જનાઝાની નમાઝનાં ફરાઈઝ અને સુન્નતો

જનાઝાની નમાઝમાં બે વસ્તુઓ ફર્ઝ છેઃ

(૧) ચાર તકબીરો કેહવું.

(૨) ઉભા રહીને જનાઝાની નમાઝ પઢવું પણ તે લોકો જે કોઈ મઅઝૂર(લાચાર,વિવિશ) હોય, તો તેમનાં માટે બેસીને નમાઝ પઢવાની પણ આવશ્યકતા છે.[૧]

જનાઝાની નમાઝમાં ત્રણ સુન્નતોં છેઃ

(૧) ષના પઢવું.

(૨) દુરૂદ પઢવું.

(૩) મય્યિતનાં માટે દુઆ કરવું.[૨]

જનાઝાની નમાઝથી સંબંધિત અમૂક જરૂરી મસાઈલ

(૧) જનાઝાની નમાઝમાં દરેક તકબીર એક રકાતનાં કાઈમ મકામ(સ્થાન પર નિયુક્ત થાય તેમ)છે. એટલે ચાર તકબીરો સામાન્ય નમાઝોની ચાર રકાતોની કાઈમ મકામ(સ્થાન પર નિયુક્ત થાય તેમ) છે, તેથી અગર એક પણ તકબીર છૂટી જાય, તો જનાઝાની નમાઝ અદા નહીં થશે(ગણાશે નહી).[૩]

(૨) જેવી રીતે ફર્ઝ નમાઝમાં ઊભા થઈને પઢવુ ફર્ઝ છે તે માણસ માટે જે ઊભો રહીને પઢવા પર તાકત રાખી શકતો હોય, તેવીજ રીતે જનાઝાની નમાઝ પણ ઊભા રહીને પઢવુ જરૂરી છે તે માણસ માટે જે ઊભો રેહવા પર તાકત રાખી સકતો હોય. જેથી અગર કોઈ માણસ વગર કોઈ કારણે(બહાને) બેસીને જનાઝાની નમાઝ પઢે, તો તેની જનાઝાની નમાઝ અદા નહી થશે(ગણાશે નહી).

(૩) જનાઝાની નમાઝમાં રૂકુઅ, સજદા અને કાઅદહ નથી.[૪]

(૪) જનાઝાની નમાઝ અને આમ(જનરલ) નમાઝોમાં બે જરૂરી ફરફઃ

(અ) જનાઝાની નમાઝનો કોઈ ખાસ સમય મુકર્રર(ફિક્સ) નથી, જ્યારે કે બીજી પાંચ સમયની ફર્ઝ નમાઝોનાં સમયો મુકર્રર(ફિક્સ) છે. તેથી જે સમયે પણ જનાઝો ઉપસ્થિત(હાજર) હોય, જનાઝાની નમાઝ પઢવું જાઈઝ છે, ત્યાંસુઘી કે ફજરની નમાઝ અને અસરની નમાઝનાં પછી પણ જનાઝાની નમાઝ પણ પઢી સકાય છે. અલબત્તા મકરૂહ સમયો એટલે કે સૂરજ નિકળવા, ડુબવા અને ઝવાલનાં સમયે જનાઝાની નમાઝ ન પઢવી જોઈએ. સૂરજ ડૂબવાથી મતલબ તે સમય છે જ્યારે સૂરજનો રંગ બદલાવા લાગે, ત્યાં સુઘી કે તે ડૂબી જાય.[૫]

(બ) અગર કોઈ માણસ(મય્યિતનાં વલીનાં વગર) વુઝૂની હાલતમાં ન હોય અને એને એ ખતરો(ડર) મહસૂસ થતો હોય કે અગર તે વુઝૂ કરવામાં મશગૂલ થશે, તો તેની જનાઝાની નમાઝ છૂટી જશે, તો તેનાં માટે તયમ્મુમ કરીને જનાઝાની નમાઝ પઢવુ જાઈઝ છે, જ્યારે કે પાંચ સમયની નમાઝોમાં મસઅલો એ છે કે અગર ચે નમાઝ છૂટી જવાનો ભય હોય, તો પણ તયમ્મુમ કરીને નમાઝ પઢવુ જાઈઝ નથી, બલકે વુઝૂ કરીને નમાઝ પઢવુ જરૂરી છે. અને અગર વુઝૂનાં દરમિયાન નમાઝનો સમય નિકળી જાય તો કઝા કરી લે.[૬]

عن ابن عباس قال إذا خفت أن تفوتك الجنازة وأنت على غير وضوء فتيمم وصل [૭]

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ(રદિ.) ફરમાવે છે કે જ્યારે તમે બાવુઝૂ ન હોય અને એ વાતનો ખતરો મહસૂસ થતો હોય કે જનાઝાની નમાઝ છૂટી જશે, તો તયમ્મુમ કરીને જનાઝાની નમાઝ પઢી લો.

