અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૯)

અઝાન આપતા સમયે નિચે પ્રમાણેની સુન્નતો અને આદાબો(શિષ્ટાચાર) નો ખ્યાલ રાખવામાં આવે.

(૭) حيّ على الصّلاة (હય્યા અલસ સલાહ) કેહતા સમયે ચેહરો જમણી તરફ ફેરવવુ અને حيّ على الفلاح (હય્યા અલલ ફલાહ)નાં સમયે ચેહરો ડાબી બાજુ ફેરવવુ. حيّ على الصّلاة (હય્યા અલસ સલાહ) અને حيّ على الفلاح (હય્યા અલલ ફલાહ) નાં સમયે સીનો ન ફેરવો. માત્ર ચેહરો ફેરવવો.[૧]

عن عون بن أبي جحيفة عن أبيه قال: أتيت النبي صلى الله عليه وسلم بمكة وهو فى قبة حمراء من أدم فخرج بلال فأذن … فلما بلغ حي على الصلاة حي على الفلاح لوى عنقه يمينا وشمالا ولم يستدر (سنن أبي داود رقم ۵۲٠)

હઝરત અબૂ જુહૈફા(રદિ.) ફરમાવે છે કે હું રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની પાસે મક્કા મુકર્રમા માં હું હાજર થયો. આપ(સલ્લલ્લાહુ અલયહિ  વસલ્લમ) તે સમયે ચામડાથી બનેલા લાલ રંગનાં ખૈમા(તંબુ) માં તશરીફ ફરમા હતા. હઝરત બિલાલ(રદિ.) અઝાન આપવા માટે નિકળ્યા અઝાન આપી.જ્યારે હઝરત બિલાલ(રદિ.) અઝાન નાં વચ્ચે حيّ على الصّلاة (હય્યા અલસ સલાહ) અને حيّ على الفلاح (હય્યા અલલ ફલાહ) પર પહોંચ્યા, તો તેવણે પોતાની ગર્દન જમણી અને ડાબી બાજુ ફેરવી અને પોતાનાં સીનાને ન ફેરવ્યો.

 عن أبي جحيفة رضي الله عنه قال: رأيت بلالا يؤذن ويدور ويتبع فاه هاهنا وهاهنا وإصبعاه في أذنيه (سنن الترمذي رقم ۱۹۷)[૨]

હઝરત અબૂ જુહૈયફા(રદિ.) ફરવમાવે છે કે હું હઝરત બિલાલ(રદિ.)ને જોયા કે તેઓ અઝાન આપી રહ્યા છે અને حيّ على الصّلاة (હય્યા અલસ સલાહ) અને حيّ على الفلاح (હય્યા અલલ ફલાહ)નાં સમયે પોતાનાં ચેહરાને જમણી અને ડાબી બાજુ ફેરવી રહ્યા છે એ હાલતમાં કે એમની બન્નેવ આંગળીઓ કાનોંમા છે.

(૮) મસ્જીદ થી બહાર અઝાન આપવુ. બેહતર એ છે કે ઊંચી જગ્યાથી અઝાન આપવામાં આવે જેથી અવાજ દૂર સુઘી પહોંચે.[૩]

عن عروة بن الزبير عن امرأة من بني النجار قالت: كان بيتي من أطول بيت حول المسجد وكان بلال يؤذن عليه الفجر فيأتي بسحر فيجلس على البيت ينظر إلى الفجر فإذا رآه تمطى ثم قال: اللهم إني أحمدك وأستعينك على قريش أن يقيموا دينك قالت: ثم يؤذن قالت: والله ما علمته كان تركها ليلة واحدة تعني هذه الكلمات (سنن أبي داود رقم ۵۱۹)[૪]

