અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૫)

મુઅઝ્ઝિન(અઝાન આપવા વાળા)નાં ફઝાઈલ(ક્ષ્રેષ્ઠતા)

  • સહાબએ કિરામ(રદિ.) આરઝૂ કરતા હતા કે તે જાતે અઝાન આપે અને એમનાં છોકરાઓ પણ અઝાન આપે.

عن علي رضي الله عنه قال: ندمت أن لا أكون طلبت إلى رسول الله صلى الله عليه وسلم فيجعل الحسن والحسين مؤذنين (مجمع الزوائد رقم ۱۸۳٦)[૧]

હઝરત અલી(રદિ.) ફરમાવ્યુ કે મને એ વાત પર નદામત(પશ્વાતાપ) છે કે હું રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)થી હઝરત હસન અને હુસૈન(રદિ.) ને મુઅઝ્ઝિન બનાવવાની રજૂઆત ન કરી.

عن قيس بن أبي حازم قال: قدمنا على عمر بن الخطاب فسأل: من مؤذنكم فقلنا عبيدنا وموالينا فقال بيده هكذا يقلبها عبيدنا وموالينا: إن ذلكم بكم لنقص شديد لو أطقت الأذان مع الخلافة لأذنت (السنن الكبرى للبيهقي رقم ۲٠٠۲)[૨]

હઝરત કૈસ બિન હાઝિમ(રહ.) ફરમાવે છેઃ અમે હઝરત ઉમર બિન ખત્તાબ(રદિ.) ની સેવામાં હાજર થયા(વાતચીતનાં દરમ્યાન) આપે પુછ્યુઃ (તમારા એરીઆ(ક્ષેત્ર) માં) કોણ અઝાન આપે છે? અમે જવાબ આપ્યોઃ અમે અમારા ગુલામોને અઝાન આપવા માટે નિયુક્ત કર્યા છે. હઝરત ઉમર(રદિ.) પોતાનાં હાથો વડે ઈશારો કરતી વખતે(જેવી રીતે સામાન્ય હાલતમાં આશ્ચર્યજનક પ્રસંગે કરવામાં આવે છે) અમારા વાક્ય ને પુનરાવર્તિત કર્યુઃ અમે પોતાનાં ગુલામોને મુઅઝ્ઝિન બનાવ્યા છે, ત્યાર પછી ફરમાવ્યુઃ બેશક આ તમારા તરફથી ઘણી મોટી કમી (ઉણપ) છે(કે તમે એવા લોકોને મુઅઝ્ઝિન બનાવ્યા છે, જેની પાસે દીનનો ઈલ્મ(જ્ઞાન) વધારે નથી, અઝાન આટલી મોટી ઈબાદત છે અને એનો ષવાબ આટલો મોટો છે કે) અગરજો મારાથી ખિલાફતનાં કામોને પૂરા કરવાની સાથે સાથે અઝાન આપવુ શક્યુ હોતે તો મે અઝાન આપતે(મુઅઝ્ઝિન બનતે).

   عن عمر أنه قال: لو كنت مؤذنا لكمل أمري وما باليت أن لا أنتصب لقيام ليل ولا لصيام نهار سمعت رسول الله صلى الله عليه وسلم يقول: اللهم اغفر للمؤذنين ثلاثا قلت: يا رسول الله تركتنا ونحن نجتلد على الأذان بالسيوف فقال: كلا يا عمر إنه سيأتي زمان يتركون الأذان على ضعفائهم تلك لحوم حرمها الله على النار لحوم المؤذنين (كشف الخفاء رقم ۲۱۱۸)[૩]