(૫) ઈમામ અને મુકતદી બન્નેવ જનાઝાની નમાઝ ની તકબીરો અને દુઆઓ પઢશે. ઈમામ અને મુકતદીનાં દરમિયાન માત્ર આટલો ફરક છે કે ઈમામ બુલંદ(ઊંચા) અવાજથી ચારેવ તકબીરો કહેશે અને ઊંચા અવાજથી સલામ ફેરવશે, જ્યારે કે મુકતદી આહિસ્તા(ઘીરા)અવાજે ચારેવ તકબીરો કહેશે અને આહિસ્સતા(ઘીરે)સલામ ફેરવશે. જનાઝાની નમાઝનાં બાકી અઝકાર(ષના, દુરૂદ અને દુઆ) ઈમામ અને મુકતદી બન્નેવ પસ્ત(ઘીરા) અવાજથી પઢશે.[૮]

(૬) જનાઝાની નમાઝમાં ઓછામાં ઓછી ત્રણ સફો બનાવવું મુસ્તહબ છે. જેવી રીતે કે અગર જનાઝાની નમાઝ માં માત્ર સાત માણસો હોય, તો નીચે બતાવેલ તરીકાઓ નાં પ્રમાણે સફો બનાવવુ મુસ્તહબ થશે, એક માણસ ઈમામ બની જાય, ત્રણ માણસ પેહલી સફમાં ઊભા થઈ જાય, બે માણસો બીજી સફ માં ઊભા થઈ જાય અને એક માણસ ત્રીજી સફમાં ઊભો થઈ જાય.[૯]

عن مرثد بن عبد الله اليزني قال كان مالك بن هبيرة إذا صلى على جنازة فتقال الناس عليها جزاؤهم ثلاثة أجزاء ثم قال قال رسول الله صلى الله عليه و سلم من صلى عليه ثلاثة صفوف فقد أوجب [૧૦]

હઝરત માલિક બિન હુબૈરહ(રદિ.) જ્યારે પણ જનાઝાની નમાઝ પઢાવતા અને લોકોની સંખ્યા ઓછી જોતા, તો લોકોને ત્રણ ભાગોમાં તકસીમ(વહેંચી) કરી દેતા, પછી કેહતા હતા કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો ઈરશાદ છે કે જેની જનાઝાની નમાઝ માં ત્રણ સફનાં લોકો શામિલ છે, તેના માટે જન્નત ષાબિત થઈ જાય છે.

(૭) જે વસ્તુઓનાં કારણે આમ(જનરલ) નમાઝો ટૂટી થઈ જાય છે,[૧૧] તેજ વસ્તુઓનાં કારણે જનાઝાની નમાઝ પણ ટૂટી થઈ જાય છે. આ બાબતમાં આમ(જનરલ) નમાઝો અને જનાઝાની નમાઝ માં માત્ર બે ફર્ક છેઃ

(અ) અગર કોઈ કોઈક આમ(જનરલ) નમાઝમાં અવાજથી હંસે તો આમ નમાઝ ટૂટી જશે અને વુઝૂ પણ ટૂટી જશે, પણ અગર કોઈ જનાઝાની નમાઝ માં અવાજથી હંસે, તો માત્ર નમાઝ ટૂટી જશે, પણ વુઝૂ નહી ટૂટશે.[૧૨]

(બ) અગર કોઈ આમ(જનરલ) નમાઝમાં કોઈ ઔરત કોઈ મર્દની બાજૂમાં ઊભી થઈ જાય, તો મર્દની નમાઝ ટૂટી જશે, પણ અગર જનાઝાની નમાઝમાં કોઈ ઔરત કોઈ મર્દની બાજૂમાં ઊભી થઈ જાય, તો મર્દની નમાઝ નહી ટૂટશે.[૧૩]