હઝરત ઉરવહ બિન ઝુબૈર(રહ.) બનૂ નજ્જારની એક ઔરતથી નકલ કરે છે કે તેણે કહ્યુ, મારુ મકાન મસ્જીદ(મસ્જીદે નબવી)ની આજુબાજુનાં મકાનોમાંથી સૌથી ઊંચુ હતુ. હઝરત બિલાલ(રદિ.) મારા મકાનની છત પર ચઢીને અઝાન આપતા હતા. (હઝરત બિલાલ(રદિ.)ની આદત હતી કે) તેઓ સેહરીનાં સમયે આવતા અને છત(ઢાબા) પર બેસીને સુબહ સાદિકનો ઈંતેજાર કરતા અને જ્યારે તેને જોઈ લેતા(સુબહ સાદિકને) તો (સુબહ સાદિકના) તો (સુબહ સાદિક નાં ઈંતેજારમાં મોડે સુઘી બેસી રેવાનાં કારણે) ઉભા થઈ અંગળાઈ(આળસ) લેતા પછી આ દુઆ પઢતા, اللهم إني أحمدك وأستعينك على قريش أن يقيموا دينك (હે અલ્લાહ ! હું તમારી હમ્દ(વખાણ) કરૂં છું અને કુરૈશ(નબી(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં ખાનદાન)નાં માટે મદદ તલબ(માંગુ) છું કે તેઓને ઈસ્લામની હિદાયત નસીબ ફરમાવ જેથી કે) તે તમારા દીનને લઈને ઊભા થઈ જાય(દીન ઈસ્લામની સરબુલંદીનો ઝરીઓ બને). બનૂ નજ્જારની ઔરતો વધારેમાં ફરમાવે છે, પછી હઝરત બિલાલ(રદિ.)એ અઝાન આપતા. (તે ઔરતે એ પણ કહ્યુ) બખુદા ! મને યાદ નથી કે હઝરત બિલાલ(રદિ.)એ એક રાત પણ(કુરૈશ નાં માટે) આ દુઆનાં કલિમાતને છોડ્યા નહીં.

Source: http://ihyaauddeen.co.za/?cat=379


 

[૧] قوله ( ويلتفت يمينا وشمالا بالصلاة والفلاح ) لما قدمناه ولفعل بلال رضي الله عنه على ما رواه الجماعة ثم أطلقه فشمل ما إذا كان وحده على الصحيح لكونه سنة الأذان فلا يتركه خلافا للحلواني لعدم الحاجة إليه وفي السراج الوهاج إنه من سنن الأذان فلا يخل المنفرد بشيء منها حتى قالوا في الذي يؤذن للمولود ينبغي أن يحول اهـ وقيد باليمين والشمال لأنه لا يحول وراءه لما فيه من استدبار القبلة ولا أمامه لحصول الإعلام في الجملة بغيرها من كلمات الأذان وقوله بالصلاة والفلاح لف ونشر مرتب يعني أنه يلتفت يمينا بالصلاة وشمالا بالفلاح وهو الصحيح خلافا لمن قال إن الصلاة باليمين والشمال والفلاح كذلك (البحر الرائق ۱/۲۷۲)

[૨] قال أبو عيسى: حديث أبي جحيفة حديث حسن صحيح

[૩] ينبغي أن يؤذن على المأذنة أو خارج المسجد ولا يؤذن في المسجد كذا في فتاوى قاضي خان والسنة أن يؤذن في موضع عال يكون أسمع لجيرانه ويرفع صوته ولا يجهد نفسه كذا في البحر الرائق (الفتاوى الهندية ۱/۵۵)

[૪] قال الحافظ : أخرجه أبو داود وإسناده حسن (فتح الباري ۲/۱۲۱)

Check Also

રમઝાન મહીનાની સુન્નતોં અને આદાબ – ૧

(૧) રમઝાનથી પહેલાજ રમઝાનની તૈયારી શરૂ કરી દે. કેટલાક બુઝુર્ગાને દીન રમઝાનની તૈયારી રમઝાનનાં છ મહીના પેહલાથી શરૂ ફરમાવી દેતા હતા...