અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૪)

મુઅઝ્ઝિન(અઝાન આપવા વાળા)નાં ફઝાઈલ(ક્ષ્રેષ્ઠતા)

  • હદીષ શરીફ માં મુઅઝ્ઝિન ને અલ્લાહ તઆલાનો સૌથી સારો બંદો કહેવામાં આવ્યો છે.

عن ابن أبي أوفى قال: قال رسول الله صلى الله عليه وسلم: إن خيار عباد الله الذين يراعون الشمس والقمر والنجوم والأظلة لذكر الله (المستدرك للحاكم رقم ۱٦۳) [૧]

હઝરત અબી અવફા(રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુઃ “બેશક અલ્લાહ તઆલાનાં બેહતરીન બંદા તે છે જે અલ્લાહ તઆલાની યાદ(અને ઈબાદત) નાં માટે સુરજ, ચાંદ, સીતારા અને સાયાઓને જોય છે અને ધ્યાન રાખે છે.”

સુરજ, ચાંદ, સિતારા વગૈરહથી સમયની ખબર કાઢે છે), એટલા માટે તેઓ તેને જોતા રહે છે અને સુરજનાં તુલુઅ અને ગુરૂબ(ઊગવા અને આથવમા) નાં સમયનો ધ્યાન રાખે છે, જેથી દરેક ઈબાદતો(પ્રાર્થનાઓ) સહીહ સમય પર અદા(પઢી) કરી શકાય.

મુઅઝ્ઝિન ને પણ આ ફઝીલત(શ્રેષ્ઠતા) હાસિલ છે, એટલા માટે કે તે પણ સમય નો ઘણો ખ્યાલ કરે છે, જેથી દરેક નમાઝનાં માટે સહીહ સમય પર અઝાન આપે.

  • સાત વર્ષ સુઘી અઝાન આપવા વાળાને જહન્નમથી આઝાદીનો પરવાનો(પરવાનગી) આપી દેવામાં આવે છે.

عن ابن عباس أن النبي صلى الله عليه وسلم قال: من أذن سبع سنين محتسبا كتبت له براءة من النار (سنن الترمذي رقم ۲٠٦)[૨]

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ(રદિ.) થી રિવાયત છે કે નબી(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુઃ “જે પણ સાત વર્ષ સુઘી ઈખ્લાસ(નિખાલસતા) થી ષવાબ(પુણ્ય) ની નિય્યતથી અઝાન આપે, તેના માટે જહન્નમથી આઝાદીનો પરવાનો(પરવાનગી) લખી દેવામાં આવે છે.”

Source: http://ihyaauddeen.co.za/?cat=379


 

[૧] قال بشر بن موسى : ولم يكن هذا الحديث عند الحميدي في مسنده هذا إسناد صحيح وعبد الجبار العطار : ثقة وقد احتج مسلم والبخاري بإبراهيم السكسكي وإذا صح هذه الاستقامة لم يضره توهين من أفسد إسناده وقال الذهبي في التلخيص: إسناده صحيح

[૨] ورواه ابن ماجه والترمذي وقال حديث غريب

سكت الحافظ عن هذا الحديث في الفصل الثاني من هداية الرواة (۱/۳۱۸) ، فالحديث حسن عنده.

وعن ابن عمر رضي الله عنهما أن النبي صلى الله عليه وسلم قال من أذن اثنتي عشرة سنة وجبت له الجنة وكتب له بتأذينه في كل يوم ستون حسنة وبكل إقامة ثلاثون حسنة رواه ابن ماجه والدارقطني والحاكم وقال صحيح على شرط البخاري

Check Also

રમઝાન મહીનાની સુન્નતોં અને આદાબ – ૧

(૧) રમઝાનથી પહેલાજ રમઝાનની તૈયારી શરૂ કરી દે. કેટલાક બુઝુર્ગાને દીન રમઝાનની તૈયારી રમઝાનનાં છ મહીના પેહલાથી શરૂ ફરમાવી દેતા હતા...