(૮) અગર ઈમામ જનાઝાની નમાઝમાં (ચાર થી ઝાઈદ તકબીર)ચાર થી વધારાની તકબીરો કહે, તો ઝાઈદ તકબીર માં મુકતદી(ઈમામની પાછળ નમાઝ પઢવા વાળાને કહે છે) ઈમામની ઈકતિદા(અનુકરણ કરવુ) ન કરે, બલકે તે ખામોશ રહે અને જ્યારે ઈમામ સલામ ફેરે, તો એમની સાથે નમાઝ પૂરી કરી લે. અલબત્તા અગર બઘા મુકતદી ઈમામની ઝાઈદ(વધારાની) તકબીરો ન સાંભળી રહ્યા હોય બલકે મુકબ્બિર ની(ઈમામની અવાજ દૂર સુઘી ન પહોંચે ત્યારે પછાળીથી તકબીર પઢવા વાળાને કહે છે) અવાજ સાંભળી રહ્યા હોય તો આ સૂરતમાં મુકતદી જ્યારે મુકબ્બીરની ઝાઈદ તકબીર સાંભળે તો તેને જોઈએ કે તે ઝાઈદ તકબીર પઢે એનુ કારણ એ છે કે મુકતદી ને ખબર નથી કે કોની તકબીર ઈમામની છે. [14]

Source: http://ihyaauddeen.co.za/?p=1833


[૧] ( وركنها ) شيئان ( التكبيرات ) الأربع فالأولى ركن أيضا لا شرط فلذا لم يجز بناء أخرى عليها ( والقيام ) فلم تجز قاعدا بلا عذر قال الشامي : قوله ( فلم تجز قاعدا ) أي ولا راكبا قوله ( بلا عذر ) فلو تعذر النزول لطين أو مطر جازت راكبا ولو كان الولي مريضا فصلى قاعدا والناس قياما أجزأهم عندهما وقال محمد تجزي الإمام فقط حلية (رد المحتار ۲/۲٠۹)

[૨] ( وسنتها ) ثلاثة ( التحميد والثناء والدعاء فيها ) ذكره الزاهدي قال الشامي : قوله ( التحميد والثناء ) كذا في البحر عن المحيط ومقتضى قول الشارح ثلاثة أن الثناء غير التحميد مع أنه فيما يأتي فسر الثناء بقوله سبحانك اللهم وبحمدك فعلم أن المراد بهما واحد على ما يأتي بيانه فكان عليه أن يذكر الثالث الصلاة على النبي صلى الله عليه وسلم (رد المحتار ۲/۲٠۹)

[૩] وركنها التكبيرات والقيام لأن كل تكبيرة منها قائمة مقام ركعة (البحر الرائق ۲/۱۸۳)

وصلاة الجنازة أربع تكبيرات ولو ترك واحدة منها لم تجز صلاته هكذا في الكافي (الفتاوى الهندية ۱/۱٦٤)

[૪] قال الشامي : قوله ( ينوي الصلاة لله الخ ) كذا في المنية قال في الحلية وفي المحيط الرضوي والتحفة والبدائع ينبغي أن ينوي صلاة الجمعة وصلاة العيدين وصلاة الجنازة وصلاة الوتر لأن التعيين يحصل بهذا اهـ وأما ما ذكره المصنف فليس بضربة لازب ويمكن أن يكون إشارة إلى أنه لا ينوي الدعاء للميت فقط نظرا إلى أنه لا ركوع فيها ولا سجود ولا قراءة ولا تشهد اهـ (رد المحتار ۱/٤۲۳)

[૫] فصل وأما بيان ما يكره فيها فنقول تكره الصلاة على الجنازة عند طلوع الشمس وغروبها ونصف النهار لما روينا من حديث عقبة بن عامر أنه قال ثلاث ساعات نهانا رسول الله صلى الله عليه وسلم أن نصلي فيها وأن نقبر فيها موتانا والمراد من قوله أن نقبر فيها موتانا الصلاة على الجنازة دون الدفن إذ لا بأس بالدفن في هذه الأوقات فإن صلوا في أحد هذه الأوقات لم يكن عليهم إعادتها لأن صلاة الجنازة لا يتعين لأدائها وقت ففي أي وقت صليت وقعت أداء لا قضاء ومعنى الكراهة في هذه الأوقات يمنع جواز القضاء فيها دون الأداء كما إذا أدى عصر يومه عند تغير الشمس على ما ذكرنا فيما تقدم ولا تكره الصلاة على الجنازة بعد صلاة الفجر وبعد صلاة العصر قبل تغير الشمس لأن الكراهة في هذه الأوقات ليست لمعنى في الوقت فلا يظهر في حق الفرائض لما بينا فيما تقدم ولو أرادوا أن يصلوا على جنازة وقد غربت الشمس فالأفضل أن يبدؤا بصلاة المغرب ثم يصلون على الجنازة لأن المغرب آكد من صلاة الجنازة فكان تقديمه أولى ولأن في تقديم الجنازة تأخير المغرب وأنه مكروه (بدائع الصنائع ۱/۳۱٦)

