અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૭)

અઝાન આપતા સમયે નિચે પ્રમાણેની સુન્નતો અને આદાબો(શિષ્ટાચાર) નો ખ્યાલ રાખવામાં આવે.

(૧) નિય્યત નું સહી હોવુ. અઝાનથી માત્ર રઝાએ ઈલાહી(અલ્લાહ તઆલાને રાઝી કરવા) ની નિય્યત હોય.

عن ابن عباس أن النبي صلى الله عليه وسلم قال: من أذن سبع سنين محتسبا كتبت له براءة من النار (سنن الترمذي رقم ۲٠٦)

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ(રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ “જે માણસે સાત વર્ષ સુઘી ઈખલાસ(નિખાલસતા) ની સાથે અને ષવાબ(પુણ્ય)ની ઉમ્મીદમાં અઝાન આપી, તેના માટે જહન્નમથી આઝાદીનો પરવાનો(આદેશપત્ર, આજ્ઞાપત્ર) લખી દેવામાં આવે છે.”

(૨) પાબંદીથી સમય પર અઝાન આપવુ.

عن أبي محذورة قال: قال رسول الله صلى الله عليه وسلم: أمناء المسلمين على صلاتهم وسحورهم المؤذنون (السنن الكبرى للبيهقي رقم ۱۹۹۹)[૧]

હઝરત અબૂ મહજૂરહ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ, “મુસલમાનોં ની નમાઝ અને સેહરીનાં જીમ્મેદાર મુઅઝ્ઝિનો છે(મુઅઝ્ઝિનોં ની જવાબદારી છે કે તે નમાઝ અને સેહરી નાં સહી સમય પર મુસલમાનોં ને ખબરદાર કરે).”

(૩)  બાવુઝુ અઝાન આપવુ.[૪]

عن أبي هريرة رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال: لا يؤذن إلا متوضئ  (سنن الترمذي رقم ۲٠٠)[૫]

હઝરત અબુ હુરૈરહ(રદિ.) થી મરવી છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લલમે) ઈરશાદ ફરમાવ્યુ, “બા વુઝુ માણસ જેજ અઝાન આપવી જોઈએ.”

 

Source: http://ihyaauddeen.co.za/?cat=379


 

[૧] عن الحسن، أن النبي صلى الله عليه وسلم قال: المؤذنون أمناء المسلمين على صلاتهم قال: وذكر معها غيرها وهذا المرسل شاهد لما تقدم (السنن الكبرى للبيهقي رقم ۲٠٠٠)

عن الحسن: أن النبي صلى الله عليه وسلم قال: المؤذنون أمناء الناس على صلاتهم (لأن الناس متى سمعوا الأذان أدوا الفريضة اعتمادا عليه والغرض من الحديث إشعار المؤذنين بمسؤليتهم ليحتفلوا بها ويتحروا الأوقات حتى لا يضلوا الناس ويحملوهم على الصلاة قبل وقتها) وذكر معها غيرها (مسند الشافعي رقم ۱۷۳)

[૨] (وكره) تحريما للنهي (خروج من لم يصل من مسجد أذن فيه) جرى على الغالب والمراد دخول الوقت أذن فيه أو لا (إلا لمن ينتظم به أمر جماعة أخرى) أو كان الخروج لمسجد حيه ولم يصلوا فيه، أو لأستاذه لدرسه، أو لسماع الوعظ أو لحاجة ومن عزمه أن يعود نهر(الدر المختار ۲/۵٤-۵۵)

[૩] عن أبي الشعثاء قال: كنا مع أبي هريرة في المسجد فخرج رجل حين أذن المؤذن للعصر فقال أبو هريرة: أما هذا فقد عصى أبا القاسم صلى الله عليه وسلم (سنن أبي داود رقم ۵۳٦)

عن أشعث بن أبي الشعثاء عن أبيه عن أبي هريرة قال: خرج رجل من المسجد بعدما أذن المؤذن فقال: أما هذا فقد عصى أبا القاسم صلى الله عليه وسلم قال: وفي حديث شريك ثم قال: أمرنا رسول الله صلى الله عليه وسلم إذا كنتم في المسجد فنودي بالصلاة فلا يخرج أحدكم حتى يصلي (مسند أحمد رقم ۱٠۹۳۳)

[૪]  ويستحب أن يكون المؤذن صالحا عالما بالسنة وأوقات الصلاة وعلى وضوء

( و ) أن يكون ( على وضوء ) لقوله صلى الله عليه وسلم لا يؤذن إلا متوضئ  (مراقي الفلاح ۱۹۷)

[૫] قال أبو هريرة  رضي الله عنه: لا ينادي بالصلاة إلا متوضئ قال أبو عيسى وهذا أصح من الحديث الأول قال أبو عيسى وحديث أبي هريرة لم يرفعه ابن وهب وهو أصح من حديث الوليد بن مسلم والزهري لم يسمع من أبي هريرة (سنن الترمذي رقم ۲٠۱)

Check Also

રમઝાન મહીનાની સુન્નતોં અને આદાબ – ૧

(૧) રમઝાનથી પહેલાજ રમઝાનની તૈયારી શરૂ કરી દે. કેટલાક બુઝુર્ગાને દીન રમઝાનની તૈયારી રમઝાનનાં છ મહીના પેહલાથી શરૂ ફરમાવી દેતા હતા...