હઝરત ઉમર(રદિ.) નો ઈરશાદ છે કે અગર હું(ખિલાફત ની જવાબદારીઓ નિભાવવાની સાથે સાથે) મુઅઝ્ઝિન હોતે તો મારૂ કામ પુરૂ થઈ જતે(મારી ઈચ્છા પૂરી થઈ જતે) પછી મને એ વાતની પરાવહ ન હોતે કે હું રાતનાં(તહજ્જુદ) નમાઝ માટે ન જાગુ અને દિવસમાં રોઝા ન રાખુ(મુઅઝ્ઝિન નો ષવાબ અઝાન આપવાનાં લીઘે એટલો મોટો કે અગર હું મુઅઝ્ઝિન હોતે તો હું અઝાનનાં વગર બીજી કોઈપણ નફિલ ઈબાદત પણ ન કરતે તો મને કંઈજ પરવાહ નથી), કારણકે મેં રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને કેહતા સાંભળ્યુ છે કે, “એ અલ્લાહ મુઅઝ્ઝિનોની મગફિરત ફરમાવ” આપે આ ત્રણ વખત કહ્યુ. મેં અરજ કરી, અલ્લાહ નાં રસૂલ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)(આપે મુઅઝ્ઝિનનો સ્થાન એટલો ઊંચો કરી દીધો કે હવે) આપે હમોને એવી હાલતમાં છોડી દીધા કે અમે અઝાન આપવા માટે એકબીજા સાથે તલવારથી મુકાબલો કરીશુ. નબી(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ, ઊમર(રદિ.) એવુ જરાયે નથી. એક એવો ઝમાનો આવશે કે લોકો અઝાનની જવાબદારી કમઝોરોનાં માથે નાંખી દેશે(એટલે એક ઝામાનામાં લોકોમાં અઝાન આપવાનો અને મુઅઝ્ઝિન બનવાનો કોઈ જુસ્સો અને શોક નહી હશે, તેથી તેઓ આ જવાબદારી કમઝોર લોકોને આપી દેશે) આ(મુઅઝ્ઝિન) એવા લોકો છે કે અલ્લાહ તઆલા દોઝખની આગ તેમનાં ગોશ્ત પર હરામ કરી દીધી છે.

عن أبي هريرة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال لو يعلم الناس ما في النداء والصف الأول ثم لم يجدوا إلا أن يستهموا عليه لاستهموا (صحيح البخاري رقم ٦۱۵)

હઝરત અબૂ હુરયરહ(રદિ.) થી રિવાયત છે કે નબીએ કરીમ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ, “અગર લોકોને અઝાન આપવાની અને પેહલી સફમાં નમાઝ પઢવાનો ષવાબ ખબર પડી જાય અને તેમને એ મોકો માત્ર ચીઠ્ઠી ઉછાડીને મળે, તો તે જરૂરથી તેનાં માટે(અઝાન આપવા અને પેહલી સફમાં નમાઝ પઢવા માટે) ચીઠ્ઠી ઉછાડશે.”

Source: http://ihyaauddeen.co.za/?cat=379


 

[૧] رواه الطبراني في الأوسط وفيه الحارث وهو ضعيف

[૨] حدثنا يزيد ووكيع قالا: حدثنا إسماعيل عن شبيل بن عوف قال: قال عمر: من مؤذنوكم قالوا: عبيدنا وموالينا قال: إن ذلك لنقص بكم كبيرا إلا أن وكيعا قال: كثير أو كبير حدثنا يزيد ووكيع عن إسماعيل قال: قال قيس: قال عمر: لو كنت أطيق الأذان مع الخليفى لأذنت (المصنف لابن أبي شيبة رقم ۲۳۵۹، ۲۳٦٠)

[૩] لولا الخليفى لأذنت رواه أبو الشيخ ثم البيهقي عن عمر من قوله ورواه سعيد بن منصور عنه أنه قال: لو أطيق مع الخليفى لأذنت ولأبي الشيخ ثم الديلمي عنه أنه قال: لو كنت مؤذنا لكمل أمري وما باليت أن لا أنتصب لقيام ليل ولا لصيام نهار سمعت رسول الله صلى الله عليه وسلم يقول: اللهم اغفر للمؤذنين ثلاثا قلت: يا رسول الله تركتنا ونحن نجتلد على الأذان بالسيوف فقال: كلا يا عمر إنه سيأتي زمان يتركون الأذان على ضعفائهم تلك لحوم حرمها الله على النار لحوم المؤذنين والخليفى بكسر المعجمة واللام المشددة والقصر الخلافة وهو وأمثاله من الأبنية الدليلى مصدر يدل على الكثرة يعني هنا: لولا كثرة الاشتغال بأمر الخلافة وضبط أحوالها لأذنت (كشف الخفاء رقم ۲۱۱۸)

Check Also

રમઝાન મહીનાની સુન્નતોં અને આદાબ – ૧

(૧) રમઝાનથી પહેલાજ રમઝાનની તૈયારી શરૂ કરી દે. કેટલાક બુઝુર્ગાને દીન રમઝાનની તૈયારી રમઝાનનાં છ મહીના પેહલાથી શરૂ ફરમાવી દેતા હતા...