[૬] قوله (وخوف فوت صلاة جنازة) أي يجوز التيمم لخوف فوت صلاة الجنازة (البحر الرائق ۱/٦۵)

[૭] ) من عجز ( مبتدأ خبره تيمم ) عن استعمال الماء ( المطلق الكافي لطهارته لصلاة تفوت إلى خلف ) لبعده … ميلا … أو لمرض … أو برد … أو خوف عدو … أو عطش … أو عدم آلة … تيمم ( قال الشامي : قوله ) تفوت إلى خلف ( كالصلوات الخمس فإن خلفها قضاؤها وكالجمعة فإن خلفها الظهر واحترز به عما لا يفوت إلى خلف كصلاة الجنازة والعيد والكسوف والسنن والرواتب فلا يشترط لها العجز كما سيأتي  قوله (لبعده) … لأنه عند عدمه لا يتيمم وإن خاف خروج الوقت في صلاة لها خلف (رد المحتار ۱/۲۳۲-۲۳٦)

[૮] مصنف ابن أبي شيبة، الرقم: ۱۱۵۸٦

[૯] ( ويسلم ) بلا دعاء ( بعد الرابعة ) تسليمتين ناويا الميت مع القوم ويسر الكل إلا التكبير زيلعي وغيره لكن في البدائع العمل في زماننا على الجهر بالتسليم وفي جواهر الفتاوى يجهر بواحدة قال الشامي : قوله ( لكن في البدائع الخ ) قد يقال إن الزيلعي لم يرد دخول التسليم في الكلية المذكورة والذي في البدائع ولا يجهر بما يقرأ عقب كل تكبيرة لأنه ذكر والسنة فيه المخافتة وهل يرفع صوته بالتسليم لم يتعرض له في ظاهر الرواية وذكر الحسن بن زياد أنه لا يرفع لأنه للإعلام ولا حاجة له لأن التسليم مشروع عقب التكبير بلا فصل ولكن العمل في زماننا على خلافه اهـ (رد المحتار۲/۲۱۳)

[૧૦] وأفضل صفوفها آخرها إظهارا للتواضع قال الشامي : قوله ( وأفضل صفوفها آخرها الخ ) كذا في القنية وبحث فيه في الحلية بإطلاق ما في صحيح مسلم عنه خير صفوف الرجال أولها وشرها آخرها وبأن إظهار التواضع لا يتوقف على التأخر اهـ أقول قد يقال إن الحديث مخصوص بالصلاة المطلقة لأنها المتبادرة ولقوله من صلى عليه ثلاثة صفوف غفر له رواه أبو داود وقال حديث حسن والحاكم وقال صحيح على شرط مسلم ولهذا قال في المحيط ويستحب أن يصف ثلاثة صفوف حتى لو كانوا سبعة يتقدم أحدهم للإمامة ويقف وراءه ثلاثة ثم اثنان ثم واحدا اهـ فلو كان الصف الأول أفضل في الجنازة أيضا لكان الأفضل جعلهم صفا واحدا ولكره قيام الواحد وحده كما كره في غيرها هذا ما ظهر لي (رد المحتار ۲/۲۱٤) انظر أيضا فتاوى محمودية (۱۳/۲٠٤)

[૧૧] جامع الترمذي، الرقم: ۱٠۲۸

[૧૨] وتفسد صلاة الجنازة بما تفسد به سائر الصلوات إلا محاذاة المرأة كذا في الزاهدي (الفتاوى الهندية ۱/۱٦٤)

[૧૩] فلا تنقض القهقهة في صلاة الجنازة وسجدة التلاوة لكن يبطلان (البحر الرائق ۱/٤۳)

[૧૪] ( فلو كبر الإمام خمسا لم يتبع ) لأنه منسوخ ولا متابعة فيه ولم يبين ماذا يصنع وعن أبي حنيفة روايتان في رواية يسلم للحال ولا ينتظر تحقيقا للمخالفة وفي رواية يمكث حتى يسلم معه إذا سلم ليكون متابعا فيما تجب فيه المتابعة وبه يفتي كذا في الواقعات ورجحه في فتح القدير بأن البقاء في حرمة الصلاة بعد فراغها ليس بخطأ مطلقا إنما الخطأ في المتابعة في الخامسة وفي بعض المواضع إنما لا يتابعه في الزوائد على الأربعة إذا سمع من الإمام أما إذا لم يسمع إلا من المبلغ فيتابعه وهذا حسن وهو قياس ما ذكروه في تكبيرات العيدين اهـ (البحر الرائق ۲/۱۹۸)

Check Also

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની …