ابتداء لوجوده الآخر هو الذي لا انتهاء لوجوده (الاعتقاد للبيهقي صـ ٥٩)

اللَّـهُ لا إِلٰهَ إِلَّا هُوَ الحَىُّ القَيُّوْمُ (سورة البقرة: ٢٥٥)

حي لا يموت قيوم لا ينام (العقيدة الطحاوية صـ ٢۵)

قديم بلا ابتداء دائم بلا انتهاء (العقيدة الطحاوية صـ ٢۵)

[૬] لَيْسَ كَمِثْلِهِ شَيْءٌ  ج وَهُوَ السَّمِيعُ الْبَصِيرُ (سورة الشورى: ١١)

وهو شيء لا كالأشياء ومعنى الشيء إثباته بلا جسم ولا جوهر ولا عرض ولا حد له ولا ضد له ولا ند له ولا مثل له ( الفقه الأكبر صــ ٣٥)

لا تبلغه الأوهام ولا تدركه الأفهام ولا تشبهه الأنام (العقيدة الطحاوية صــــ ٢٥)

[૭] وتعالى عن الحدود والغايات والأركان والأعضاء والأدوات لا تحويه الجهات الست كسائر المبتدعات (العقيدة الطحاوية صــــ ٢٨)

ولا يتمكن في مكان ولا يجري عليه زمان (شرح العقائد النسفية صـ ٧٢)

[૮] فالله تعالى عالم بجميع الموجودات لا يعزب عن علمه مثقال ذرة فى العلويات والسفليات وأنه تعالى يعلم الجهر والسر وما يكون أخفى منه من المغيبات بل أحاط بكل شيء علما من الجزئيات والكليات والموجودات والمعدومات والممكنات والمستحيلات (شرح الفقه الأكبر صـ ١٦)

[૯] سُبْحٰنَه  وَ تَعٰلٰی عَمَّا یَقُوْلُوْنَ عُلُوًّا کَبِيْرًا  (سورة الإسراء: ٢٣)

(الحي القادر العليم السميع البصير الشائي المريد) لأن بداهة العقل جازمة بأن محدث العالم على هذا النمط البديع والنظام المحكم مع ما يشتمل عليه من الأفعال المتقنة والنقوش المستحسنة لايكون بدون هذه الصفات على أن أضدادها نقائص بجب تنزيه الله تعالى عنها (شرح العقائد النسفية صـ ٦٦)

Check Also

કયામતથી સંબંઘિત અકાઈદ

(૧) કયામત જુમ્આ નાં દિવસે આવશે. કયામતનો દિવસ આ દુન્યાનો અંતિમ દિવસ હશે. આ દિવસમાં અલ્લાહ તબારક વ તઆલા આખી કાઈનાત(સૃષ્ટિ) ને તબાહો બરબાદ કરી નાંખશે. કયામતનાં દિવસનો ઈલ્મ(જ્ઞાન) માત્ર અલ્લાહ તઆલાને જ છે. અલ્લાહ તઆલાનાં સિવાય કોઈ નથી જાણતુ ક્યારે આ દુનિયાનો અંત થશે અને ક્યારે કયામત આવશે...